ગુરુવાર, 13 મે, 2021

14 મે 2021 અખાત્રીજ માહાત્મ્ય | શ્રી મહાલક્ષ્મી પૂજન વિધિ |  શુભ મુહૂર્ત તથા દાન શુ કરવું? | akshaya tritiya date time Gujarati Okhaharan

14 મે 2021 અખાત્રીજ માહાત્મ્ય | શ્રી મહાલક્ષ્મી પૂજન વિધિ |  શુભ મુહૂર્ત તથા દાન શુ કરવું? | akshaya tritiya date time Gujarati Okhaharan

akshaya-tritiya-date-time-gujarati
akshaya-tritiya-date-time-gujarati

 

ભાગવત પુરાણ પ્રમાણે જેમ ત્રણ વર્ષ આવતા અધિક માસ મહત્વ વધારે એમ દર વર્ષ આવતા વૈશાખ મહિનાને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. એમાં પણ વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિને અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા કહેવાય જેમ વંસત પંચમી, વિજયા દશમી કે જેમાં કોઈ પણ નવા કામ કરવા ચોઘડિયા કે મુહૂર્ત જેવાના હોતા નથી તેમજ આ અખાત્રીજ ના દિવસે પણ કોઈ પણ શુભ મુહૂર્ત કે ચોધડિયા જેવાના હોતા નથી . આ પર્વ હિંદુ ધર્મમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે આ તિથિ ના દિવસે મહાભારત તથા ત્રેતાયુગ નો પ્રારંભ થયો હતો આ ખાસ દિવસે વૃંદાવન માં શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં દશૅન કરાવવામાં આવે છે. આ દિવસે કેદારનાથ મહાદેવ ના કપાટ ખુલે છે. આ દિવસે નારાયણ છઠ્ઠો અને સાતમો અવતાર ત્રેતાયુગ માં થયો હતો.ભગવાન રામ અને પરશુરામ બંને જ વિષ્ણુના અવતાર છે. ભગવાન રામ રધુવંશી કુળના  ક્ષત્રિય કુળમાં જન્મેલાં હોવા છતાં તેમનો મરાયદા પુરૂષોત્તમ બ્રાહ્મણ સ્વાભાવ  હતો. ત્યાં જ, ભગવાન પરશુરામનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો, પરંતુ તેમનો સ્વભાવ ક્ષત્રિયો જેવો હતો. ભગવાન શિવના પરમભક્ત પરશુકામ ન્યાયના દેવતા માનવામા આવે છે.


 આ વર્ષે આ અક્ષય તૃતીયા  શુક્રવાર, 14 મે 2021ના રોજ ઊજવવામાં આવશે. આ તિથિએ જે શુભ કામ કરવામાં આવે છે જે દરેક કાયૅનુ અક્ષય ફળ આપે છે એટલે તેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. આ પર્વને અખાત્રીજના નામથી જ ઓળખવામા આવે છે. અક્ષય તૃતીયાના દિવસે નવી વસ્તુઓની ખરીદ દારી અને સોનાથી બનેલી વસ્તુ કે આભૂષણ ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.અખાત્રીજ ના દિવસે કંઈને કંઈ લઈને ધરે આવવું તથા ધરમાં શ્રી મહાલક્ષ્મીજી નું પુજન કરવું.


અખાત્રીજ તિથિઃ-

વૈશાખ સુદ પક્ષની તૃતીયા તિથિ એટલે અક્ષય તૃતીયા 14 મે 2021 શુકવાર ના રોજ સૂર્યોદય સાથે શરૂ થશે અને બીજા દિવસે 15 મે 2021 શનિવારે સવારે લગભગ 8 વાગ્યા સુધી રહેશે. શુક્રવાર ના દિવસે ખાસ  રોહિણી નક્ષત્રનો સંયોગ  બંને છે.


શ્રીલક્ષ્મી પૂજાની સરળ વિધિઃ-

અખાત્રીજ ના દિવસે સૂર્ય જય પહેલાં સ્નાન કરીને સ્વસ્થ વસ્ત્ર પહેરીને પુજન જગ્યા સાફ કરો તમારૂં મુખ ઉત્તર અથવા પૂર્વ દિશામાં રહે એ રીતે પુજન કરવામાં બેશો.દરેક પુજન ની શરૂઆત પ્રથમ પુજ્ય દેવ શ્રી ગણેશજી થી કરવી. કમૅ સાક્ષી દેવ એટલે દિવો કરો શુદ્ધ ની અને ગાય ના ધી હોય તો અતિ ઉત્તમ.  મુર્તિ હોય પંચામૃત થી અભિષેક કરી ચંદન તિલક કરી લાલ ગુલાબ નો હાર ચડાવો. અને જો ફોટો હોય તો સ્વચ્છ કરી તિલક કરી ફુલ હાર ચોખા ચઢાવો.


શ્રી ગણેશજી ના પુજન બાદ ધુપ કરો. શ્રી લક્ષ્મીનારાયણ દેવને પુજન માટે આવાહન કરવું. પછી સ્વચ્છ જળ અને પંચામૃત વડે અભિષેક કરો. વસ્ત્ર ની ભાવની જેમ માતાજી ને ચુદંડી તથા વિષ્ણુ ભગવાનને જનોઈ અપણૅ કરો. ફુલ , હાર ચોખા ચઢાવો. ખાસ કરીને કમળ ફુલ ચડાવો. ૐ હ્રીં શ્રી મહાલક્ષ્મયૈ નમઃ તથા ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર એક માળા કરો 108 મણકા ની. ખાસ કરીને જો શક્ય હોય શ્રી સુક્ત તથા વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ  જરૂર કરો જેની નીચે આપેલી છે.


દાન પુણ્ય કરવાથી શુભ સમય શરૂ થાય છે.

આ શુભ સમય તથા  તિથિએ દાન કરવાનું વધારે મહત્ત્વ હોય છે તથા આ તો અક્ષય તૃતીયા ની તિથિ છે તો અવશ્ય શુભ ફળ મલે છે, એવામાં અખાત્રીજના દિવસે પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરવો જોઈએ. આ દિવસે શાસ્ત્રોમાં અલગ અલગ પ્રકાર ના દાન કરવાનો મહિમા છે. આ દાન ગૌ, ભૂમિ, તલ, સોનું, ઘી, વસ્ત્ર, અનાજ, ગોળ, ચાંદી, મીઠું, મધ, માટલું, તરબૂચ અને કન્યા છે. જો આમાંથી કોઇ દાન કરી શકો નહીં તો બધા જ પ્રકારના રસ અને ગરમીના દિવસોમાં ઉપયોગમાં આવતી વસ્તુઓનું દાન કરવું જોઈએ. 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 

 

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો