રવિવાર, 21 માર્ચ, 2021

21 માચૅ થી હોળાષ્ટક પ્રારંભ હોળીનું પ્રાગટ્ય અને મહિમા હોળી પ્રાગટય પૂજનઃસમય હોળીની ધજા અને જ્વાળાની દિશા દ્વારા શુભ ફળ - Holi Dahan Okhaharan

 21 માચૅ થી હોળાષ્ટક પ્રારંભ હોળીનું પ્રાગટ્ય અને મહિમા હોળી પ્રાગટય પૂજનઃસમય  હોળીની ધજા અને જ્વાળાની દિશા દ્વારા શુભ ફળ - Holi Dahan Okhaharan 

story-holika-dahan-2021-date
story-holika-dahan-2021-date

 

હોળાષ્ટક પ્રારંભ

રવિવાર, 21 માર્ચથી હોળાષ્ટક શરૂ થઇ રહ્યા છે, જે હોળિકા દહન પતે નહી ત્યાં સુધી રહેશે. હોળાષ્ટકનો હોળી દહન ના સમયે પતે છે એટલે 28 માચૅ સાજે પૂર્ણ થશે. આ આઠ દિવસ શુભ કામ કરવામાં આવતા નથી. હોળાષ્ટકના સમયે બધા ગ્રહ અશુભ સ્થિતિમાં રહે છે, આ કારણે આ દિવસોમાં શુભ કામ કરવાથી ના કરવા જોઇએ.

આ અંગે ધાર્મિક માન્યતા છે કે અસુરોના રાજા હિરણ્યકશ્યપે ફાગણ મહિનાના સુદ પક્ષની આઠમ તિથિથી જ પ્રહલાદને મારવા માટે ઘણા પ્રયતનો શરૂ કરી દીધા હતાં. આઠ દિવસ સુધી આપવામાં દુઃખ સહન કર્યા પછી ફાગણ મહિનાની પૂનમના દિવસે હિરણ્યકશ્યપે બહેન  હોલિકા સાથે પ્રહલાદને અગ્નિમાં બેસાડી ને મારી નાખવાનો પ્રયત્ન કરવા માં આવ્યો હતો. હોળીના પહેલાંના આઠ દિવસ સુધી ભક્ત પ્રહલાદે જે અત્યાચાર સહન કર્યા હતાં, આ કારણે હોળાષ્ટકમાં શુભ કામ કરવાની મનાઈ છે.


હોળાષ્ટકના દિવસોમાં ખાસ પુજન મંત્રો પોતાના આરાધ્ય દેવના અથવા તેમના નામનો જાપ કરવો જોઇએ. ખાસ કરીને જગત ના પાલન હાર શ્રી વિષ્ણુ ભગવાન પૂજા-પાઠ કરો. રોજ સવારે જલ્દી જાગો અને થોડીવાર માટે ધ્યાન કરો. આવું કરવાથી મનના નકારાત્મક વિચાર દૂર થાય છે અને પોઝિટિવિટી વધે છે. હોળાષ્ટકના દિવસોમાં નકારાત્મકતા રહેશે તો તેની વધારે ખરાબ અસર આપણાં જીવન ઉપર થઇ શકે છે. એટલે વિચારોને પોઝિટિવ જાળવી રાખવાં.

હોળાષ્ટકના દિવસોમાં ખાસ દાન કરો કોઇ ગૌશાળામાં ગાયને ઘાસ ખવડાવવું અને ધનનું દાન કરવું. જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરો. આ દિવસોમાં ધાર્મિક કાર્યોમાં મન લાગશે તો અશાંતિ દૂર થઇ શકે છે.


હોળી પ્રાગટ્ય અને મહિમા

અસુરરાજ હિરણ્યકશ્યના બહેન હોલિકાને વરદાનમાં  તેને  સુરક્ષા કવચ પ્રદાન કરે જે આગ, અસ્ત્ર, સામે રક્ષણ મળે, આ વરદાનનો લાભ અસુરરાજ હિરણ્યકશ્યપે લીધો, તેને જોયું કે અસય દુઃખ આપવા છતાં પ્રહલાદ વિષ્ણુ ભક્તિ છોડી નહીં અને તેના કારણે તેની હત્યા કરવાનો નિર્ણય લીધો, જેમાં લાકડાના ઠગલા ઉપર હોલિકા વરદાનરૂપી વસ્ત્ર ઓઢી અને પ્રહલાદને ખોળામાં બેસાડી સળગાવી દેવો પરંતુ હોળીની જ્વાળા પવનના વેગથી હોલિકાનું વરદાનરૂપી વસ્ત્ર ઉડી ગયું, અને હોલિકા ભસ્મ થઈ અને પ્રહલાદનો બચાવ થયો જેના કારણે હોળી પ્રાગટ્ય મનાવવામાં આવે છે.

અસુરરાજ હિરણ્યકશ્યપની બહેન હોલિકાના દહનથી નકારાત્મક વૃત્તિ નાશ થઈ જેના કારણે માનવ પોતાનામાં રહેલા અવગુણ, અહમ, અનાદરવૃત્તિ, ઈર્ષા, વેર, વગેરે જેવી નકારાત્મકવૃત્તિનો જીવનમાંથી નાશ થાય અને જીવન કલેશમુક્ત થાય તે હેતુથી હોળી પ્રાગટ્ય કરવાનો એક મહિમા પણ છે.


હોળી પ્રાગટય પૂજન

તા. 28/03/2021 રવિવાર સાંજે 6:50 થી 7:35


હોળીની ધજા અને જ્વાળાની દિશા દ્વારા શુભ ફળ

સામાન્ય રીતે હોળીનું પૂજન કંકુ, ચોખા કોઈ પ્રસાદી રૂપી વસ્તુ હોળી જ્વાળામાં પૂજન અર્થે મુકાય છે અને જલધારા વડે પ્રદાક્ષિણા ફરાય છે. હોળી પ્રાગટ્ય ભદ્રા રહિત કરણમાં કરાય ભદ્રા એટલે વિષ્ટિ, જો ભદ્રાના સમયમાં પ્રાગટ્ય થાય તો તે પ્રાંત માટે અશુભ ફળ મળે તેવુ પણ જાણવા મળે છે.

હોળીની જ્વાળા કઇ દિશા તરફ જાય છે કે ઉપર આકાશ તરફ જાય છે તે મુજબ તેના ફળ મળતા હોય છે, જેમકે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય વગેરે પરથી શુભાશુભ બાબત તે વર્ષ પૂરતું જણાતું હોય છે. જેમાં ગરમી, વરસાદ, દુકાળ, પૂર, રોગચાળો, મોંઘવારી, દુર્ઘટના, શુભાશુભ બનાવો જેતે પ્રાંત/વિસ્તાર બાબતે કેટલાક લોકો વરતારો કાઢતા હોય છે. હોળી અંગે ઘણા પ્રાંતમાં અલગ મહિમા પણ કેટલીક પ્રથા/માન્યતા મુજબ જોવા મળે છે.

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો 

દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો

 

Shiv-Mahimna-Stotra-Gujarati-Lyrics 

 

Shivratri 2021 

Shiv Mantra Gujarati