પરિવર્તિની એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં | Parivartini ekadashi vrat katha in Gujarati | Okhaharan
Parivartini-Ekadashi-Vrat-Katha-in-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા લેખ માં આજે આપણે જાણીશું ભાદરવા માસની શુક્લ (સુદ) પક્ષની પરિવર્તિની એકાદશી તથા વામન જયંતી ની વ્રત કથા ગુજરાતીમાં.
પરિવર્તિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ ગુજરાતી લખાણ સાથે
ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા : “હે ભગવાન ! ભાદરવાના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે ? તેની વિધિ કઈ છે ? એ એકાદશી વ્રતનું ફળ મળે છે તે કહો.”
શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા : “હે રાજનુ ! હવે હું અનેક પાપ નષ્ટ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી ભાદરવાની શુક્લ પક્ષની ‘વામન’ નામની એકાદશીની કથા કહું છું. આ એકાદશીને જયંતી એકાદશી પણ કહે છે આ એકાદશીની કથા સાંભળવામાત્રથી પાપોનો નાશ થાય છે. આ જયંતી એકાદશીની કથાથી નીચ પાપીઓનો ઉદ્ધાર થઈ જાય છે. જો કોઈ ધર્મપારાયણ મનુષ્યના દિવસે મારી પૂજા કરે છે તો હું તેને સંસારની પૂજાનું ફળ આપું છું. જે મનુષ્ય આ એકાદશીના દિવસે શ્રી ભગવાનની પૂજા કરે છે તે ત્રણ દેવતા અર્થાત્ બ્રહ્મા, વિષ્ણુ, મહેશની પૂજા કરે છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે. એમણે આ સંસારમાં કશું પણ કરવું શેષ રહેતું નથી.
આ એકાદશીના દિવસે શ્રીવિષ્ણુ ભગવાન પડખું બદલે (પાસુ બદલે) છે તેથી તેને પરિવર્તિની એકાદશી કહે છે. યુધિષ્ઠિર બોલ્યા : “હે ભગવાન ! તમારા વચન સાંભળી મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે સૂઓ છો, તથા પાસા બદલો છો ? તમે બલિને કેમ બાંધ્યા ? અને વામન રૂપ ધારણ કરીને કઈ લીલાઓ કરી. ચાતુર્માસ વ્રતની વિધિ કઈ છે તથા તમારા શયન કરવાથી મનુષ્યનું કયું કર્તવ્ય બને છે, તે બધુ વિસ્તારપૂર્વક કહો.
નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે ગુજરાતી લખાણ સાથે
શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા : “હે રાજનુ ! હવે તમે પાપોને નષ્ટ કરનારી આ કથાનું શ્રવણ કરો.”
ત્રેતાયુગમાં બિલ નામનો એક દાનવ હતો. તે અત્યંત ભક્ત, દાની, સત્યવાદી તથા બ્રાહ્મણોની સેવા કરનાર હતો. તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યો. ઇન્દ્ર તથા અન્ય દેવતા આ વાતને સહન ન કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા. તેથી ભગવાને વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલિને જીતી લીધો.'' ત્યારે યુધિષ્ઠિર બોલ્યા : “હે જનાર્દન ! તમે વામન રૂપ ધારણ કરી એ બલિને કેવી રીતે જીત્યો તે મને વિસ્તાર પૂર્વક કહો.”
શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા : “હે રાજન્ ! મેં વામન રૂપ ધારણ કરી રાજા બલિને યાચના કરી કે - ‘હે રાજન્ ! તમે મને ત્રણ ડગલાની ભૂમિ આપી દો, તેનાથી તમને ત્રણ લોકનું દાનનું ફળ પ્રાપ્ત થશે.' રાજા બલિએ આ નાની યાચનાનો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા તૈયાર થયો. ત્યારે મેં મારો આકાર વધારી દીધો અને ભૂલોકમાં પગ, ભુવનલોકમાં જાંઘ, સ્વર્ગલોકમાં કમર, મહર્લોકમાં પેટ, જળલોકમાં હૃદય, તપ-લોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું. આ સમયે સૂર્ય, નક્ષત્ર, ઇન્દ્ર તથા અન્ય દેવતા મારી સ્તુતિ કરવા લાગ્યા. એ સમયે મેં રાજા બલિને પકડ્યો અને પૂછ્યું : “હે રાજન્ ! હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું ? આ સાંભળી રાજા બલિએ પોતાનું મસ્તક નીચે કર્યું. મેં તેના મસ્તક પર ત્રીજો પગ રાખી દીધો અને ભક્ત દાનવ પાતાળમાં ચાલ્યો ગયો.
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે
ત્યારે મને તે અત્યંત વિનીત જોયો. તો મેં તેને કહ્યું : “હે બિલ ! હું સદૈવ તારી પાસે રહીશ. ભાદરવા માસના શુક્લ પક્ષની પરિવર્તિની નામની એકાદશીના દિવસે મારી એક પ્રતિમા રાજા બલિ પાસે રહે છે અને એક ક્ષીરસાગરમાં શેષનાગ પર શયન કરે છે. આ એકાદશીએ વિષ્ણુ ભગવાન સૂતા સૂતા પડખું બદલે છે. આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે. એમાં ભાત અને દહીં સાથે ચાંદીનું દાન કરવામાં આવે છે. આ દિવસની રાત્રિએ જાગરણ કરવું જોઈએ. એ પ્રકારે વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે.
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે
"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇