આજના શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય | kanakadhara stotram gujarati lyrics with Meaning | Okhaharan
kanakadhara-stotram-gujarati-lyrics-with-meaning |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું આજના શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં કનકધારા સ્તોત્ર પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય. કનકધારા સ્તોત્રનો પાઠ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને અપાર સંપત્તિ આપે છે
અખાત્રીજના દિવસે રાશિ મુજબ શું દાન કરવું ? અહી ક્લિક કરો.
કનકધારા સ્તોત્ર
અંગં હરેઃ પુલકભૂષણમાશ્રયંતી ભૃંગાંગનેવ મુકુળાભરણં તમાલમ્ ।
અંગીકૃતાખિલ વિભૂતિરપાંગલીલા માંગલ્યદાસ્તુ મમ મંગળદેવતાયાઃ ॥
જેવી રીતે ભ્રમરી અધૅવિકસિત પુષ્પોથી અલંકૃત તમાલવૃક્ષનો આશ્રય ગ્રહણ કરે છે એવી રીતે જ ભગવાન શ્રી હરિ ના રોમાંચથી શોભાયમાન લક્ષ્મીની કટાક્ષ લીલા શ્રી અંગો ઉપર અવિરત પડતી રહે છે અને જેમાં સમસ્ત ઐશ્વર્ય ધન સંપત્તિ નો નિવાસ છે એ સમસ્ત મંગલોની અધિષ્ઠાત્રી દેવી મહાલક્ષ્મી ની કટાક્ષ લીલા મારા માટે મંગલપ્રદાયિની બને
મુગ્ધા મુહુર્વિદધતી વદને મુરારેઃ પ્રેમત્રપાપ્રણિહિતાનિ ગતાગતાનિ ।
માલાદૃશોર્મધુકરીવ મહોત્પલે યા સા મે શ્રિયં દિશતુ સાગર સંભવા યાઃ ॥
જેવી રીતે ભ્રમરી કમળદળ ઉપર ભ્રમણ કરતી રહે છે એવી રીતે જ મુરદૈત્યના શત્રુ ભગવાન શ્રી મુરારિના મુખ કમળ તરફ વારંવાર પ્રેમસહિત જઈ અને લજ્જા પાછી આવે છે તે સમુદ્ર કન્યા લક્ષ્મીની મનોહર મુગ્ધ દષ્ટિમાળા મને અતુલ શ્રી ઐશ્વર્ય પ્રદાન કરે.
વિશ્વામરેંદ્ર પદ વિભ્રમ દાનદક્ષમ્ આનંદહેતુરધિકં મુરવિદ્વિષોઽપિ ।
ઈષન્નિષીદતુ મયિ ક્ષણમીક્ષણાર્થં ઇંદીવરોદર સહોદરમિંદિરા યાઃ ॥
જે સમસ્ત દેવોનો સ્વામી છે તથા ઈન્દ્રપદ નો વૈભવ વિલાસ આપવામાં સમથૅ છે તથા મુર નામના દૈત્યનો શત્રુ ભગવાન શ્રી હરિને અત્યંત આનંદ પ્રદાન કરનારી છે તથા નીલકમલ જે લક્ષ્મી ના સહોદર ભ્રાતા છે એવી લક્ષ્મી નાં અધૅખુલ્લા નેત્રોથી દષ્ટિ એક ક્ષણ માટે મારા ઉપર થોડી પણ અવશ્ય પડે
અક્ષય પુણ્ય આપનાર અક્ષય તૃતીયા અખાત્રીજ માહાત્મ્ય પુજન સમય દાન સમય ખરીદી સમય અહી ક્લિક કરો.
આમીલિતાક્ષમધિગ્યમ મુદા મુકુંદમ્ આનંદકંદમનિમેષમનંગ તંત્રમ્ ।
આકેકરસ્થિતકનીનિકપક્ષ્મનેત્રં ભૂત્યૈ ભવન્મમ ભુજંગ શયાંગના યાઃ ॥ 3 ॥
જેમની કીકી તથા ભ્રમર કામથી વશીભૂત બની અધૅ વિકસિત એકટક નયનોથી જોનારા આનંદ કન્દ સચ્ચિદાનંદ ભગવાન મુકુંદને પોતાની સમીપ પામી કાંઈક તીરછી થઈ જાય છે એવા શેષશાયી ભગવાન વિષ્ણુની અર્ધાંગિની શ્રી લક્ષ્મીજીના નેત્ર અમને પ્રભુત ધન-સંપત્તિ પ્રદાયક બને
બાહ્વંતરે મધુજિતઃ શ્રિતકૌસ્તુભે યા હારાવળીવ હરિનીલમયી વિભાતિ ।
કામપ્રદા ભગવતોઽપિ કટાક્ષમાલા કળ્યાણમાવહતુ મે કમલાલયા યાઃ ॥
જે ભગવાન મધુસદનના કૌસ્તુભમણિ વિભૂષિત વૃક્ષ સ્થળમાં ઇન્દ્રનીલમયી હારાવલીની જેમ સુશોભિત હોય છે તથા એ ભગવાનના પણ ચિત્તમાં કામ નો સંચાર કરનારી છે તે કમળકુજ નિવાસી લક્ષ્મીની કટાક્ષમાળા મારુ મંગળ કરે
કાલાંબુદાળિ લલિતોરસિ કૈટભારેઃ ધારાધરે સ્ફુરતિ યા તટિદંગનેવ ।
માતુસ્સમસ્તજગતાં મહનીયમૂર્તિઃ ભદ્રાણિ મે દિશતુ ભાર્ગવનંદના યાઃ
જેવી રીતે ઘટાટોપ વાદળો માં વીજળી ઝબૂકે છે તેવી રીતે કૈટભ દૈત્યના શત્રુ શ્રી વિષ્ણુ ભગવાનની કાળી મેધ માળા સમાન મનોહર વૃક્ષ સ્થળ ઉપર વિદ્યુત સમાન દેદીપ્યમાન દેખાય છે તેવી જે સમસ્ત લોકોની માતા ભાર્ગવ પુત્રી ભગવતી શ્રી લક્ષ્મીની પૂજનીય મૂર્તિ મને કલ્યાણ પ્રદાન કરે
પ્રાપ્તં પદં પ્રથમતઃ ખલુ યત્પ્રભાવાત્ માંગલ્યભાજિ મધુમાથિનિ મન્મથેન ।
મય્યાપતેત્તદિહ મંથરમીક્ષણાર્થં મંદાલસં ચ મકરાલય કન્યકા યાઃ ॥
સમુદ્ર કન્યા લક્ષ્મીની એ મન્દાલસ મંથર અધૅમિચેલી ચંચળ દ્રષ્ટિના પ્રભાવથી કામદેવે મંગલમૂર્તિ ભગવાન મધુસુદન ના હૃદય માં અત્યંત પ્રભાવશાળી સ્થાન પ્રાપ્ત કર્યું હતું એ જ દ્રષ્ટિ અહીં મારા ઉપર પડે.
દદ્યાદ્દયાનુ પવનો દ્રવિણાંબુધારાં અસ્મિન્નકિંચન વિહંગ શિશૌ વિષણ્ણે ।
દુષ્કર્મઘર્મમપનીય ચિરાય દૂરં નારાયણ પ્રણયિની નયનાંબુવાહઃ ॥
આજના શુભ દિવસે પરશુરામ ભગવાન પાવરફુલ મંત્રો અને ફાયદા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ભગવાન નારાયણની પ્રેમિકા લક્ષ્મીના નેત્ર રૂપી મેઘ દયારૂપી અનુકૂળ વાયુથી પ્રેરિત બની દુષ્કર્મ રૂપ ધામની દીર્ધકાળ સુધી દૂર ખસેડી વિષાદગ્રસ્ત મુજ દિન દુખી ચાતક સમાન ઉપર ધન રુપી ધારા ની વષૉ કરો
ઇષ્ટા વિશિષ્ટમતયોપિ યયા દયાર્દ્ર દૃષ્ટ્યા ત્રિવિષ્ટપપદં સુલભં લભંતે ।
દૃષ્ટિઃ પ્રહૃષ્ટ કમલોદર દીપ્તિરિષ્ટાં પુષ્ટિં કૃષીષ્ટ મમ પુષ્કર વિષ્ટરા યાઃ ॥
વિલક્ષણ બુદ્ધિમાન મનુષ્ય જેમના પ્રીતિપાત્ર બની એમની કૃપાદ્રષ્ટિ ના પ્રભાવથી સ્વર્ગ પદને અનાયાસે જ પ્રાપ્ત કરી લે છે કે કમલના આસન પર બિરાજેલી કમલા લક્ષ્મીની એ વિકસિત કમળગભૅ સમાન કાંતિમય દ્રષ્ટિ મનોભિલાષિત પુષ્ટિ સંતત્યાદિની વૃદ્ધિ પ્રદાન કરે
ગીર્દેવતેતિ ગરુડધ્વજ સુંદરીતિ શાકંબરીતિ શશિશેખર વલ્લભેતિ ।
સૃષ્ટિ સ્થિતિ પ્રળય કેળિષુ સંસ્થિતાયૈ તસ્યૈ નમસ્ત્રિભુવનૈક ગુરોસ્તરુણ્યૈ ॥
જે ભગવતી લક્ષ્મી સૃષ્ટિ ક્રીડા ના અવસરે વાગ્દેવતા (બ્રહ્મશક્તિ) ના સ્વરૂપ માં બિરાજમાન થાય છે અને પાલન ક્રીડા વખતે ભગવાન ગરુડધ્વજ અથવા વિષ્ણુ ભગવાનની સુંદર પત્ની લક્ષ્મીના ( વૈષ્ણવી શક્તિ) સ્વરૂપમાં સ્થિત હોય છે તથા પ્રલય લીલા સમયે શાકંભરી ( ભગવતી દુર્ગા ) અથવા ભગવાન શંકરની પ્રિય પત્ની પાર્વતી ના ( રૂદ્રશક્તિ) રૂપે વિદ્યમાન થાય છે એ ત્રિલોકના એકમાત્ર ગુરુ ભગવાન વિષ્ણુની નિત્ય યૌવના પ્રેમિકા ભગવતી લક્ષ્મીજીને મારા નમસ્કાર છે
શ્રુત્યૈ નમોઽસ્તુ શુભકર્મ ફલપ્રસૂત્યૈ રત્યૈ નમોઽસ્તુ રમણીય ગુણાર્ણવાયૈ ।
શક્ત્યૈ નમોઽસ્તુ શતપત્ર નિકેતનાયૈ પુષ્ટ્યૈ નમોઽસ્તુ પુરુષોત્તમ વલ્લભાયૈ ॥
હે માતા લક્ષ્મી શુભ કર્મ ફળ પ્રદાયિની શ્રુતિ સ્વરૂપમાં તમને પ્રણામ છે રમણીય ગુણોથી યુક્ત દેવી સમુદ્ર સ્વરૂપમાં સ્થિત તમને નમસ્કાર છે શત પત્રવાળા કમળકુજમાં નિવાસ કરનારી શક્તિ સ્વરૂપ લક્ષ્મીજી તમને નમસ્કાર છે પુરુષોત્તમ શ્રી હરિની અત્યંત પ્રાણપ્રિયા પૃષ્ટિરૂપા લક્ષ્મીજી તમને નમસ્કાર છે
નમોઽસ્તુ નાળીક નિભાનનાયૈ નમોઽસ્તુ દુગ્ધોદધિ જન્મભૂમ્યૈ ।
નમોઽસ્તુ સોમામૃત સોદરાયૈ નમોઽસ્તુ નારાયણ વલ્લભાયૈ ॥
કમળ સમાન મુખવાળી કમલાને નમસ્કાર છે ક્ષીર સમુદ્રમાં ઉત્પન્ન થનારી શ્રીદેવીને નમસ્કાર છે ચંદ્ર માં અને અમૃત ની બહેનને નમસ્કાર છે ભગવાન નારાયણની પ્રેયસી લક્ષ્મીને નમસ્કાર છે
અખાત્રીજ ના શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંપત્કરાણિ સકલેંદ્રિય નંદનાનિ સામ્રાજ્ય દાનવિભવાનિ સરોરુહાક્ષિ ।
ત્વદ્વંદનાનિ દુરિતા હરણોદ્યતાનિ મામેવ માતરનિશં કલયંતુ માન્યે ॥
હે કમલાક્ષી તમારા ચરણોમાં કરેલી સ્તુતી એશ્વર્ય પ્રદાન કરનારી અને સમસ્ત ઈન્દ્રિયોને આનંદ આપનારી છે તથા સામ્રાજ્ય આપવામાં સવૅથા સમર્થ તથા સંપૂર્ણ પાપોને નષ્ટ કરવામાં સમર્થ છે હે માતા મને તમારા ચરણ કમળોની વંદના કરવાનો શુભ અવસર હંમેશા મળતો રહે
યત્કટાક્ષ સમુપાસના વિધિઃ સેવકસ્ય સકલાર્થ સંપદઃ ।
સંતનોતિ વચનાંગ માનસૈઃ ત્વાં મુરારિહૃદયેશ્વરીં ભજે ॥
જેમની કૃપાદ્રષ્ટિ માટે કરવામાં આવેલ ઉપાસના સેવક માટે સમસ્ત મનોરથ અને સંપત્તિનો વિસ્તાર કરે છે એ ભગવાન શ્રી મુરારિની હ્રદયેશ્ર્વરી લક્ષ્મી નું મન વચન અને શરીરથી ભજન કરું છું
સરસિજનિલયે સરોજહસ્તે ધવળતમાંશુક ગંધમાલ્યશોભે ।
ભગવતિ હરિવલ્લભે મનોજ્ઞે ત્રિભુવનભૂતિકરી પ્રસીદમહ્યમ્ ॥
હે ભગવતી ભગવાન હરિની પ્રિય પત્ની તમે કમળકુજમાં રહેવા વાળા છો તમારા હાથમાં કમળ શોભાયમાન છે તમે શ્વેત વસ્ત્ર તથા ગંધ માળા વગેરેથી સુશોભિત છો તમારી સુંદરતા અદ્વિતીય છે હે ત્રિભુવનનો વૈભવ પ્રદાન કરવાવાળી દેવી તમે મારી ઉપર પ્રસન્ન બનો
દિગ્ઘસ્તિભિઃ કનક કુંભમુખાવસૃષ્ટ સ્વર્વાહિની વિમલચારુજલાપ્લુતાંગીમ્ ।
પ્રાતર્નમામિ જગતાં જનનીમશેષ લોકધિનાથ ગૃહિણીમમૃતાબ્ધિપુત્રીમ્ ॥
દિશાઓ રૂપી હાથીઓ દ્વારા કનક કુંભના મુખથી આકાશ ગંગાના સ્વચ્છ મનોહર જળની ધારાઓથી જે ભગવાનના શ્રી અંગનો અભિષેક થાય છે એ સમસ્ત લોકોના અધિશ્વર ભગવાન વિષ્ણુની પત્ની અને ક્ષીર સાગરની પુત્રી જગન્માતા ભગવતી લક્ષ્મીને હું પ્રાતકાળે નમસ્કાર કરું છું
કમલે કમલાક્ષ વલ્લભે ત્વં કરુણાપૂર તરંગિતૈરપાંગૈઃ ।
અવલોકય મામકિંચનાનાં પ્રથમં પાત્રમકૃતિમં દયાયાઃ ॥
અખાત્રીજ ના શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
હે કમલ નયન ભગવાન વિષ્ણુની કમનીય કામિની કમલા હું દીનહીન મનુષ્યમાં અગ્રગણ્ય છું એટલા માટે સ્વભાવિક તમારી કૃપાને પાત્ર છું તમે ઊભરતા કરૂણાના પૂરના તરલ તરંગો સમાન કટાક્ષો દ્વારા મારી દિશામાં અવલોકન કરો અર્થાત આપની કૃપા દૃષ્ટિ થી મારુ કલ્યાણ કરો
સ્તુવંતિ યે સ્તુતિભિરમીભિરન્વહં ત્રયીમયીં ત્રિભુવનમાતરં રમામ્ ।
ગુણાધિકા ગુરુતુર ભાગ્ય ભાગિનઃ ભવંતિ તે ભુવિ બુધ ભાવિતાશયાઃ ॥
જે મનુષ્ય આ સ્તોત્ર દ્વારા નિત્ય પ્રતિ ત્રણેય વેદોની શક્તિથી યુક્ત એવી વેદત્રયીસ્વરૂપા ત્રણેય લોકોની માતા ભગવતી રમાની સ્તુતિ કરે છે એ લોકો આ પૃથ્વી ઉપર મહાગુણી અને અત્યંત સૌભાગ્યશાળી કહેવાય છે તથા વિદ્વાન પણ એમના મનોગત ભાવને સમજવા માટે વિશેષ ઇચ્છું રહે છે
શ્રી શંકરાચાર્યે કૃત કનકઘારા સ્ત્રોત સંપૂણૅમ્
અખાત્રીજ ના શુભ દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. .
અખાત્રીજ ના શુભ દિવસે ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇