મંગળવાર, 28 ફેબ્રુઆરી, 2023

છોટું અને દાદા ની વાતૉ એક લઘુકથા " " નમસ્તે "" | Namaste Short Story By Gayatri Jani |

 છોટું અને દાદા ની વાતૉ એક લઘુકથા " " નમસ્તે ""   | Namaste Short Story By Gayatri Jani | 

namaste-short-story-by-gayatri-jani
namaste-short-story-by-gayatri-jani

 

" " નમસ્તે ""

 "લગ્નની સિઝન ચાલી રહી છે એટલે એક દિવસમા બે ત્રણ જગ્યાએ જવાનું હોય એવુ પણ બને.


"પપ્પા તમે અને છોટુ પરાગ ભાઈને ત્યાં જઈ આવો અને અમે બે ઓફિસના સાહેબને ત્યા જઈ આવીએ."


"હા વહુ બેટા"



છોટુ અને દાદા બેવ લગ્નમા જાય છે. ત્યા બધા દાદાને નમસ્તે નમસ્તે કરી વાત કરતા હતા અને અમુક એન આર આઈ આવ્યાં હતા એ હાથ મિલાવીને નમસ્તે કરતા હતા આ બધુ છોટુએ જોયુ એટલે પાછા આવતા છોટુએ દાદાને પૂછ્યું.


"દાદા ત્યા બધા બે રીત થી નમસ્તે કરતા હતા એવુ કેમ?"


"બેટા આપણા ભારતની સાચી રીત બે હાથ જોડીને નમસ્તે કરવાની છે અને આપણે એમ જ કરતા હતા પણ ધીમે ધીમે પશ્ચિમી અનુકરણ કરવા લાગ્યા ત્યા કોરોના આવ્યો અને સમજાવ્યું કે આવી રીતે નહી. જે લોકો હાથ મિલાવીને કરતા હતા એ ભારતના જ હતા પણ પશ્ચિમ ની સંસ્કૃતિ ને વધારે મહત્વ આપતા હતા પણ એ રીત ખોટી છે બેટા "


છોટુને દાદાની વાત સરસ સમજાઈ ગઈ. 

સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

 

સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા 

 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

 

 
 
 
 
 
 
 
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો