બુધવાર, 2 જૂન, 2021

ગુરૂવારે કરીલો શ્રી જલારામ બાપાની ની એક સ્તુતિ  આ સ્તુતિ કરવાથી બાપાની કૃપા રહે છે. Jalaram Bapa ni Stuti with Lyrics Gujarati Okhaharan

ગુરૂવારે કરીલો શ્રી જલારામ બાપાની ની એક સ્તુતિ  આ સ્તુતિ કરવાથી બાપાની કૃપા રહે છે. Jalaram Bapa ni Stuti with Lyrics Gujarati Okhaharan

Jalaram-Bapa-ni-Stuti-with-Lyrics-Gujarati
Jalaram Bapa ni Stuti with Lyrics Gujarati

 

આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં શ્રી જલારામ બાપાની ની એક સ્તુતિ  આ સ્તુતિ કરવાથી બાપાની કૃપા રહે છે

 

શ્રી જલારામ બાપાની સ્તુતિ

એક વાર આવો જલારામ મારી ઝૂંપડીએ ,

રાખવા સેવકની લાજ મારી ઝૂંપડીએ . એક વાર ..

ઊંચા ઊંચા મે'લની નથી રે અટારીઓ ,

ઘાસના છાયા છે સાજ , મારી ઝૂંપડીએ . એક વાર ...

ધોળા ધોળા આરસના નથી રે પગથિયાં ,

પથ્થર મૂક્યા છે પાજ , મારી ઝૂંપડીએ . એક વાર ....


ગાદી તકિયા નથી , નથી હેમ હિંડોળા ,

સોના રૂપાનાં નથી રે વાસણો ,

માટીના સાદા છે સાજ , મારી ઝૂંપડીએ . એક વાર ..

છપ્પન ભોગ નથી સ્વાદના ભરેલા ,

ઓછા છે રાબડીના રાજ , મારી ઝૂંપડીએ . એક વાર ...

હીરા માણેક નથી મુગટ માંહી ,

પે'રાવીશું ફૂલડાંના હાર , મારી ઝૂંપડીએ . એક વાર .... 


કાલ કેરા વાયદા કામ નહિ આવે ,

આવજોને આજ , મારી ઝૂંપડીએ . એક વાર ...

બાળક બાપલાને ગમતું જો હોય તો ,

પધારજો ગરીબનવાજ , મારી ઝૂંપડીએ . એક વાર ...

Youtube  પર સાભળો

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 
 

    Krishna-chalisa-gujarati 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો