બુધવાર, 27 ઑક્ટોબર, 2021

867 પછી ગુરુપુષ્ય નક્ષત્ર શુભ સંયોગ રાશિ મુજબ ખરીદી અને રોકાણ માહિતી | Guru Pushya Nakshatra 2021 | Okhaharan

 867 પછી ગુરુપુષ્ય નક્ષત્ર શુભ સંયોગ રાશિ મુજબ ખરીદી અને રોકાણ માહિતી | Guru Pushya Nakshatra 2021 | Okhaharan 

Guru-Pushya-Nakshatra-2021-Gujarati
Guru-Pushya-Nakshatra-2021-Gujarati

 

આ વષે દિવાળી પહેલા પુષ્ય નક્ષત્ર 28 ઓક્ટોબરના ગુરૂવારના રોજ સવારે 09:42 થી પુષ્ય નક્ષત્ર શરૂ થઈ જશે. જે 29 ઓક્ટોબર શુક્રવાર સવારે 6:25 સુધી રહેશે. આ દિવસ ની તિથિ જોઈએ તો આઠમ એટલે આસો વદ આઠમ અહોઈ અષ્ટમી અને કાલ અષ્ટમી આવે છે.પુષ્ય નક્ષત્ર , ગુરૂવાર, શનિ મકર રાશિ એટલે પોતાની રાશિમાં આ અહોઈ અષ્ટમી અને કાલ અષ્ટમી અષ્ટમી સવૅ તિથિ, વાર, નક્ષત્ર 867 વષૅ પછી શુભ યોગ બને છે.

Today-gold-sliver-rate-gujarat-guru-pushya-nakshatra

 


મેષઃ-  અ,લ,ઈ

રાશિ સ્વામી મંગળ

શુભ રંગ : લાલ

મંગળ આઘાર સક્તિ એટલે પૃથ્વી દેવીનો  પુત્ર માનવામાં આવે છે. જમીન, મકાન, ખેતી તેમજ તેને સંલગ્ન વસ્તુઓ ખરીદવી અથવા તેમાં રોકાણ કરવું શુભ છે.


વષૃભ રાશિ :- બ,વ,ઉ

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ

 આ રાશિના લોકોને અનાજ જેમકે ઘંઉ ચોખા, મગ, કઠોર , કપડા, ચાંદી, સૌંદર્ય સામગ્રી, ઓટોપાર્ટ્સ બાઈક, ગાડી , મોટુ વાહન , ઓટો એસેસરીઝમાં રોકાણ કે ખરીદીથી લાભ.



મિથુન રાશિ :- ક,છ,ધ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો

 આ રાશિના લોકો માટે સોનામાં રોકાણ લાભદાયી છે. આ ઉપરાંત કાગળ, લાકડું, પિત્તળ, ઘઉં, કઠોળ, કપડા, સ્ટીલ, તેલ, સિમેન્ટ, ખનીજ ખરીદવું કે તેમાં રોકાણ લાભદાયી બની શકે છે.


કકૅ રાશિ : ડ,હ

રાશિ સ્વામી :- ચંદ્ર

શુભ રંગ :- દુધીયો   

 આ રાશિના લોકોએ ચાંદી, ચોખા, ખાંડ, કપડાનું ઉત્પાદન કરતી કંપનીના શેર, પ્લાસ્ટિક, અનાજ, લાકડું, કેબલ, ખાદ્ય સામગ્રી, આધુનિક ઉપકરણ, રમકડાં ખરીદવા ફાઈનાન્સ કંપનીમાં રોકાણ લાભદાયી બને.

Shree-Ganesh-Kavach-in-Gujarati-Lyrics

 


સિંહ : મ, ટ

રાશિ સ્વામી : સૂર્ય

શુભ રંગ : નારંગી

 આ રાશિના લોકોએ સોનું, ઘઉં, કપડા, દવાઓ, રત્નો, સૌંદર્ય સામગ્રી જેવી ખરીદી કરવી જોઈએ. તેમજ જમીન-મિલકતમાં રોકાણ કરવું જોઈએ.


કન્યા : પ,ઠ,ણ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો

આ રાશિના લોકો માટે કોચિંગ સેન્ટર, સોનું, દવાઓ, કેમિકલ, ખાતર, ચામડાની વસ્તુઓ, ખેતીના ઉપકરણોમાં રોકાણ ફળદાયી બની શકે છે.


તુલા : ર,ત

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ  

આ રાશિવાળા લોકોએ લોખંડ, સિમેન્ટ, સ્ટીલ, દવાઓ, કેમિકલ, કાપડ, કોલસો, રત્નો, પ્લાસ્ટિક, કમ્પ્યૂટર, ટીવી જેવી વસ્તુઓ ખરીદવી જોઈએ અથવા તેમાં રોકાણ કરવું જોઈએ.


વૃશ્વિક :- ન,ય

રાશિ સ્વામી :- મંગળ

શુભ રંગ : લાલ

મેષ રાશિની જેમ જ આ રાશિવાળાને પણ જમીન, મકાન, દુકાન, ખેતી, સિમેન્ટ, રત્નો, ખનીજ અને મેડિકલ ઉત્પાદનોમાં રોકાણ કે ખરીદીથી લાભ મળી શકે છે.


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics 

 ધનુ :- ભ, ધ, ફ, ઢ

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો

આ રાશિના લોકોએ સોનું, અનાજ, જ્વેલરી, કપાસ, ચાંદી, ચોખામાં રોકાણ કરવું જોઈએ કે તેની ખરીદી કરવી જોઈએ.


મકર :- ખ,જ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો  

આ રાશિના લોકોએ લોખંડ, સ્ટીલ, કેબલ, તેલ, ઈલેક્ટ્રોનિક્સ, વાહનમાં રોકાણ કરવું જોઈએ કે તેની ખરીદી કરવી જોઈએ.


કુંભ :- ગ,શ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો

આ રાશિના લોકોએ પોલાદ, કેબલ, ઓઈલ, તમામ પ્રકારની ખાદ્ય સામગ્રી, ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સમાં રોકાણ કરવું જોઈએ.


મીન :- દ, ચ,ઝ, થ

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો

આ રાશિના લોકો માટે દાગીના, રત્ન, સોનું, અનાજ, કપાસ, ચાંદી, સૌંદર્ય સામગ્રીમાં મૂડીરોકાણ લાભદાયી બની શકે છે.

guru-pushya-nakshatra-2021-date-time-gujarati

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 Krishna-chalisa-gujarati

 ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati

  

 


867 પછી શુભ સંયોગ | ગુરુપુષ્ય નક્ષત્ર ક્યારે છે ? શુભ મુહૂતૅ , શુ કરવું ?, શુ ના કરવું ? કંઈ વસ્તુની ખરિદિ કરી શકાય ? | Guru Pushya Nakshatra 2021 Date Time | Okhaharan

867 પછી શુભ સંયોગ | ગુરુપુષ્ય નક્ષત્ર ક્યારે છે ? શુભ મુહૂતૅ , શુ કરવું ?, શુ ના કરવું ? કંઈ વસ્તુની ખરિદિ કરી શકાય ?  | Guru Pushya Nakshatra 2021 Date Time | Okhaharan

guru-pushya-nakshatra-2021-date-time-gujarati
guru-pushya-nakshatra-2021-date-time-gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આ વષૅ ગુરૂપુષ્ય નત્રક્ષ ક્યારે છે આ પુજન કે કોઈ શુભ કાયૅ ના શુભ મુહૂત અને ચોઘડિયા ક્યાં છે તથા આ દિવસે શુ કરવું અને શુ ના કરવું , સાથે જાણીશું કંઈ વસ્તુનું ખરિદિ શુભ મનાવમાં આવે છે.

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

પંચાગ મુજબ પહેલા જાણીયે તો નક્ષત્ર એટલે ક્રાંતિવૃતના આરંભ સ્થાનથી દરેક 13 અંશ 20 કલાક ના વિભાગ ને નક્ષત્ર કહે છે. આવા કુલ 27 નક્ષત્ર છે તેમાં દરેક કાયૅ માટે દરેક નક્ષત્ર નું મહત્વ અલગ હોય છે. તેવી જ રીતે પુષ્ય નક્ષત્ર નું મહત્વ વઘારે છે. દરેક માસમાં ચંદ્ર ના વિભાગ મુજબ પુષ્ય નક્ષત્ર આવે છે. એમાં પણ અમુક વાર જેમકે સોમવાર, ગુરૂવાર અને શનિવારે આવતા પુષ્ય નક્ષત્ર ને અતિ શુભ માનવામાં આવે છે. સોમવાર એ ચંદ્ર નો વાર છે, ગુરૂવાર એટલે કે પુષ્ય નક્ષત્ર ની પ્રકૃતિ ગુરૂ જેવી છે અને શનિવાર એટલે પુષ્ય નક્ષત્ર નો રાશિ સ્વામી શનિ છે. આમ આ 3 દિવસે આવતા પુષ્ય નક્ષત્ર ને શુભ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રને શાસ્ત્રો મુજબ અમરેજ્ય નું બિરૂદ પ્રાપ્ત છે. આ શુભદાયી દિવસે મહાલક્ષ્મીની સાધના કરો, પીપળા કે શમીના ઝાડની પૂજા કરવાથી તેનું ખાસ અને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.


આ વષે દિવાળી પહેલા પુષ્ય નક્ષત્ર 28 ઓક્ટોબરના ગુરૂવારના રોજ સવારે 09:42 થી પુષ્ય નક્ષત્ર શરૂ થઈ જશે. જે 29 ઓક્ટોબર શુક્રવાર સવારે 6:25 સુધી રહેશે. આ દિવસ ની તિથિ જોઈએ તો આઠમ એટલે આસો વદ આઠમ અહોઈ અષ્ટમી અને કાલ અષ્ટમી આવે છે.પુષ્ય નક્ષત્ર , ગુરૂવાર, શનિ મકર રાશિ એટલે પોતાની રાશિમાં આ અહોઈ અષ્ટમી અને કાલ અષ્ટમી અષ્ટમી સવૅ તિથિ, વાર, નક્ષત્ર 867 વષૅ પછી શુભ યોગ બને છે. 


ગુરુપુષ્ય શુભ મુહૂતૅ

પુષ્ય નક્ષત્ર 28 ઓક્ટોબરના ગુરૂવારના રોજ સવારે 09:42 થી પુષ્ય નક્ષત્ર શરૂ થાય છે.

અભિજિત મુહૂતૅ સવારે 11-40 થી 12-25 સુઘી

નિશિતા મુહૂતૅ 11-03 થી બીજા દિવસે 12-07 સુઘી રહેશે

વિજયી મુહૂતૅ 01-34 થી 02-19 સુઘી

ગોઘૂલિ મુહૂતૅ સાજે 05-09 થી 05-33 સુઘી

Maha-Lakshmi-Upay-Gujarati

 

ગુરુપુષ્ય દિવસે શુ કરવું

આ દિવસે સોનું ખરીદી કરવાનું વિશેષ મહત્વ છે.સાથે કોઈ નવું વાહન, મકાન, દુકાન, કપડાં, વાસણ, કોઈ પ્રકારના મશીન , ઘંઘાના ચોપડાં આમ દરેક શુભ વસ્તું ખરીદી કરી શકાય. અને તમે નવુ કોઈ પણ કાયૅ નવાવષૅ કરવાનાં હોય તો એની પણ ખરીદી આ શુભ દિવસે કરી શકાય છે.


Guru-Pushya-Nakshatra-2021-Gujarati

ગુરુવાર પુષ્ય દિવસે શુ ના કરવું

આ દિવસે દરેક નકારાત્મક વસ્તુ દુર રહેવું જેમ કે માંસ, મઘીર, મઘપાન, ખોટા કામ, જુગાર ખોટી લત વગેરે.

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 Krishna-chalisa-gujarati

 ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati