સોમવાર, 30 ઑગસ્ટ, 2021

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે | Shree Krishna 108 name in gujarati | OKhaharan

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે | Shree Krishna 108 name in gujarati | OKhaharan

Shree-krishna-ashtottara-namavali-krishna-108-name-in-gujarati
Shree-krishna-ashtottara-namavali-krishna-108-name-in gujarati

 

શ્રી ગણેશાય નમઃ મિત્રો જગતના પાલનહાર શ્રીકૃષ્ણ જન્માષ્ટમી શુભેચ્છાઓ. આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું જન્માષ્ટમી ના દિવસે પાઠ કરીશું ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે.

ॐ કૃષ્ણાય નમઃ

ॐ કમલાનાથાય નમઃ

ॐ વાસુદેવાય નમઃ

ॐ સનાતનાય નમઃ

ॐ વસુદેવાત્મજાય નમઃ

ॐ પુણ્યાય નમઃ

ॐ લીલામાનુષ વિગ્રહાય નમઃ

ॐ શ્રીવત્સ કૌસ્તુભધરાય નમઃ

ॐ યશોદાવત્સલાય નમઃ

ॐ હરયે નમઃ


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  


ॐ ચતુર્ભુજાત્ત ચક્રાસિગદા શંખાંદ્યુદાયુધાય નમઃ

ॐ દેવકીનંદનાય નમઃ

ॐ શ્રીશાય નમઃ

ॐ નંદગોપ પ્રિયાત્મજાય નમઃ

ॐ યમુના વેગસંહારિણે નમઃ

ॐ બલભદ્ર પ્રિયાનુજાય નમઃ

ॐ પૂતના જીવિતહરાય નમઃ

ॐ શકટાસુર ભંજનાય નમઃ

ॐ નંદવ્રજ જનાનંદિને નમઃ

ॐ સચ્ચિદાનંદ વિગ્રહાય નમઃ 


ॐ નવનીત વિલિપ્તાંગાય નમઃ

ॐ નવનીત નટાય નમઃ

ॐ અનઘાય નમઃ

ॐ નવનીત નવાહારાય નમઃ

ॐ મુચુકુંદ પ્રસાદકાય નમઃ

ॐ ષોડશસ્ત્રી સહસ્રેશાય નમઃ

ॐ ત્રિભંગિ મધુરાકૃતયે નમઃ

ॐ શુકવાગ મૃતાબ્ધીંદવે નમઃ

ॐ ગોવિંદાય નમઃ

ॐ યોગિનાં પતયે નમઃ

ॐ વત્સવાટચરાય નમઃ


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


ॐ અનંતાય નમઃ

ॐ દેનુકાસુર ભંજનાય નમઃ

ॐ તૃણીકૃત તૃણાવર્તાય નમઃ

ॐ યમળાર્જુન ભંજનાય નમઃ

ॐ ઉત્તાલતાલભેત્રે નમઃ

ॐ તમાલ શ્યામલાકૃતયે નમઃ

ॐ ગોપગોપીશ્વરાય નમઃ

ॐ યોગિને નમઃ

ॐ કોટિસૂર્ય સમપ્રભાય નમઃ

ॐ ઇલાપતયે નમઃ

ॐ પરસ્મૈ જ્યોતિષે નમઃ

ॐ યાદવેંદ્રાય નમઃ

ॐ યદૂદ્વહાય નમઃ

ॐ વનમાલિને નમઃ

ॐ પીતવાસસે નમઃ

ॐ પારિજાતાપહારકાય નમઃ

ॐ ગોવર્ધનાચલોદ્ધર્ત્રે નમઃ

ॐ ગોપાલાય નમઃ

ॐ સર્વપાલકાય નમઃ

ॐ અજાય નમઃ

ॐ નિરંજનાય નમઃ

shri-krishna-janmashtami-why-krishna-ji-born-on-mid-night

 

ॐ કામજનકાય નમઃ

ॐ કંજલોચનાય નમઃ

ॐ મધુઘ્ને નમઃ

ॐ મધુરાનાથાય નમઃ

ॐ દ્વારકાનાયકાય નમઃ

ॐ બલિને નમઃ

ॐ વૃંદાવનાંત સંચારિણે નમઃ

ॐ તુલસીદામ ભૂષણાય નમઃ

ॐ શ્યમંતક મણેર્હર્ત્રે નમઃ

ॐ નરનારાયણાત્મકાય નમઃ

ॐ કુબ્જાકૃષ્ણાંબરધરાય નમઃ

 

ॐ માયિને નમઃ

ॐ પરમપૂરુષાય નમઃ

ॐ મુષ્ટિકાસુર ચાણૂર મલ્લયુદ્ધ વિશારદાય નમઃ

ॐ સંસારવૈરિણે નમઃ

ॐ કંસારયે નમઃ

ॐ મુરારયે નમઃ

ॐ નરકાંતકાય નમઃ

ॐ અનાદિ બ્રહ્મચારિણે નમઃ

ॐ કૃષ્ણાવ્યસન કર્શકાય નમઃ

ॐ શિશુપાલ શિરશ્છેત્રે નમઃ

ॐ દુર્યોધન કુલાંતકાય નમઃ


 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે


ॐ વિદુરાક્રૂર વરદાય નમઃ

ॐ વિશ્વરૂપ પ્રદર્શકાય નમઃ

ॐ સત્યવાચે નમઃ

ॐ સત્ય સંકલ્પાય નમઃ

ॐ સત્યભામારતાય નમઃ

ॐ જયિને નમઃ

ॐ સુભદ્રા પૂર્વજાય નમઃ

ॐ જિષ્ણવે નમઃ

ॐ ભીષ્મમુક્તિ પ્રદાયકાય નમઃ

ॐ જગદ્ગુરવે નમઃ

ॐ જગન્નાથાય નમઃ

ॐ વેણુનાદ વિશારદાય નમઃ

ॐ વૃષભાસુર વિધ્વંસિને નમઃ

ॐ બાણાસુર કરાંતકાય નમઃ

ॐ યુધિષ્ઠિર પ્રતિષ્ઠાત્રે નમઃ

ॐ બર્હિબર્હાવતંસકાય નમઃ

ॐ પાર્થસારથયે નમઃ

ॐ અવ્યક્તાય નમઃ

ॐ ગીતામૃત મહોદધયે નમઃ

ॐ કાળીય ફણિમાણિક્ય રંજિત શ્રીપદાંબુજાય નમઃ


ganesh stuti gujarati,

ॐ દામોદરાય નમઃ

ॐ યજ્ઞ્નભોક્ર્તે નમઃ

ॐ દાનવેંદ્ર વિનાશકાય નમઃ

ॐ નારાયણાય નમઃ

ॐ પરસ્મૈ બ્રહ્મણે નમઃ

ॐ પન્નગાશન વાહનાય નમઃ

ॐ જલક્રીડાસમાસક્ત ગોપીવસ્ત્રાપહારકાય નમઃ

ॐ પુણ્યશ્લોકાય નમઃ

ॐ તીર્થપાદાય નમઃ

ॐ વેદવેદ્યાય નમઃ

ॐ દયાનિધયે નમઃ

ॐ સર્વતીર્થાત્મકાય નમઃ


ॐ સર્વગ્રહરૂપિણે નમઃ

ॐ પરાત્પરાય નમઃ

॥ઇતિ શ્રી કૃષ્ણાષ્ટોત્તર નામાવલી સમાપ્ત॥


શ્રી પુરુષોત્તમ 108 જાપ માળા જાપવાથી આખા મહિનાનું અધિક ફળ મળશે


જન્માષ્ટમી ના દિવસે જાણો શ્રીકૃષ્ણ ભગવાન એ જન્મ રાત્રે 12 વાગ્યે કેમ લીધો ? | shri krishna janmashtami why krishna born at midnight | Okhaharan

જન્માષ્ટમી ના દિવસે જાણો શ્રીકૃષ્ણ ભગવાન એ જન્મ રાત્રે 12 વાગ્યે કેમ લીધો ? | shri krishna janmashtami why krishna born at midnight | Okhaharan

shri-krishna-janmashtami-why-krishna-ji-born-on-mid-night
shri-krishna-janmashtami-why-krishna-ji-born-on-mid-night

 

શ્રી ગણેશાય નમઃ મિત્રો જગતના પાલનહાર શ્રીકૃષ્ણ જન્માષ્ટમી શુભેચ્છાઓ. આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું જન્માષ્ટમી ના દિવસે જાણો શ્રીકૃષ્ણ ભગવાન એ જન્મ રાત્રે 12 વાગ્યે કેમ લીધો.


આ વષૅ જન્માષ્ટમી 26-8-2024 સોમવાર ના દિવસે ઉજવાસે. તો અમુક મંદિરમાં મંગળવાર એટલે કે 31 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. એવુ માનવામાં આવે છે કે, પહેલા દિવસે સાધુ-સંન્યાસી, શૈવ સંપ્રદાય દર વર્ષે જન્માષ્ટમી ઉજવે છે, જ્યારે કે બીજા દિવસે વૈષ્ણવ સંપ્રદાય અને વ્રજવાસી આ તહેવાર ઉજવે છે.

 શ્રી કૃષ્ણ નો જન્મ દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણએ રોહિણી નક્ષત્રમાં જન્મ લીધો તેઓ મુળ ચંદ્રવંશી હતું. ધાર્મિક ગંથો અનુસાર શ્રીકૃષ્ણ ચંદ્રવંશી હતા. તેમના પૂર્વજ ચંદ્રદેવ હતા અને ચંદ્રના પુત્ર બુધ  છે. શાસ્ત્રો માં શ્રીકૃષ્ણએ ચંદ્રવંશમાં જન્મ લેવા માટે બુધવારનો દિવસ પસંદ કર્યો હતો. જ્યોતિષી શાસ્ત્રો મુજબ રોહિણી જે દક્ષની પુત્રી હતી એ ચંદ્રમાની પ્રિય પત્ની અને તે નક્ષત્ર છે. 


આ કારણે શ્રીકૃષ્ણ ભગવાન એ રોહિણી નક્ષત્રમાં જન્મ લીધો તથાની આઠમની તિથિએ જન્મ લેવાનું પણ બે કારણ હતા. આઠમ તિથિ એ આઘ્ય શક્તિનું શક્તિનું પ્રતીક છે. શ્રીકૃષ્ણ શક્તિ સંપન્ન, સ્વયંભૂ અને પરબ્રહ્મા છે. બીજી કારણ વિષ્ણું ભગવાન નો આઠમો અવતાર હતો. તેથી આઠમના દિવસે જન્મ લીધો હતો. 


પૃથ્વી પર ચંદ્ર રાત્રે ઉગે છે તેથી શ્રી કૃષ્ણએ પોતાના પૂર્વજોની હાજરીમાં જન્મ લીધો હતો. એમ માનવામાં આવે છે કે ચંદ્ર દેવની ઈચ્છા પૂણૅ કરવા શ્રી હરિ વિષ્ણુ ભગવાન તેમના કુળમાં કૃષ્ણ તરીકે જન્મ લીધો અને તેઓ તેમના પ્રત્યક્ષ રીતે બાલ રૂપના દર્શન કરી તૃપ્ત થાય. 

 

પૌરાણિક બધી કથા મુજબ શ્રીકૃષ્ણના જન્મ સમયે સમ્રગ સૃષ્ટિ વાતાવરણ સકારાત્મક થઈ ગયું હતું. તથા પૃથ્વી શ્રીકૃષ્ણએ યોજનાબદ્ધ રીતે મથુરામાં જન્મ લીધો હતો.અને બઘા રાક્ષસો સંહાર કરી મુક્તિ આપી.

Shree-krishna-ashtottara-namavali-krishna-108-name-in gujarati

 

"" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 27 ઑગસ્ટ, 2021

શ્રાવણ-6 રાંધણ છઠ્ઠ મહિમા | Randhan chhath| 2024 | Randhan Chhath Mahima in Gujarati | Okhaharan

શ્રાવણ-6 રાંધણ છઠ્ઠ મહિમા | Randhan chhath| 2024 | Randhan Chhath Mahima in Gujarati | Okhaharan

Randhan-Chhath-Mahima-in-Gujarati
Randhan-Chhath-Mahima-in-Gujarati

 

શ્રાવણ મહિનો આવે એટલે આપણા હિન્દૂ પંચાગ અનુસાર ઘણા બધા તહેવારોની શરૂઆત થઈ જાય છે, માટે જ કહેવાય છે કે" શ્રાવણ આવ્યો હર્ષ અને  ઉલ્લાસ લાવ્યો. દર વર્ષે શ્રાવણ માસના વદ પક્ષની છઠ્ઠની તિથિને રાંધણ છઠ તરીકે ઉજવાય છે.  જે સામુહિક રીતે જોવા જઈએ તો બે દિવસ ઉજવવામાં આવે છે - " રાંધણ છઠ તથા શીતળા સાતમ". જેમાં છઠના દિવસે સાતમની પણ રસોઈ કરવાની , સાંજે ચૂલો કે ગેસ, અગ્નિથી બનાવવામાં આવેલ ઠારી, સાફ કરીને અને પૂજન કરવાનુ અને બીજે દિવસે સાતમેં ઠંડું ખાવાનું અને આપણા ધરના સાથે તહેવાર ઉજવાનો. માન્યતાઓ અનુસાર આ દિવસે શ્રીકૃષ્ણના મોટા ભાઇ એટલે કે બલરામનો જન્મ થયો હતો. 

shitala-satam-vrat-katha-gujarati-shravan-satam

 

આ તહેવાર અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ નામે મનાવવામાં આવે છે. ગુજરાતમાં કયાક  સુદ પક્ષ તો કયાક વદ પક્ષમાં ઉજવામાં આવે છે આ દિવસ ની તિથિ ને તેને રાંધણ છઠ ,હલષષ્ઠી, હળછઠ વ્રત, ચંદન છઠ, તિનછઠી,  લલહી છઠ, કમર છઠ, અથવા ખમર છઠના નામથી પણ ઓળખવામાં આવે છે. 


રાંધણ છઠના દિવસે ગૃહણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત બની જશે અને નવી-નવી વાનગીઓ બનાવે છે. જેમ કે થેપલા, બાજરાના વડા, પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, મીઠી પૂરી, તીખી પૂરી, પાત્રા, ભરેલા ભીંડા, તળેલા મરચાં, કંકોડાનું શાક, તીખી સેવ, ખીર અને  મિષ્ઠાન. આધુનીક સમયમાં પાણીપુરી, ભેળપુરી,  ફ્રૂટ સલાદ વગેરે વાનગીઓ બનાવાય છે.


"શિવ માળા 108 મણકા" ૐ નમઃ શિવાય


રાંધણ છઠના બીજા દિવસે શીતળા સાતમે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અહીં સાતમના દિવસે ઘરમાં રસોઇ ન કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે એટલા માટે રાંધણ છઠના દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરી રાખે છે અને સાતમના દિવસે શીતળા માતાના પુજન બાદ કથા સાંભળ્યા પછી પહેલાથી તૈયાર કરેલ ઠંડું ભોજન ગ્રહણ કરવામાં આવે છે. 

jivantika-maa-vrat-katha-in-gujarati

 

રાંધણ છઠ્ઠના દિવસે લોકો ઘરે ઘરે નવા નવા પકવાન અને વ્યંજન બનાવતા હોય છે. આ દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવી નવી વાનગી બનાવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે છઠના દિવસે બનાવેલ ભોજન અને પકવાન માણવાનો મહિમા છે. જે વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે. શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે. તેના બીજા દિવસે એટલે શ્રાવણ વદ આઠમે કાનુડાનો જનમદિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે.


આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સાફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.

Shiv Mantra Gujarati

 

રાંધણ છઠના દિવસે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે. અને ચૂલામાં આળોટતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલા અથવા ગેસને વિધી પૂર્વક ઠારી દેવામાં આવે છે. જો માતા શીતળાને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાના આશીર્વાદ આપી બીજા ઘરે જાય છે, માટે રાંધણછઠના દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે. આધુનિક જમાનમાં ગેસ આવી ગયા છે ચૂલાની જગ્યાએ તો ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે. 

 

એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપના શરીરમાં થતાં અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે. અને શરીર એકદમ નીરોગી બની રહે છે.


 બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  



શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં  

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય     

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 26 ઑગસ્ટ, 2021

જલારામ બાપાની ચાલીસા નો પાઠ | Jalaram Chalisa in Gujarati Lyrics | Okhaharan

જલારામ બાપાની ચાલીસા નો પાઠ | Jalaram Chalisa in Gujarati Lyrics | Okhaharan

 
Jalaram-chalisa-in-gujarati-lyrics

 



શ્રી જલારામ ચાલીસા

( દોહરો )

અન્નદાન એ શ્રેષ્ઠ દાન , જપે ના જલિયા જૂઠ

રામનામને લૂંટત રહે , જો લૂંટી શકે તો લૂંટ

( ચોપાઈ )

ભારત ભૂમિ સંતજનોની , ભક્તિની કરતા લહાણ ,

ગરવી ગુર્જર ગરવી ગાથા , વીરપુરે સંત જલાણ ,  

આવો સંતો સત્સંગમાં , સત્સંગનો રંગ મહાનું ,

ગર્વ ગળ્યા કંસ રાવણના , આત્મારામને સાચો જાણ .

છોડ લાલનપાલન દેહનાં , ત્યજી તમામ ગુમાન .

મળ્યો જે મનખો મોંઘેરો , જપ રામનામ હર ત્રાણ . 


 કરીલો શ્રી જલારામ બાપાની ની એક સ્તુતિ  આ સ્તુતિ કરવાથી બાપાની કૃપા રહે છે અહી ક્લિક કરો.  


 રામનામમાં મગન સદા , સર્વદા રામના દાસ .

તુલસી અને જલિયાણના , દિલમાં રામનો વાસ .

દિલમાં રામનો વાસ જેને , સંસારનો ના ત્રાસ .

રહે ભલે સંસારમાં , મનડું રામજી પાસે .

તમામ જીવમાં રામજી પેખે , મુખમાં રામનું નામ .

 પ્રેમરસ પી અને પિવરાવે , ધન ધન શ્રી જલારામ . 


ભકિત ખાંડાની ધાર છે , પળ પળ કસોટી થાય .

હસતાં મુખે દુઃખ સહે , હરિ વહારે ધાય .

સતગુણથી સુખ મળે , ને સુખ શાંતિ થાય .

સુખ શાંતિમાં આનંદ સાચો , આનંદ આત્મા રામ .

હરિના જનમાં હરિ વસે , વદી રહ્યા જલિયા રામ

ચમત્કાર ત્યાં નમસ્કાર , જય રામ કૃષ્ણ ગાય ,

આત્મારામને રામ જાણવા , પરચાઓ કંઈ સર્જાય . 


શ્રી જલારામ બાપા ના 52 ગુણ પાઠ કરવાથી દુઃખ છૂટી સુખી થવાય


 

અનુભવ વિનાનું જ્ઞાન કાચું , અનુભવ ગુરુ મહાન ,

શંકાથી શ્રદ્ધા ડગે , શ્રદ્ધા હરિથી મહાન .

વાચ કાછ ને મનથી , સદા ભજતાં જલારામ .

અધૂરાં રે ન આદર્યા , પૂરણ કરે જલારામ .

બાપાના પરચા હજાર , લખતાં ન આવે પાર .

ભાવના ભૂખ્યા ભગવાન , બતાવે બાપા વારંવાર , 


સેવા - ત્યાગની જીવતી મૂરત , જલારામ તણો અવતાર .

નોંધારાના આધાર બાપા , યાદ કરો લગાર ,

જીવતા દેહ લાખનો , સવા લાખની શ્રદ્ધા આજ .

ભંડારી બાપાનાં વીરબાઈ , સતી પતિવ્રતા કહેવાય .

અવધૂત સંગે જાતા , કદી ના જે અચકાય .

ત્યાગ - બલિદાનની અપૂર્વ ગાથા , સવર્ણ અક્ષરે અંકાય .

સતી પુયે જલિયાણ ભક્તિ , બની ગઈ સવાઈ . 

ગાયત્રી માતાની આ સ્તુતિ જરૂર કરી લેજો સવૅ વેદ લક્ષ પ્રાપ્ત થશે અહી ક્લિક કરો.   


 

તુલસી મીરાં કબીરાદિ , ને અન્ય સંત સાંઈ .

સંસારમાં રહીને સદા , સદ્ભક્તિ માર્ગ બતાઈ .

મનમાં ધારો શ્રીરામને , વનમાં શા માટે જાય .

વાત બધી સ્વાનુભવની , સુણો ભગિની ભાઈ .

રસોઈ ચારસોની હતી , જમવા આઠ સો તૈયાર .

મૂંઝાયા સાસુમા ત્યારે , મેં આપી હામ લગાર . 


વધો મુખથી જય જલારામ , આઠસો ઓડકાર ખાય

વધ્યો મોહન થાળ છતા , ઘરનાં ખાતાં ન ધરાય .

  શ્રી જલારામ ની જય

શ્રી દત્તાત્રેય ભગવાન આ અષ્ટક નો પાઠ કરવાથી જીવનમાં પ્રગતિ થશે


 

શ્રી દત્તાત્રેય ભગવાન આ અષ્ટક નો પાઠ કરવાથી જીવનમાં પ્રગતિ થશે

ગુરૂવારે શ્રી દત્તાત્રેય ભગવાનના 108 નામ 

 ગુરુવારે સૂતાં પહેલા સાંઈબાબા ની આ 2 મિનિટ ની સ્તુતિ અને અજ્ઞાન અંધકાર માંથી મુક્તિ

 

શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો.   

 

દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.  

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  અહી ક્લિક કરો.   

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 25 ઑગસ્ટ, 2021

શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમ વ્રત કથા ગુજરાતીમાં | Nag Pacham Vrat Katha Gujarati | Okhaharan

શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમ વ્રત કથા ગુજરાતીમાં | Nag Pacham Vrat Katha Gujarati | Okhaharan

Nag-Panchami-Vrat-Katha-Gujarati-Lyrics
Nag-Panchami-Vrat-Katha-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે આ ભક્તિ લેખ માં જાણીશું નાગ પાંચમ ની વ્રત વિઘિ અને વ્રત કથા ગુજરાતીમાં.

આ વષૅ શ્રાવણ પાંચમ છે. આ દિવસે નાગ દેવતાની છબી કે મ્રુતિ ની પુજા થાય નહીકે જીવત નાગની. કેટલાક લોકો માન્યતા મુજબ સુદ પાંચમે પણ વ્રત કરે છે તો કેટલાક લોકો વદ પાંચમે વ્રત કરે છે.


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

નાગ પાંચમ વ્રતની વિધિ: 

શ્રાવણ વદ પાંચમના દિવસે આ વ્રત કરવમાં આવે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઊઠી નાહી-ધોઈ પાણિયારાં પર નાગનું ચિત્ર દોરી ફોટો માં પુજન કરવું, ઘુપ - ઘીનો દીવો કરી પૂજા કરવી. ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નૈવેધ ધરાવવું અને એકટાણું કરવું. એમાં આગલા દિવસે પલાળેલા કઠોર જેમ કે મઠ, મગ, બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય. આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતા ઝઘડા નાશ થાય છે અને સંપ વધે છે. નાગદેવતાની કૃપાથી ધન-ધાન્યનો ભંડાર અખૂટ રહે છે.


નાગ પાંચમ વ્રત કથા

એક ગામમાં એક ડોશીમા તેના છ દીકરા અને વહુઓ સાથે રહેતા હતા. તેમાંથી પાંચ વહુને માતા-પિતા હતાં,  પિયર હતું. પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ નહોતું. આથી બધાં તેને નપિરી કહી મેણાં મારતાં હતાં. તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરતી હતી. તેને પુરતુ ખાવા પણ આપતા ન હતા.

jivantika-maa-vrat-katha-in-gujarati

 

ભાદરવો મહિનો આવ્યો ઘરમાં ખીર બની હતી. ઘરમાં બધાએ પેટ ભરીનેખીર ખાધી. પરંતુ કોઈને નાની વહુ સાંભળી નહીં. આ દિવસોમાં તે ગર્ભવતી હતી. આથી તેને ખીર ખાવાનું મન થયું હતું. સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ વાસણ માંજવાનું કહ્યું. રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કાંઈ ના મળે. ખીરની તપેલીમાં બાઝેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું. આથી તે નિરાશ થઈ ગઈ. થતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા. તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાંતે ખાઈશ.

હવે બન્યું એવું કે ઝાડ નીચે કપડાંમાં ભેગા કરી તેણે પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવી ખાઈ ગઈ. તે પણ ગર્ભવતી હતી. થોડીવારમાં વહુ વાસણ માંજી ઝાડ પાસે ગઈ તો કપડાંમાંથી પોપડા ગાયબ હતા.

નાગણ આ બધુ ઝાપ પાછળ સંતાઈને જોતી હતી.  તેના મનમાં એમ કે હમણાં મને ગાળો આપશે. પરંતુ તેને આશ્ચર્ય થયું આ વહું એમ બોલી કે જેણે ખાધા હોય તેનું પેટ ઠરજો.


આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્યસ્વરૂપમાં દર્શન આપતાં કહ્યું, બહેન તને કંઈ વાતનું દુ:ખ છે?

જવાબમાં રાધાએ પોતાનું દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે "મા મારા પિયરમાં કોઈ સગુ નથી. એટલે મને સૌ મેણા મારે છે. વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરાવાનો છે. મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું?" આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા.

નાગણનું દિલ દ્રવી ઊઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જજે.

shitala-satam-vrat-katha-gujarati-shravan-satam

 આ સાંભળી વહુ ખૂશ થઈ ગઈ.થોડા દિવસ પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો. જેઠાણીઓ નાની વહુને મેણાં મારવા લાગી કે પિયરમાં તો કાળું કુતરુંય નથી તો પછી એને ખોળો શેનો ભરવાનો હોય? આ સાંભળી નાની વહુ દુ:ખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે મારે તેમને કંકોત્રી મોકલવી છે. સાસુએ નાછુટકે મોટી વહુ પાસે એક નાની ચબરખી લખીને નાની વહુને આપી. 


નાની વહુ ખુશ થતી થથી કંકોત્રી લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી. ખોળો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મશ્કરી કરતાં કહેવા લાગી કે આજે તો નાની વહુ તરફથી આપણને પહેરામણીમાં ખૂબ સરસ ઘરેણાં વસ્ત્રો મળવાનાં છે. તેના પિયરવાળા ગાડું ભરીને બધું લાવવાના છે.

નાની વહુ આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગદેવતાને પ્રર્થના કરવા લાગી. ત્યાં તો સાચેજ દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવા લાગ્યો. સૌ કોઈ એકધારું એ દિશામાં જોવા લાગ્યા. થોડીવારમાં ગાડા આંગણામાં આવી ઊભા રહ્યા. એમાંથી રૂપ રૂપના અંબાર સમા નાગણ, નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા. તેમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા. તેમની પાછળ અન્ય ગાડાં પણ આવીને ઊભા રહ્યાં. 

Nag-Panchami-Upay-Gujarati

 નાની વહુનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો. દરેકને પહેરામણીમાં સોના, રૂપા,-હીરા, માણેકના દાગીના, મોંઘા વસ્ત્ર આપી બધાને ખૂશ કરી દીધા. ખોળો ભરાય ગયા પછી નાગણે સાસુને કહ્યું, "વેવાણ મારી દીકરીને વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી સગવડે હું એને જાતે મૂકી જઈશ". 


સાસુ બીચારી શું બોલે? એ તો બધું જોઈ હબકી ગયા. નાગણ નાની વહુને લઈ વિદાય થઈ. નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ મનમાં ને મનમાં મુંઝવણ અનુભવતી હતી કે નાગણ એને ક્યાં લઈ જશે. પણ દર આગણ આવીને નાગણે હાથ ફેરવતા જમીન ખસી ભોંયરું દેખાયું. એ ભોયરામાં થઈ તેઓ મહેલમાં આવ્યા. રાજા કરતાં પણ ભવ્ય મહેલ જોઈ નાની બહુ આશ્ચર્ય પામી.

નાગણે વહુ ને કહ્યું કે "તારે હવે કંઈ કામ કરવાનું નથી ખાઈપીને હિંડોળા પર ઝૂલવાનું છે.  હા, ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર-બપોર-સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને તારે બધા નાગકુમારોને ભેગા કરી દૂધ આપવાનું છે".

Jivantika-ma-ni-stuti-gujarati-lyrics

નાની વહુએ આ કામ સહર્ષ સ્વિકારી લીધું. દિવસો પસાર થવા લાગ્યા. એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો. બધા રાજીના રેડ થઈ ગયા. છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો.એક દિવસ વહુ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકીને કંઈક કામ કરવા જતી રહી. એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી. ઘંટડીનો અવાજ સાંભળી બધા નાગકુમારો દોડતા આવ્યા. આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેમાં બે નાગકુમારની પૂછડી કપાઈ ગઈ. બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોઢા દાંઝી ગયાં. 


નાગકુમારો બાંડિયા-બુચિયા થઈ જતા છોકરા પર ગુસ્સો ભરાયા અને તેને કરડવા દોડ્યા.  એટલામાં વહુ આવી ગઈને છોકરાને બચાવી લીધો. નાગકુમારોની આવી દશા જોઈ તેને દુ:ખ થયું. પણ નાના છોકરાને શું કહી શકાય? નાગ-નાગણીએ નાગ કુમારને શાંત પાડ્યા. પણ નાગકુમારોના મનમાં દાઝ હતી.

થોડા દિવસ પછી નાની બહુને સાસરીમાં વિદાય આપી. સાસરીમાં પણ નાની વહુ હવે માનીતી થવા લાગી. આથી જેઠાણીઓ તેના પર દાઝે બળવા લાગી. બીજી બાજુ નાગકુમારો પણ નાની વહુના છોકરાઓ પર દાઝે ભરાય હતા. આથે તેને કરડવા માટે તેના ઘરે આવી છૂપાઈ ગયા.  એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉંબરામાં તેને ઠેસ આવતા તે બોલી ઊઠી કે ખમ્મા, મારા બાંડિયા બુચિયા વીરાને.


આ સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે. હજી પણ આપણને યાદ કરે છે. આવો તેઓને બે ત્રણ વાર અનુભવ થયો. બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને કરડવાનો વિચાર માંડી વાગ્યો. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાંખી. આથી ગુસ્સે થઈ તે બોલી અમારું દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યું? તેમે તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો-ભેંસો વસાવી શકશો. પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા?


આ સાંભળી નાની વહુને ખૂબ દુ:ખ થયું ને એ દિવસે તે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાના દુ:ખની વાત કરી.

નાગમાતાએ આશ્વાસન આપી બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલ્યા. તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને પણ આપી. આથી તેઓ ખૂબ ખુશ થઈ.આખા ઘરમાં આનંદ છવાય ગયો.  હે નાગ દેવતા નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો.


""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે   



 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇