મંગળવાર, 12 ઑક્ટોબર, 2021

નવરાત્રીમાં એકવાર જરૂર પાઠ કરો | શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત | bhagwati stotram lyrics Gujarati | Okhaharan

નવરાત્રીમાં એકવાર જરૂર પાઠ કરો | શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત | bhagwati stotram lyrics Gujarati | Okhaharan

bhagwati-stotram-lyrics-gujarati-bhagwati-stotram-meaning
bhagwati-stotram-lyrics-gujarati-bhagwati-stotram-meaning

 

 શ્રી ભગવતી સ્રોત

જય ભગવતિ દેવી નમો વરદે

જય પાપ વિનાશિન બહુ ફલદે |

જય શંભુ નિશંભુ કપાલ ઘરે

 પ્રણમામિ તું દેવિ નરાર્તિ હરે ।…1

અથૅ

  હેવરદાવિનિ દેવી | હે ભગવતી | તમારો જય થાઓ, હે પાપોને નષ્ટ કરનારી અને અનંત ફળ આપનારી દેવી ! તમારો જય થાઓ. હે શંભુ-નિશંભુના મુડોને ધારણ કરનારી દેવી ! તમારો જય થાઓ ! હે મનુષ્યોની પીડા હરનારી દૈવી હું  તમને પ્રણામ કરું છું ।૧। 

lalita-panchak-gujarati-lyrics

 


જય ચન્દ્રિવાકરનેત્ર ધરે

જય પાવક ભુષિત વક્ત્ર વરે।

જય ભૈરવ દેહ નિલીન પરે .

જય અન્ધક દેત્ય વિશોષ કરે …2

અથૅ

હે સૂર્ય ચંદ્રમારૂપી નેત્રોને ધારણ કરનારી તમારો જ્ય થાકે હે અગ્નિ સમાન દૈદીપ્યમાન મુખથી શોભિત થનારી ! તમારો જ્ય થાઓ. હે ભૈરવ શરીરમાં લીન રહેનારી અને અંધકાસુરનું શોષણ કરનારી દેવી ! તમારો જય થાઓ, જય થાઓ


 જય મહિષવિમર્દિની શૂલ કરે,

જય લોક સમસ્તક પાપ હરે |

જય દેવિ પિતામહ વિષ્ણુનતે,

 જય ભાસ્કર શક્ર શિરોડવનતે ..3

અથૅ

  હે મહિષાસુરનું મદન કરનારી, શૂલધારિણા અને લોક નાં સમસ્ત પાપોને દૂર કરનારી ભગવતિ ! તમારો જય થાઓ. બ્રહ્મા , વિષ્ણુ, સૂર્ય અને ઇન્દ્રથી નમસ્કૃત થનારી હે દેવી ! તમારો જય થાઓ.


જય ષણ્મુખ સાધુ ધઈશનુતે

જય સાગર ગામિનિ શમ્ભુનુતે ।

જય દુઃખ દરિદ્ર વિનાશ કરે

જય પુત્ર ક્લત્ર વિવૃદ્ધિ કરે …4

અથૅ

સશસ્ત્ર શંકર અને કાર્તિકેયજી દ્વારા વંદિત થનારી દેવી !તમારો જય થાઓ. શિવ દ્વારા પ્રશંસિત અને સાગરમાં મળનારી ગંગારૂપિણી દેવી ! તમારો જય થાઓ અને દરિદ્રતાનો નાશ તથા પુત્ર-ક્લત્રની વૃદ્ધિ કરનારી હે દેવી ! તમારો જય થાઓ. જય થાઓ


 જય દેવી સમસ્ત શરીર ધરે

જય નાકવિદર્શિની દુઃખ હરે |

જય વ્યાધિ વિનાશિનિ મોક્ષ કરે

 જય વાંછિત દાયિનિ સિદ્ધિવરે ...5

અથૅ

હે દેવી! તમારો જય થાઓ. તું સમસ્ત શરીરોને ધારણ કરનારી, સ્વર્ગલોકનું દર્શન કરાવનારી અને દુઃખહારિણી છો. હે વ્યાધિનાશિની દેવી ! તમારો જય થાંઓ. મોક્ષ તમારા કરતલગત છે. હે મનોવાંછિત ફળ દેનારી અષ્ટ સિદ્ધિઓથી સંપન્ન પરાદેશ! તમારો જય થાઓ. 

Devi-Pratah-Smaranam-gujarati-lyrics

 


 એતદ વ્યાસ કૃતં સ્તોત્ર યઃ પઠેન્નિયતઃ શુચિઃ।

 ગૃહે વા શુદ્ધ ભાવેન પ્રીતા ભગવતી સદા …6

અથૅ

જે ગમે ત્યાં રહીને પવિત્ર ભાવથી નિયમપૂર્વક આ વ્યાસફ્ત સ્તોત્ર પાઠ કરે છે અથવા શુદ્ધ ભાવે ઘર પર જ પાઠ કરે છે એના પર ભગવતી સદાય પ્રસન્ન રહે છે.


॥ ઇતિ વ્યાસકૃતં શ્રી ભગવતી સ્તોત્ર સમ્પૂર્ણમ્‌ ॥

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 

  

 navratri-remedies-to-fullfill-all-wish-gujarati 

  Khodiyar chalisa Gujarati