આજે ભાનું સપ્તમી દિવસે રાંદલ માનો આ પાઠ કરો | Randal Mana Sortha Gujarati Lyrics | Okhaharan
Randal-Man-Sortha-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ભાનું સપ્તમી પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી રાંદલ માના સોરઠા પાઠ.
રવિવાર ભાનુ સપ્તમી ખાસ સંયોગ ના દિવસે કરો સૂર્ય દેવ નો આ સ્ત્રોત કરવાથી કોઢ જેવા ભયંકર રોગ નથી થતા
શ્રી રાંદલ માના સોરઠા
રુદીએ સમરુ રાંદલ પૂરે પરચા પ્રગટ
સમરથ દેવ સગત દડવે દેવી રન્નાદે
રણમાં નાખ્યો માંડવો રાંદલ દૈત્યોને દળા
ભૂજ વિસ્તારથી ભળા રવિ થંભાવ્યો રાંદલે
અનધન લક્ષ્મી પુત્ર દઈ પ્રગટ દેવી પૂજાય
જુગત દડવે જાય માતા રાંદલ માનવી
રાંદર રેજો સાય દે પ્રસન્ન રે જો સદા
સાયતા કરજો સેવકની રાખજો માં લાજ
સાચા દિલથી રન્નાદે જપે સેવક જાપ
આવજો આપો આપ સમરુ ત્યારે સંજ્ઞા
ભોળા મનથી ભજું તમને વડવા માઈ
બુદ્ધિ આપો આઈ સૂરજ સાખે રન્નાદે
દડવે દેવી રાંદલ માં કવિએ કર્યો કાવ્ય
દિવસ ઊગે ને દેવી લાખેણી મોજું લાવ્ય
રથ લઈ વહેલો આવજે તું માડવરો વીર
ભક્તની ભાંગવા ભીડ રાંદલ રણમાં માવડી
ધન દૌલત ને આપતા સ્વગૅની સવળી દેવી
પારણું બંધાવે એવી રાંદલ માતા એક તું
રાંદલ ભક્તિ ભાવથી ગુણ ગાન બળવંત
મનની મોજ મળંત દડવે જાતા માનવી
બોલીયે શ્રી રાંદલ માતાની જય
શ્રી રાદંલ માં ધામ દડવા | પ્રાસંગિક કથા | Randal Maa| Story | Katha| 2021 |
રવિવાર શ્રી રાંદલ માતાજી ની પૌરાણિક કથા, વ્રત વિધી
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇