સોમવાર, 21 ડિસેમ્બર, 2020

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૧૯,૨૦,૨૧ નો આવો થાય છે અનુવાદ જાણો

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૧૯,૨૦,૨૧  નો આવો થાય છે અનુવાદ જાણો

આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો અને પ્રસન્ન કરવાનો ઉત્તમ પાઠ છે. આનંદ ના ગરબા ની રચના ભાઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી એવું કહેવાય છે કે માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. 
 
 

 
આવો આપણે જાણીએ આ ગરબા અગલ અલગ છંદ ના અથૅ શું થાય છે.
 
 
 
 

તતક્ષણ તન થી દેહ, ત્રણય કરી પેદા મા

ભવ કૃત કરતાજેહ, સૃજે પાળે છેદા મા || ૧૯ ||

 

જય શ્રી બહુચર માં   માડી પંચતત્વાદિ નિમ્યૉ પછી આપ શ્રીમતિયે પોતાના દેહ મારફતે ત્રણ્ય શરીરની ત્રિપુટી માયારૂપ સજૅનહાર , પાલનહાર અને નિયમ ભંગ કરનારનો નાશ કરનાર એમ સ્તિતિ પાલન અને લયકારક સંસારલીલા રચી એટલે કે બ્રાહ્મા , વિષ્ણુ અને શિવના અંશાવતાર કરી જગતના નિયમો જીવન આપ્યું... || ૧૯ ||