રવિવાર, 13 માર્ચ, 2022

શ્રી સૂયૅ દેવ નો આ કવચ નો પાઠ કરવાથી આરોગ્ય , ધન , સમૃદ્ધિ યશ ની પ્રાપ્તિ કરાવે છે | Surya Kavach Gujarati Lyrics with meaning | Okhaharan

 શ્રી સૂયૅ દેવ નો આ કવચ નો પાઠ કરવાથી આરોગ્ય , ધન , સમૃદ્ધિ યશ ની પ્રાપ્તિ કરાવે છે | Surya Kavach Gujarati Lyrics with meaning | Okhaharan

Surya-Kavach-Gujarati-Lyrics-with-meaning
Surya-Kavach-Gujarati-Lyrics-with-meaning

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં" શ્રી સુર્ય કવચ " ગુજરાતી લખાણ સાથે આ કવચ સ્વયં ભગવાન સૂર્ય દેવે મહાબલી સામ્બ ને કહેલું છે. જે ઉત્તમ છે.. આ કવચ રવિવારે સાંભળવાથી કે કરવાથી મનુષ્ય ને યશ, કીર્તિ, ધન, વૈભવ, સમૃદ્ધિ, આરોગ્ય ની પ્રાપ્તિ થાઈ છે. 

રવિવારે સૂયૅ દેવ નો આ પાઠ કરવાથી મનુષ્ય ની ગરીબી દૂર થઈ ધનવાન બને છે અહી ક્લિક કરો.  


શ્રીગણેશાય નમઃ

શ્રીસૂર્ય ઉવાચ

સામ્બ સામ્બ મહાબાહો શૃણુ મે કવચં શુભમ્ .

ત્રૈલોક્યમઙ્ગલં નામ કવચં પરમાદ્ભુતમ્ 1..


હે મહાબાહુ સામ્બ મારૂં શુભ અત્યંત આશ્ચર્ય કારક ત્રૈલોક્ય મંગળ નામનું કવચ (તું) સાભળ

 

યજ્જ્ઞાત્વા મન્ત્રવિત્સમ્યક્ ફલં પ્રાપ્નોતિ નિશ્ચિતમ્ .

યદ્ધૃત્વા ચ મહાદેવો ગણાનામધિપોભવત્ 2..


આ કવચ ને સારી રીતે જાણીને મંત્ર જાણનાર પુરુષ ચોક્કસ ફળ મળવે છે આ કવચ ધારણ કરીને મહાદેવ ગણોના અધિપતિ થયા

 

પઠનાદ્ધારણાદ્વિષ્ણુઃ સર્વેષાં પાલકઃ સદા .

એવમિન્દ્રાદયઃ સર્વે સર્વૈશ્ચર્યમવાપ્મુયુઃ 3..


હંમેશા પાઠ કરવાથી અને ધારણ કરવાથી વિષ્ણુ બધાં નું પાલન કરે છે આ પ્રમાણે ધારણ કરવાથી અને પાઠ કરવાથી બધા ઈન્દ્રાદિ દેવો બધું આશ્ર્ચયૅ પ્રાપ્ત કરે છે

 

કવચસ્ય ઋષિર્બ્રહ્મા છન્દોનુષ્ટુબુદાહૃતઃ .

શ્રીસૂર્યો દેવતા ચાત્ર સર્વદેવનમસ્કૃતઃ 4..

બ્રહ્મા આ કવચના ઋષિ છે આ કવચનો છંદ અનુષ્ટુપ છે અને આ કવચના દેવતા બધા દેવોથી વંદાયેલા શ્રી સૂર્ય છે.

 

યશ આરોગ્યમોક્ષેષુ વિનિયોગઃ પ્રકીર્તિતઃ .

પ્રણવો મે શિરઃ પાતુ ઘૃણિર્મે પાતુ ભાલકમ્ 5..


આ કવચનો વિનિયોગ યશ આરોગ્ય અને મોક્ષની પ્રાપ્તિ માટે કરેલો છે પ્રણવ ૐ કાર મારા મસ્તકનું રક્ષણ કરો ધૃણી સૂર્ય મારા કપાળનુ રક્ષણ કરો

 

સૂર્યોઽવ્યાન્નયનદ્વન્દ્વમાદિત્યઃ કર્ણયુગ્મકમ્ .

અષ્ટાક્ષરો મહામન્ત્રઃ સર્વાભીષ્ટફલપ્રદઃ 6..


સૂર્ય બે આંખોનું અને આદિત્ય બે કાનનું રક્ષણ કરો આઠ અક્ષર વાળો મહામંત્ર શ્રી ૐ આદિત્ય નમઃ બધી ઈચ્છિત વસ્તુઓ આપનાર છે.

 સૂર્યદય સમયે કરો આ સૂયૅ દેવના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો 

હ્રીં બીજં મે મુખં પાતુ હૃદયં ભુવનેશ્વરી .

ચન્દ્રબિમ્બં વિંશદાદ્યં પાતુ મે ગુહ્યદેશકમ્ 7..


હ્રીં બીજ મારા મુખનું અને ભુવનેશ્વરી શક્તિ મારા હ્રદય નું રક્ષણ કરો સૂયૅમા પ્રથમ પ્રવેશ પામતું ચંદ્ર બિંબ મારા ગૃહ્ય ભાગનું રક્ષણ કરો

 

અક્ષરોઽસૌ મહામન્ત્રઃ સર્વતન્ત્રેષુ ગોપિતઃ .

શિવો વહ્નિસમાયુક્તો વામાક્ષીબિન્દુભૂષીતઃ 8..


આ અચળ અક્ષર કલ્યાણકારી તેજસ્વી સુંદર આંખ જેવા ટપકાથી વિભૂષિત મહાન મંત્ર બધાં તંત્રોમાં ગૃપ્ત રીતે રાખવામાં આવ્યો છે.


 એકાક્ષરો મહામન્ત્રઃ શ્રીસૂર્યસ્ય પ્રકીર્તિતઃ .

ગુહ્યાદ્ગુહ્યતરો મન્ત્રો વાઞ્છાચિન્તામણિઃ સ્મૃતઃ 9..


શ્રી સૂર્ય ના સંબંધમાં એક અક્ષર વાળો ૐ મહામંત્ર કહેવામાં આવ્યો છે તેમંત્ર અત્યંત ગૃપ્ત અને ઈચ્છાને સફળ કરનારો ગણવામાં આવ્યો છે.


શીર્ષાદિપાદપર્યન્તં સદા પાતુ મનૂત્તમઃ .

ઇતિ તે કથિતં દિવ્યં ત્રિષુ લોકેષુ દુર્લભમ્ 10..


ઉત્તમ મનુ જેના કુળમાં શ્રી સૂર્ય ની જન્મ છે હંમેશા મસ્તકની માંડી પગ સુધીનું રક્ષણ કરો આ પ્રમાણે ત્રણે લોકમાં દુર્લભ એવું દિવ્ય કવચ તને કહેવામાં આવ્યું છે.

 

શ્રીપ્રદં કાન્તિદં નિત્યં ધનારોગ્યવિવર્ધનમ્ .

કુષ્ઠાદિરોગશમન મહાવ્યાધિવિનાશનમ્ 11..


આ કવચ હંમેશા લક્ષ્મી શોભા ધન અને આરોગ્ય આપનારૂ છે કોઢ વગેરે રોગોનું શમન કરનારૂં અને મોટા રોગોનો નાશ કરનારૂં છે.

 

ત્રિસન્ધ્યં યઃ પઠેન્નિત્યમરોગી બલવાન્ભવેત્ .

બહુના કિમિહોક્તેન યદ્યન્મનસિ વર્તતે 12..


રોગ રહિત જે મનુષ્ય હંમેશા ત્રણ વાર આ કવચનો પાઠ કરશે તે બળવાન થશે આ સંબંધમાં વિશેષ કહેવું શું?

 

તતત્સર્વં ભવેત્તસ્ય કવચસ્ય ચ ધારણાત્ .

ભૂતપ્રેતપિશાચાશ્ર્ચ યક્ષગન્ધર્વરાક્ષસાઃ 13..


કવચ ધારણ કરવાથી કવચ ધારણ કરનાર મનમાં જે જે તે તે બધું તેને કવચ ધારણ કરનાર ને ભૂત પ્રેત પિશાચ યક્ષ  

 રવિવારે કરો સૂર્ય દેવનો દ્રાદશનામ સ્તોત્ર અને તેનું માહાત્મ્ય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો 

બ્રહ્મરાક્ષસવેતાલા ન્ દ્રષ્ટુમપિ તં ક્ષમાઃ .

દૂરાદેવ પલાયન્તે તસ્ય સઙ્કીર્તણાદપિ 14..


ગંધવૅ રાક્ષસ બ્રહ્મરાક્ષસ વેતાળ વગેરે જોવાને પણ સમથૅ થતાં નથી તે કવચનો પાઠ કરવાથી પણ તે બધા દૂરથી નાશી જાય છે.


ભૂર્જપત્રે સમાલિખ્ય રોચનાગુરુકુઙ્કુમૈઃ .

રવિવારે ચ સઙ્ક્રાન્ત્યાં સપ્તમ્યાં ચ વિશેષતઃ .

ધારયેત્સાધકશ્રેષ્ઠઃ શ્રીસૂર્યસ્ય પ્રિયોભવેત્ 15..


ગોરોચન અગરૂ અને કુકમથી ભૂજપત્ર ઉપર આ કવચ લખીને રવિવારે સંકાતિ ને દિવસે અને ખાસ કરીને સાતમને દિવસે જે શ્રેષ્ઠ સાધક ધારણ કરશે તે શ્રીસૂયૅ ને પ્રિય થશે


 ત્રિલોહમધ્યગં કૃત્વા ધારયેદ્દક્ષિણે કરે .

શિખાયામથવા કણ્ઠે સોઽપિ સૂર્યો ન સંશયઃ 16..


સોનું રૂપું અને લોઢું આ ત્રણ ધાતુઓના પતંરાઓમા વચ્ચે જડીને જમણાં હાથમાં ચોટલીમા અથા ગળવામાં જે આ કવચ ધારણ કરશે તે પણ સૂયૅ સમાન થશે આ બાબતમાં શંકા નથી

 

ઇતિ તે કથિતં સામ્બ ત્રૈલોક્યમઙ્ગલાભિધમ્ .

કવચં દુર્લભં લોકે તવ સ્નેહાત્પ્રકાશિતમ્ 17..


હે સામ્બ આ પ્રમાણે તારા ઉપરના પ્રેમને લઈને ત્રૈલોક્ય મંગળ નામનું લોકમાં દુર્લભ કવચ તને કહ્યું છે


 અજ્ઞાત્વા કવચં દિવ્યં યો જપેત્સૂર્યમુત્તમમ્ .

સિદ્ધિર્ન જાયતે તસ્ય કલ્પકોટિશતૈરપિ 18..


જે પુરુષ આ દિવ્ય કવચ જાણ્યા વગર ઉત્તમ સૂયૅની ઉપાસના કરે તેને સિદ્ધિ સેકડો કરોડો કલ્પે પણ થતી નથી

ઇતિ શ્રીબ્રહ્મયામલે ત્રૈલોક્યમઙ્ગલં નામ સૂર્યકવચં સમ્પૂર્ણમ્

બોલીયે શ્રી સૂયૅ નારાયણ દેવની જય.

રવિવાર ના દિવસે કરો સૂર્ય દેવ નો આ સ્ત્રોત કરવાથી કોઢ જેવા ભયંકર રોગ નથી થતા  શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇