બુધવાર, 20 એપ્રિલ, 2022

બુઘવાર ના દિવસે ઉપાય કરવાથી શારીરિક, આર્થિક અને માનસિક પરેશાની દૂર થાય | Budhwar Na upay Gujarati | Okhaharan

 બુઘવાર ના દિવસે ઉપાય કરવાથી શારીરિક, આર્થિક અને માનસિક પરેશાની દૂર થાય | Budhwar Na upay Gujarati |Okhaharan

Budhwar-Na-Upay-Gujarati
Budhwar-Na-Upay-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું બુઘવાર ના દિવસે ઉપાય કરવાથી શારીરિક, આર્થિક અને માનસિક પરેશાની દૂર થાય .

 શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

ભગવાન શ્રી ગણેશ ને પ્રથમ પુજય તથા વિઘ્નો ને નાશ કરનાર દેવ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત તેમની પૂજા વગર અઘુંરી છે.પુરાણોમાં બુધવાર ના દેવતા બુધ ગ્રહ અને શ્રીગણેશજી માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રો મુજબ જે લોકોની કુંડળીમાં બુધ દોષ છે , મિથુન રાશિ (ક,છ,ધ) , કન્યા (પ,ઠ,ણ) અથવા જે લોકો શારીરિક, આર્થિક કે માનસિક પરેશાની હોય તેઓ લોકો આ પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે બુધવાર ના દિવસે કેટલાક ઉપાય કરી શકે છે, 


બુધવાર ના દિવસે શ્રી ગણેશજીના મંદિર દશૅન કરો તમારી સવૅ મનોકામના પૂણૅ થાય એવી પ્રાથૅના કરો અને જ્યાં સુઘી તમારી મનોકામના પૂણૅ ના થાય ત્યાં સુઘી કરો પ્રાથૅના કરો આમ કરવાથી ગજાનન તમારા પર પ્રસન્ન થશે અને તમારી મનોકામના પૂર્ણ કરશે.  

બુઘ દેવ નો પ્રિય રંગ લીલો એવું માનવામાં આવે છે કે બુધવારના દિવસે લીલા રંગના કપડા પહેરવા શુભ હોય છે અને જો તમારો બુધ નબળો હોય તો તમારે હંમેશા લીલો રંગનું કપડું ખીસામાં રાખવો જોઈએ તેમજ બુધવારે લીલા મગની અથવા લીલા રંગનું કપડાનું દાન કરવું જોઈએ.

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

રિધ્ધિ અને સિદ્ઘિ ના સ્વામી જ્ઞાન આપનાર દેવ શ્રી ગણેશને દુર્વા ખૂબ જ પ્રિય છે. જો તમે દર બુધવાર ના દિવસે ગણેશજીને 21 દુર્વા અર્પણ કરો છો, તો તમારા જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા નહીં આવે અને ગણેશજીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે.

જો કોઈ વ્યક્તિ કુડંલી બુધ ગ્રહ ના દોષથી પીડિત હોય તો તેણે મા દુર્ગાની પૂજા કરવી જોઈએ. 'ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્છે' મંત્ર દરરોજ 108 વાર એકવખત કરવાથી બુધ ગ્રહ લગતા દોષ સમાપ્ત થાય છે.


જીવનમાં રહેલી અને આવતી પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે બુધવાર ના દિવસે  ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ, ઘરમાં આર્થિક પ્રગતિ થશે

શ્રી ગણપતિના આશીર્વાદ મેળવવા માટે બુધવાર ના દિવસે સૌથી પહેલા શ્રી ગણેશ કપાળ પર સિંદૂર લગાવીને તિલક કરવું પછી તમારા કપાળ પર પણ લગાવો, તમને દરેક કાર્યોમાં સફળતા મળશે.

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો. 

મગજમાં માનસિક શાંતિ માટે બુધવાર ના દિવસે ભગવાન ગણેશને શમીના પાન અર્પણ કરવા જોઈએ. તે તણાવ અને માનસિક પીડાને દૂર કરે છે.

બુધવાર ના દિવસે ભગવાન શ્રી ગણેશ બીજ મંત્ર ઓમ ગં ગણપતયે નમઃ, મંત્ર ની એક માળા કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.શિક્ષણમાં સફળતા મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ આ મંત્રનો વધુમાં વધુ બુધવાર ના દિવસે અવશ્ય જાપ કરો.

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

દિવસે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો. 

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે અહી ક્લિક કરો.   

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇