શનિવાર, 25 ફેબ્રુઆરી, 2023

શ્રી હનુમાનજી નો આ સ્તોત્ર નો પાઠ કરવાથી બ્રહ્મરાક્ષસ, પિશાચગણો, ભૂતો દૂર થાય છે | Hamuman Stotra Gujarati Lyrics | Okhaharan

શ્રી હનુમાનજી નો આ સ્તોત્ર નો પાઠ કરવાથી  બ્રહ્મરાક્ષસ, પિશાચગણો, ભૂતો દૂર થાય છે |  Hamuman Stotra Gujarati Lyrics | Okhaharan

hamuman-stotra-gujarati-lyrics
hamuman-stotra-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે પાઠ કરીશું સવૅ કષ્ટ દૂર કરનારો શ્રી હનુમાન સ્ત્રોત ગુજરાતી અથૅ સહિત. 

 શ્રીરામ ની આ જપમાળા જાપ કરવાથી આધિ વ્યાધિ ઉપાધિને પાપ તાપ ટળી જાય ગુજરાતીમાં અહી ક્લિક કરો.   


આ હનુમાન સ્ત્રોત ના રચયિતા શ્રી શતાનંદ રચિત છે આ સ્ત્રોત શનિવાર કે મંગળવારે પ્રાતઃકાળે અનુષ્ઠાન કરવું આ સ્ત્રોત દિવસ દરમિયાન 11 વખત પાઠ કરવો. આ સ્ત્રોત ના પ્રભાવ થી તમામ પ્રકાર ના ભય , ક્લેશ, રોગ નાશ પામે છે. રોગ ધરના દરવાજા સુધી આવતો નથી  અને જો હોય તો તે પણ ભાગી જાય છે.ધંધા રોજગાર માં બરકત આવે છે. વેપાર ધંધો ધમાકેદાર ચાલે છે. ધરમાં કોઈ નું અપમૃત્યુ થતું નથી. હવે આપણે આ સ્ત્રોત નું પાઠ કરીયે


શ્રી હનુમાન સ્ત્રોત  
શ્રી સીયાવર રામચંદ્ર ભગવાન ની જય
ૐ હનુમંતે નમઃ
નીતિપ્રવીણ નિગમાગમ શાસ્ત્રબુદ્ધે ।
રાજાધિરાજ રઘુનાયક મંત્રિવર્ય ।
સિંદૂર ચર્ચિત કલેવર નૈષ્ઠિકેન્દ્ર
શ્રી રામદૂત હનુમન્ હર સંકટ મે ॥ ૧ ॥

અર્થ : રાજનીતિમાં પ્રવીણ, વૈદાદિક શાસ્ત્રોમાં પારંગત, રઘુકુળનાયક શ્રી રામચંદ્રજીના મંત્રી, સિંદૂર અર્ધેલા શરીરવાળા અને નૈષ્ઠિક બ્રહ્મચારીઓમાં શ્રેષ્ઠ એવા હે રામદૂત હનુમાનજી ! તમે મારા કષ્ટને દૂર કરો. ॥ ૧ ॥

સીતા નિમિત્ત જરદૂત્તમ ભૂરિ કષ્ટ,
 પ્રોત્સારણૈકક સહાય હતાસ્ત્રપૌધ ।
 નિર્દગ્ધયાતુપતિહાટક રાજધાને,
શ્રી રામદૂત હનુમન્ હર સંકટ મે ॥ ૨ ॥

અર્થ : સીતાહરણથી શ્રી રામચંદ્રજીને ઊપજેલા મહાન કષ્ટને દૂર કરવામાં મુખ્ય સહાયક; અનેક અસુરોનો નાશ કરનારા અને સોનાની રાજધાની લંકાને બાળી દેનારા, એવા હે રામદૂત હનુમાનજી ! તમે મારા કષ્ટને દૂર કરો. ॥ ૨ ॥ 

હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે અહી ક્લિક કરો.  

દુર્વાર્ય રાવણ વિસર્જિત શક્તિઘાત,
કંઠાસુલક્ષ્મ સુખા હ્યત જીવવલ્લે ।
 દ્રોણાચલાનયન નંદ્રિત રામપક્ષ
શ્રી રામદૂત હનુમન્ હર સંકટ મે ॥ ૩ ॥

 અર્થ : રાવણે છોડેલી ભયંકર મારણશક્તિથી મૂર્છિત થયેલા લક્ષ્મણજીને સુખી ક૨વા, દ્રોણાચળ સહિત સંજીવની વેલ લાવી આપી, રામચંદ્રજીના પક્ષવાળા સહુને આનંદ પમાડનારા, હે રામદૂત હનુમાનજી ! તમે મારા કષ્ટને દૂર કરો. ॥ ૩॥

રામાગમોકિત તરિતારિત બંધ્વયોગ,
દુઃખાબ્ધિ મગ્ન ભરતાર્પિત પારિબર્હ ।
રામમંત્રિ પદ્મ મધુપીભવં દત્તરાત્મન્,
શ્રી રામદૂત હનુમન્ હર સંકટ મે ॥ ૪ ॥

અર્થ : રામચંદ્રજીના આગમનના સમાચાર કહેવા રૂપી નૌકા દ્વારા બંધુવિયોગના દુઃખ-દરિયામાંથી ભરતજીનો ઉદ્વાર કરી, પહેરામણી મેળવનાર અને રામચંદ્રજીનાં ચરણકમળમાં જ ભમરાની માફક આસકૃત રહેનારા, એવા હે રામદૂત હનુમાનજી ! તમે મારા કષ્ટને દૂર કરો. ॥ ૪ ॥દાન્તાત્મ કેસરિ મહાકપિરાર્ તદીય
ભાર્યાજની પુરુ તપઃફલ પુત્રભાવ ।
 તાક્ષ્યૌપમોચિતવપુર્બલ તીવ્રવેગ
 શ્રી રામદૂત હનુમન્ હર સંકટ મે ॥ ૫ ॥

અર્થ : મહાકપિયરાજ કેસરી અને તેમનાં પત્ની અંજનીના દેહદમન તથા તીવ્ર તપના ફળરૂપે, પુત્રભાવને પામેલા અને શરીરબળ તથા તીવ્ર વેગમાં ગરુડ જેવા, હે રામદૂત હનુમાનજી ! તમે મારા કંષ્ટને દૂર કરો. ॥ ૫ ॥

નાના ભિચારિક વિસૃષ્ટ સવીર કૃત્યા,
 વિદ્રાવણારુણં સમીક્ષણ-દુપ્રધષ્ય |
સાથે રોગધ્ન સત્સુતદ વિત્તદ મંત્રજાપ,
 શ્રી રામદૂત હનુમન્ હર સંકટ મે ॥ ૬ ॥

 અર્થ : બહુ પ્રકારના અભિચારકોએ પ્રેરેલી, વીર સહિત ભયંકર કૃત્યાઓને લાલ નેત્રોની દૅષ્ટિમાત્રથી જ નસાડી મૂકનારા અને જેનો મંત્ર જપવાથી દર્દ દૂર થાય છે, સુપુત્રની પ્રાપ્તિ થાય છે તેમ જ ધનસંપત્તિ મળે છે, એવા હે રામદૂત હનુમાનજી ! તમે મારા કષ્ટને દૂર કરો.

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે અહી ક્લિક કરો.  

યજ્ઞામઘેય પદક શ્રુતિ માત્રતો પિ,
 યે બ્રહ્મરાક્ષસ પિશાચ ગણાશ્ચ ભૂતાઃ ।
તે મારિકાશ્ચ સભયં હ્યપયન્તિ સત્વ,
 શ્રી રામદૂત હનુમન્ હર સંકટ મે ॥ ૭ ॥

અર્થ : જેના નામનો એક અક્ષર માત્ર સાંભળવાથી બ્રહ્મરાક્ષસ, પિશાચગણો, ભૂતો અને મરકી, ભય પામીને પલાયન થઇ જાય છે. એવા આપ હે શ્રી રામદૂત હનુમાનજી ! તમે મારા કષ્ટને દૂર કરો. ॥ ૭ |

ત્વ ભક્ત માનસ સમીપ્સિત પૂર્તિ શકતો,
 દીનસ્ય દુર્મદ સપત્ન ભયાર્તિ ભાજઃ ।
ઇષ્ટં મમાપિ પરિપૂરય પૂર્ણકામ,
શ્રી રામદૂત હનુમન્ હર સંકટ મે ॥ ૮ ॥

અર્થ : : તમે ભક્તોના મનોરથો પૂર્ણ કરવા સમર્થ છો, માટે દુષ્ટ મદવાળા શત્રુઓના ભય થકી મુકાવારૂપ, દીન એવા મારું પણ ઇચ્છિત શુભ પૂર્ણ કરી, પૂર્ણકામ એવા હે રામદૂત હનુમાનજી ! તમે મારું કષ્ટ દૂર કરો. II ૮ ॥ઇતિશ્રી શતાનંદ મુનિ વિરચિતં શ્રી હનુમત્ત્તોત્રં સમાપ્તમ્ ।

 

 હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.