જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આ આર્ટિકલમાં આપણે વૈશાખ માસની પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમા વિશે ઊંડાણપૂર્વક જાણીશું. આ શુભ દિવસે કથા, મહિમા અને પૂજન વિધિ સાથે કયા ખાસ ઉપાયો કરવા જોઈએ, તે વિશેની સંપૂર્ણ માહિતી અહીં છે.
બુદ્ધ પૂર્ણિમાનો મહિમા અને મહત્વ
વૈશાખ માસની પૂર્ણિમાના દિવસે મહાત્મા બુદ્ધનો જન્મ થયો હતો, તેથી તેને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. વૈશાખ માસ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે. વિશાખા નક્ષત્રથી યુક્ત હોવાથી તેને વૈશાખ કહેવામાં આવે છે.
ભગવાન બુદ્ધે આપણને જીવન જીવવાનો અણમોલ મંત્ર આપ્યો છે:
બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ: હું જ્ઞાની પુરુષના શરણમાં જાઉં છું.
ધર્મમ્ શરણમ્ ગચ્છામિ: હું ધર્મના સર્જક અને બ્રહ્માંડના નિયમોના શરણમાં જાઉં છું.
સંઘમ્ શરણમ્ ગચ્છામિ: હું જ્ઞાનીઓના સમૂહના શરણમાં જાઉં છું.
જીવનના બે માર્ગ: નિવૃત્તિ અને પ્રવૃત્તિ
ભગવાન બુદ્ધે સાબિત કર્યું કે સંસારના સુખ નશ્વર છે અને ખરી શાંતિ ઈશ્વરની ખોજમાં છે. આપણા ધર્મમાં બે માર્ગ બતાવાયા છે:
નિવૃત્તિ માર્ગ: જે સાધુ-સન્યાસીઓ સંસારનો ત્યાગ કરી પ્રભુ ભજનમાં લીન રહે છે.
પ્રવૃત્તિ માર્ગ: જે આપણા જેવા સંસારી લોકો માટે છે. આપણે ઘરમાં રહીને પણ પ્રભુ ભક્તિ, વ્રત-તહેવાર અને મંત્ર જાપ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ.
પૂજન વિધિ અને શુભ મુહૂર્ત (2025)
વર્ષ 2026 માં 1 મે ના દિવસે આ પૂર્ણિમાનું વ્રત રાખવાનું રહેશે. પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનું ખાસ મહત્વ છે.
સવારે: વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી શુદ્ધ (શક્ય હોય તો પીળા) વસ્ત્ર ધારણ કરો. આખા ઘરમાં ગંગાજળ છાંટીને સાફ-સફાઈ કરો.
પૂજા: ઘરના મંદિરમાં લક્ષ્મી-નારાયણની પૂજા કરો. ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરો. સીઝનના ફળનો ભોગ ધરાવો.
સ્વસ્તિક: ઘરના મુખ્ય દ્વાર પર હળદર અને કંકુથી સ્વસ્તિકનું નિશાન કરો.
સાંજે: ચંદ્ર દર્શનનો સમય સાંજે 6:30 પછીનો રહેશે (શહેર પ્રમાણે સમય બદલાઈ શકે છે). ચંદ્રદેવને કાચું દૂધ, ચોખા અને ખાંડ મિશ્રિત જળથી અર્ધ્ય આપવો.
બુદ્ધ પૂર્ણિમાના દિવસે કરવાના ખાસ ઉપાયો
જલદાન અને અન્નદાન: આ દિવસે જળથી ભરેલો કળશ અને પકવાનનું દાન કરવાથી ગૌ-દાન સમાન પુણ્ય મળે છે. ગરીબોને ભોજન, વસ્ત્ર કે જૂતા-ચપ્પલનું દાન કરવું ઉત્તમ છે.
પીપળાનું પૂજન: પૂર્ણિમાએ લક્ષ્મીજી પીપળામાં વાસ કરે છે. સૂર્યોદય પહેલા જળ અર્પણ કરવું અને સાંજે દીપદાન કરી સાત પરિક્રમા કરવી.
ચંદ્ર મંત્ર જાપ: માનસિક શાંતિ માટે 'ઓમ સોમ સોમાય નમઃ' અથવા 'ઓમ ચંદ્રમસે નમઃ' મંત્રનો જાપ કરવો.
અખંડ જ્યોત: ઘરના ઈશાન ખૂણામાં આખી રાત અખંડ દીવો પ્રગટાવવો.
પિતૃ શાંતિ: આ દિવસે પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરવી અને
સૂર્યનારાયણને અર્ધ્ય આપવો.
વૈશ્વિક મહત્વ અને જ્યોતિષશાસ્ત્ર
બુદ્ધ પૂર્ણિમા માત્ર ભારતમાં જ નહીં, પણ ચીન, નેપાળ, શ્રીલંકા, થાઈલેન્ડ અને જાપાન જેવા દેશોમાં પણ ધામધૂમથી મનાવાય છે. કુશીનગરમાં આ નિમિત્તે મોટો મેળો ભરાય છે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ, આ દિવસે હનુમાનજી, મહાત્મા બુદ્ધ અને સંત રવિદાસ જેવા મહાપુરુષોના જન્મ થયા છે. પૂર્ણિમાએ ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોવાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જા હોય છે. આ દિવસે કરવામાં આવતા માંગલિક કાર્યો અને વ્રતથી માનસિક તાણ અને પારિવારિક કલહ દૂર થાય છે.
સાવધાની: આ દિવસે કોઈનું અપમાન ન કરવું, માંસ-મદિરા અને વ્યસનથી દૂર રહેવું. હરિ ભક્તિ અને શાંત ચિત્તે દિવસ પસાર કરવો.
ભગવાન બુદ્ધના આ પવિત્ર દિવસે આપ સૌને સદબુદ્ધિ અને સુખ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના. જો આપને આ માહિતી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો ધન્યવાદ, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ!