શુક્રવાર, 27 ઑગસ્ટ, 2021

શ્રાવણ-6 રાંધણ છઠ્ઠ મહિમા | Randhan chhath| 2023 | Randhan Chhath Mahima in Gujarati | Okhaharan

શ્રાવણ-6 રાંધણ છઠ્ઠ મહિમા | Randhan chhath| 2021 | Randhan Chhath Mahima in Gujarati | Okhaharan

Randhan-Chhath-Mahima-in-Gujarati
Randhan-Chhath-Mahima-in-Gujarati

 

શ્રાવણ મહિનો આવે એટલે આપણા હિન્દૂ પંચાગ અનુસાર ઘણા બધા તહેવારોની શરૂઆત થઈ જાય છે, માટે જ કહેવાય છે કે" શ્રાવણ આવ્યો હર્ષ અને  ઉલ્લાસ લાવ્યો. દર વર્ષે શ્રાવણ માસના વદ પક્ષની છઠ્ઠની તિથિને રાંધણ છઠ તરીકે ઉજવાય છે.  જે સામુહિક રીતે જોવા જઈએ તો બે દિવસ ઉજવવામાં આવે છે - " રાંધણ છઠ તથા શીતળા સાતમ". જેમાં છઠના દિવસે સાતમની પણ રસોઈ કરવાની , સાંજે ચૂલો કે ગેસ, અગ્નિથી બનાવવામાં આવેલ ઠારી, સાફ કરીને અને પૂજન કરવાનુ અને બીજે દિવસે સાતમેં ઠંડું ખાવાનું અને આપણા ધરના સાથે તહેવાર ઉજવાનો. માન્યતાઓ અનુસાર આ દિવસે શ્રીકૃષ્ણના મોટા ભાઇ એટલે કે બલરામનો જન્મ થયો હતો. 

shitala-satam-vrat-katha-gujarati-shravan-satam

 

આ તહેવાર અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ નામે મનાવવામાં આવે છે. ગુજરાતમાં કયાક  સુદ પક્ષ તો કયાક વદ પક્ષમાં ઉજવામાં આવે છે આ દિવસ ની તિથિ ને તેને રાંધણ છઠ ,હલષષ્ઠી, હળછઠ વ્રત, ચંદન છઠ, તિનછઠી,  લલહી છઠ, કમર છઠ, અથવા ખમર છઠના નામથી પણ ઓળખવામાં આવે છે. 


રાંધણ છઠના દિવસે ગૃહણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત બની જશે અને નવી-નવી વાનગીઓ બનાવે છે. જેમ કે થેપલા, બાજરાના વડા, પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, મીઠી પૂરી, તીખી પૂરી, પાત્રા, ભરેલા ભીંડા, તળેલા મરચાં, કંકોડાનું શાક, તીખી સેવ, ખીર અને  મિષ્ઠાન. આધુનીક સમયમાં પાણીપુરી, ભેળપુરી,  ફ્રૂટ સલાદ વગેરે વાનગીઓ બનાવાય છે.


"શિવ માળા 108 મણકા" ૐ નમઃ શિવાય


રાંધણ છઠના બીજા દિવસે શીતળા સાતમે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અહીં સાતમના દિવસે ઘરમાં રસોઇ ન કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે એટલા માટે રાંધણ છઠના દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરી રાખે છે અને સાતમના દિવસે શીતળા માતાના પુજન બાદ કથા સાંભળ્યા પછી પહેલાથી તૈયાર કરેલ ઠંડું ભોજન ગ્રહણ કરવામાં આવે છે. 

jivantika-maa-vrat-katha-in-gujarati

 

રાંધણ છઠ્ઠના દિવસે લોકો ઘરે ઘરે નવા નવા પકવાન અને વ્યંજન બનાવતા હોય છે. આ દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવી નવી વાનગી બનાવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે છઠના દિવસે બનાવેલ ભોજન અને પકવાન માણવાનો મહિમા છે. જે વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે. શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે. તેના બીજા દિવસે એટલે શ્રાવણ વદ આઠમે કાનુડાનો જનમદિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે.


આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સાફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.

Shiv Mantra Gujarati

 

રાંધણ છઠના દિવસે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે. અને ચૂલામાં આળોટતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલા અથવા ગેસને વિધી પૂર્વક ઠારી દેવામાં આવે છે. જો માતા શીતળાને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાના આશીર્વાદ આપી બીજા ઘરે જાય છે, માટે રાંધણછઠના દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે. આધુનિક જમાનમાં ગેસ આવી ગયા છે ચૂલાની જગ્યાએ તો ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે. 

 

એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપના શરીરમાં થતાં અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે. અને શરીર એકદમ નીરોગી બની રહે છે.


 બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં  

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય     

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો