મંગળવાર, 28 ફેબ્રુઆરી, 2023

ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા | Literacy Shot Story By Gayatri Jani |

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા | Literacy Shot Story By Gayatri Jani | 

 

સાક્ષરતા

મમ્મી ઓ મમ્મી બોલ બેટા

ઉમિયા કેમ સ્કૂલ જતી નથી? ક્રિષ્ના બેન તીર્થ ને જવાબ આપવા વિચારે ત્યાં જ તીર્થ બોલ્યો

મમ્મી એ આપણે ત્યાં આવે છે અને ઘણી બધી વાર બેસીને ટી વી જોવે છે ત્યારે હુ એને શિખવાડું?



દસ વર્ષ નો તીર્થ એકદમ સહજ ભાવે મમ્મી સાથે વાત કરી રહ્યો હતો.

એટલે ક્રિષ્ના બેને પણ એનો ઉત્સાહ જોઈને હા પાડી

હા બેટા તું શિખવાડજે

ઉમિયા ક્રિષ્ના બેન ને ત્યાં કામ કરતી એક આદિવાસી છોકરી હતી

અને જવાબદારી થોડી જડતા વાળો સમાજ જેથી ભણી શકી નહી

પણ એનુ ગણતર ખુબ ઉત્તમ હતુ એને રૂપિયા કમાવા અને ગણવા બધુ જ આવડતુ


એ સિવાય ટીવી ની ચેનલ બદલવી કે મોબાઇલ ઓપરેટ કરવો બધુ જ સરળતા થી કરી લેતી. જો ભણે તો હજી સરસ બધુ કરી શકે

ઉમિયા જયારે વાસણ  ઘસવા આવે ત્યારે તીર્થ એને રમત કરતા એને કક્કો શિખવાડે બેવ ને મજા આવે.

આમ કરતા કરતા એ વધારે નહી પણ લખતા વાચતા સીખી ગઈ

ઉમિયા એમની આજુબાજુ મા રહેતી છોકરીઓ ને પણ શિખવાડવા લાગી અને એક પછી બે, ત્રણ એમ સંખ્યા વધતી ગઈ

અને એક નાના છોકરા એ ભણતર ની નાના પ્રયત્ન દ્વારા ખૂબ મોટી શરૂઆત કરાવી.

સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા 

 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

 

 
 
 
 
 
 
 
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો