ગુરૂવારે બાબા નો આ પાઠ કરવાથી ગુરૂ જ્ઞાન ભક્તિ સુખ શાંતિ પ્રાપ્ત સાથે દુખ દ્રારિદતા દુર કરનારો છે | Sai Chalisa Gujarati Lyrics | Okhaharan
| Sai-Chalisa-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું ગુરૂ જ્ઞાન ભક્તિ સુખ શાંતિ પ્રાપ્ત સાથે દુખ દ્રારિદતા દુર કરનારો સાંઈ ચાલીસા પાઠ.
સાંઈ ચાલીસા
( ચોપાઈ )
શ્રદ્ધા રાખી કરો ધર્મ ને ધ્યાન , સાંઈકૃપાથી સૌ દૂર થશે અજ્ઞાન .
શીરડી ગામે શુભ સુંદર ગામ , શ્રી સાંઈબાબાનું છે યાત્રાધામ .
શ્રી સાંઈબાબા ત્યાં થયા પ્રગટ , જેને પૂજે આજ આખું જગત .
અપૂર્વ સાંઈબાબાનો મહિમાય , ગુણગાન બહુ બાબાના ગાય .
નીમ વૃક્ષની છાંયે પ્રગટ્યા બાળ , થઈ ગઈ ત્યાં એક મીઠી ડાળ .
પ્રગટ્યા હતા ત્યારે શ્રી બાબાય , ચૌદ વરસના સુકોમળ બાળ .
સાંઈબાબાની જુઓ લીલાય , કે કડવો લીમડો મીઠો થાય .
વદન સૌમ્ય વળી તેજ અપાર , તિલક લલાટ પર દીપે શ્રીકાર .
શિર પર જટાનું ઝાઝું જૂથ , બાબા મધુર વદે વાણી શ્રીમુખ .
માત - પિતા નહિ જેને સાર , સાંઈ મનાયા ઈશ્વરી અવતાર .
પૂજાય સદા બાબા ઘર ઘર , વસી ગયા તે સહુના અંતર .
ઠરતાં નીરખી બાબાને નયન , પૂજ્ય ભાવ જાગે સહુના મન .
ગુરુવારે સૂતાં પહેલા સાંઈબાબા ની આ 2 મિનિટ ની સ્તુતિ અને અજ્ઞાન અંધકાર માંથી મુક્તિ
પ્રગટયા અયોનિ કંઈ અવતાર , ભૂતળથી પ્રગટયા સાંઈ શ્રીકાર
. કોઈ કહે શંભુ ભોળા મહાદેવ , કોઈ કહે સાંઈ સ્વરૂપે દત્તાત્રેય .
કોઈ કહે આ તો છે શ્રીરામ , કોઈ ભજે પીર - ઓલિયા નામ .
જે જે સ્વરૂપે ભજતા જન , તે તે સ્વરૂપે સાંઈ દે દર્શન .
બાબા સાંઈ છે એવા સિદ્ધ , સંકટ ટાળી આપે છે નવનિધ
ગુરૂવારે શ્રી દત્તાત્રેય ભગવાન આ અષ્ટક નો પાઠ કરવાથી જીવનમાં પ્રગતિ થશે
જેણે મન જેવી ઈચ્છા કરી સાઈ બાબા એ પૂર્ણ કરી
નાત - જાતના નહિ જેને ભેદ , સરવે પ્રત્યે સરખું હેત ,
ગણે એક પિતાનાં સહુ બાળ , ભેદભાવની તોડી રે જાળ ,
રટે રોગી તો રોગ જ જાય , મુજે દુ:ખી તો દુ:ખ જ જાય ,
કૃપાવંત સાંઈ રહે સદાય , ઉદી તણો એવો મહિમાય ,
જુદો ધર્મ નહિ , નહિ જુદો પંથ , સર્વ ધર્મ સમાન બે બાબાનો મત .
અંતરયામી બાબા સાંઈ કૃપાળ , ભક્તોની વહાર કરે છે તત્કાળ ,
અઢાર વરણ બાબાને ભજે , શુભ ગુરુવારે તો ખાસ જ પૂજે .
પતિત તાર્યા બાબાએ ઘણા , ભક્તો માટે ન રાખી કંઈ મણા .
સાંઈ નામે ટળતાં સહુ દુઃખ , સાંઈ નામે મળતાં સહુ સુખ .
સાંઈ નામનો એવો મહિમાય , રંક રાય સહુ પડતા પાય .
સાંઈ નામ લઈ કરે ગુરુવાર , તેનો થઈ જાય બેડો પાર .
નવલી ભેટ ધરે ભક્તો નિત , પણ બાબાનું નહિ તેમાં ચિત્ત .
ધરે કફની ને બાંધે કટકો શિર , દુ:ખીજનની તે હરતા પીર .
ભક્ત ધરે જે મેવા મિષ્ટાન્ન , પ્રસાદમાં વહેચે તે સાંઈ સુજાણ .
પોતે ભિક્ષા લાવી કરે આહાર , સાદું ભોજન લે એ જ પ્રકાર .
સાંઈબાબા સિદ્ધ શક્તિનો ભંડાર , વિના તેલ દીપ પ્રગટાવ્યા નિઘૉર
બાબા નિત્ય એ કરતા ઉપદેશ , રંક ઉપર રોષ ન કરશો લેશ .
શ્રદ્ધા રાખી કરો પુન્ય ને દાન , માળી ભૂખ્યાને કરજો અન્નદાન .
સત્ય વદો નીતિમય રાખો જીવન , અધર્મથી નવ રળજો ધન .
ગુરૂવારે શ્રી દત્તાત્રેય ભગવાનના 108 નામ
૨ટણ કરો મંત્ર આ એક જ મન , ‘ શ્રી સાંઈનાથ શરણ મમ ”
સાત - એકવીસ ગુરુવાર જે કરે , એકસો આઠ વાર મંત્ર જપ કરે
. સાંઈ કૃપાથી દુઃખ દારિદ્રથ જાય , સુખ શાન્તિ જીવનમાં થાય
શ્રી સાંઈબાબાની જય
સવૅ અમારા શ્રી સાંઈબાબા
ભક્તિ મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે Make in India છે અહી ક્લિક કરો.
શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ
સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો