કામદા એકાદશી વ્રત કથા વાંચવા માત્રથી કુયોનિ માંથી મુક્તિ મળે છે | Kamada Ekadashi Vrat Katha Gujarati | Okhaharan
![]() |
Kamada-Ekadashi-Vrat-Katha-Gujarati |
આજે આ ગુજરાતી ભકતિ લેખમાં ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કામદા એકાદશી કથા ગુજરાતી લખાણ સાથે
આ વષે 2022 ની ચૈત્ર માસની સુદ પક્ષની કામદા એકાદશી
શરૂઆત 12 એપ્રિલ 2022 મંગળવાર સવારે 04:30 મિનિટ
સમાપ્ત 13 એપ્રિલ 2022 બુઘવાર સવારે 05:02 મિનિટ
ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે
ઉપવાસ 12 એપ્રિલ 2022 મંગળવાર કરવો
પારણા સમય 13 એપ્રિલ 2022 બુઘવાર બપોરે 1:38 થી 4:12 સુધી.
કામદા એકાદશી ની કથા
ધમૅરાજા યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન તમને કોટી કોટી પ્રણામ હું તમને પ્રાથના કરૂં છું કે એ કૃપા કરી ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશી નું વણૅન કરો.
એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.
ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા : હે રાજન તમે એક પ્રાચીન વાત સાંભળો જે વશિષ્ટજીએ દિલીપને કહી હતી. રાજા દિલીપ એ પુછ્યુ : હે ગુરુદેવ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશી નું નામ શું છે? તેમાં ક્યાં દેવની પુજા થાય છે.? તે બંધુ વિસ્તાર પૂવૅક કહો. મહષિ વશિષ્ઠજી બોલ્યા : હે રાજન ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશી નું નામ કામદા એકાદશી છે. તે બધા પાપો ને નષ્ટ કરે છે. તેના પુષ્પ પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થઈ પુત્ર પ્રાપ્તિ થાય છે. આ વ્રતથી કુયોની છૂટી જાય છે. અને અંતમાં સ્વર્ગ ની પ્રાપ્તિ થાય છે. હવે હું આનુ માહાત્મ્ય કહું છું તે ધ્યાન પૂર્વક સાંભળો.
પ્રાચીન કાળમાં ભોગીપૂર નામનું એક નગર હતું. ત્યાં અનેક ઐશ્વર્યા યુક્ત પુંડરિક નામનો રાજા રાજ કરતો હતો. ત્યાં અનેક અપ્સરાઓ ગંધર્વ, કિન્નર, આદિ વાસ કરતા હતા. એ જગ્યાએ લલિતા અને લલિત નામના સ્ત્રી પુરુષ અંત્યંત વૈભવ વાળી ધરમાં નિવાસ કરતા હતા. તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં. અને અલગ થતાં વ્યાકુળ થઇ જતાં.
એક સમયે રાજા પુંડરિક ગંધર્વ સહિત સભામાં શોભાયમાન હતા. ત્યાં લલિત ગંધર્વ પણ એમની સાથે ગીત ગાતો હતો. તેની પ્રિયતમા એ જગ્યાએ ન હતી તેથી તેની યાદમાં અશુદ્ધ ગીત ગવાય લાગ્યો. નાગરાજ કકોટકે રાજા પુંડરિક ને આપી ફરીયાદ કરી તેથી રાજા પુંડરિક શાપ દીધો કે હે દુષ્ટ તું સામે ગાય છે તો પણ તારી સ્ત્રીનું સ્મરણ કરે છે. તેથી તું કાચું માંસ અને મનુષ્યો ને ખાનાર રાક્ષસ થશે. તું મહાપાપી છે. હવે તું તારા કમૅનુ ફળ ભોગવ. રાજા પુંડરિક ના શાપથી તે લલિત ગંધવૅ તે જ સમયે એક વિકરાળ રાક્ષસ બની ગયો તેનું મુખ ભયાનક થઈ ગયું. તેના નેત્ર સૂર્ય ચંદ્ર સમાન પ્રદીપ્ત થવા લાગ્યા. મોંમાંથી અગ્રિ નીકળવા લાગ્યા. તેના મસ્તક પરના વાળ પવૅત પર ઉગેલા વૃક્ષની જેમ લાગતા હતા. તેની બંને ભુજાઓ બે બે યોજના લાંબી થઈ ગઈ. તેનું શરીર આઠ યોજના થઈ ગયું. રાક્ષસ થઈ જવાથી તેને મહાન દુ:ખ મળવા લાગ્યુ અને તે પોતાના કમૅનુ ફળ ભોગવવા લાગ્યો.
જ્યારે લલિતાએ પોતાના પ્રિયતમ લલિતના આવા હાલ જાણ્યા તો તે ખૂબ દુ:ખી થઈ તે સદૈવ પોતાના પતિના ઉદ્રાર માટે વિચારવા લાગી કે : હું ક્યાં જાઉં અને શું કરૂં? આ બાજુ તે રાક્ષસ ધોર વનમાં રહેવા લાગ્યો. અને અનેક પ્રકાર ના પાપ કરવા લાગ્યો. તેની સ્ત્રી લલિતા પણ તેની પાછળ પાછળ જતી અને વિલાપ કરતી. એક દિવસ પોતાના પતિની પાછળ ફરતાં ફરતાં વિંધ્યાચળ પવૅત ચાલી ગઈ. ત્યાં તેણે શૃંગી ઋષિનો આશ્રમ જોઈ તે આશ્રમમાં જઈ ઋષિના સન્મુખ જઈને પ્રણામ કરવા લાગી.
એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો
એ સમયે તેને આશ્રમમાં જોઈ શૃંગી ઋષિનો બોલ્યા : હે સુભગે તું કોણ છે અને અહીં શા માટે આવી છે.?
લલિતા બોલી : હે મુની હું વીરધન્યા નામક ગંધવૅની કન્યા લલિતા છું. મારા પતિ રાજા પુંડરિક ના શાપથી એક ભયાનક રાક્ષસ થઈ ગયા છે. તેનાથી મને ખૂબ દુ:ખ થાય છે. તમે તેને રાક્ષસ યોનિમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો.
ત્યારે શૃંગી ઋષિ બોલ્યા : હે ગંધવૅ કન્યા લલિતા તું ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશી જેનું નામ કામદા એકાદશી છે. તેનું વ્રત કરવાથી મનુષ્ય ના સમસ્ત કાયૅ શીધ્ર જ સિદ્ધ થઈ જાય છે. જો તું આ વ્રત પુણ્ય પોતાના પતિ ને આપશે તો તે શીધ્ર જ રાક્ષસ યોનિથી છૂટી જશે. અને રાજાનો શાપ શાંત થઈ જશે.
મુનિના આવાં વચન સાંભળી લલિતાએ આનંદપૂર્વક તે વ્રત કર્યું અને દ્રાદશીના દિવસે બ્રાહ્મણો ની સામે તે વ્રત નું ફળ પોતાના પતિને આપ્યું અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી. હે પ્રભુ જે મેં આ વ્રત કર્યું છે તેનું ફળ મારા પતિને મળે જેથી તેની રાક્ષસ યોની શીધ્ર જ છૂટી જાય.
એકાદશી નું ફળ દેતા તેનો પતિ રાક્ષસ યોનીમાંથી છૂટીને પોતાના મૂળ સ્વરૂપ માં આવી ગયો.તે અનેક સુંદર વસ્ત્રો અને આભૂષણો થી અલંકૃત થઈને પહેલા ના જેમ લલિતા ની સાથે વિહાર કરવા લાગ્યો. કામદા એકાદશી ના પ્રભાવ થી તે વધુ સુંદર થઈ ગયો. તેઓ પુષ્પક વિમાનમાં બેસી સ્વર્ગલોક ચાલ્યાં ગયાં.
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે
એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇