માગશર માસ અમાસ મહત્વ અને નાનકડા ઉપાય | Amavas Upay || Amavsya 2024 || Okhaharan
| amavasya-2022-gujarati |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું માગશર અમાસ નુ મહત્વ .
આખા વષૅ 12 અમાસ આવે છે એમાં પણ શ્રાદ્રા પક્ષની અને માગશર અમાસ નુ મહત્વ વઘારે હોય છે. આ વષૅ માગશર મહિનાની અમાસ 11 જાન્યુઆરીએ 2024 ના રોજ રહેશે. પિતૃઓને સમર્પિત બધા દિવસોમાં માગશર મહિનાની અમાસનું એક ખાસ મહત્ત્વ હોય છે. કારણ કે માગશર મહિનો નાનો પિતૃ પક્ષ મનાવામાં આવે છે. અમાસ ના દિવસે પિતૃઓ માટે પિંડદાન કરવાથી તેમને તૃપ્તિ મળે છે અને તેઓ વૈકુંઠ તરફ પ્રસ્થાન કરે છે.
વષૅમાં આવતી કોઈ પણ અમાસના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન, પૂજા, જાપ અને તપની ખાસ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય . અમાસના દિવસે ગંગા જળ થી સ્નાન કરી પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે, આ દિવસે પિતૃઓને નિમિત્ત દાન કોઈ પણ પ્રકારનું દાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. આ અમાસની તિથિને પિતૃ તરફથી લાગેલા દોષમાંથી મુક્તિ મેળવવા માટે અતિ શુભ સમય માનવામાં આવે છે.
અત્યારે પાછો કોરોન જેવો વાઈરસ પાછો વકરયો છે એવી પરિસ્થિતિમાં કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવા માટે બહાર ના જઈ શકાય તો ઘરમાં ગંગાજળ નો ઉપયોગ કરી સ્નાન કરવું. જો શક્ય હોય તો તેની સાથે પાણીમાં તલ મિક્સ કરીને નાહવાથી તીથૅ સ્નાનનું ફળ મળે છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન અને ગરમ કપડાનું દાન કરવું જોઈએ.
અમાસ ના નાના કેટલાક ઉપાય
પિતૃઓની પ્રસન્નતા માટે આ કામ કરો
1. અમાસના દિવસે સ્નાન-ધ્યાન સાથે જ ભગવાન વિષ્ણુ પૂજા કરો અને ગીતાનો પાઠ, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, વિષ્ણુ ચાલીસા વગેરે કરો.
2. સવારે સૂર્યદેવને અર્ઘ્ય આપો એમાં તાબાના લોટામાં ચોખા અને લાલ ફુલ કે કંકુ ઉમેરો આપ્યા પછી પિતૃઓને તર્પણ કરો.
3. પિતૃઓની આત્માની શાંતિ માટે ઉપવાસ કરો અને કોઈ ગરીબ વ્યક્તિને દાન-દક્ષિણા આપો.
4. પીપળાના વૃક્ષમાં જળ સાથે કાચું દુઘ અર્પણ કરો અને દીવો પ્રગટાવો સવારે અને સાજે.
ધનુમૉસ માં કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો ગુજરાતીમાં
શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે
શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો