શ્રી રામ ના 52 ગુણ કરવાથી બાવની સાંભળવા માત્રથી તાપ ત્રિવિધ તનમનના દૂર થાય | Shree Ram Bavni Gujarati Lyrics | Okhaharan
Shree-Ram-Bavni-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું રી રામ ના 52 ગુણ કરવાથી બાવની સાંભળવા માત્રથી તાપ ત્રિવિધ તનમનના દૂર થાય
હનુમાનજી ના આ 5 મંત્ર હંમેશા કૃપા રહેશે અહી ક્લિક કરો.
શ્રી રામ બાવની
મર્યાદા પુરુષોત્તમ દેવ
જા૫ જપે તેના મહાદેવ ,
શ્રી રામ જય રામ જય જય રામ
શ્રી રામ જય રામ જય જય રામ .
વધ્યો જ્યારે ભૂમિ ભાર
પ્રગટ થયા પ્રભુ તેણી વાર
અયોધ્યા નગરી મોઝાર ,
દશરથ કૌશલ્યાના બાળ .
અનેક કારણ ભેગા થયા ,
રામજી ત્યારે પ્રગટ થયા .
સૌના દિલમાં આનંદ થાય
દુષ્ટો કંપે છે કાય .
જે જેવો તેવા રામ દેખાય
ભક્તોને પ્રભુ ને દુષ્ટોને યમરાય .
મર્યાદાની મૂર્તિ એક
વળી રાખે મનમાં વિવેક .
હૈયામાં રાખે એ ધીર ,
બોલો જય જય જય રઘુવીર .
વડીલ કેર આજ્ઞા પાળે ,
મા - બાપની આંતરડી ઠારે .
શીખવે રામ જગતને એમ ,
જગતમાં રહેવાનું કેમ .
સૌના દિલને આનંદ કરે
બાળલીલાઓ બહુ કરે .
વિશ્વામિત્ર આવે ત્યાં ,
રામજીને એ તો લઈ જાય .
દુષ્ટો નો કરતા સંહાર ,
યજ્ઞ ૨ક્ષે છે બે બાળ .
રામની સાથે લક્ષ્મણ વીર ,
બોલો જય જય જય રઘુવીર
. જનકપુરીમાં સ્વયંવર થાય ,
ગુરુજી સાથે રામજી જાય .
ચરણરજ શલ્યાને અડે
શલ્યા મટી એ અહલ્યા બને
ધનુષભંગ કરી એ સીતા વરે
પરશુરામનો ગર્વ ટળે .
ત્યાંથી અવધ એ પાછા જાય
માનવની લીલાઓ કરાય .
કાલે રામજી રાજા થાય
જાણી સૌ દિલમાં હરખાય .
આંખમાં આવે હર્ષના નીર
બોલો જય જય જય રઘુવીર
મંથરાએ જ્યાં વાત કરી
કૈકેયીની ત્યાં બુદ્ધિ ફરી .
માગે આગળના વરદાન
રાજ ભરતને વનમાં રામ .
દશરથને દિલમાં આઘાત
ભાન ભૂલે ને પડે ચોપાટ
રામસીતા લક્ષ્મણ વનમાં જાય,
ભરત શત્રુઘ્ને મોસાળ માંય .
દશરથને ત્યાં શ્રાપ નડે
દશરથ પુત્ર વિયોગે મરે .
વનમાં પડતું કષ્ટ અપાર,
છતાં નથી મનમાં દુ:ખ લગાર .
ગુહ ઉતારે ગંગા તીર
બોલો જય જય જય રઘુવીર .
રામને તેડવા ભરત જાય
પાવડી લઈને પાછો જાય .
ત્યાં એક વિપત્તી આવી નડી ,
આવ્યો મારીચ મૃગરૂપ ધરી .
બાણે ગયો મારીચ મરી
રાવણ માતને ગયો હરી .
જટાયું અધમૂવો મળે ,
અગ્નિસંસ્કાર રામ કરે
દશરથને ના મળે જે લાભ
મળે જટાયુને એ લાભ .
વધારે ભકત તણો મહિમાય
, પોતે બની જઈને નાનાય .
શબરીબાઈની મહેનત ફળી
એંઠા બોર આરોગ્યા હરિ .
ઊંચનીચનો ના રાખે ભેદ ,
વળી નથી મનમાંહી ખેદ .
હનુમાન સુગ્રીવ મેળાપ થાય
વાલીનો ત્યાં વધ કરાય .
હનુમાન માતની શોધ કરે
શિવનું પૂજન રામ કરે
બતાવે છે આ અભિષેક
રામ ને શિવજી બન્ને એક .
શિવ પૂજન સમુદ્ર તીર
બોલો જય જય જય રઘુવીર .
ખીસકોલીએ મહેનત કરી
રામજીએ સ્વીકાર કરી
દેખાડે છે આ વિવેક ,
રામની નજરે સઘળા એક .
સેતુ બાંધી લંકા જાય
રાવણનો ત્યાં વધ કરાય
વિભીષણ ત્યાં રાજ રામ કરે
રામ સીતાજી અવધ ફરે.
રૂડી રીત રાજ્ય થા
પશુ પંખીનો ન્યાય કરાય .
ધોબી કેરી સૂણી વાત ,
સીતાને દીધો વનવાસ .
જીવતો બ્રાહ્મણ પુત્ર ' કરે
યજ્ઞ અશ્વમેધ કરે .
દાનવ કેરો કરી સંહાર ,
ભકતોની કીધી છે વ્હાર .
વાર્ણન શું હું કરું કિરતાર
મૂઢમતી હું બાળ ગમાર .
કામ ક્રોધ લોભને મારો તીર
બોલો જય જય જય રઘુવીર .
રામબાવની જે કોઈ ગાય
પુનીત પાવન તે થઈ જય .
તાપ ત્રિવિધ તનમનનાં જાય
અંતે રામજી રૂ૫ થઈ જાય .
શ્રી રામ ની આ સ્તુતિ કરવાથી રામ હંમેશા મનમાં રહે છે
પાપમોચિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ અહી ક્લિક કરો.
શનિદેવની આ સ્તુતિ કરી લેજો સાડાસાતી અને ક્રુર પ્રભાવ ઓછો થશે
શનિવારે સાભળો અભયદાતા શ્રી હનુમાનજી નું ચરિત્ર
આજે શનિવારે સાંભળો શ્રીહનુમાન વડવાનલ સ્તોત્ર પાઠ | Hanuman Vadvanal Stotra With Gujarati Lyrics |
હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics
રાજા દશરથ કેમ શનિદેવ નો અંત કરવા ગયા પછી શું થયું?
શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો.
દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.
વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ નો આવો થાય છે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇