ઘરે કે મંદિરે શિવ પુજન કરીલો આ 2 મિનિટ ની સ્તુતિ જરૂર કરો Shiv Stuti Gujatati Okhaharan
![]() |
shiv-pujan-stuti-gujarati-shiv-stuti-Gujarati |
ઉમા ઈશ હું આપને પાય લાગું
કરી ભક્તિ તારી સદા મુક્તિ માગું;
નહીં અન્ય કોઈ મને વસ્તુ પ્યારી
દીઓ ભક્તિ શંભુ સદાએ તમારી ;
સહુ દેવનો દેવ તું દેવ મોટો
કરે ભક્તિ તારી ન રહે કાંઈ તોટો;
ભજે ભાવથી આપને સૃષ્ટિ સારી
દીઓ ભક્તિ શંભુ સદાએ તમારી;
પૂરા પ્રેમથી જે કરે શિવ સેવા
મળે તેમને તો સદા મિષ્ટ મેવા;
વળી પાપના પુજ નાખો નિવારી
દીઓ ભક્તિ શંભુ સદાએ તમારી
દયા લાવીને દાસના દુઃખ કાપો
મને શરણે જાણી સદા સુખ આપો
છબી આપની છે મને પૂર્ણ પ્યારી
દીઓ ભક્તિ શંભુ સદાએ તમારી
ૐ નમઃ શિવાય
Youtube પર સાભળો.
--- સોમવારે જાણો શિવ બિલિપત્ર નું માહાત્મય
---બિલાષ્ટક પાઠ ગુજરાતી અથૅ સહિત
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇