વષૅ સૌથી મોટી એકાદશી એટલે નિજૅળા ભીમ એકાદશી આ દિવસે શું કરવું? શું ના કરવું ? | Nirjala Bheem Ekadashi Do not Do Gujarati | Okhaharan
Nirjala-bheem-Ekadashi-do-not-do-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વષૅ સૌથી મોટી એકાદશી એટલે નિજૅળા ભીમ એકાદશી આ દિવસે શું કરવું? તથા શું ના કરવું ? તે આજે આપણે જાણીએ.
નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હિન્દુ ધર્મ જેમ જન્માષ્ટમી અને શિવરાત્રી મહત્વ વધારે છે તેવી રીતે વષૅ આવતી દરેક એકાદશી નું મહત્વ હોય છે એમાં પણ જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી એટલે સોને પર સુહાગા જેવો ઉપવાસ. નિજૅળા એકાદશી ને ભીમ એકાદશી આવે પાંડવ એકાદશી કહેવાય છે. આ વષૅ જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી 18 જુન 2024 ના રોજ રહેશે. આ એકાદશી નું વ્રત કરવાથી આખા વષૅ સુદ અને વદ પક્ષની કુલ 24 એકાદશી નું પુણ્ય ફળ મળે છે આ એક એવી એકાદશી છે ભીમે કરી હતી તેથી તેને ભીમ એકાદશી પણ કહેવાય છે. એકાદશી ના દિવસે જપ તપ મંત્ર દાન કરવાથી અનેક ધણો લાભ થાય છે. તો ચાલો આપણે જાણીએ એકાદશી ના દિવસે શું કરવું શું ના કરવું?
નિજૅળા એકાદશી શું કરવું?
એકાદશી દિવસે સવારે વહેલા પરોઢિયે સ્નાન કરવું વ્રત નો સંકલ્પ કરવો.
નિજૅળા એકાદશીના દિવસે સૌથી વધુ પુણ્ય મળૈવવા દાનમાં પાણી અને ઘડાનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આ દિવસે અનાજ, કપડાં, છત્રી, પંખા, ફળ અને મીઠાઈનું દાન કરવામાં આવે છે.
એકાદશી તિથિના રોજ સવારે સૂર્યોદયથી બીજા દિવસે સૂર્યોદય સુધી જળ રહિત રહીને એકાદશીનું વ્રત કરવાનો નિયમ છે. એમ ના કરી શકાય તો જ્યાં સુધી પાણી વગર રહેવાય ત્યા સુધી રહો.
❌❌ નિજૅળા ભીમ એકાદશી ના દિવસે 4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ અહી ક્લિક કરો.
આ એકાદશી પર શ્રી વિષ્ણુ ભગવાનને પીળા ચંદન, અક્ષત, પીળા ફૂલ, મોસમના ફળો અને ધૂપ-દીપ, સાકર વગેરેથી ભગવાન પૂજા કરવી જોઈએ.
એકાદશીના દિવસે ગીતા અધ્યાય પાઠ વાંચન કે શ્રવણ કરવું , વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અને આ ના થઈ શકે તો આખો દિવસ મનમાં 'ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરવો જોઈએ.
રાત્રિ દરમિયાન કૃષ્ણ ભગવાન ના ભજન-કીર્તન અને સ્તુતિ દ્વારા થાય તેટલું જાગરણ કરવું જોઈએ.
એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સામે સૂયૅદય પહેલાથી શરૂ કરીને બીજા દિવસ સૂર્યદય સુધી શુદ્ધ ગાયના ધી નો દિવો વિષ્ણુ ભગવાન ના નામથી મંદિર માં પ્રગટાવો. મંદિરમાં પણ દિપ દાન કરી શકો છો.
આ એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે પીપળાના ઝાડ અને તુલસીના છોડની સવાર સાંજ પુજન કરી દિવો કરવો જો શક્ય હોય તો તુલસી પાસે બેસીને વિષ્ણુ સહસ્ત્રનામ નામનો સ્ત્રોત નું પઠન શ્રવણ જરૂર કરો.
આ એકાદશી અતિસય ગરમી ના સમયે આવતી હોવાથી ગરમી થી રાહત આપતી ઠંડી વસ્તુઓનું દાન કરવાથી અનેક ધણું પુણ્ય મળે છે.આ દિવસે ગોદાન, કપડા, છત્રી, પગરખાં, ફળ વગેરેનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
નિજૅળા એકાદશી દિવસે ન કરો
એકાદશી ઉપવાસ હોય કે ના હોય ચોખા લસણ, ડુંગળી, માંસ, માછલી, ઈંડા વગેરે જેવા તામસિક ગુણો ધરવાતી વસ્તુઓને સેવનથી પણ દૂર રહેવું જોઈએ.
નિજૅળા એકાદશીના દિવસે પલંગ કે ખાટલા પર તથા બપોરે સૂવું ન જોઈએ. જમીન પર પથારી કરીને રાત્રિએ જ સૂવું.
આ દિવસે ધરના માતા-પિતા, ગુરુ કે બહારના અન્ય કોઈ વ્યક્તિ ને હૃદયને ઠેસ કે અપમાન ના થાય તેનું ખાસ ધ્યાન રાખો
એકાદશીના દિવસે કોઈપણ રીતે શારીરિક સંબંધો ન કરવા જોઈએ.
એકાદશી ના દિવસે નશીલી વસ્તુઓ જેમ કે પાન મસાલા, શરાબ, જેવી વસ્તુઓ નો ત્યાગ કરવો જોઈએ.
એકાદશી દિવસે કોઈની પણ ચાડી ચુગલી ના કરવી અને ખોટું ના બોલવું જેથી વ્રત કોઈને ખોટી માહિતી ના અપાય .
નિજૅળા એકાદશી ના દિવસે જુગાર ના રમવો.
નિજૅળા એકાદશી ના દિવસે વ્રત કર્યું હોય તો સૌપ્રથમ વિષ્ણુ ભગવાન નું પુજન કરવું.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
મિત્રો આ નિજૅળા એકાદશી ના દિવસે શું કરવું શું ના કરવું તેની માહિતી હું આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે.
એકાદશી ના શુભ દિવસે "" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.
એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇