મંગળવાર, 2 નવેમ્બર, 2021

ઘનતેરસ ના દિવસે સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો | shri shakradaya stuti in gujarat | Okhaharan

ઘનતેરસ ના દિવસે સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો | shri shakradaya stuti in gujarat | Okhaharan

shri-shakradaya-stuti-in-gujarat
shri-shakradaya-stuti-in-gujarat

 

ૐ શક્રાદય સ્તુતિ અથૅ સહિત

શકાધ્ય સ્તુતિ ધયાન ૐ કાલાભ્રાભં માં ક્ટાક્ષૈરરિકુલભયદાં મૌલિબદ્ધેન્દુરેખાં શંખ ચક્ર કૃપાણં ત્રિશિખમપિ કરૈરદ્ધહન્તીં ત્રિનેત્રામ્ સિંહસ્કન્યાધિરૂઢાં ત્રિભુવનમખિલં તેજસા પૂરયન્તીં ધ્યાયેદદુગાઁખ્યાં ત્રિદશપરિવૃતાં સેવિતાં સિદ્ધિકામૈ |

Lakshmi-Stavan-Lyrics-Gujarati

 

જેમની આભા કાળા વાદળો સમાન છે , જે પોતાના કટાક્ષોથી શત્રુ કળને ભય આપનારાં છે . જેમણે મસ્તક ઉપર ચંદ્રલેખા બાંધી છે તે ત્રણ નેત્રવાળાં તથા જેમણે પોતાના હાથમાં શંખ , ચક્ર , કૃપાણ તથા ત્રિશૂળ ધારણ કરેલ છે અને સિંહ ઉપર સવાર છે તથા ત્રણે લોકને પોતાના તેજથી પ્રકાશિત કરે છે તથા સિદ્ધિની ઇચ્છાએ દેવતાઓ જેની સેવા માટે વીંટળાઈ વળ્યા છે એવાં ‘ જયા ’ નામના દેવીનું હું ધ્યાન કરું છું .


 ઋષિઉવાચ॥  ઋષિ બોલિયાં શક્રાદયઃ

સુરગણા નિહતેઽતિવીર્યે

તસ્મિન્દુરાત્મનિ સુરારિબલે ચ દેવ્યા ।

તાં તુષ્ટુવુઃ પ્રણતિનમ્રશિરોધરાંસા

વાગ્ભિઃ પ્રહર્ષપુલકોદ્ગમચારુદેહાઃ ॥ ૨॥


 યુદ્ધમાં મહાબળવાન , પરાક્રમી , દુરાત્મા , મહિષાસુરને તેના સૈન્ય સાથે ચંડીકાદેવીએ હાશ્યો એટલે દિવ્ય ધાધારી સર્વ દેવો , જેઓની ગરદન કૃતજ્ઞતાવશ દેવીને નમસ્કાર માટે નમી રહી છે , તથા જેના રોમાંચો હર્ષથી પુલકિત થયા છે , તેઓ દેવીની ઉચ્ચતમ વાણી વડે સ્તુતિ કરવા લાગ્યા .

Lakshmi-aarti-lyrics-in-gujarati

 

દેવ્યા યયા તતમિદં જગદાત્મશક્ત્યા

નિઃશેષઃ દૈવગણશક્તિસમૂહમૂર્ત્યા।

તામમ્બિકામખિલદેવમહર્ષિપૂજ્યાં

ભક્ત્યા નતાઃ સ્મ વિદધાતુશુભાનિ સા નઃ ॥ ૩॥


 દેવીની વર્તમાન મૂર્તિ સર્વ દેવોની તેજોમય શક્તિના સમૂહ રૂપ છે , જેની સ્વશક્તિથી સકલ જગત વ્યાપી રહ્યું છે , સઘળા દેવો અને મહર્ષિઓ માટે જે પૂજવા યોગ્ય છે તે ભગવતી અંબિકાને અમે ભક્તિપૂર્વક વંદન કરીએ છીએ . દેવી અમારું કલ્યાણ કરો

યસ્યાઃ પ્રભાવમતુલં ભગવાનનન્તો

 બ્રહ્મા હરશ્ચ ન હિ વક્તુમલં બલં ચ ।

સા ચણ્ડિકાખિલજગત્પરિપાલનાય

 નાશાય ચાશુભભયસ્ય મતિં કરોતુ॥ ૪॥


દેવીના અતુલ બળ અને અનુપમ પ્રભાવનું સંપૂર્ણ વર્ણન કરવા માટે હજારો મુખવાળા શેષનાગ , વિષ્ણુ ભગવાન , બ્રહ્મા અને મહાદેવ સરખા પણ સમર્થ નથી તે ચંડિકાદેવી આખાયે જગતનું પરિપાલન કરવા અને દુષ્ટોના ભયનો નાશ કરવા માટે પ્રતિબદ્ધ રહો .


યા શ્રીઃ સ્વયં સુકૃતિનાં ભવનેષ્વલક્ષ્મીઃ

પાપાત્મનાં કૃતધિયાં હૃદયેષુબુદ્ધિઃ ।

 શ્રદ્ધા સતાં કુલજનપ્રભવસ્ય લજ્જા

તાં ત્વાં નતાઃ સ્મ પરિપાલય દેવિ વિશ્વમ્॥ ૫॥


 જે દેવી પુણ્યશાળી મનુષ્યોના નિવાસ સ્થાનમાં સ્વય લક્ષ્મી રૂપે રહે છે અને પાપાચારીઓના નિવાસસ્થાનમાં દરિદ્રતા રૂપે રહે છે , તે દેવીને અમે વંદન કરીએ છીએ . વળી શુદ્ધ અંતઃકરણવાળા ભક્તોના હૃદયમાં સબુદ્ધિ રૂપે , જ્ઞાનીજનોના હૃદયમાં શ્રદ્ધારૂપે અને ઉત્તમ કુળમાં જન્મેલાઓના હૃદયમાં લજ્જા રૂપે રહે છે , તે દેવીને અમે વંદન કરીએ છીએ . હે દેવી ! તમે આ વિશ્વનું પાલન કરતા .


કિં વર્ણયામ તવ રૂપમચિન્ત્યમેતત્

 કિં ચાતિવીર્યમસુરક્ષયકારિ ભૂરિ ।

કિં ચાહવેષુચરિતાનિ તવાદ્ભુતાનિ

સર્વેષુદેવ્યસુરદેવગણાદિકેષુ॥ ૬॥


હે દેવી ! આપનું રૂપ સર્વોત્કૃષ્ટ હોવાથી બધા જ અસુરો અને દેવ ગણાદિઓથી પણ મન વડે ચિંતન કરી શકાય તેવું છે નહિ , તો પછી અમે વાણીથી કેવી રીતે વર્ણન કરીસુખમાં પ્રભુને ભજવાનું ભૂલો નહીં . શકીએ ? અસુરોનું નાશ કરનારું આપનું મહાન બળ અને અનંત પરાક્રમ તથા સંગ્રામ વિશેનું આપનું અદ્ભુત ચરિત્ર શું વર્ણવી શકીએ ? જ્યાં મનથી સ્મરણ કરવાનું અશક્ય છે ત્યાં વાણીથી તો તમારો મહિમા વર્ણવી જ કઈ રીતે શકાય ? હે માતા ! આપનો મહિમા અપરંપાર છે . 


હેતુઃ સમસ્તજગતાં ત્રિગુણાપિ દોષૈ

ર્નજ્ઞાયસેહરિહરાદિભિરપ્યપારા ।

 સર્વાશ્રયાખિલમિદં જગદંશભૂત

મવ્યાકૃતા હિ પરમા પ્રકૃતિસ્ત્વમાદ્યા ॥ ૭॥


હે દેવી ! તમે સંપૂર્ણ જગતની ઉત્પત્તિની સ્થિતિ અને પ્રલયના કારણભૂત છો . સત્વ , રજ અને તમો- એ ત્રણે ગુણો તમારામાં હોવા છતાં તમે બધા દોષોથી મુક્ત છો . સ્વયં હરિ ( વિષ્ણુ ) અને હર ( શિવજી ) વગેરે દેવો પણ આપના માયા સ્વરૂપનો પાર પામી શક્યા નથી , આપ અંતથી રહિત સર્વના આશ્રય રૂપ છો . આ સમગ્ર વિશ્વ આપના જ અંશ સ્વરૂપે છે . આપ અવ્યાકૃતા ( નિર્વિકાર ) સ્વરૂપે આદિ પરા - પ્રકૃતિ છો .


યસ્યાઃ સમસ્તસુરતા સમુદીરણેન

તૃપ્તિં પ્રયાતિ સકલેષુમખેષુદેવિ ।

 સ્વાહાસિ વૈપિતૃગણસ્ય ચ તૃપ્તિહેતુ

રુચ્ચાર્યસેત્વમત એવ જનૈઃ સ્વધા ચ ॥ ૮॥


હે દેવી ! સર્વે યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી સર્વ દેવોને તૃપ્તિ થાય છે તે ‘ સ્વાહા ” સ્વરૂપે તમે છો . પિતૃશ્રાદ્ધમાં જે શબ્દ ઉચ્ચારણથી પિતૃગણોની તૃપ્તિ થાય છે તે સાધન સ્વરૂપે ‘ સ્વધા ’ તમે જ છો .

યા મુક્તિહેતુરવિચન્ત્યમહાવ્રતા ત્વં

અભ્યસ્યસેસુનિયતેન્દ્રિયતત્ત્વસારૈઃ ।

મોક્ષાર્થિભિર્મુનિભિરસ્તસમસ્તદોષૈર્વિદ્યાસિ

સા ભગવતી પરમા હિ દેવિ ॥ ૯॥


હે દેવી ! આપ મુક્તિના કારણ સ્વરૂપ છો . આપનું ચિંતન થઈ શકે નહીં તેવા મહાવત સ્વરૂપ છો . જેણે ઇન્દ્રિયોને કબજે કરી છે અથવા તો જેનાં કામ , ક્રોધ જેવા દોષો નાશ પામ્યા છે અને તત્ત્વને જ સારરૂપ માનવાવાળા , મોક્ષની અભિલાષા રાખનાર મુનિઓ અને પરમ વિદ્વાનો જેનું નિત્ય ચિંતન તથા સ્મણ કરે છે , તે ભગવતી પરા વિદ્યા તમે જ છો

શબ્દાત્મિકા સુવિમલર્ગ્યજુષાં નિધાન

મુદ્ગીથરમ્યપદપાઠવતાં ચ સામ્નામ્।

 દેવી ત્રયી ભગવતી ભવભાવનાય

વાર્ત્તાચ સર્વજગતાં પરમાર્ત્તિ હન્ત્રી ॥ ૧૦॥


હે જગદંબા ! આપ જ શબ્દ સ્વરૂપ છો . અત્યંત નિર્મળ , પવિત્ર અને ઉજ્વળ જ્ઞાનના ભંડાર સમા ઋગવેદ , યજુર્વેદ તથા જેમાં સંગીતાત્મક સુમધુર મનોહર પદોને શ્રેષ્ઠ રીતે ગૂંથીને રચેલા સામવેદના આધારરૂપ વેદત્રયી ભગવતી તમે જ છો . હે ભગવતી ! તમે છ ઐશ્વર્યા- જ્ઞાન , શક્તિ , બળ , વીર્ય , વૈભવ અને તેજથી યુક્ત છો . આ વિશ્વની ઉત્પત્તિ અને પાલન કરવા માટે જ આપ પ્રગટ થયા છો . આપ જ આ સમસ્ત જગતની ઘોર પીડાનો નાશ કરવાવાળા છો . આમ સંસારની પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે સર્વ જગતની ત્રણે પ્રવૃત્તિ સ્વરૂપે આપ જ છો .

મેધાસિ દેવિ વિદિતાખિલશાસ્ત્રસારા

 દુર્ગાસિ દુર્ગભવસાગરનૌરસઙ્ગા ।

શ્રીઃ કૈટભારિહૃદયૈકકૃતાધિવાસા

ગૌરી ત્વમેવ શશિમૌલિકૃતપ્રતિષ્ઠા ॥ ૧૧॥


હે દેવી ! સર્વ શાસ્ત્રોનો તત્વબોધ કરાવનારી મેઘા બુદ્ધિ સ્વરૂપ સરસ્વતી તમે છો , તેમજ દુર્ગમ ભગવસાગરેથી શાનોપદેશ દ્વારા તારનારી સઢ અને સુકાન વગરની નૌકા૫૬ આંખ - કાનમાંથી પાપ મનમાં આવે છે . રૂપી તમે જ છો . તમારી કોઈનામાં આસક્તિ નથી . મધુ કેટભની શત્રુ , અને ભગવાન વિષ્ણુના હૃદયમાં વસનારાં ભગવતી લક્ષ્મી સ્વરૂપે તથા જેના મુગટમાં ચન્દ્રમા શોભી ચડે છે તે મહાદેવજી દ્વારા સદા સન્માનિત અધૉગના ગૌરી સ્વરૂપે તમે જ છો . 


ઈષત્સહાસમમલં પરિપૂર્ણચન્દ્ર

બિમ્બાનુકારિ કનકોત્તમકાન્તિકાન્તમ્।

અત્યદ્ભુતં પ્રહૃતમાત્તરુષા તથાપિ

વક્ત્રં વિલોક્ય સહસા મહિષાસુરેણ ॥ ૧૨॥


હે દેવી ! નિર્મળ હાસ્યથી શોભતું આપનું સુંદર મુખ સંપૂર્ણ પૂર્ણ ચંદ્રને પણ લજાવનારું અને ઉત્તમ સુવર્ણની કાંતિને ઝાંખું કરનારું અત્યંત રમણીય હોવા છતાં પણ મહિષાસુર તે જોઈ મુગ્ધ થવાના બદલે ક્રોધિત થઈ ગયો અને આપના ઉપર પ્રહાર કર્યો તે આશ્ચર્યની વાત છે .


દૃષ્ટ્વા તુદેવિ કુપિતં ભ્રુકુટીકરાલમુદ્યચ્છશાઙ્કસદૃશચ્છવિ યન્ન સદ્યઃ ।

પ્રાણાન્મુમોચ મહિષસ્તદતીવ ચિત્રં કૈર્જીવ્યતેહિ કુપિતાન્તકદર્શનેન ॥ ૧૩॥

અને એથી પણ વઘુ આશ્ર્ચયૅ તો તે વાતનું છે કે મહિષાસુરના વર્તનથી આપનું એ જ સૌમ્ય મુખ ક્રોધથી ભરેલું , ભૃકુટીથી ભયંકર લાગતું ઉદયકાળના ચંદ્રબિંબ જેવું જોઈને મહિષાસુરે પ્રાણનો ત્યાગ કેમ કર્યો નહીં ? એ જીવતો કઈ રીતે ડી શક્યો ? કારણ કે ક્રોધાયમાન થયેલા યમરાજાને પોતાની સમક્ષ જોઈ કોણ જીવી શકે ?


દેવિ પ્રસીદ પરમા ભવતી ભવાય સદ્યોવિનાશયસિ કોપવતી કુલાનિ ।

વિજ્ઞાતમેતદધુનૈવ યદસ્તમેતન્નીતં બલં સુવિપુલં મહિષાસુરસ્ય ॥ ૧૪॥


હે દેવી ! તમે જ્યારે પ્રસન્ન થાવ છો ત્યારે જગતનું કલ્યાણ કરો છો અને ક્રોધાયમાન થતાં તત્કાળ કેટલાય કુળોનો નાશ કરો છો , તે હમણાં મહિષાસુરના અત્યંત બળવાન સૈન્યનો આપે નાશ કર્યો ત્યારે જ જાણ્યું

તેસમ્મતા જનપદેષુ ધનાનિ તેષાં તેષાં યશાંસિ ન ચ સીદતિ ધર્મવર્ગઃ ।

ધન્યાસ્ત એવ નિભૃતાત્મજભૃત્યદારા યેષાં સદાભ્યુદયદા ભવતી પ્રસન્ના ॥ ૧૫॥


સદા કલ્યાણ કરનાર અને સર્વે સુખ આપનાર હે દેવી ! જેમની પર તમે પ્રસન્ન થાઓ છો , તેઓ પોતાના પદ ઉપરવાસના માણસને ભડકાવે છે . સમ્માનિત થાય છે . તેમને ધન તથા યશ મળે છે . તેમનો ધર્મ ક્યારેય શિથિલ થતો નથી . સુપુત્ર , સેવક , સાધ્વી સ્ત્રીથી સમૃદ્ધિવંત થઈને તેઓ કૃત કૃત થાય છે .

ધર્મ્યાણિ દેવિ સકલાનિ સદૈવ કર્માણ્યત્યાદૃતઃ પ્રતિદિનં સુકૃતી કરોતિ ।

સ્વર્ગંપ્રયાતિ ચ તતોભવતીપ્રસાદાલ્લોકત્રયેઽપિ ફલદા નનુદેવિ તેન ॥ ૧૬॥


હે દેવી ! આપની કૃપા થતાં પુણ્યશાળી પુરુષો પ્રતિ દિન અત્યંત શ્રદ્ધાપૂર્વક સર્વ પ્રકારના ધાર્મિક - પુણ્યકર્મો કર્યા કરે છે અને એ શુભકર્મોના ફળરૂપે સંપૂર્ણ જીવન સુખમાં પસાર કરી મરણ સમયે સ્વર્ગના અધિકારી બને છે . આ રીતે આલોક ને પરલોકમાં મનવાંચ્છિત ફળ આપનારાં છે દેવી તમે જ છો .

દુર્ગેસ્મૃતા હરસિ ભીતિમશેષજન્તોઃ સ્વસ્થૈઃ સ્મૃતા મતિમતીવ શુભાં દદાસિ ।

 દારિદ્ર્યદુઃખભયહારિણિ કા ત્વદન્યા સર્વોપકારકરણાય સદાઽઽર્દ્રચિત્તા ॥ ૧૭॥


હે માં દુર્ગા ! સંકટ સમયે આપનું જે સ્મરણ કરે છે તે સર્વ પ્રાણી માત્રના ભયને તમે હરી લો છો અને જે પ્રાણીખૂબ ગમતું પ્રભુને અર્પણ કરો . ૫૯ સ્વસ્થ રૂપે આપનું ચિંતન કરે છે તેને કલ્યાણના માર્ગ ઉપર લઈ જનારી શુદ્ધ બુદ્ધિ આપો છો . શરણાગતના દારિદ્ર , સંકટ અને ભય હરનારા સર્વ પર ઉપકાર કરનારા દયાળુ અને આર્ત ચિત્તવાળા તમારા જેવા બીજા કોઈ દેવી નથી .

એભિર્હતૈર્જગદુપૈતિ સુખં તથૈતે કુર્વન્તુનામ નરકાય ચિરાય પાપમ્।

 સંગ્રામમૃત્યુમધિગમ્ય દિવં પ્રયાન્તુ મત્વેતિ નૂનમહિતાન્વિનિહંસિ દેવિ ॥ ૧૮॥


હે દેવી ! આપ પરમ કૃપાળુ છો . દાનવોના સંહારથી જગતને સુખની પ્રાપ્તિ થઈ . આ દાનવો હંમેશાં પાપ કર્મ કરતા હોવાથી ચિરકાળ સુધી નરકમાં રહે છે , તેથી સંગ્રામમાં તેમનો નાશ કરી તેઓ નરકને બદલે સ્વર્ગને પામે એવા ત્રણ પ્રકારના હેતુને મનમાં ધારીને જ તમે દાનવોને હણ્યા છે . 


દૃષ્ટ્વૈવ કિં ન ભવતી પ્રકરોતિ ભસ્મ સર્વાસુરાનરિષુયત્પ્રહિણોષિ શસ્ત્રમ્।

લોકાન્પ્રયાન્તુરિપવોઽપિ હિ શસ્ત્રપૂતા ઇત્થં મતિર્ભવતિ તેષ્વપિ તેઽતિસાધ્વી ॥ ૧૯॥


હે દેવી ! તમારી દષ્ટિ માત્રથી જ અસુરો ભસ્મ થઈ

ઈશ્વર ભજનમાં મગ્ર . આ રીતે ચગતા શકે તેમ હોવા છતાં શત્રુઓ પર પ્રહાર કરવાનું કારણ એટલું જ છે કે તમારા શસ્ત્ર પ્રહાર વડે તેઓ પવિત્ર થઈને પરમગતિને પામે એવી આપની કલ્યાણકારી બુદ્ધિ જ છે . આપ દુષ્ટ રાક્ષસો ઉપર પણ કૃપા કરનારા છો તો પછી ભક્તજનોનું કલ્યાણ કરવા ઇચ્છો છો તેમાં તો કહેવાનું શું હોય ?


ખડ્ગપ્રભાનિકરવિસ્ફુરણૈસ્તથોગ્રૈઃ શૂલાગ્રકાન્તિનિવહેન દૃશોઽસુરાણામ્ ।

યન્નાગતા વિલયમંશુમદિન્દુખણ્ડ યોગ્યાનનં તવ વિલોકયતાં તદેતત્॥ ૨૦॥


હે દેવી ! આપના અત્યંત તેજસ્વી ખગના પ્રકાશ સમૂહથી તથા ઉગ્ર ત્રિશૂળની કાંતિના સમૂહથી અસુરોની દષ્ટિઓ નાશ ન પામી તેનું કારણ એટલું જ છે કે તેઓ અમૃત કિરણોવાળા ચંદ્ર સમાન આપના મનોહર મુખનું દર્શન કરતા હતા

દુર્વૃત્તવૃત્તશમન્ંતવ દેવિ શીલં રૂપં તથૈતદવિચિન્ત્યમતુલ્યમન્યૈઃ ।

વીર્યંચ હન્ત્રિ હૃતદેવપરાક્રમાણાં વૈરિષ્વપિ પ્રકટિતૈવ દયા ત્વયેત્થમ્॥ ૨૧॥


હે દેવી ! તમારું શીલ ( સદ્વર્તન ) દુરાચારી મનુષ્યોના આચરણોનો નાશ કરનારું છે . આપના રૂપનું ના તો ચિંતન કરી શકાય છે કે ના તો કોઈ અન્યની સાથે એની કરી શકાય . તમારું બળ - પરાક્રમ પ્રચંડ શક્તિશાળી અસુરોનો નાશ કરવાવાળું છે . આ રીતે તમે શત્રુઓ પ્રત્યે પણ દયા જ પ્રગટ કરો છો .

કેનોપમા ભવતુતેઽસ્ય પરાક્રમસ્ય રૂપં ચ શત્રુભયકાર્યતિહારિ કુત્ર ।

ચિત્તેકૃપા સમરનિષ્ઠુરતા ચ દૃષ્ટા ત્વય્યેવ દેવિ વરદેભુવનત્રયેઽપિ ॥ ૨૨॥

હે વરદાન આપવાવાળાં દેવી ! તમારા પરાક્રમની ઉપમા ત્રણે લોકમાં કોઈને આપી શકાય તેમ નથી . શત્રુને ભય ઉત્પન્ન કરનારું પરંતુ અત્યંત મનોહર આપનું રૂપ બીજે ક્યાંયે જોયું નથી . આપના ચિત્તમાં તો કૃપા જ છે , માત્ર યુદ્ધ સંગ્રામમાં શત્રુઓ પ્રત્યે નિષ્ફરતા છે .


ત્રૈલોક્યમેતદખિલં રિપુનાશનેન ત્રાતં ત્વયા સમરમૂર્ધનિ તેઽપિ હત્વા ।

નીતા દિવં રિપુગણા ભયમપ્યપાસ્ત મસ્માકમુન્મદસુરારિભવં નમસ્તે॥ ૨૩॥


હે માતા ! તમે યુદ્ધભૂમિમાં દુષ્ટ દૈત્યોનો નાશ કરી ત્રણેય લોકનું રક્ષણ કર્યું છે . અમે જે ઉન્મત્ત અને દુષ્ટ દૈત્યોના ઉત્પાતોથી ભય પામતા હતા તેમનો સંગ્રામમાં નાશ કરીને તેમને સ્વર્ગે પહોંચાડ્યા છે . અમારા ઉપર ઉપકાર કરનાર હે દેવી ! અમે તમને નમસ્કાર કરીએ છીએ .

શૂલેન પાહિ નોદેવિ પાહિ ખડ્ગેન ચામ્બિકે।

ઘણ્ટાસ્વનેન નઃ પાહિ ચાપજ્યાનિઃસ્વનેન ચ ॥ ૨૪॥


હે દેવી અંબા ! તમે તમારા ત્રિશૂળ અને ખગથી અમારું રક્ષણ કરો . ઘંટનાદથી તથા ધનુષ્ય - દોરીના ટંકારે શત્રુઓથી અમારું રક્ષણ કરો .


 

 પ્રાચ્યાં રક્ષ પ્રતીચ્યાં ચ ચણ્ડિકેરક્ષ દક્ષિણે।

ભ્રામણેનાત્મશૂલસ્ય ઉત્તરસ્યાં તથેશ્વરિ ॥ ૨૫॥


હે દેવી ચંડિકા ! તમે પૂર્વ , પશ્ચિમ , ઉત્તર , દક્ષિણ દિશામાં ત્રિશૂળ ઘુમાવીને અમારું રક્ષણ કરો .

સૌમ્યાનિ યાનિ રૂપાણિ ત્રૈલોક્યેવિચરન્તિ તે।

યાનિ ચાત્યર્થઘોરાણિ તૈરક્ષાસ્માંસ્તથા ભુવમ્॥ ૨૬॥


હે દેવી જગદંબા ! ત્રણેય લોકમાં આપની સૃષ્ટિ તથા સ્થિતિ કરનારાં સૌમ્ય - મોહક સ્વરૂપો તથા સંહાર કરતાં ભયંકર સ્વરૂપો જે વિચરી રહેલાં છે તે સર્વ પ્રકારનાંપ્રભુ સમર્પણ એ જ સાચી દિક્ષા . સ્વરૂપોથી અમારું તથા સમગ્ર ત્રિલોકનું રક્ષણ કરો


ખડ્ગશૂલગદાદીનિ યાનિ ચાસ્ત્રાનિ તેઽમ્બિકે।

કરપલ્લવસઙ્ગીનિ તૈરસ્માન્રક્ષ સર્વતઃ ॥ ૨૭॥


હે દેવી અંબિકા ! તમે તમારા કમળ સમાન કોમળ હાથોમાં હંમેશાં જે ખઞ , ત્રિશૂળ , ગદા અને ધનુષ્ય વિગેરે જે જે આયુધો ધારણ કરો છો તે આયુધો વડે અમારું સર્વત્ર સર્વદા રક્ષણ કરો .

ઋષિરૂવાચ ॥ ૨૮॥ ઋષિ બોલ્યા

 એવં સ્તુતા સુરૈર્દિવ્યૈઃ કુસુમૈર્નન્દનોદ્ભવૈઃ ।

 અર્ચિતા જગતાં ધાત્રી તથા ગન્ધાનુલેપનૈઃ ॥ ૨૯॥


આ રીતે દેવતાઓએ ભગવતી જગદંબા દુર્ગાની સ્તુતિ કરી અને પછી નંદનવનમાં ઉત્પન્ન થયેલાં દિવ્ય પુષ્પો વડે તથા સુગંધયુક્ત ચંદનના અનુલેપન વડે એ જગત માતાનું પૂજન કર્યું


ભક્ત્યા સમસ્તૈસ્ત્રિદશૈર્દિવ્યૈર્ધૂપૈસ્તુધૂપિતા ।

પ્રાહ પ્રસાદસુમુખી સમસ્તાન્પ્રણતાન્સુરાન્॥ ૩૦॥


બધા જ દેવોથી ભક્તિ વડે , સ્વર્ગીય ધૂપ વડે તથા ગંધાદિ વડે સારી રીતે આરાધેલા તે દેવી પ્રસન્ન મુખે


દેવ્યુવાચ ॥ ૩૧॥

 વ્રિયતાં ત્રિદશાઃ સર્વેયદસ્મત્તોઽભિવાઞ્છતમ્॥ ૩૨॥


હે દેવો ! તમે કરેલ પૂજન અને સ્તુતિથી હું અત્યંત પ્રસન્ન છું . તમારે મારી પાસેથી જે માંગવાની ઇચ્છા હોય તે માંગી લો , હું પ્રેમથી આપીશ


દેવા ઉચુઃ ॥ ૩૩॥

ભગવત્યા કૃતં સર્વંન કિઞ્ચિદવશિષ્યતે।

યદયં નિહતઃ શત્રુરસ્માકં મહિષાસુરઃ ॥ ૩૪॥


હે મા ભગવતી ! તમે અમારા શત્રુ મહિષાસુરને હણ્યો તેમાં જ અમારું સર્વ કાર્ય સિદ્ધ થઈ ગયું છે . હવે કંઈપણ કાર્ય બાકી રહેતું નથી .

યદિ ચાપિ વરોદેયસ્ત્વયાઽસ્માકં મહેશ્વરિ ।

સંસ્મૃતા સંસ્મૃતા ત્વં નોહિંસેથાઃ પરમાપદઃ ॥ ૩૫॥


હૈ મહેશ્વરી ! છતાં તમારી વરદાન આપવાની ઇચ્છા હોય તો અમો દેવો જ્યારે જ્યારે તમારું સ્મરણ કરીએ ત્યારે ત્યારે અમારી તે મહાન આપત્તિઓનો નાશ કરવાની કૃપા કરજો .


યશ્ચ મર્ત્યઃ સ્તવૈરેભિસ્ત્વાં સ્તોષ્યત્યમલાનને॥ ૩૬॥

તસ્ય વિત્તર્દ્ધિવિભવૈર્ધનદારાદિસમ્પદામ્। વૃદ્ધયેઽસ્મત્પ્રસન્ના ત્વં ભવેથાઃ સર્વદામ્બિકે॥ ૩૭॥


અને આ સ્તોત્રથી જે કોઈ મનુષ્ય આપની સ્તુતિ કરે તેને તે પ્રસન્નમુખી અંબિકાદેવી ! તમે જ્ઞાન , વૈભવ , ધન વિગેરેની સાથે સ્ત્રી આદિક સુખ આપી એની રક્ષા કરજો અને જેમ અમારા પર તમે હંમેશાં પ્રસન્ન રેહજો  

ઋષિરુવાચ ॥ ૩૮॥

 ઇતિ પ્રસાદિતા દેવૈર્જગતોઽર્થેતથાઽત્મનઃ ।

તથેત્યુક્ત્વા ભદ્રકાલી બભૂવાન્તર્હિતા નૃપ ॥ ૩૯॥


હે સુરથરાજા ! દેવોએ પોતાના માટે તથા જગતના કલ્યાણ માટે દેવીને પ્રસન્ન કરીને જે વરદાન માંગ્યું ત્યારે ભદ્રકાળી દેવી ‘ તથાસ્તુ ' કહીને અંતર્ધાન થઈ ગયા

ઇત્યેતત્કથિતં ભૂપ સમ્ભૂતા સા યથા પુરા ।

દેવી દેવશરીરેભ્યોજગત્ત્રયહિતૈષિણી ॥ ૪૦॥


હે સુરથરાજા ! આ રીતે જગતનું હિત કરનારાં દેવીએ દેવોના શરીરમાંથી તેજ સ્વરૂપે પ્રકટ થઈ જે જે કાર્યો અને પરાક્રમો કર્યા આ બધું મેં તમને કહી સંભળાવ્યું .


પુનશ્ચ ગૌરીદેહાત્સા સમુદ્ભૂતા યથાભવત્।

વધાય દુષ્ટદૈત્યાનાં તથા શુમ્ભનિશુમ્ભયોઃ ॥ ૪૧॥


રક્ષણાય ચ લોકાનાં દેવાનામુપકારિણી । તચ્છૃણુષ્વ મયાઽઽખ્યાતં યથાવત્કથયામિ તે॥ ૪૨॥


હવે દેવો પર ઉપકાર કરનારા દેવી દુષ્ટ દૈત્યો અને શુંભ નિશુંભના વધ માટે તથા જગતનું રક્ષણ કરવા માટે ફરીથી ગૌરીદેવીના દેહમાંથી કેવી રીતે પ્રગટ થયાં , તે સર્વ વૃત્તાંત હું તમોને કહું છું . તે હે સુરથરાજા ! તમે એકચિત્તથી સાંભળો 


 રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો. 

  

Lakshmi-aarti-lyrics-in-gujarati

 

lakshmi-stuti-lyrics-gujarati

 

શ્રી વિષ્ણ્વષ્ટકમ્  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો