21 જૂન 2021 નિર્જળા ભીમ અગિયારસ ઉપવાસ ના થાય તો શું કરવું ? | Nirjala Ekadashi 2021 | Gujarati Okhaharan
Nirjala-Ekadashi-Vrat-Mahiti-Gujarati-Nirjala-ekadashi-2021-2022 |
આજે નિજૅળા એકાદશી ના પવિત્ર દિવસે જાણીશું કે જો નિજૅળા એકાદશી નો ઉપવાસ ના થાય તો શું કરવું? એકાદશી તિથિ એ જગત ના પાલનહાર શ્રી નારાયણ ને અર્પણ છે એ પછી શુક્લ પક્ષ હોય કે કૃષ્ણ પક્ષ. આ વર્ષ નિજૅળા એકાદશી ૨૧ જુન ૨૦૨૧ સોમવાર ના દિવસે ઉપવાસ કરવાનો છે.આ માહિતી જાણીયે એ પહેલાં વિષ્ણુ ભગવાન નું ધ્યાન ધરી લઈએ ૐ નમો ભગવતે વાસુદેવાય
મિત્રો એકાદશી ના ઉપવાસ કરવાના શાસ્ત્રોમાં કેટલાક નિયમોનો ઉલ્લેખ કરેલ છે. દરેક માસની એકાદશી નું મહત્વ અલગ અલગ હોય છે.આ નિજૅળા એકાદશી નું વ્રત કરવાથી આખા વર્ષ ૨૪ એકાદશી નું ફળ મળે છે.
નિજૅળા એકાદશી એટલે જળ વગરની એકાદશી આ એકાદશી નું વ્રત જે લોકો જળ વગર કરે છે તે વૈકુંઠ ની પ્રાપ્તિ થાય છે.પરંતુ આ વ્રત કેટલાક ન આધીન હોય છે.
એકાદશી ના એક દિવસ પહેલાં એટલે દશમ ના દિવસે સૂર્ય અસ્ત પછી ખાવાનું છોડી દેવું જોઈએ અને બારસ સુધી ના ખાવા જોઈએ જે લોકો નિજૅળા ઉપવાસ એમને જળ પણ ના પીવું જોઈએ.જે લોકો જળ વગર ઉપવાસ નથી કરવાના એ લોકો દશમ થી એકાદશી બારસ સુધી ફલાહાર તથા ચા દુધ લઈ શકે છે.
એકાદશી ના દિવસે સવારે બ્રહ્મ મૂહુર્તમાં અથવા સૂયૅદય પહેલાં ઉઠીને નિત્યક્રમ કરી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરીને ભગવાન શ્રી વિષ્ણુ અથવા તેમના દસ અવતાર માંથી કોઈ મ્રુતિ કે છબી સામે પુજન કરી હાથમાં જળ લઈને એકાદશી વ્રત ભગવાન સમક્ષ સંકલ્પ કરવો.
તમારાથી નિજૅળા ઉપવાસ ના થાય તો એકાદશી ના દિવસે આ બાબત નું ધ્યાન રાખો.
જો તમારૂં સ્વસ્થ સારૂ હોય તો ફક્ત ફલાહાર કરો અને ચોખા, ડુંગરી, લસણ, કે પછી કોઈ પણ તામસી ભોજન અથવા કોઈ પણ પ્રકારનું ભોજન ના કરો આ નિયમ દશમ થી શરૂ કરો.
આ દિવસે કોઈ પણ નિંદા ના કરો કે કોઈ પણ પ્રકાર નું જુઠું ના બોલો અને સારા માણસ સાથે બેસીને સંસ્તંગ કરો. તમારી આજુબાજુ લોકો કંઈ પણ વાતો ના કરો બસ પ્રભુ ભક્તિ માં દિવસ પસાર કરો
તમારા રહેલાં નાના મોટા બધાનું માન સમાન્ન તથા તમારી આસપાસ ના લોકો ને પણ માન સન્માન જરૂર કરો કોઈ પણ રીતે કોઈ પણ નું અપમાન ના કરો.
એકાદશી ના દિવસે દાન પુણ્ય કરવાનો પણ વધારે મહત્વ હોય છે માટે આ દિવસે તમારા આંગણે આવેલ કોઈ ગરીબ ને ખાલી હાથે ના જવાદો અને જો કોઈ બ્રાહ્મણ હોય તો ખાસ કરીને તેમને ફળ જરૂર આપો અને યથાશક્તિ હોય તો અનાજ ધન ધાન્ય જરૂર આપો.
આ નિજૅળા એકાદશી દિવસે તમારા ધરની નજીક આવેલા ભગવાન વિષ્ણુ જી કે શિવજી ના મંદિરમાં એક નાની માટલી જળ ભરેલી તેની ઉપર કેરી ફળ મુકી અપૅણ કરો.
જે લોકો નિજૅળા ઉપવાસ કરીયો હોય એમને આ બધી બાબત નું ધ્યાન રાખવાનું તથા પુરો દિવસ બસ ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નું મનમાં રટણ કર્યા કરવાનું. અને શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ ,૧૦૦૮ નામ ,૧૦૮ નામ તથા ભગવત્ ગીતા અને ખાસ કરીને નિજૅળા એકાદશી ની કથા વાતૉઓ સાંભળો તો તેનું અનેક ધણું ફળ મલે છે.
એકાદશી બીજા દિવસ એટલે પારણા દિવસે ભગવાન શ્રી વિષ્ણુ ના નામ દઈને જળ લેવું અને ઉપવાસ છોડવો.
ૐ નમો ભગવતે વાસુદેવાય મિત્રો હું આશા રાખું છું આ બધી બાબત સમજણ પડી ગઈ વાંચવા માટે આભાર અને સૌને ને મારા રાધે રાધે.
આ બઘી માહિતી અમે પુસ્તક અને ઈન્ટનેટ માહિતી ભેગી કરી છે. પ્રયોગ માટે યોગ્ય નિષ્ણાત જોડે સલાહ લો સલાહ બાદજ કરો.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇