મંગળવાર, 1 માર્ચ, 2022

મહાશિવરાત્રી ના દિવસે શિવ ભક્તિ માટે ચાલીસા , બાવની , મંત્ર , વ્રત કથા , બધું વાંચો ગુજરાતી લખાણ સાથે | MahaShivratri | Okhaharan

 મહાશિવરાત્રી ના દિવસે શિવ ભક્તિ માટે ચાલીસા , બાવની , મંત્ર , વ્રત કથા , બધું વાંચો ગુજરાતી લખાણ સાથે | MahaShivratri | Okhaharan



 

શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 મહાશિવરાત્રી વ્રત કથા ક્લિક કરો. 

 

 મહાશિવરાત્રી શિવલિંગ પુજન માં કંઈ વસ્તુ નો ઉપયોગ કરવો અને ખાસ કંઈ વસ્તુ નો ઉપયોગ ના કરવો અહી ક્લિક કરો. 

 

મહાશિવરાત્રી ક્યારે છે ? મહાશિવરાત્રી નું માહાત્મ્ય શું છે?  શું છે ચાર પ્રહર પુજન નો સમય અને આ સમય ક્યાં મંત્રો નો જાપ કરવા ?અહી ક્લિક કરો.  

 

 શિવજી સરસ ભજન કે શિવજી સંકટ ને હરજો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

શિવ કૃપા માટે પાઠ કરો શિવ સ્તુતિ અહી ક્લિક કરો.  

 

શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો. 

 

ૐ નમઃ શિવાય 5 મંત્રો નો અથૅ જાણીને જાપ કરવાથી અઘિક ફળ મલે અહી ક્લિક કરો.  

 

 શિવ બિલિપત્ર નું માહાત્મય | બિલાષ્ટક પાઠ ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો. 

 

શિવજીના રૂપનુ વણૅન નો અષ્ટક પાઠ ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

સોમનાથ જ્યોતિર્લિંગ સ્થાપના ની ચંદ્ર ભક્તિ શિવપુરાણ ની કથા ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

શિવજી ના બાવન ગુણ નો પાઠ અહી ક્લિક કરો.  

 

મહાશિવરાત્રીના દિવસે આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

મહાશિવરાત્રીના દિવસે આ રક્ષા સ્ત્રોત પાઠ કરવાથી મહાદેવ હંમેશા ભક્તો ની રક્ષા કરે છે અહી ક્લિક કરો.  

 

મહાદેવ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 

 શિવમહિમ્નઃ સ્તોત્રમ સાભળો ફક્ત 9 મિનિટ માં  

 

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે સાભળો 4 મિનિટમાં  



  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો.👇👇👇 

મહાશિવરાત્રી વ્રત કથા | Mahashivratri Vrat Katha Gujarati | Okhaharan

 મહાશિવરાત્રી વ્રત કથા | Mahashivratri Vrat Katha Gujarati | Okhaharan

 
Mahashivratri-Vrat-Katha-Gujarati
Mahashivratri-Vrat-Katha-Gujarati


શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  મહાશિવરાત્રી વ્રત કથા 

મહાશિવરાત્રીના દિવસે આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


એક વાર પાર્વતીજીએ ભગવાન શિવશંકરને પૂછ્યું કે એવું ક્યું શ્રેષ્ઠ અને સરળ વ્રત પૂજન છે જે મૃત્યુલોકના જીવો સહજતાથી પ્રાપ્ત કરી શકે છે. જવાબમાં ભોળાનાથે શિવરાત્રિના વ્રતની કથા સંભળાવી.


એકવાર ચિત્રભાનું નામનો એક શિકારી હતો. તે પશુઓની હત્યા કરીને તે પોતાના કુંટુંબનું પાલન પોષણ કરતો હતો. એક વાર એક સાહૂકાર તેનો ઋણી હતો. આમછતાં સમય પર દેવું ન ચુકવી સકતા ક્રોધિત સાહૂકારે તેને શિવમઠમાં બંદી બનાવી લીધો. સંયોગવશ એ દિવસે શિવરાત્રી હતી. બંદી રહેતા શિકારી મઠમાં શિવ સંબંધિત ધાર્મિક વાતો સાંભળતો રહ્યો. ત્યાં તેણે શિવરાત્રિની કથા પણ સાંભળી. સંધ્યા થયા પર સાહૂકારે તેમને બોલાવ્યો અને ઋણ ચુકવવા માટે પૂછ્યું તો શિકારી આગલા દિવસે તમામ ઋણ પરત આપાવાનું વચન આપ્યું. સાહૂકારે તેમની વાત માની લીધી અને તેને છોડી દીધો. 


બીજે દિવસે શિકારી શિકાર માટે જંગલમાં ગયો. આમછતાં દિવસભર જેલમાં બંધ હોવાને કારણે તે ભૂખ્યો અને તરસ્યો હતો. શિકાર કરવા માટે તેણે એક તળાવના કિનારે આવેલા બિલિના વૃક્ષને પસંદ કર્યું.તે પાણી ભરેલી થેલી લઈને ઝાડ પર ચઢી ગયો. તળાવના કિનારે પ્રાણીઓ પાણી પીવા આવે તેની રાહ જોવા લાગ્યો. એ જ બિલિ વૃક્ષની નીચે એક શિવલિંગ હતું. જે બિલિપત્રોના પાન ખરવાને લીધે ઢંકાયેલું હતું. શિકારી આ વિશે જાણતો ન હતો. તે ભૂખ્યો તરસ્યો ઝાડ પર બેસીને શિકારની શોધમાં આમતેમ જોવા લાગ્યો. એ દરમિયાન તેની પાણીની થેલીમાંથી પાણીના ટીપાં શિવલિંગ પર પડતાં રહ્યાં. દરમિયાન તેના હાથે જે પાંદડા તૂટ્યાં, તે શિવલિંગ પર પડવા લાંગ્યા


મહાશિવરાત્રી કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો.  

 

 રાત્રિનો પહેલો પ્રહર વીત્યો ત્યારે એક ગર્ભવતી મૃગલી તળાવ પર પાણી પીવા પહોંચી. શિકારીએ ધનુષ પર તીર ચઢાવીને જે પ્રત્યંચા ખેંચી કે મૃગલી બોલી, હું મારા બચ્ચાને મળીને પાછી આવીશ. આપીશ. ત્યારે મારો શિકાર કરી લેજો. શિકારીએ પ્રત્યંચા ઢીલી  કરી. મૃગલી જંગલની ઝાડીઓમાં લુપ્ત થઈ ગઈ. કેટલાંક સમય પછી એક મૃગ બાળ ત્યાં આવી પહોંચ્યું. શિકારીએ તેનો શિકાર કરવા માટે ધનુષ્ય પર બાણ ચઢાવ્યું. તેણે શિકારીને વિનંતી કરી કે મને મારી માતાને એક વાર મળવા દો પછી હું પાછું આવીશ ત્યારે તમે મારો શિકાર કરજો. શિકારીના હૃદયમાં કોઈ કારણે દયા આવી ગઈ અને તેણે તેને પણ જવા દીધું. બીજો પ્રહર પણ વીતી ગયો. ત્રીજા પ્રહરમાં એક બીજુ મૃગ બાળ ત્યાં આવ્યું. શિકારીએ ધનુષ્યબાણની પ્રત્યંચા ખેંચવા ઉઠાવ્યું ત્યારે મૃગબાળ બોલી ઉઠ્યું.

 

 2023 મહાશિવરાત્રી ના દિવસે 617 વષૅ ચાર ગ્રહ ના સંયોગ માં કરો 12 રાશિ મુજબ આ ઉપાય અને મંત્ર

 

 તેણે કહ્યું કે હું મારી માતાની શોધમાં નિકળ્યું છું. તેમને અને મારા બાંધવને મળીને પાછું આવીશ. શિકારીએ કહ્યું કે હું તને નહિં જવા દઉ. તારા પહેલાં પણ એક મૃગલી અને એક મૃગબાળ ચાલ્યા ગયા છે તે હજી પાછા નથી આવ્યા. ત્યારે મૃગબાળે કહ્યું કે મારી એક જ અંતિમ ઈચ્છા મારી માતાને મળવાની છે. હું તમને વચન આપું છું કે હું મારી માતાને મળીને પાછું આવીશ. શિકારીએ તેને પણ જવા દીધું.


ત્રીજો પ્રહર વીતી ગયો. ચોથો પ્રહર શરૂ થયો. દરમિયાન એક મૃગ ત્યાં આવી પહોંચ્યું. તે પાણી પીવા ગયું પણ શિકારીના ધનુષ્યબાણની પ્રત્યંચાના અવાજે તેને સતર્ક કરી દીધું. તેણે શિકારીને જોઈ લીધો. તેણે કહ્યું કે હું મારી પત્ની અને બાળકોની શોધમાં નિકળ્યો છું. તેમને મળીને હું પાછો આવીશ. શિકારીએ તેને કહ્યું કે અગાઉ મૃગલી અને બે બચ્ચા આવી રીતે જતાં રહ્યાં છે, શું તું મને મુર્ખ સમજે છે કે હું તને જવા દઈશ. ત્યારે મૃગ બોલ્યું. તમે તેમનો વિશ્વાસ કરીને જવા દીધાં છે તો મને પણ જવાદો. હું તમને વચન આપું છું કે તેમને મળીને હું પાછો આવીશ. તે મારી રાહ જોતાં હશે. દિવસભરના ઉપવાસ અને રાત્રિ ભરના જાગરણને કારણે શિકારીનું હૃદય પવિત્ર થઈ ગયું હતું. તેનામાં ભગવદ શક્તિનો વાસ થઈ ગયો હતો. તેણે મૃગને પણ જવા દીધું. 

મહાશિવરાત્રી ના દિવસે શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


રાત્રિ વીતી ગઈ. સવારનો પ્રથમ શરૂ થઈ ગયો. દરમિયાન શિકારી બિલિના પાન તોડીને તોડીને નીચે નાંખતો હતો. તેની મશકમાંથી પાણી નીચે શિવલિંગ પર પડતું હતું. થોડીવાર પછી મૃગ સપરિવાર શિકારી સમક્ષ ઉપસ્થિત થઈ ગયું. તેણે શિકારીને કહ્યું કે તમે હવે સુખેથી અમારો શિકાર કરીને તમારી ભૂખ મીટાવી શકો છો. શિકારી પશુઓની સત્યતા અને વચનપરસ્તી જોઈએ તેમને પ્રેમથી નિહાળવા લાગ્યો. તેને થયું કે આવા પરિવારને હું વિંખી નાંખીશ. તેના હૃદયમાં પસ્તાવો થવા લાગ્યો. તેની આંખમાંથી આ હરણાંઓ માટે પ્રેમની ધારા વહેવા લાગી. આખરે શિકારીએ પોતાના હૃદયમાંથી આ મૃગ પરિવારને મારવાનો સંકલ્પ માંડી વાળ્યો. તેનું મન હવે એ હરણાંઓને હણવા તૈયાર ન હતું. તેણે મશકમાંથી થોડું પાણી પીવા ઉંચી કરી. તેમાંથી થોડું જળ નીચે શિવલિંગ પર પડ્યું. તે હળવેથી પાન આમતેમ કરીને નીચે ઉતર્યું. તેનું હૃદય અત્યંત પ્રેમથી ભરાઈ ગયું હતું. સમસ્ત દેવલોક આ ઘટનાને જોઈ રહ્યો હતો. તેઓ આ દ્રશ્ય જોઈ ગદગદ્દીત થઈ ગયા. તેમણે શિકારી અને મૃગ પરિવારને મોક્ષનું વરદાન આપ્યું.


અજાણતા જ શિવરાત્રિના વ્રતનુ પાલન કરવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ. જ્યારે મૃત્યુકાળમાં યમદૂત તેનો જીવ લેવા આવ્યો તો શિવગણોએ તેમને પરત મોકલી દીધો અને શિકારીને શિવલોક લઈ ગયા. શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાજા ચિત્રભાનુ પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રિનુ મહત્વ જાણીને તેનુ આગલા જન્મમાં પણ પાલન કરી શક્યા.


મહાશિવરાત્રીના દિવસે આ રક્ષા સ્ત્રોત પાઠ કરવાથી મહાદેવ હંમેશા ભક્તો ની રક્ષા કરે છે અહી ક્લિક કરો.  

 

 

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 

 શિવમહિમ્નઃ સ્તોત્રમ સાભળો ફક્ત 9 મિનિટ માં  

 

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે સાભળો 4 મિનિટમાં 


  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો.👇👇👇