ગુરુવાર, 20 મે, 2021

સીતા જન્મોત્સવ 20 મે 2021 વૈશાખ સુદ નોમ પુરાણોમાં જણવેલ સીતા જન્મ કથા Sita Birth Story in gujarati Okhaharan

સીતા જન્મોત્સવ 20 મે 2021 વૈશાખ સુદ નોમ પુરાણોમાં જણવેલ સીતા જન્મ કથા  Sita Birth Story in gujarati Okhaharan

sita-birth-story-in-Gujarati

 

 


ભારતમાં અલગ અલગ કુલ 11 ભાષામાં રામાયણ લખાયેલું છે.એમા પણ મુળ તુલસીદાસ રચિત રામાયણ ની અદંર બઘા નાના ભાગનો સમાવેશ કરાયેલ છે. સીતાજીના જન્મ સાથે બે કથાઓ જોડાયેલી છે.

 

સીતાના જન્મની પહેલી પૌરાણિક દંતકથા અનુસાર સીતા વેદાવતી નામની સ્ત્રીનો પુનર્જન્મ હતી. વેદાવતી વિષ્ણુની પ્રખર ભક્ત હતી અને તેણીને એક પતિ તરીકે રાખવા માંગતી હતી, અને તે કરવા માટે તેણે તપસ્વીઓ કરી હતી. એક વખત રાવણ ત્યાંથી પસાર થતો હતો જ્યાંથી વેદાવતી તપસ્યા કરતા જોતા. તેની સુંદરતા જોઈને રાવણનું મન મોહિત થઈ ગયું અને વેદાવતીને તેની સાથે લંકા આવવાનું કહ્યું . પણ તેણીએ સ્પષ્ટ ના કહી દીઘું. આવું સાભળીને રાવણ બહું ગુસ્સે થઈ ગયો. તેણે વેદાવતીને મેલી વિઘાથી લંકા લઈ જવા માટે પ્રયાસ કર્યો . પણ રાવણ તેના શરીર ને સ્પર્શતાં વેદવતીએ પોતાને ભસ્મ કરી લીધું. પરંતુ તેને ભસ્મ થતા પહેલા રાવણને એક શ્રાપ આપ્યો હતો કે તેના મૃત્યુ નું કારણ હું જ બનીશ  અને બીજા જન્મ માં વેદવતી સીતાજીનો રૂપ લીઘું.


ત્યાર બાદ વેદવતી ને બીજો જન્મ કહો કે બીજી દંતકથા. સીતાજીને જાનકી તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર માતા સીતામાં શ્રીલક્ષ્મીનો અવતાર ગણાવામાં આવે છે. તેમણે અયોઘ્યા ના રાજા દશરથના મોટા પુત્ર શ્રીરામજી સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ બંનેને 14 વર્ષનો વનવાસ સામનો કરવો પડ્યો હતો. ધાર્મિક ગ્રંથ રામાયણમાં માતા સીતાને લગતી ઘણી કથાઓ છે, હવે જાણીએ તેનો જન્મ કેવી રીતે થયો હતો.


મિથિલા ના રાજા જનક હતાં. તેમના રાજ્યમાં અતિ દુષ્કાળ થયો. તે જોઈને રાજા જનક ખૂબ દુઃખી થયા. ત્યારબાદ આ પરિસ્થિત માંથી મુક્તિ મેળવવા માટે એક ઋષિને મળ્યાં એને નિરાકારણ માટે તેમને યજ્ઞ કરવા અને પછી યજ્ઞના અંતે પૃથ્વી એટલે જમીન આઘાર શક્તિ હળ ચલાવાવાનું સૂચન કર્યું.રાજાએ ઋષિએ સૂચવેલા મહાન યજ્ઞ કર્યા અને છેવટે પૃથ્વીની ખેડવાની શરૂઆત કરી. તેઓ ચલાવી રહ્યા હતા ત્યાં અચાનક હળ રોકાઈ ગયું અને ત્યાં સોનાની પેટીમાં લપેટેલી એક સુંદર છોકરી જોયું. તેઓએ તે છોકરીને ઉપાડી અને તેમના હાથમાં લીધી. ત્યાં એમને એના પિતાનો એહસાસ થવા લાગ્યો.રાજા જનકને કોઈ સંતાન ન હતું, તેથી તેણે તે છોકરીને પુત્રી માની લીઘી અને તેને 'સીતા' નામ આપ્યું.

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

Shiv Mantra Gujarati 

ganesh 12 name gujarati 

bajrang baan gujarati 

In-which-direction-face-of-Ganesha-on-car-dashboard


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો