જેઠ અમાસ ના શુભ દિવસે આ જગ્યાએ એક દિવો પ્રગટાવી લેજો બધાજ દુ:ખોનો અંત આવી જશે | Jeth Amavasya 2025 Gujarati Ma | Okhaharan
 |
jeth-amavasya-2025-gujarati-ma |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ આપણા હિન્દું શાસ્ત્રોમાં જેટલું મહત્વ પુનમનું હોય છે એટલું જ મહત્વ અમાસનું પણ હોય છે અમાસનો દિવસ જ્યોતિષશાસ્ત્ર તથા પુરાણોમાં વિવિધ ઉપાયો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે સાથે જ અમાસથી જોડાયેલા શાસ્ત્રોના લખેલા કેટલાક નિમ્નલિખિત નિયમોનું પાલન પણ અવશ્ય કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે અમાસના દિવસે નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ખુબ વઘારે હોય છે. હિન્દુ ધર્મમાં જેઠ અમાસને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે આ વર્ષે 25 જૂન 2025 બુઘવાર ના દિવસે જેઠ મહિનાની અમાસ તિથિ છે શાસ્ત્રો અનુસાર અમાસ તિથિ પિતૃઓને સમર્પિત હોય છે આ દિવસે પિતૃઓની આત્માને તૃપ્તિ માટે તર્પણ તથા પિંડદાન જેવા કાર્યો કરવામાં આવે છે તો ચાલો જાણીએ કે અમાસના દિવસે શું કરવું તથા શું ના કરવું જોઈએ તે જાણીયે.
સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો.
અમાસના દિવસે આ ત્રણ કાર્યો તો ભૂલથી પણ ન કરવા જોઈએ અમાસના દિવસે માસ મદિરાનું સેવન ન કરવું જોઈએ ,આ દિવસે સાત્વિક ભોજન જ કરવું જોઈએ કેટલાક લોકો ખોટી જાણકારીના લીધે અમાસના દિવસે માસનું સેવન કરતા હોય છે પરંતુ આ દિવસે કોઈપણ પ્રાણીના પ્રાણ લેવામાં મોટામાં મોટું પાપ માનવામાં આવે છે આ દિવસે માસનું સેવન કરવાથી નકારાત્મક શક્તિઓ તમારા ઉપર હાવી થઈ શકે છે
અમાસના દિવસે ઘરમાં ગંદકી ન રાખવી જોઈએ આ દિવસે મીઠાવાળા પાણીથી ઘરમાં પોતું અવશ્ય કરવું જોઈએ એનાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરતી નથી અને ઘરમાંથી સંપૂર્ણ નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અમાસના દિવસે ઘરમાં અથવા ઘરની બહાર થૂકવું ન જોઈએ શાસ્ત્રોમાં કહ્યું છે કે થૂકવાથી ઘરમાં ખરાબ શક્તિઓને ઘરમાં આવવાનું આમંત્રણ આપ્યું કહેવાય છે તેથી આ દિવસે ઘરની અંદર કે ઘરના મુખ્ય દરવાજાની આજુબાજુ ક્યાય જગ્યાએ થૂકવું અશુભ માનવામાં આવે છે અમાસના દિવસે બાલ અને નખ પણ નકા કાપવા જોઈએ આ પણ અશુભ માનવામાં આવે છે આ દિવસે નખ અને વાળ કાપવાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ તમારા ઉપર થઈ શકે છે શાસ્ત્રો અનુસાર અમાસના દિવસે કોઈપણ મનુષ્યને શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ અમાસના દિવસે શારીરિક સંબંધ બનાવવાથી તેના નકારાત્મક પરિણામો ભોગવવા પડી શકે છે તેનાથી જન્મ લેનારી સંતાનને ખૂબ જ કષ્ટ ભોગવવું પડે છે તો હવે આપણે જાણીશું અમાસના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ.
શાસ્ત્રો અનુસાર અમાસના દિવસે સવારે બ્રહ્મમુહરતમાં જાગીને કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. જો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું સંભવ ન હોય તો આ દિવસે ઘરમાં જ પવિત્ર નદીઓનું સ્મરણ કરતાં શુદ્ધ જળથી સ્નાન કરવું જોઈએ. અથવા તો સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ જરૂર આપવું જોઈએ.તેમાં ચપટી લાલ કંકું અને લાલ ફુલ કે ફુલ ની પાદડી મુકો. અમાસના દિવસે સૂર્યદેવને જળ ચડાવવાથી દરિદ્રતાનો નાશ થાય છે.
જેઠ અમાસના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવાનું પણ ખૂબ જ અધિક મહત્વ છે પીપળાના વૃક્ષમાં બધા જ દેવી દેવતાઓનો વાસ હોય છે તથા અમાસના દિવસે બધા જ પિતૃગણ પીપળના વૃક્ષના વૃક્ષમાં નિવાસ કરે તેથી આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા અવશ્ય કરવી જોઈએ એનાથી તમારા જીવનમાં ચાલી રહી સમસ્યાઓથી છુટકારો મળે છે જેઠ અમાસના દિવસે પીપળના વૃક્ષના થળમાં કાચું દૂધ કાળા તલ ગંગાજળ ચોખા વગેરે જેવી શુભ ચીજો અર્પણ કરવી જોઈએ એનાથી પીપળના વૃક્ષમાં નિવાસ કરનારા બધા જ દેવતાગણ તથા પિતૃગણ સંતુષ્ટ થાય છે અને તમને આશીર્વાદ પ્રદાન કરે છે. આપણા શાસ્ત્રોમાં પીપળાના વૃક્ષને દેવ ગણવામાં આવે છે તેથી તેમની પૂજા કરવાથી કરોડો પાપો નષ્ટ થાય છે ખાસ કરીને અમાસના દિવસે પીપળના વૃક્ષમાં દૂધ ચડાવવાથી આપણી અંતરાત્મા શુદ્ધ થાય છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે.
અમાસ ના શ્રી કુબેર ભંડારી મહાદેવ 108 નામ જાપ
અમાસના દિવસે પશુઓની સેવા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે ગાય કુતરા કાગડા વગેરે જેવા પ્રાણી પક્ષીઓની ભોજન કરાવીને તેમને સંતુષ્ટ કરવા જોઈએ એનાથી આપણને પિતૃઓના આશીર્વાદ મળે છે અને પિતૃઓના આશીર્વાદ મળવાથી તમારા કોઈપણ કાર્યમાં કોઈ અડચણ આવતી નથી બધા જ કાર્યોમાં સફળતા જ મળે છે જેઠમાં અમાસના દિવસે એક સરસોનું તેલ ચોપડેલી રોટલી તમારે કાળા કુતરાને જરૂર ખવડાવવી જોઈએ એનાથી શનિની મહાદશાથી મુક્તિ મળે છે શનિદેવ ન્યાયના દેવતા છે એમની ભક્તિ કરનાર ભક્તોને શનિદેવ ક્યારેય નિરાશ નથી કરતા તેથી તમે અમાસના દિવસે કાળા કુતરાને અને ગાયને રોટલી અવશ્ય ખવડાવી જોઈએ એનાથી થી તમારા ધનમાં કેટલાય ધનલાભ થાય છે અને શનિદેવ તમને ઉન્નતિના કેટલાય અવસરો પ્રદાન કરે છે સાથે જ નોકરી ધંધામાં પણ જલ્દી સફળતા પ્રાપ્ત થાય છે જો કોઈ વ્યક્તિ કાળસર્પ દોષથી પીડિત છે તો જેઠ અમાસના દિવસે ચાંદીથી બનેલા નાગ અને નાગિનના જોડાની પૂજા કરવી જોઈએ અને કોઈ પવિત્ર નદીમાંતા પછી તેને પધરાવી દેવા જોઈએ આ ઉપાયથી કાળ સર્પદોષથી તરત જ મુક્તિ મળે છે અને આ કાર્યથી થી તમારા જેટલા પણ કાર્યો અટકેલા છે એ બધા જ પૂરા થવા લાગે છે.
જેઠ અમાસના દિવસે કેસરયુક્ત ખીર બનાવીને માતા લક્ષ્મીને ભોગ ચડાવવો જોઈએ અને એ પછી એ ખીર ઘરની બધી જ મહિલાઓને સેવન કરવું જોઈએ આ ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે પિતૃઓના નામથી ગરીબોને ભોજન કરાવવું જોઈએ અને ગૌમાતાને ખીરનો ભોગ લગાવવો જોઈએ આવ કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે અને પરિવારના સદસ્યોમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે. ઘરમાંથી દરિદ્રતા દૂર કરવા માટે જેઠ અમાસના દિવસે ઉપવાસ રાખીને પીપળના વૃક્ષના થળમાં પાણી જરૂર અર્પણ કરવું જોઈએ અને સાંજે પીપળના થળ પાસે પૂર્વ અને ઉત્તરની મધ્ય દિશામાં એક ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ આવું કરવાથી કર્જ સંબંધિત પરેશાનીઓ દૂર થાય છે અને ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
અમાસના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે તમે કોઈ બીજા દિવસે દાન ન કરો પણ અમાસના દિવસે તમારે દાન જરૂર કરવું જોઈએ આ દિવસે દાન કરવાથી પુણ્ય મળે છે અને બધા જ પાપો નષ્ટ થાય છે. જેઠ અમાસના દિવસે તલ દૂધ અથવા તલથી બનેલા લાડુનું દાન જરૂર કરવું જોઈએ. એનાથી દરિદ્રતા સમાપ્ત થાય છે. જેઠ અમાસના દિવસે ગ્રહોના દુષ્ટ પ્રભાવને ઓછા કરવા માટે તેમનાથી સંબંધિત ચીજોનું દાન પણ અવશ્ય કરવું જોઈએ. જેથી ગ્રહોના ભય સમાપ્ત થાય છે શનિ અને સૂર્ય ગ્રહને મજબૂત કરવા માટે ઘઉં અને કાળા ચણાનું દાન કરવું શુભ માનવામાં આવે છે શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે આ દિવસે સફેદ તલનું દાન કરવું જોઈએ બુધ ગ્રહને મજબૂત કરવા માટે મગનું દાન કરવું જોઈએ અમાસના દિવસે ચોખાનું દાન કરવાથી ચંદ્ર ગ્રહ મજબૂત થાય છે ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે જવનું દાન કરવું જોઈએ અને મંગળ ગ્રહની કૃપા માટે મસૂરની ની દાળનું દાન કરવું જોઈએ આ પ્રકારે તમે આ ચીજોનું દાન કરીને આ સાત ગ્રહોના પ્રભાવને ઓછો કરી શકો છો અને એમની સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો
અમાસની રાત્રે ખાસ કરીને પીપળના વૃક્ષ નીચે એક ચોખા ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ કેમ કે પીપળના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણેયનો વાસ હોય છે અને અમાસના દિવસે પિતૃઓ વાસ કરતા હોય છે તેથી ચોખાઘીનો દીવો પીપળના વૃક્ષ નીચે પ્રગટાવવાથી પિતૃઓ આપણને આશીર્વાદ પ્રદાન કરે છે અને તેમના આશીર્વાદથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને કર્જમાંથી છુટકારો મળે છે તો મિત્રો આ પ્રકારે તમે જેષ્ઠ અમાસના દિવસે આ ઉપાયો કરીને તમે તમારા જીવનમાં સુખ શાંતિ લાવી શકો છો અને દુઃખ દરિદ્રતાને દૂર કરી શકો છો.
અમાસ ના દિવસે કરો ભક્ત વલ્લભ ભટ્ટ રચિત આનંદ નો ગરબો ૧૧૮ છંદ
તમને આ માહિતી પસંદ આવી હશે પસંદ આવી હોય તો આપ મારી સાથે WhatsApp પર જોડાઈ શકો છો નીચે બટન પર ક્લિક કરો. જય શ્રીકૃષ્ણ.

"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે