11 વષૅ પછી સવૅ પિતૃ અમાવસ્યા એક ખાસ યોગ કરો આ ઉપાય પિતૃ તૃપ્ત થશે | Sarva Pitru Amavasya 2021 | Okhaharan
Sarva-Pitru-Amavasya-2021-gujarati |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું 11 વષૅ પછી સવૅ પિતૃ અમાવસ્યા એક ખાસ યોગ બને છે અને આ પવિત્ર દિવસે અમુક કાયૅ કરવાથી પિતૃ, ઘરમાં કંકાસ, ઘંઘા વેપારમાં મંદી, આથિક મુશ્કેલી સવૅ દુર થઈ જશે.
સર્વ પિતૃ અમાવસ્યા એ શ્રાદ્ર પક્ષના પિતૃતપણૅ અંતિમ દિવસ છે. આ દિવસે તમે તમારા પિતૃ ના તિથિ યાદ ના હોય અને શ્રાદ્ર ના કર્યું હોય આજના દિવસે કરવામાં આવે છે. આથી તે વિઘિને વિસર્જની અમાવસ્યા પણ કહેવામાં આવે છે.
ભાદરવા મહિનાની અમાવસ્યાનું એટલે કે શ્રાદ્ર અમાસ નું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ઝે આ વષૅ આ વર્ષે 6 ઓક્ટોબર 2021 બુઘવાર સર્વ પિતૃ અમાવસ્યા છે. આ દિવસે,તે બધા પૂર્વજો માટે પિતૃ શ્રાદ્ર કરવામાં આવે છે, જેમની તિથિ આપણે ભૂલી ગયા છીએ અથવા જાણીતા નથી. આ દિવસે કરવામાં આવેલ કેટલાક ઉપાયો આપણા દુઃખોને દૂર કરે છે. ભાદરવા મહિનાના આ અમાસ એટલે ચંદ્રની ખાસ વાત એવી છે કે આ વખતે આ દિવસે એક દિવસે વિશેષ યોગ થઈ રહ્યો છે, જે લગભગ 11 વષૅ પછી આવી રહ્યો છે.
સર્વ પિતૃ અમાવસ્યા પર બને છે ગજછાયા યોગ
આ વર્ષે પિતૃ પક્ષ 2021 માં સર્વ પિતુ અમાવસ્યા દિવસ પર ગજછાયા યોગ રચાઈ રહ્યો છે. અગાઉ આ યોગ 11 વર્ષ પહેલા 2010 માં બન્યો હતો. આ ગજછાયા યોગ ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. 6 ઓક્ટોબરે બુઘવાર ના દિવસે સૂર્ય અને ચંદ્ર બંને એકજ નક્ષત્ર એટલે કે હસ્ત નક્ષત્રમાં સવારે સૂર્યોદયથી લઈને સાંજે 4:34 સુધી રહેશે. આ ત્રણ એક સાથે ભેગા થાય છે માટે ગજછાયા યોગ રચાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર આ યોગમાં શ્રાદ્ધ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે. એટલું જ નહીં, એવું કહેવાય છે કે આ ખાસ યોગમાં તર્પણ-શ્રાદ્ધ કે પિતૃ કોઈ પણ વિઘિ કરવાથી વ્યક્તિ દરેક ઋણમાંથી મુક્ત થાય છે તથા તેના ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ યોગમાં શ્રાદ્ધ અને દાન કરવાથી,પૂર્વજોની ભૂખ આગામી 12 વર્ષ સુધી શાંત થઈ જાય છે. આ અતિ ઉત્તમ યોગ પછી 8 વર્ષ 2029 માં આવશે.
સવૅ પિતૃ અમાવસ્યા તથા ગજછાયા યોગ ના દિવસે કરો નીચે મુજબ ખાસ કાયૅ.
1)આ દિવસે ગજછાયા યોગમાં પૂર્વજો માટે શ્રાદ્ધ કરો અને ઘી સાથે મિશ્રિત ખીરનું દાન કરો. આમ કરવાથી પૂર્વજો આગામી 12 વર્ષ સુધી સંતુષ્ટ રહે છે.
2)આ દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન આપો.
3)બ્રાહ્મણને ભોજન અર્પણ કરો. તેમને ખોરાક અને કપડાંનું દાન કરવાથી, તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે અને ઘરમાં ક્યારેય પૈસાની તંગી રહેશે નહીં.
4)જો તમારી વિચાર અને મનમાં કોઈ પણ કાયૅ, જીવનમાં સ્થિરતા ન હોય તો અમાવસ્યાના દિવસે પશું અને પક્ષી જેમકે કીડી, પક્ષી, ગાય, કૂતરો, કાગડા વગેરેને ખોરાક આપવાથી સમસ્યાઓ દુર થાય છે થાય છે.
5)આ દિવસે ઘરમાં રહેલી નકારાત્મકતાને શક્તિ દૂર કરવા માટે, ઘરને સાફ કરો અને ઘરના ચારેય ખૂણામાં અતિ પવિત્ર જળ એટલે ગંગાજળનો છંટકાવ કરો. જો ના હોય તો નમૅદા, વગેરે પવિત્ર નદી લઈ શકાય.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇