શ્રીરામ ની આ જપમાળા જાપ કરવાથી આધિ વ્યાધિ ઉપાધિને પાપ તાપ ટળી જાય | Shree Jay Ram Jap mala 108 Gujarati Lyrics | Okhaharan
|
Shree-Jay-Ram-Jap-mala-108-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું જયરામ અષ્ટોત્તરશત નામમાળા સંપૂણૅ ગુજરાતીમાં પાઠ કરવાથી, સંકટ તેનાં દૂર થતાં જરી ન આવે આંચ, મનવાંછિત દેશે પ્રભુ સિયાવર રામચંદ્રજી કી જય
"" શ્રી રામ બાવની "" વાચવાં માત્રથી તાપ ત્રિવિધ તનમનના દૂર થાય અહી ક્લિક કરો.
જયરામ અષ્ટોત્તરશત નામમાળા
પુખ્ય પવિત્ર છે મંગળ નામ, શ્રીરામ જય રામ જય જય રામ ૧
સમરી લે મન પૂરણ કામ, શ્રીરામ જય રામ જય જય રામ ૨
એમાંના કંઈ બેસે દામ, શ્રીરામ જય રામ જય જય રામ ૩
સર્વ રીતે છે લાભનું કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૪
એથી સદાય વધે ધનધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૫
વાંચ્છિત ફળ દેનારુ નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૬
લેવા જેવું જગમાં છે નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૭
(એ) નામ સદાએ છે સુખધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૮
હરતાં ફરતાં કરતાં કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૯
મારે મન એ હરિનું નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૦
ભજું ઘડીક તજીને ઘરનાં કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૧
આનંદ રે'શે આઠ જામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૨
એ ધરણીધર છે. સુખધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૩
તારા બગડેલ સુધરશે કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૪
મનુષ્ય જન્મની સાચી લ્હાણ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૫
જેથી મટે ચોરાશી ખાણ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૬
જીભ દીધી તો રટી લે રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૭
સુખી થવાનું સાચું ઠામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૮
નિર્બળના એ બળ છે રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૯
માટે રટી લ્યો રૂડા રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૨૦
"" શ્રી રામ ચાલીસ "" પાઠ કરવાથી સુખ શાંતિ અને મુક્તિ મળે છે અહી ક્લિક કરો.
દીન જનોના છે વિશ્રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૨૧
હરિ વિના છે સર્વ હરામ, શ્રીરામ જયરામ જય જય રામ ૨૨
રામનામ તો તીરથ ધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૨૩
હરિ વિના મંદિર સૂનસામ, શ્રીરામ જયરામ જય જય રામ ૨૪
જાણી સુખદુ:ખ સર્વ સમાન, શ્રીરામ જયરામ જય જય રામ ૨૫
ભજ તજી તારું સર્વ ગુમાન, શ્રીરામ જયરામ જય જય રામ ૨૬
તે વીણ નહિ પામો આરામ, શ્રીરામ જયરામ જય જય રામ ૨૭
સાચો સહાયક છે સીતારામ, શ્રીરામ જયરામ જય જય રામ ૨૮
જપી લ્યો છોડીને સો કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૨૯
હિરને ભજતાં ના હારો હામ, શ્રીરામ જયરામ જય જય રામ ૩૦
હારેલાના એ છે વિશ્રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૩૧
આ બે દિનનો છે દામદમામ, શ્રીરામ જયરામ જય જય રામ ૩૨
કાયા પણ કૈં નહિ આવે કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૩૩
ઉમા સહિત શિવ જપતા નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૩૪
કલ્પતરુ ઠરવાનું ઠામ, શ્રીરામ જયરામ જય જય રામ ૩૫
ભજ મૂકી માયા ધન ધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૩૬
સાચો હિરરસ અમૃત જામ, શ્રીરામ જયરામ જય જય રામ ૩૭
હિર ને હર બેઉ એક સમાન, શ્રીરામ જયરામ જય જય રામ ૩૮
તે પણ જપતા સદા શ્રીરામ, શ્રીરામ જયરામ જય જય રામ ૩૯
નગદ નારાયણ હિરનું નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૪૦
એવા પ્રભુને લાખ્ખો પ્રણામ, શ્રીરામ જયરામ જય જય રામ ૪૧
બતલાવ્યું ગુરુએ સાચું જ્ઞાન, શ્રીરામ જયરામ જય જય રામ ૪૨
હરિને ભજતાં મળશે આરામ, શ્રીરામ જયરામ જય જય રામ ૪૩
રામ ભજીલે રાખી હામ, શ્રીરામ જયરામ જય જય રામ ૪૪
એમાં કાયરનું નહિ કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૪૫
શ્વાસે શ્વાસે જપવું હરિનામ, શ્રીરામ જયરામ જય જય રામ ૪૬
લઈ જાશે એ વૈકુંઠ ધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૪૭
સંતોનું જીવન સુખધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૪૮
પછી ભટકવાનું શું કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૪૯
સાચું જગમાં હરિનું નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૫૦
હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે અહી ક્લિક કરો.
અન્ય કશું ના આવે કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૫૧
કરીએ કીર્તન જો આઠે ધામ, શ્રીરામ જયરામ જય જય રામ પર
વિશ્વપતિ આપે આરામ, શ્રીરામ જયરામ જય જય રામ ૫૩
સાચું એ ધન છે હિરનું નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૫૪
સ્થિર ઠરી ઠરવાનું ઠામ, શ્રીરામ જયરામ જય જય રામ ૫૫
અહલ્યા તારક ઘનશ્યામ, શ્રીરામ જયરામ જય જય રામ ૫૬
સેવકના સાચા છે સુખધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૫૭
તજીને જૂઠાં ધન ને ધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૫૮
રટી લ્યોને એ રૂડા રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૫૯
પોતાનો જાણી પાળે રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૬૦
તજીને જગનાં બીજા કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૬૧
(તમે) ધૂન મચાવો ઠામોઠામ, શ્રીરામ જયરામ જય જય રામ ૬૨
કરીએ જો કીર્તન આઠે જામ, શ્રીરામ જયરામ જય જય રામ ૬૩
બનતું એ તો તીરથધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૬૪
દેહ તજતાં પુનિતે ઉચ્ચાર્યું નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૬૫
(કરી) સ્મરણ ગયા છે વૈકુંઠધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૬૬
નિતનિત લેવું એક જ નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૬૭
સદાય રહે ઉરમાં આરામ, શ્રીરામ જયરામ જય જય રામ ૬૮
જાણે અજાણે ભજીએ રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૬૯
ચઢતો વહારે એ સુંદીરશ્યામ, શ્રીરામ જયરામ જય જય રામ ૭૦
કરવાનું જગમાં એક જ કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૭૧
રામ વિનાના સુખ શા કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૭૨
સંતો ગાતા એ ગામો ગામ, શ્રીરામ જયરામ જય જય રામ ૭૩
(એ) નામમાં સાચો છે આરામ, શ્રીરામ જયરામ જય જય રામ ૭૪
સાચું એ સુખનું શાંતિધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૭૫
દુઃખીયાનાં દુઃખ દૂર થાય તમામ શ્રીરામ જયરામ જય જય રામ ૭૫
ભક્તોનું રક્ષણ કરતા રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૭૭
(વળી) દેતા સોના સરખાં ધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૭૮
સાચા સંતોના એ અભિરામ,શ્રીરામ જયરામ જય જય રામ ૭૯
તેથી પામ્યા કંઈ અવિચળ ધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૮૦
હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે અહી ક્લિક કરો.
બની મસ્ત સદા ગા હિરનું નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૮૧
સફળ થશે તારાં સૌ કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૮૨
કર રટન હિરનું ભૂલીને ભાન, શ્રીરામ જયરામ જય જય રામ ૮૩
જેથી કરશે તારાં સૌ કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૮૪
પરભવનું ભાથું હિરનું નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૮૫
અંત સમયે એ આવે કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૮૬
અધમોધમ ઉદ્ધારક રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૮૭
એ ઘનશ્યામ છે પૂરણ કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૮૮
રમી રહ્યો રગ રગમાં રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૮૯
દોડી આવીને કરતો કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૯૦
ભીડ પડે ભીરું એ રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૯૧
અંત સમય ઠરવાનું કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૯૨
ભજ વડીલોને કરી પ્રણામ, શ્રીરામ જયરામ જય જય રામ ૯૩
તો ભવપાર ઉતારે રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૯૪
રાવણ કુળ સંહારક રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૯૫
પતિતપાવન કરતા રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૯૬
સંકટમાં સુખ દેનારું નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૯૭
તે વીણ ના કોઈ ઠરવા ઠામ, શ્રીરામ જયરામ જય જય રામ ૯૮
શરણ હિરનું સાચું સુખધામ, શ્રીરામ જયરામ જય જય રામ ૯૯
ક્ષમા કરે એ ભૂલ તમામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૦૦
અવધપુરીના રાજા રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૦૧
અંત સમય આપે આરામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૦૨
નિર્ધનનું ધન સાચું હરિનામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૦૩
ખરી ભીડમાં આવે કામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૦૬
આધાર કળીમાં હિરનું નામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૦૫
કીર્તનથી જાતાં પાપ તમામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૦૬
ઠરવાનું જગમાં એક જ ઠામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૦૭
જયરામ કહે ભજ મનથી રામ, શ્રીરામ જયરામ જય જય રામ ૧૦૮
કરશે એ તારું ધાર્યું કામ, શ્રીરામ જયરામ જય જય રામ
નીશ દિન જે આ માળાને, જપે સવાર ને સાંજ,
સંકટ તેનાં દૂર થતાં જરી ન આવે આંચ,
સિયાવર રામચંદ્રજી કી જય
સાચી શ્ર્રદ્રાથી જે ભજે, રામ નામ જાપ,
તરત દોડી આવી કરે, પ્રભુ ભક્તનાં કામ,
સિયાવર રામચંદ્રજી કી જય
આધિ વ્યાધિ ઉપાધિને, પાપ તાપ ટળી જાય,
મનવાંછિત દેશે પ્રભુ, જયરામ જામિન થાય,
સિયાવર રામચંદ્રજી કી જય
જયરામ અષ્ટોત્તરશત નામમાળા સમ્પૂર્ણમ્ ।
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય
શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ
કરો. 👇👇👇