રવિવાર, 4 જુલાઈ, 2021

જેઠ વદ યોગિની એકાદશી માહાત્મય વ્રતકથા ગુજરાતી | Yogini Ekadashi Vrat Katha 2023 Gujarati | Okhaharan

જેઠ વદ યોગિની એકાદશી માહાત્મય વ્રતકથા ગુજરાતી | Yogini Ekadashi Vrat Katha 2023 Gujarati | Okhaharan

Yogini-Ekadashi-Vrat-Katha-2021-Gujarati
Yogini-Ekadashi-Vrat-Katha-2021-Gujarati

 

આજે એકાદશી ના પવિત્ર દિવસે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં વાચીશું શ્રી કૃષ્ણ ભગવાન અને ઘમૅરાજા વચ્ચે કુબેર રાજાની પૌરાણિક કથા.
જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી.

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ધમૅરાજ યુધિષ્ઠિર બોલ્યા :" હે જનાદૅન હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વણૅન કરો. આ એકાદશીનુ નામ શું છે? તેનું માહાત્મ્ય શું છે?" 


શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા : " જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ યોગીની છે. તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. આ વ્રત આલોકમા ભોગ અને પરમલોકમાં મુક્તિ દેનાર છે. આ વ્રતથી પાપ નષ્ટ થાય છે. હું તમને પુરાણોમાં કહેલી કથા કહું છું.




અલકાપુરી નગરીમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો. તે શિવભકત હતો. તેમની પૂજા કરવા તે હેમમાલી પુષ્પ લાવતો હતો. તેને વિશાલાક્ષી નામની સુદંર સ્ત્રી હતી. એક દિવસ તે માનસરોવર માંથી પુષ્પ લઈ આવ્યો. પરંતુ કામાશકત થવાને કારણે પુષ્પો ને રાખાને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો અને બપોર સુધી પુષ્પ આપવા ના આવ્યો. 

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

જ્યારે રાજા કુબેર ને તેની રાહ જોતા જોતા બપોર થઈ ગઈ તો તેણે ક્રોધ પૂર્વક તેના સેવકો ને આજ્ઞા કરી કે -" તમે લોકો જઈને હેમમાલી ને જુઓ કે હજુ સુધી પુષ્પ લઈને કેમ આવ્યો નથી?" જ્યારે યક્ષોને તેની જાણ કરી લીધી તો તેઓ કુબેરની પાસે આવીને કેહવા લાગ્યા " હે રાજન હેમમાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યો છે. યક્ષોની વાત સાંભળીને કુબેરે હેમમાલીને બોલવવાની આજ્ઞા આપી. હેમમાલી રાજા સમક્ષ ડરથી કાપતો ઉપસ્થિત થયો. તેને જોઈને રાજા કુબેરને અત્યતં ક્રોધ આવ્યો. અને તમના હોય ફફડવા લાગ્યા તેમણે કહ્યું - રે પાપી મહાનીચ કામી તે મારા પરમ પુજનીય ઈશ્ર્વરોના ઈશ્વર શિવજી નો અનાદર કર્યો છે. તેથી હું તને શાપ આપું છું કે તું સ્ત્રીની વિયોગ ભોગવશે અને મુત્યુ લોકમાં જઈને કોઢી થશે.


કુબેરના શાપથી તેજ સમયે સ્વર્ગમાંથી પૃથ્વી પર પડ્યો અને કોઢી થઈ ગયો.તેની સ્ત્રી પણ તેનાથી છુટી પડી ગઈ. મુત્યુલોકમા આવી તેણે મહાદુઃખ ભોગવ્યાં. પરંતુ શિવજી ના ભક્તિના પ્રભાવથી તેમની બુદ્ધિ મલિન ન થઈ અને પાછળના જન્મની પણ સુધ રહી, તેથી તે અનેક દુઃખોને ભોગવતા પોતાના પૂર્વ જન્મના કુકમોનુ સ્મરણ કરતાં હિમાલય પવૅત ની તરફ ચાલ્યો. ત્યાં ચાલતા ચાલતા માકૅડેય ઋષિના આશ્રમમાં પોહચ્યો. તે ઋષિ અત્યંત તપસ્વી અને વૃધ્ધ હતા. તે બીજા બ્રહ્મા સમાન લાગતા હતા. તે આશ્રમ બ્રહ્માની સભાના સમાન શોભતો હતો. હેમમાલી ત્યાં ગયો અને પ્રણામ કરી તેમના ચરણોમાં પડી ગયો.


 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

તેમને જોઈને માકૅડેય ઋષિ બોલ્યા : "તે એવા ક્યાં ખોટાં કમૉ કર્યૉ છે , જેનાથી તું કોઢી થયો અને મહાન દુ:ખ ભોગવે છે ? " ત્યારે હેમમાલી એ કહ્યું :" હે મુનિ હું રાજા કુબેરને નો સેવક છું. હેમમાલી મારૂં નામ છે. રાજાની પૂજા કરવા નિત્ય પ્રતિ પુષ્પ લાવતો હતો. એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતા કરતા મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પ લઈને ન પહોંચ્યો. તેમણે મને શાપ આપ્યો કે તું તારી સ્ત્રીનો વિયોગ ભોગવશે અને કોઢી થઈને મુત્યુ લોકમાં દુ:ખ ભોગવે. તેથી હું કોઢી થઈ ગયો અને મહાન દુ:ખ ભોગવું છું. તેથી તમે કોઈ એવો ઉપાય બતાવો જેનાથી મારી મુક્તિ થાય"


તેથી માકૅડેય ઋષિ બોલ્યા :" ભાઈ તે મારી આગળ સત્ય વચન કહ્યાં છે, તેથી હું તારા ઉદ્રાર માટે વ્રત બતાવ છું. જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષની યોગિની એકાદશીનુ વિધીપૂવૅક વ્રત કરશે તો તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે."  તેથી હેમામાલી ખૂબ પ્રસન્ન થયો અને મુનિ ના વચન અનુસાર યોગિની એકાદશી નું વિધિપૂર્વક વ્રત કર્યું. તેના પ્રભાવથી તે ફરીથી પોતાના જૂના રૂપમાં આવી ગયો અને પોતાની સ્ત્રી નો વિહાર કરવા લાગ્યો.

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો


હે રાજન આ યોગિની એકાદશી ની કથાનું ફળ ઈકયાસી હજાર બ્રહ્માણોને ભોજન કરાવવા બરાબર છે. આ વ્રત ના પ્રભાવ થી સમસ્ત પાપ દૂર થાય છે અને અંતમાં સ્વર્ગ મળે છે.

 


 ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

  """ શ્રી કૃષ્ણ બાવની """  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો