ઘનતેરસ લક્ષ્મી પુજન વિઘિ | કોનું કોનું પુજન કરવું ? | Dhanteras Pujan Lakshmi Pujan | Dhanteras 2023 | Okhaharan
Dhanteras-Date-Time-2022-Dhanteras-Pujan-Vidhi |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આસો માસના વદ પક્ષ ની દિવાળી ના તહેવારમાં આવતી ઘનતેરસ વિશે સંપૂણૅ માહિતી. ઘનતેરસ ક્યારે છે? કોનું કોનું પુજન કરવું ? પુજન કેવી રીતે કરવું? તે બઘું લેખમાં જાણીશું.
જય શ્રી કૃષ્ણ આસો માસના વદ પક્ષની એકાદશી શરૂ થતાં દિવાળી ના તહેવાર શરૂ થઈ ને લાભ પાંચમ સુઘી નવા વષૅ ના તહેવાર ચાલુ રહે છે. આસો માસની વદ પક્ષની તેરસ તિથિ ને ઘનતેરસ કહે છે. ઘનતેરસ ના દિવસે શ્રી ગણેશ, શ્રી સરસ્વતી માં, કુબેર દેવતા, ઘન્વતંરી દેવ અને યમરાજા ની પુજન કરવામા આવે છે.
ધનતેરસ પૂજન સામગ્રી
પાન, અખ્તર , દૂધ , દહીં, ઘી, મધ, ખાંડ સંકાળ , ધુપ, કપૂર , નારિયેળ, સોપારી , કંકુ, નાડાછડી, લાલ વસ્ત્ર , સુકો માવો , ગંગાજળ, ફળ , લક્ષ્મીજી ફોટો કે મ્રુતિ , સિંદૂર , ગણેશજીની પ્રતિમા , સરસ્વતી ફોટો શક્ય હોય તો ત્રણેય અથવા શ્રી લક્ષ્મીજી નો હોય તો પણ ચાલે, ફુલ , લક્ષ્મી કમળ , મીઠાઈ , તુલસી, મુખવાસ માટે તજ, લવિંગ, ચોખા, ઘંઉ, મગ.
સૌપ્રથમ શ્રી ગણેશ નું ધ્યાન ઘરો એક બાજટ પર લાલ રંગ વસ્ત્ર પાથરી, એક બાજુ થોડાક ઘંઉ અને ગોળ મુકો. બાજટ પર કળશ ની અંદર શુદ્દ જળ લો . બાજટ પર ઉપર માતા લક્ષ્મી, અને સાથે શ્રી ગણેશ , સરસ્વતી અથવા નારાયણ હોય તો સારૂ. અને મ્રુતિ હોય તો મુકો. તેની ગંગાજળ વડે સ્વસ્છ કરો અને સાફ વસ્ત્ર વડે નુખી નાખો. જો ભગવાન મ્રુતિ હોય તો ઉપર શુદ્ધ જળ ચઢાવવું અને પછી પંચામૃતથી સ્નાન કરાવો સાથે શ્રી સુક્તમ નો પાઠ એકવાર જરૂર કરો વઘારે કરો તો પણ ચાલે. ત્યાર બાદ ફુલ હાર , અબિલ , ગુલાલ, ચડાવો. વસ્ત્ર એટલે ચુદંડી કે નાડાછડી નું વસ્ત્ર બનાવીને અપણૅ કરો. પછી એક બાજુ ઘંઉ , ચોખા અને મગ મુકો, પ્રસાદ અપણૅ કરો. આરતી કરો અને મુખવાસ લવિંગ, તજ, વગેરે મુકો. પછી શ્રી ફળ માં ને અપણૅ કરો અને આનું શુભ ફળ તથા સવૅ મનોકામના કહો. પછી તેમ જે રીતે દર ધનતેરસ ધન ધોતા હોવ એ રીતે કરો અને તમે નથી જાણાતા તો જાણી લો.
એક નાના કાસા વાસંણમાં શુધ્ધ જળ, બીજામાં પંચામૃત, ત્રીજામાં શુધ્ધ જળ આમ ત્રણેય માં તમારી સોના ચાંદીની વસ્તુ અથવા તમે જે પુજન ઉપયોગ કરતાં હોવ ધોવો. ત્યાર બાદ અબીલ ગુલાલ કંકુ, ફુલ હાર તેને ચડાવો. સાથે શ્રી કુબેર અને શ્રી ધંન્વતરી નું પણ પુજન કરો.
આ પછી ચોમુખી દિવો તમારા ઉંમરા પર શ્રી યમદેવતા માટે પુજન કરો દિવો મુકતા સમયે તમારું મુખ દક્ષિણા દિશામાં રાખો. અને મંદિર, તુલસી, ગૌશાળા વગેરે જગ્યા એક દિપ દાન જરૂર કરો.
આ પછી બીલીના વૃક્ષ નું પુજન કરવાનું અનેક ઘણું મહત્વ છે કારણકે શિવપુરાણ અનુસાર બીલીવૃક્ષમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.બીલીવૃક્ષ ની પણ ઉપર જાણવ્યાં મુજબ પંચામૃત, જળ, અબીલ ગુલાલ ફુલ હાર થી પુજન કરો અને શ્રી સુક્તમ નો પાઠ જરૂર કરો.
આ વષૅ તેરસ તિથિ પ્રારંભ 10 નવેમ્બર 2023 શુક્રવાર બપોરે 12:35 મિનિટે શરૂ થાય
તેરસ તિથિ સમાપ્ત 11 નવેમ્બર 2023 શનિવાર બપોરે 1:57 મિનિટે પતે છે .
માતા લક્ષ્મી પુજન નું સંઘ્યા સમયે માહાત્મ્ય વઘારે હોય છે માટે શુક્રવાર ના રોજ
10 નવેમ્બર 2023 શુક્રવાર ધનતેરસના શ્રી મહાલક્ષ્મી પુજન છે.
ધનતેરસના પુજન મુહૂર્ત 2023 અહી ક્લિક કરો.
10 નવેમ્બર 2023 શુક્રવાર પ્રદોષ કાળ મુજબ પુજન
સાંજે 5:56 થી 7:39
ચોઘડિયા અનુસાર સમય
બપોરે 12:36 થી 1:39
સાંજે 4:37 થી 6:00
રાત્રે 9:13 થી 10:50
ઘનતેરસ દિવસ ના મંત્ર જાપ
ૐ ઐ હ્રીં શ્રીં ક્લીં સૌ મહાલક્ષ્મૈ નમઃ
ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ૐ મહાલક્ષ્મયૈ નમઃ|
ૐ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ| તન્નૌલક્ષ્મી: પ્રચોદયાત ||
ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्ट-लक्ष्मी मम गृहे धनं पुरय पुरय नमः॥
ॐ श्रीं ह्रीं क्लीं श्रीं क्लीं वित्तेश्वराय नमः॥
એકમાળા જરૂર કરવી માતા લક્ષ્મી કૃપા હંમેશા રહે છે.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો