ગુપ્ત નવરાત્રિમાં કરો શ્રી હરસિદ્ધિ મા અને ભક્ત વચ્ચે પરિક્ષા વણૅન કરતો ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે
harshidhi-chalisa-gujarati-lyrics |
માં હરસિદ્ધિના પ્રાગટય ચાલીસા
કોયલા ડુંગરે બેઠી કૃપાળી , અરજી ઉરે ઘરજો રે
હેત ધરીને હે હરસિદ્ધિ ! સમયે સ્હાયું કરજો રે .
વહાણવટી જો વચન દીયે તો , કોઈ ના શકે રોકી રે ;
સમંદર તારાં ચરણો ઘુવે , ચારે દિશાએ ચોકી રે .
તલવાર ત્રિશૂળ ક૨માં શોભે , સિંહે સવારી તારી રે ;
કમળ કેડા જળમાં પાડે , વરદમુદ્રા ધારી રે ,
આરતી ટાણે ઉજ્જૈન જાતી , સંદયા જ્યારે ઢળતી રે ;
હાકલ દેવા હાજ૨ થાતી , પ્રભાતે પાછી વળતી રે .
શંખના નાદો , નોબત બાજે , માવડી તારા મોલે રે ;
ઝળહળ ઝળહળ જ્યોતુ થાતી , છત્તર તારા ડોલે રે .
આરતી કેરાં દર્શન થાતાં , અંતરમાં અજવાળાં રે ;
હેતવાળી મા હે હરસિદ્ધિ ! ભાંગે ભ્રમનાં તાળાં રે .
વિક્રમની તું વહારે ચડી મા ! ખેલ ખાંડાના ખેલી રે ;
બાણ લાખ તેં માળવો દીધો , બાંય ઝાલી થઈ બેલી રે .
ક્ષિપ્રા નદીના કાંઠે તું બેઠી , બેઠી હરસિદ્ધિ નામે રે ;
પૂજા કરવા મમ્હાકાલ આવે , આવે તમારા ધામે રે .
દેવી દયાળી દયા કરીને , દરિયે દોટયું દેતી રે ;
શ્રીફળ ચુંદડી સ્નેહ ધરીને , હાથોહાથ તું લેતી રે .
ગાધવી બંદર બેસણાં તારાં , વંટોળિયો ના વેડે રે ;
વંદન કરીને વટાણવટીને , ખારવા દરિયો ખેડે રે .
જગડુશાએ જાવા જઈને , વેપાર મોટો કીધો રે ;
છ છ જહાજો ભરીને શેઠે , સામાન સાથે લીધો રે .
દરિયે જાગ્યું તોફાન માડી , સાગર તો છલકાણો રે ;
પ્રલયકારી પવન ફૂંકાણો , માથે મેઘ મંડાણો રે .
જગડુશાએ પોકાર પાડ્યો , માડી મદદે ધાજો રે ;
બાળને માથે મોત મંડાણું , ડૂબશે આ જહાજે રે .
દરિયે વાળ્યો દાટ દયાળી ! ના થાવાનું થાશે રે ;
કીધી કમાણી શું રે કામની , પ્રાણ જો મારા જાશે રે .
પાણી ભરાણાં વહાણમાં માડી ! કોઈ ના ફાવે કારી રે ;
વહાલા જોતા હશે વાટડી મારી , તારુણી તું લે તારી રે ..
જગત આખાની જનેતા તું છે , ખોળે બે ખમકારી રે ;
જોરાળી આજે જીવડો જાશે , ભક્તિ લાજશે તારી રે .
છલકે આંસુ આંખલડીએ , કાળ ઊભો છે સામે રે ;
કરજોડીને કરગરી મા ! આવીશ તારા ધામે રે .
સાદ સુણીને ઊઠી તું માડી ! સાવજ લીધો સાથે રે ;
પાવન પગલે પ્રયાણ કીધાં , ત્રિશૂળ તોળ્યું હાથે રે .
ડગલાં દીધાં દરિયામાં તે , દરિયે મારગ દીધો રે ;
ત્રિશૂળ તોળી તારુણી તેં , વણિક તારી લીધો છે .
દેવળ બાંધ્યાં જગડુશાએ , માડી આવી બિરાજો રે ;
પ્રાણ માંગો તોય પરમેશ્વરી હું , પાછો પડું તો કહેજો રે .
શિખર તોડીને પરગટી તું માડી , ભોગ ભયંકર માગ્યા રે ;
એકેક પગથિયે બલિ ચઢાવો , વચન પાળો આપ્યા રે .
છાતી ન થડકી જગડુશાની , કર જોડડ્યા વિશ્વાસે રે ;
તારા પગથારે પ્રાણ જશે તો , અવતાર સફળ થાશે રે .
દીધા પગથિયે બલિ પાડાના , દીધા વણિકે હરખે રે ;
ચાર પગથિયાં બાકી રહી ગ્યા , મુખ માડીનું મલકે રે .
મુખ મલકાવી માવડી બોલી , બોલો બાલુડા મારા રે ;
મસ્તક હવે મૂકશો કોના , તૂટશે વચન તમારાં રે .
બે બે પત્ની ને પુત્ર વધેર્યો , પ્રાણ પોતાના દીધા રે ;
હરસિદ્ધિએ હેત વરસાવી , સૌને સજીવન કીધાં રે .
પરગટ પરચા પૂરે તું માડી , દરિયે દોર્યું દેતી રે ;
કળજુગમાં તું હાજરાહજુર , કોયલા ડુંગરે બેઠી રે .
નરસંગદાસને જીભલડી દીધી , જુનાગઢનો વાસી રે ;
દીધાં વિદ્યાનાં દાન તેં માડી ! ગાયા છંદ ચોર્યાસી રે .
હરસ મસાના દરદે માડી ! ભસ્મગિરિ પીડાતો રે ;
તલવાર તોળી શિશને છેદવા , ભગત તૈયાર થાતો રે .
હાજર થઈ તે હાકલ દીધી , વાંક - થોડો પહેરાયા રે ;
ભસ્મગિરિના હરસ - મસા , માડી તેં જ મટાડયા રે .
બાબરા ભૂતને હરાવી બાળે , પાલા ભૂતના પીધા રે ;
શૈલકુમાર પર રીઝી તું માડી ! ગામ બોતેરસો દીધાં રે ,
માડી તેં માગી રુધિરની ઝારી , સુદા શામલે આપી રે ;
દાન રુધિરના લઈને માડી , કષ્ટી સૌ એની કાપી રે ..
દશે દિશાએ દરિયો માડી ! ચરણ ધુવે તમારાં રે ,
હિંડોળે બેસી હાંક તું મારે , વાગે શંખ નગારાં રે .
અખંડ દીવો ઝળકે તારો , શોભે ભક્તોની ખાંભી રે ;
વીજળીવેગે વ્હારે ચડે તું , ઊમટે ભલે આંધી રે .
નંદપુર ધામે નારાયણી તે , સપને દર્શન દીધાં રે ;
વેરીસાલજી ગોહિલે ઉજ્જૈન , આવીને પૂજન કીધાં રે .
કરી કસોટી કરુણાળી તેં , અદેશ્ય કર્યું કંકુ રે ;
આંગળી કાપી તિલક કર્યું , મુખડું માનું મલક્યું રે .
ઉનાવા ધામે શિકોતર નામે , પૂજે સૌ ભક્ત ઉમંગે રે ;
સકરાબાપાની સાથે તું આવી , આવી ગૌમાતા સંગે રે .
રખિયાલમાં તું રંકજનોની , સદા કરે રખવાળી ;
હજારો વંદન છે હરસિદ્ધિ ! રાખજો લીલી વાડી રે .
પાંગળાને તું પાર ઉતારે , આંધળા આંખો પામે રે ;
રંક જનો તો બનતા રાજા , જ્યારે તું જુવે સામે રે .
કોઢિયા પામે કંચન કાયા , આવે બાલુડા બારણે રે ;
વાંઝિયા વલખે દ્વારે તમારા , પુત્ર તું દેતી પારણે રે .
‘ભકત જન ' વિનવે માડી ! વતન ગુજરાત ગામે રે ;
કોયલાવાળી કરજે કરુણા , આવ્યો છું તારા ધામે રે .
બોલીયે શ્રી હરસિદ્ધિ માત કી જય
ગુપ્ત નવરાત્રિ શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો.
શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.
સવૅ દેવી કૃપા પાઠ અહી ક્લકિ કરો
"" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી શનિદેવ ચાલીસા " ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.