માતાજી ના દરેક કાર્યમાં શ્રી ફળ નો ઉપયોગ કેમ થાય છે? Why Coconut Gives to Maa -Okhaharan
Why-coconut-gives-to-god-in-gujarati-coconut-use |
મિત્રો આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું કેમ દરેક શુભ કાયૅમાં શ્રીફળ નો ઉપયોગ કેમ થાય છે.
શ્રીફળનો એવો અર્થ થાય છે કે જેનાથી લક્ષ્મીજી ફળ આપે છે શ્રીફળ ને પણ લક્ષ્મીજીને પણ અતિ પ્રિય છે શ્રીફળ દરેક કાયૅનું માંગલ્ય નું પ્રતિક માનવામાં આવે છે તે શુકનીડાય પણ ગણાય છે. જીવનના બધા જ કાર્યોમાં શ્રીફળ ઉપયોગમાં લેવાય છે. કલ્પનાં કરો કે શ્રીફળ કેવૂ ભાગ્યશાળી ફળ અશે બહારથી લાગતું તેનું કદરૂપું શરીર અંદરથી કેટલું કોમળતા ભરેલું છે. કોઈ વ્યક્તિ નારિયેલ ના વૃક્ષ નીચે કોઈ ઊભો હોય અને તેના ઉપર શ્રીફળ પડ્યું હોય અને તેનાથી તેને મૃત્યુ થયું હોય તેવો દાખલો આજ સુધી પણ ક્યારેય કોઈએ સાંભળ્યું નહીં હોય.
પહેલાનાં સમયમાંએવું સાભળ્યું છે કે જ્યારે દેવ-દેવીઓને આ શ્રીફળ વધેરવામાં આવે તેની પાછળ બલિદાન નો ભાવ છે. ઋષિ-મુનિઓએ યજ્ઞમાં કે દેવીઓને પશુનું બલિદાન આપવામાં આવતું હતું તે પશુ હિંસા અટકાવી શ્રી ફળ દ્વારા પ્રભુને રીઝવવાનો કાર્ય બતાવ્યું હતું નારિયેલ ને પણ માથૂ ચોટલી નાક અને બે આંખ હોય છે. આપણા ૠશ્રી મુનિયો એ પશુ હત્યાં માંથી શ્રીફળ દ્વારા એક અદભૂત પ્રયોગ કરી અનેક પશું હત્યાં રોકી હતી શ્રીફળ દ્રારા લાખો પશુ હત્યા બચાવે છે.
શ્રીફળ એ બારમાસી ફળ છે તમે તેને કોઈ પણ ઋતુંમાં મેળવી શકશો એટલે આપણે ગમે ત્યારે તેને પ્રાપ્ત કરી શકીએ છીએ શ્રીફળ એ બલિદાનનો સુરેશ પ્રતીક છે નાનુ આ મોટુ કોઇ પણ પ્રકારનો બલિદાન પ્રભુને ગમે છે તેમાટે શ્રીફળ અપણૅ કરવામાં આવે છે. શ્રીફળ તો માનવ જગતને સંદેશ છે કે પ્રભુ તમને ગમે અને તમો પ્રભુને ગમો અને તેવું કરવાથી શ્રીફળના ગુણો અપનાવવા જોઈએ અને એવું કહેવાય છે કે નમ્યો તે પ્રભુને અને માં ને ગમ્યો.
દરિયાકિનારે વસ્તુ આ શ્રીફળ દરિયાનું ખારું પાણી પીને જગત નું મીઠું પાણી આપે છે અને આના થી વિષેસ બલિદાન કર્યું હોય શકે છે અને સાથે સાથે પૂજા ની વિધિ માં પણ શ્રી ફળને પવિત્ર માનવામાં આવે છે અગર જો આપણે બલિદાનની વાત કરીએ તો માનવ પ્રભુ ને આપી આપીને શું આપવાનો છે તે આશ્રીફળ દ્વારા પ્રભુને રીઝવવાનો પ્રયત્ન કરે છે શ્રીફળ એર પર ની ભાવના છે અને પ્રભુના ચરણમાં શ્રીફળ સમર્પિત કરી તે પોતાના હૃદયની ભાવના ના સુર પ્રગટાવે છે અને આમાં પણ બીજા અર્થમાં શરણાગતિનો ભાવ છે અને શાસ્ત્રમાં પણ ખૂબ જ મહત્વ ગણાય છે
શ્રીફળ ને દરેક ધાર્મિક કાયૅમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે અને મિત્રો નાળિયેરને સંસ્કૃતમાં શ્રીફળ કહેવામાં આવ્યું છે પોરાણિક માન્યતા અનુસાર લક્ષ્મી વિના કોઇપણ શુભ કાર્ય પૂર્ણ થતું નથી અને તેથી જ શુભ કાર્યોમાં આપણે શ્રીફળનો ઉપયોગ અવશ્ય કરીએ છીએ. નારિયેળના ઝાડ ને સંસ્કૃત મા કલ્પવૃક્ષ કહેવામાં આવ્યું છે અને કલ્પવૃક્ષ એટલે કે બધી ઇચ્છાઓ પૂર્ણ કરનારુ વુક્ષ અને એવી જ રીતે નાળિયેર એટલે કે આ શ્રીફળ આપણી બધી ઈચ્છાઓ પૂર્ણ કરનારો છે અને તેથી જ તો આપણે તેને કોઇપણ શુભ કાર્ય કોઈપણ પૂજામાં આપણે તેનો સૌથી પહેલા ઉપયોગ કરીએ.
માણસના જીવનની અંતિમ યાત્રાની નનામી માં પણ શ્રીફળ બાંધવામાં આવે છે અને અને જીવનના બધા જ કાર્યોમાં કામ આવતું શ્રીફળ માનવ ને મૃત્યુના વખતે પણ કેવો સાથ આપે જે નનામી મા રૂપિયા કે ચાંદીની બંગડીઓ બંધાતી નથી પરંતુ ચાર શ્રીફળ બાંધવામાં આવે છે.
શ્રીફળ નો વણૅન બાહ દેખાવ ભલે ગમે તેટલો ખડબચડો જ હોય દેખાવ કરતા ગુણ અગત્યના છે અને ગુણવાન વ્યક્તિ બધે જપુજાય છે અને ગુણવાન વ્યક્તિ સંસ્કારી વ્યક્તિનો પ્રભુનો આદર કરે છે પ્રભુ તેને મોક્ષ આપે છે દિવ્ય જીવનનો અનેરો મહિમા છે અને શ્રીફળ એ અતિ કોમળ ફળ છે
શ્રીફળ નુ બલિદાન કેવું છે કે અન્યને માટે તે પોતાનો ભોગ આપે છે પોતે બીજાની બાધા માટે વપરાય છે અને દેવ-દેવીઓને તો રોજ લાખોની સંખ્યામાં શ્રીફળ વધારવામાં આવે છે અન્યનાં સુખો માટે પોતાનું બલિદાન બીજાના સુખે કે અરમાનો માટે વધારાય જવું પોતાના જીવનનું બલિદાન આપવુ અને આ ગુણધર્મને લીધે જ તે પ્રભુના ચરણમાં બેઠું છે તેનું બલિદાન ઊંચા પ્રકારનુ છે તેથી જગતમાં તે પૂજાય જગતમાં જેને જેને બલિદાનો આપ્યા છે તે હંમેશા ભગવાનના ચરણોમાં ગયા છે. અગાઉ કાલીકા માતાના મંદિરોમાં નાના બાળકો કે મૂંગા પ્રાણીઓ નો ખૂબ જ વધ થતો હતો અને આ બધાને શ્રીફળ વધારવાથી મુક્તિ મળી છે અને આમ શ્રીફળે બીજા લોકોની હત્યા અટકાવી છે અને પોતે હત્યા સ્વીકારી છે અગર જો શ્રીફળના હોત તો દેશમાં આજે લાખો મૂંગા પશુઓની હત્યા થતી હોત અને કેટલાય બાળકોની હત્યા પણ થતી હોત છે
આપણે શ્રીફળ ધ્યાન થી જોયું હોય તો શ્રીફળ માં એક ચોટી રાખવામાં આવે છે અગર જો તેના છાલ્યા ઉતારીએ તો તેમાં ત્રણ છિદૌ આવે છે કે જેમાં તે બે આંખો સ્વરૂપે ગણાય છે અને એક નીચેના ભાગમાં હોય છે કે જેને નાક સ્વરૂપે ગણાય છે અને ઋષિમુનિઓએ આ નારિયેળને માનવ દેવ જેવું ગણાવી અથાગ પ્રયત્નો કર્યા છે અને આપણા પશુઓ નો ઉદ્ધાર કર્યો છે પૂજા હોય કે નવા મકાન, નવી કાર, હોય કે નવા ધંધાની શરૂઆત કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા નારિયેલને ચોક્કસ વધારવું જોઈએ અને આપણી ભારતીય સંસ્કૃતિમાં નારિયેલને શુભ અને મંગળકારી પણ માનવામાં આવ્યું છે નારિયેળ ભગવાન શ્રીગણેશને દરેક દેવી દેવતા પણ અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ લોકોમાં તેનો પ્રસાદ વહેંચવામાં આવે છે અને એવું કહેવાય છે અગર જો ધરતી પર કોઈ સૌથી વધુ પવિત્ર ફળ હોય તો તે નારિયેલ છે. તેથી લોકો આ પર માતાજી ને અર્પણ કરે છે
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
દરરોજ સવારે કરો શ્રી ગણેશજી ના ૧૨ નામ જાપ તમારા દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે 👇👇👇
Ganesh 12 Name |
હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે
રક્ષણ મળે છે👇👇👇
bajrang baan gujarati |