રવિવાર, 10 જાન્યુઆરી, 2021

શ્રી ચામુંડા ચાલીસા ગુજરાતી લખાણ સાથે | Chamunda Chalisa | chamunda Chalisa in gujarati Lyrics | 2021 | Okhaharan

 શ્રી ચામુંડા ચાલીસા ગુજરાતી લખાણ સાથે | Chamunda Chalisa | chamunda Chalisa Lyrics in gujarati Lyrics | 2021 | Okhaharan 


ચોટીલા વાળા માં ચામુંડા ના ચાલીસ ગુણ નો પાઠ તમે હજી સુધી નહીં વાંચ્યો હોય  


chamunda-Chalisa-in-gujarati-Lyrics
chamunda-Chalisa-in-gujarati-Lyrics



 ચામુંડા ચાલીસા
ચામુંડા જયકાર હો જય જય આદિ માત ।
પ્રસન્ન થાઓ પ્રેમથી ભમતી ભુવન સાત ॥
જય ચામુંડા જય હો માતા ।
દુઃખ હરી આપો સુખ શાતા ॥
ત્રણેય લોકમાં વાસ તમારો ।
તું હીં એક હો સાથ અમારો ॥
ચંડ-મુંડના મર્દન કીધાં ।
અસુર ગણોના રક્ત જ પીધાં ॥
હાથે ખડગ ને ત્રિશૂળ બિરાજે ।
સિંહ ઉપર તું જનની રાજે ॥
હાહાકાર અસુર ગણ કરતા ।
 
જ્યાં માં તમારા ચરણો પડતાં ॥
હું હું નાદે યુદ્ધ તું કરતી ।
શત્રુ હણી અટ્ટહાસ્ય તું કરતી ॥
યુગે યુગે અવતાર તું ધરતી ।
ભાર ભૂમિનો સધળો હરતી ॥
સંત જનો ને ઋષિઓ પુકારે ।
દેવ ગણો પણ શરણે તારે ॥
જય ચામુંડા ? જય કંકાલી ।
તું હિ અંબિકા ! તું હિ કાલી ॥
મંગલમયિ તું મંગલ કરજે ।
ભવ ભવ કેરાં દુઃખડા હરજે ॥
અસુર ગણોને તેં જ વિદાર્યા ।
દેવ ગણો ભય હીન બનાવ્યા ॥
ભક્ત જનોને નિર્ભય કરતી ।
સધળાં એના સંકટ હરતી ॥
હ્રીં ચામુંડા ! શ્રીં કલ્યાણી ।
દેવ અને ઋષિ ગણથી અજાણી ॥
કોઈ ન તારો મહિમા જાણે ।
 
બ્રહ્મા વિષ્ણુ શિવ સૌ પ્રમાણે ॥
દે બુદ્ધિ હરી લે સહું સંકટ ।
ભક્તો સમરે થાય તું પરગટ ॥
જય ૐ કારા , જય હું કારા ।
મહાશક્તિ જય અપરંપારા ॥
જગદંબા નવ વાર લગાવો ।
પુકાર સુણી દોડી આવો ॥
દુઃખ દરિદ્રતા મૈયા ! કાપો ।
સંકટ હરીને આનંદ સ્થાપો ॥
જય શંકરી સુરેશ સનાતન ।
કોટિ સિદ્ધિ કવિ માત પુરાતન ॥
કાલિકાલમાં તું હિ ક્રૂપાળી ।
તું વરદાતા તું હિ દયાળી ॥
તું આનંદી , આનંદ નિધાન ।
તું જશ આપે અરપે તું માન ॥
વિધ્યા દેવી ! વિધ્યા દોને ।
જડતા અગ્યાન સૌ હરી લોને ॥
 
પળ પળ દુઃખના વિષ જ ડંખે ।
બાળક તારૂં અમરત ઝંખે ॥
પ્રલયકાળ તું નર્તન કરતી ।
સહુ જીવોનું પાલન કરતી ॥
મેધ થઈ માં ! તું ગર્જતી ।
અન્નપૂર્ણા તું અન્ન અર્પતી ॥
સહસ્ત્ર ભુજ સરોરૂહ માલિની ।
જય ચામુંડા મરઘટ વાસિની ॥
કરૂણામ્રૂત સાગર તું હિ દેવી ।
જ્યોતિ તમારી સોહે કેવી ॥
અંબ અંબિકા ચંડી ચામુંડા ।
પાપ બધાં વિદારે તું ભૂંડા ॥
એક શક્તિ તું બહુ સ્વરૂપા ।
અકથ ચરિત્રા શકિત અનુપા ॥
જપ વિધ્યા જપ લક્ષ્મી તું છે ।
જપ ભકિત ? અમ ગ્યાન જ તું છે ॥
 
અખિલ નિખિલમાં તું ઘૂમનારી ।
સકલ ભવનમાં તું રમનારી ॥
હું હું હું હુંકાર કરતી ।
સર્જન કરતી વિસર્જન કરતી ॥
હાથ ચક્ર ને ત્રિશૂળ શોભે ।
નિરખી અસુરો દૂર દૂર ભાગે ॥
તું ઐં હ્રીં ક્લીંમ ચામુંડાયે વિચ્ચૈ ।
ત્રણેય લોક તુજ કરુણા યાચે ॥
ક્રૂપા કરી માં ! દર્શન દેજો ।
પાપ અમારા સર્વ બાળી દેજો ॥
તું સ્વાહા ! તું સ્વધા સ્વરૂપા ।
યગ્ય તુ યગ્યની તુંજ છે ભોક્તા ॥
તું માતા તું હવિ ભવાની ।
તારી ગતિ તો કોઇયે ન જાણી ॥
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ પૂજે ।
 
તુજ વિણ કોઈને કાંઇ ન સૂજે ॥
સ્તુતિ કરે સૌ ભક્ત અખંડ ।
તું બ્રહ્માંડે ઘુમતી ચંડે ॥
ક્ષમા કરો માં ! ભૂલ અમારી ।
યાચી રહ્યાં ! દયા તમારી ॥
સચરાચરમાં વ્યાપિની ચામુંડા ! તું માત ।
ક્રૂપા કરી જગદંબે હે ! દેજો અમને સાથ ॥