શ્રાદ્ધ પક્ષના 3 દિવસ બાકી જાણો પિતુ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું અને તેનું મહત્વ શું છે? | Sharda Paksh Dan Gujarati | Okhaharan
Sharda-paksh-dan-mahima-gujarati-2021 |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ભાદરવા માસના વદ પક્ષ ની શ્રાદ્ધ પક્ષમાં કંઈ વસ્તુનું દાન કરવાનું શું મહત્વ છે તે જાણીશું.
ભાદરવા માસના વદ પક્ષ ની શરૂઆત થતા શ્રાદ્ર પક્ષ શરૂ થાય આ વષૅ શ્રાદ્ધ પક્ષ તારીખ 20 સપ્ટેમ્બર 2021 થી તારીખ 6 ઓક્ટોબર 2021 સુધી મહાલય શ્રાદ્વ પક્ષ, પિતૃ પક્ષ ની શરૂઆત થાઈ છે. આ શુભ સમયમાં પિતૃ માટે પિંડદાન, તર્પણ અને પંચબલિ સાથે શ્રાદ્ધ કરવામાં આવે છે. તથા આ કાયૅ કરવાથી પિતૃ ખુશ થાય છે.અને સાથે સાથે દાન કરવાનો પણ અનેરો મહિમા અને એનું અનેક ઘણું મહત્વ છે.
આ દિવસોમાં અનેક પ્રકાર ના દાન કરી શકાય છે. આ માટે અલગથી કોઈ વેદ વિઘાન ની જરૂર નથી ફક્ત ઘરમા રહેલ વસ્તું નો ઉપયોગ કરીને પણ આ કાયૅ કરી શકાય છે.આમ કરવાથી પિતૃ પ્રસન્ન થાય અને વંશ વૃદ્રિ થાય.
પિતૃદોષથી મુક્તિ માટેનો સૌથી ઉત્તમ સમય છે. એમાં પણ કેટલીક વસ્તું નું દાન કરવાથી જરૂર ઋણ ઓછું થાય છે.હિન્દું ગ્રંથો જેવા કે ગરૂડ પુરાણ માં દસમહાદાન અને આઠ દાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કાયૅ તમે શ્રાદ્ધ કે મૃત્યુ પછી વસ્તુઓનું દાન કરવામાં આવવું જોઈએ. જેથી મૃતઆત્મા કે પિતૃઓની સંતુષ્ટિ મળે.
દસ મહાદાન-
દસ મહાદાન આ અનુસાર છે. 1)ગાય, 2)જમીન, 3)તલ, 4)સોનુ, 5)ઘી, 6)વસ્ત્ર, 7)અનાજ,8) ગોળ, 9)ચાંદી અને 10)મીઠું. આ દસ વસ્તુઓનું દસ મહાદાન ગણવામાં આવે છે. આ દાન મૃતઆત્મા કે પિતૃઓને નિમિત્ત કરવામાં આવે છે. કોઈ કારણે મૃત્યુ સમયે કરવામાં ન આવે તો શ્રાદ્ધ પક્ષમાં એકવાર જરૂર કરવું જોઈએ. સાથે આપણે અષ્ટદાન પણ જાણી લઈએ પછી બઘી વસ્તુનું મહત્તવ જાણીએ.
અષ્ટ મહાદાન-
દસ અષ્ટદાન આ અનુસાર છે. 1)તલ, 2)લોખંડ, 3)સોનું, 4)કપાસ, 5)મીઠું, 6)સાત પ્રકારના અનાજ, 7)જમીન અને 8)ગાય. આ આઠ વસ્તુઓનું અષ્ટદાન ગણવામાં આવે છે .જેથી મૃતઆત્મા કે પિતૃઓની સંતુષ્ટિ મળે. તેમના આશીવાદ આપણી પર રહે છે.
તલ
દાનની દરેક વિધિમાં તલનું મહત્વ છે. એમ આ શ્રાદ્ધમાં દાનની દ્રષ્ટિએ કાળા તલનું દાન અનેક પુષ્ણ મલે છે. એવું માનવામાં આવે છે કે કાળા તલ ભગવાન વિષ્ણુના પ્રિય છે. કાળા તલનું દાન કરવાથી માનવીની મુશ્કેલીઓ અને આફતોથી રક્ષણ આપે છે.
લોખંડ,સોનું-ચાંદી
દાનમાં દરેક અલગ અલગ ઘાતુંનો દાનનો મહિમા પણ છે. તેવીજ રીતે સોના જેવી મુલ્ય વસ્તુનું દાન કરવાથી વાદ- વિવાદનો અંત આવે છે. જો તમારાથી સોનાનું દાન શક્ય ન બને તો કોઈક રકમ એના નિમિતે આપી શકાય. તેવી રીતે ચાંદી માટે એવું માનવામાં આવે છે કે પિતૃઓનો વાસ ચંદ્રના ઉપરના ભાગમાં હોય છે અને તેથી ચાંદી અથવા ની ચાંદી બનેલી વસ્તુઓનું જેમકે આસન, છત્ર, મુગુટ, કળશ, અથવા બ્રહ્માણ પુજાનો સમાન દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પિતૃના આશીર્વાદ અને સંતોષ થાય છે.
ગોળ અને મીઠું
જમવામાં આવતી વસ્તુ ગોળ અને મીઠું પણ પિતૃ પક્ષમાં દાન કરવામાં આવે છે અને તેને ઘણાં ખરા અંશે અતિ શુભ ગણવામાં આવે છે. જો તમારા ઘરમાં અવારનવાર ઝઘડો કે કંકાસ રહેતો હોય તો શ્રાદ્ધમાં ગોળ અને મીઠું દાન જરૂર કરજો. પૂર્વજોની ખુશી માટે મીઠાનું દાન કરવું.
વસ્ત્ર
વસ્ત્રનું દાન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃ પક્ષમાં કપડાંનું દાન કરવું પણ ખૂબ મહત્વનું છે. આ દાનમાં ધોતી અને દુપટ્ટા, હાથ રૂમાલ, નેપકીન, વગેરે દાન અપાય તે ઉપરાંત પગરખાં,ચંપલ અને છત્રીઓનું પણ દાન કરી શકો છો. આ બઘી વસ્તુઓમાં રાહુ-કેતુ દોષના નિવારક ગણવામાં આવે છે. ઘ્યાન એ વાતનું રાખવું આ દરેક વસ્તુઓ નવી અને સ્વચ્છ હોવી જોઈએ.
ગાય
જેમ તમે બઘા જાણો ગાય ને હિન્હું ઘમૅમાં અતિ પવિત્ર તથા દેવ દેવીઓનો વાસ માનવામા આવે છે.અને તેનું દાન કરવું અતિ શ્રૈષ્ઠ છે. કોઈ ગૌશાળા દાન કરી શકાય.પરંતુ શ્રાદ્ધ પક્ષમાં ગાયનું દાન દરેક સુખ અને સંપત્તિ આપનાર માનવામાં આવે છે. તેવીજ રીતે ગાયનું દુઘ, ધી, માખણ વગેરે દાન અથવા અપણૅ કરવાથી શુભ માનવામાં આવ્યું છે.
અન્નદાન એ ઉત્તમ દાન ઘઉં, ચોખા , મગ ,કઠોર વગેરે નું દાન કરવું જોઈએ. કરવામાં આવે તો આ દાન ઇચ્છિત પરિણામ આપી શકે છે.
મિત્રો હું આશા રાખું આ લેખમાં સંપૂણૅ માહિતી ખબર પડી ગઈ હશે. જો તમે અમારી બ્રહ્માણ પાઠશાળામાં દાન આપવા ઈચ્છિત હોવ તો નીચે કોમેનેટ કરો જેથી હું બ્રહ્માણ પાઠશાળાની માહિતી અહી શેર કરૂ.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇