શનિવાર, 9 જાન્યુઆરી, 2021

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૫૨,૫૩,૫૪ નો આવો થાય છે અનુવાદ જાણો |

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૫૨,૫૩,૫૪ નો આવો થાય છે અનુવાદ જાણો

આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો અને પ્રસન્ન કરવાનો ઉત્તમ પાઠ છે. આનંદ ના ગરબા ની રચના ભાઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી એવું કહેવાય છે કે માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. 

 

  

આવો આપણે જાણીએ આ ગરબા અગલ અલગ છંદ ના અથૅ શું થાય છે.

  

 

 

 

તિમિહરણ શશિશૂર, તે તારો ધોખો મા

અમિ અગ્નિ ભરપુર, થઈ પોખો શોખો મા || ૫૨ ||

 

જય શ્રી બહુચર માં અંધકારને નાશ કરનાર ચંન્દ્ર અને સૂર્ય છે. એમ જાહેર કરવું એ પણ આપ માયાનેજ પ્રપંચ છે કેમકે ચંન્દ્ર માં અમૃત અને સૂયૅ માં અગ્રી તાપ છે જેથી અમૃતપૂણૅચંન્દ ની શીતળ રશ્મિયોથી વનસપાટી અને પ્રાણીમાત્રનુ પોષણ , શાંતિ , પુષ્ટતા અને રસકાદિ પૂર્ણ જીવન રહે છે. અને તાપરૂપ તેજથી સુયૅ તે પ્રાણી વનસ્પતિ વગેરેમાં રોગિષ્ઠ રજકણો શોષવાના પ્રભાવે તેઓને નીરોગીતા બક્ષતા જીવન નભે છે. પરંતુ વાસ્તવિકતા તે ચંન્દ્ર સૂર્ય ને આપ શ્રી મતિયે વડે આપી છે. એ એક જગતને માયા મંત્ર દશૉવવા ધોખોજ દેખાડ્યો છે. જેમ આંખો પ્રકાશ ની ગેરહાજરી માં કશું જોઈ શક્તિ નથી તેજ મુજબ ચંન્દ્ર ને સુયૅને પ્રકાશ મળ્યા સિવાય પોતાની જ્યોતિ નો વિલાસ અનુભવતો નથી. તેમ આપ મૈયાના શક્તિ પ્રકાશ વિના સૂયૅ હોય કે ચંન્દ્ર હો પણ તે શીતળતાપણુ કે ઉષ્ણતાપણુ કશું બતાવી શકવાની દિવ્ય શક્તિ દર્શાવી શકતાજ નથી... || ૫૨ ||

 

 
ષટ ઋતુ રસ ષટ માસ, દ્વાદશ પ્રતિસંઘે મા

અંધકાર ઉજાસ, અનુક્રમ અનુસંઘે મા || ૫૩ ||

 

જય શ્રી બહુચર માં  માડી  ઋતુ એટલે કે વસંત , ગીષ્મ , વષૉ , શરદ , હેમંત , અને શિશિર આ છ એ ઋતુઓ તથા છએ રસ એટલે કે મીઠા , ખારો , ખાટો , તીખો , તુરો ,, અને કડવો એ રસો અને બારે મહિનાઓથી રચના નિયમ યુક્ત પણ આપેજ રચી છે. તેમજ અંધારો પક્ષ અને અજવાળો પક્ષ અથવા અંધકાર અને પ્રકાશ ઓનું પણ અનુક્રમ નંબર વાળા સંધાન સહિત આવવું એ સવૅ આપ મહામાયા નીજ અદભુત શકતિનીજ રચના છે... || ૫૩ ||

 

 

 

ધરતીતળ ધન ધાન્ય, ધ્યાન ધરે નાવો મા

પાલન પ્રજા પ્રજન્ય, અણ ચિતવ્યાં આવો મા || ૫૪ ||

 

જય શ્રી બહુચર માં  માડી  આપ ધ્યાન ધરવાની પરાણે આકષૉઈ પધારતા નથી પણ જેમ પ્રજ્જન અને આશ્રિત પ્રાણિયોનુ પ્રતિપાલન પો‌ષણ કરવા વષૉદ ઓચિંતી આવી વષી જીવનત્વ બક્ષે છે તેમ આપપણ આ ધરતી તળને ધન્ય ધન્ય પદ આપવા અણધાર્યા ભક્ત પ્રતિપાલન હિતાથૅ પધારી દશૅન ઈચ્છિત સિદ્રિ બક્ષો છો એ આપ પ્રતિપાળને ધમૅ જ છે તેમજ માતૃવાત્સલ્ય ફરજ પણ છે કે ભક્તોની ઉચ્ચ મનોબળ ભરી ભાવનાના બળથી ભક્તની સેવાને આધીન થવા તત્પર રહો છો એ વાસ્તવિક જ છે... || ૫૪ ||