સોમવાર, 21 ડિસેમ્બર, 2020

અને ક્યારે જાપ કર્યા અને શું ફળ મલ્યું? એ સંપૂર્ણ ૐ નમઃ શિવાય સ્તુતિ વાંચો

 ૐ નમઃ શિવાય મંત્ર કોને અને ક્યારે જાપ કર્યા અને શું ફળ મલ્યું? એ સંપૂર્ણ ૐ નમઃ શિવાય સ્તુતિ વાંચો

 

શિવજી એ દેવાના દેવ મહાદેવ છે.


 

છે મંત્ર મહામંગળકારી 

છે મંત્ર મહામંગળકારી નમઃ શિવાય

એજાપ જપો સૌ નવનારી નમઃ શિવાય

એ મંત્રથી રામ વિજયને વરીયા શ્રી રામેશ્ર્વરને યાદ જ કરીયા

કરી પૂજા શિવને પ્રસન્ન કરીયા નમઃ શિવાય

ગંઘવો જેનુ ગાન કરે સનકાદિક એનુ રસપાન કરે

શ્રી વ્યાસ સદા મુખથી ઉચરે નમઃ શિવાય

યમ કુબેર ઈન્દ્રાદિક દેવો કહે મંત્ર સદા જપવા જેવો

શ્રાદ્રા રાખી શિવને સેવો નમઃ શિવાય

  

ઋષિ મુનિઓ જેને ઘ્યાને છે વળી વેદ પુરાણ પાને છે

બ્રહ્મા ને વિષ્ણુ વખાણે છે નમઃ શિવાય

એમંત્ર સિદ્રિ સવૅ મળે વળી તનમનના સૌ તાપ ટળે

છેવટ મુકતિનુ ઘામ મળે નમઃ શિવાય

એ મંત્ર સદા છે શુભકારી ભવસાગરથી લેશે તારી

પ્રેમથી બોલો નર નારી નમઃ શિવાય

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો