ચૈત્ર માસની અમાસ ક્યારે છે? વ્રત ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શુ કરવું ? શું ના કરવું ? | Chaitra Amavasya 2023 Kab Hai | Okhaharan
Chaitra-amavasya-2023-kab-hai |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ફાગણ માસની અમાસ ક્યારે છે? વ્રત ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શુ કરવું ? શું ના કરવું ? તે બઘું જાણીશું.
સૈપ્રથમ એ જાણીયે અમાસ તિથિ શું છે. અમાસ તિથિ એ પંચાગ અનુસાર 30 તિથિ ગણાય છે અને આ દિવસે ચંદ્ર શૂન્ય કળામાં હોય છે. અમાસ તિથિ ના દેવ પિતૃ છે. આ અમાસ તિથિનાં દિવસે સ્નાન દાન જપ તપ તથા પિતૃ તૅપણ માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. અમાસ ના દિવસે પિતૃઓ માટે પિંડદાન કરવાથી તેમને તૃપ્તિ મળે છે અને તેઓ વૈકુંઠ તરફ પ્રસ્થાન કરે છે
સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો.
આ વષૅ 2023 ચૈત્ર માસની અમાસ તિથિ માહિતી
તિથિ ની સમાપ્તિ 20 એપ્રિલ 2023 ગુરૂવાર સવારે 9:41 મિનિટ
આમ અમાવસ્યા 19 એપ્રિલ 2023 પિતૃ તર્પણ બુધવારે બપોરે 12 પછી અને
અમાવસ્યા સ્નાન મહિમા 20 એપ્રિલ 2023 ગુરૂવારે સવારે 9 વાગ્યા પહેલાં રહેશે
ૐ નમો ભગવતે વાસુદેવાય
આગળ જાણાવ્યા મુજબ આ તિથિ પિતૃઓને અપણૅ છે આ દિવસે કરેલા દરેક કાયૅ પિતૃઓને અપણૅ થાય છે અને તેનું પુણ્ય ફળ મળે છે.
અમાસ દિવસે શું કરવું
અમાસ તિથિ સવારથી સૂયૅદય થાય ત્યારથી બઘા કાયૅ કરવામાં આવે છે.
1) અમાસ તિથિ ના દિવસે સ્નાન સાથે દાન મહિમા વઘારે છે. પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનો માહાત્મય વઘારે છે. જો નદીમાં સ્નાન ના થઈ શકે તો ઘરમાં સવૅ નદીઓનું મંત્રથી ધ્યાન કરીને સ્નાન કરવું જોઈએ.અને શક્ય હોય તો પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો.
2) ત્યાર પછી મંદિરમાં સેવા પૂજા કરી પાનિયારે જ્યાં પીવાનું પાણી રાખીયે ત્યાં સવાર અને સાંજ બે આડી વાટનો ધી દિવો કરી બે અગરબતી કરી પિતૃઓનું ધ્યાન ધરતા ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર અગરબત્તી અડધી ના થાય ત્યાંસુધી જાપ કરવો.
અમાસ ના દિવસે કરો ભક્ત વલ્લભ ભટ્ટ રચિત આનંદ નો ગરબો ૧૧૮ છંદ સાથે અહી ક્લિક કરો.
3) તાયાર પછી સૂર્યદેવને જળ ચઢાવો. જળ ચઢાવતી સમયે તાબાના લોટામાં લાલ ચંદન અને લાલ ફુલ , ચોખા વડે સૂયૅદેવ ને અઘ્ય આપણૅ કરો અને સૂયૅ દેવનાં 12 જાપ કરો અને પણ ફાવે તો ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો
4) આ તિથિ પિતૃઓનું કોઈ કાયૅ અઘુરૂ હોય તે કરવામાં ઉત્તમ દિવસ છે આ દિવસે પિતૃઓનું પુજન, તપણૅ વિઘિ, પિડંદાન, અંજલિ કરવાથી તોઓ તૃપ્ત થાય છે. તોઓ ના આશીવૉદ ફળે છે.
5) ત્યાર બાદ પિતૃઓને યાદ કરીને દાન કરવું જોઈએ પછી જરૂરિયાતમંદ લોકોને અન્ન,વસ્ત્ર કે પછી ધન દાન કરો તો પણ ચાલે. બ્રહ્માણ ને ભોજન કરાવવું, ગાયમાતા 33 કરોડ દેવી દેવતા વાસ હોય છે એક સારી તિથિ એક સાથે બઘા દેવી-દેવતા પ્રસન્ન થઈ જાય માટે ગાય કે ગૌશાળામાં લીલું ઘાસ ગાય ને ખડાવવું , ગાયનું ભોજન ખોળ વગેરે ચથાશક્તિ મુજબ કાયૅ કરવું. કુતરા ધી ગોળ કે મીઠાઈ કે રોટલી રોટલો ખડાવવો, , કીડી ને લોટ સાથે મોરંસ ઉમેરીને કીડીયારૂ પુરવું, હવે ઉનાળા સમય આવશે તમારી ઘર ની આસપાસ કે રવેશીમાં પક્ષી માટે ચણ અને પાણી વવ્યવસ્થા કરવી આમ આટલા પ્રકાર ના અમાસ તિથિ ના દિવસે કરી શકાય છે.
6) અમાસ તિથિ પિતૃઓને અપણૅ છે આ દિવસે ઘરમાં પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. ધૂપ કરવા માટે સવારે, કે બપોર કે પછી સંઘ્યાનો સમય સૌથી ઉત્તમ રહે છે. તેમાં પણ બપોર અથવા સંઘ્યા સમયે ગાયના ગોબર ના છાણા અથવા અત્યારના સમયમાં કોલસા ઉપર ગુગળ મુકીને ઘુપ કરો અને પછી ધૂમાડો નીકળતો બંધ થઈ જાય, ત્યારે બળતા છાણા અથવા કોલસા ઉપર ગોળ અને ઘીથી ધૂપ આપવું જોઈએ. આ દિવસે પિતૃઓ પૃથ્વી પર વાયુ વેગે આવે છે આ દરમિયાન પિતૃઓનું ધ્યાન ઘરતા રહેવું મનમાં ઓમ પિતૃભ્યૌ નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય જાપ કરવો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ
7) આ દિવસે ઘરે ખીર બનાવો અને પિતૃઓને પ્રસાદ તરીકે અપણૅ અને ઘરનાં સવૅ સભ્યો સાથે મળીને ભોજન કરો આમ કરવાથી પણ પિતૃઓ તૃપ્ત થાય છે
8) અમાસ તિથિ ના દિવસે ભગવાન શિવને કોઈ શિવાલયમાં જઈને શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ તથા ચાંદીના લોટાથી કાચુ દૂધ ચઢાવો અને સાથે સાથે શિવ પંચઅક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. તે પછી શુદ્ધ જળ ચઢાવો. શિવલિંગનો ચંદન ચોખા, બીલીપાન, ધતૂરો, ફળ-ફૂલ ચઢાવો. ભગવાનને મીઠાઈનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પછી પ્રદક્ષિણા કરીને એક માળા ઓમ નમઃ શિવાય ની કરો.
9) આ અમાવસ્યા ના દિવસે સવારે પીપળા વૃક્ષ પર દૂધ જળ ને મિશ્ર કરીને ચડાવું સાથે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરવા. અને સંધ્યા સમયે સરસવ ના તેલ નો ચૌમુખ વાળો દિવો કરવો. આ સમયે ઓમ પિતૃભ્યૌ નમઃ મંત્ર જાપ પણ કરી શકો છો.
અમાસ ના દિવસે શું ના કરવું?
1) અમાસ તિથિ ના દિવસે તમે વ્રત કરો કે ના કરો પણ કંઈ પણ નશીલા પદાર્થો સેવન કે કોઈ વસ્તુ નશો ના કરો.
2) અમાસ ના દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
3) અમાસ ના દિવસે ધરમાં કે બહાર નાના મોટા ની ઉપર કોધ ના કરવો
4) અમાસ ના દિવસે માંસ મદિર નું સેવન ના કરવું
5) અમાસ ના દિવસે પારકા એટલે બીજા નું અન્ન ના ખાવ. ધરે બનાવીને જમો.
દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે