સફલા એકાદશીની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં | Safla Ekadashi Vrat Katha Gujarati | Okhaharan
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું માગશર માસની વદ પક્ષની એકાદશી સફલા એકાદશીની વ્રત કથા જે તમે સંપૂણૅ ક્યાંય વાચી નહી હોય. ચાલો આપણે જાણીયે કથા.
આ વષૅ માગશર માસની વદ પક્ષની સફલા એકાદશી તિથિ
આ વષે 2024 ની એકાદશી ની શરૂઆત
25 ડિસેમ્બર 2024 બુઘવાર રાત્રે 10:28 મિનિટે શરૂ થાય
એકાદશી તિથિ સમાપ્ત 26 ડિસેમ્બર 2024 ગુરુવાર રાત્રે 12:43 મિનિટે પતે છે .
હિન્દુ માન્યતા અનુસાર ઉપવાસ સૂયૅદયથી શરૂ થતો કરવો માટે એકાદશી નો ઉપવાસ 26 ડિસેમ્બર 2024 ગુરુવાર રોજ કરવો.
પુજન નો શુભ સમય સવારે 7:07 થી 8:28 સુધી છે
પારણા નો સમય 27 ડિસેમ્બર 2024 સવારે 7:15 થી 9:10 સુધી નો છે.
સફલા એકાદશી ની કથા
માગશર માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી
અર્જુન બોલ્યા : ” હે ભગવાન !માગશર માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ શું છે? એ દિવસે કયા દેવતા ની પૂજા થાય છે અને એની વિધિ કઈ છે ?આ બધુ તમે મને વિસ્તાર પૂર્વક સમજાવો .”
શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા :”હે અર્જુન !પ્રેમ ના કારણે હું તમારા પ્રશ્ન નો વિસ્તાર પૂર્વક ઉત્તર આપું છું .
હવે તમે આ એકાદશી નું મહાત્મય સાંભળો .માગશર માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ સફલા છે .આ એકાદશી ના દેવતા નારાયણ છે .આ એકાદશી નું વ્રત આગળ બતાવેલ વિધિ પૂર્વક કરવુ જોઈએ અને નારાયણ ભગવાન ને ઋતુ અનુકુળ ફળ અર્પણ કરવા જોઈએ .મનુષ્ય ને પાંચ સહસ્ત્ર વર્ષ સુધી તપસ્યા કરીને જે પુણ્ય ફળ મળે છે તે પુણ્ય ભક્તિ પૂર્વક રાત્રી જાગરણ સહીત સફલા એકાદશી નું વ્રત કરવાથી મળે છે .
એકાદશી કેટલાક નિમ્લિખિત કામ ના કરવા જોઈએ વાચવાં અહી ક્લિક કરો.
હે અર્જુન હવે તમે સફલા એકાદશી ની કથા ધ્યાન પૂર્વક સાંભળો .ચંપાવતી નગરી માં એક મહીશ્યમાન નામનો રાજા રાજ્ય કરતો હતો .એ રાજા ને ચાર પુત્રો હતા .સૌથી મોટો લુંમ્પક નામનો પુત્ર મહા પાપી હતો .એ હમેશા પર સ્ત્રીગમન તથા વેશ્યાઓ માં પોતાના પિતાના ધન નો વ્યય કરતો હતો .તે સદાય દેવતા ,બ્રાહ્મણ ,વૈષ્ણવ આદિ ની નિંદા કરતો હતો .જયારે તેના પિતાએ મોટા પુત્ર વિષે આવા સમાચાર જાણ્યા ત્યારે એમણે પુત્ર ને પોતાના રાજ્ય મા થી કાઢી મુક્યો .હવે તે વિચારવા લાગ્યો કે હું શું કરું ?ક્યાં જઉં ? અંત માં તેણેરાત્રી માં પિતા ના નગર માં ચોરી કરવાનું વિચાર્યું .એ દિવસે વન માં રહેતો અને રાતે પિતાના નગરમાં ચોરી તથા અન્ય ખરાબ કર્મો કરવા લાગ્યો .
રાત્રી માં તે જઈને નગર માં નિવાસીઓને મારતો અને કષ્ટ આપતો થોડા દિવસ માં તો એણે આખી નગરી ને પરેશાન કરી દીધી .એને પહેરેદારો પકડતા પણ પછી રાજા ના ડર થી છોડી દેતા .તે જે વન માં રહેતો હતો તે વન ભગવાન ને ખુબ પ્રિય હતું .તે વન મા જુનું પીપળા નું વૃક્ષ હતું .તથા એ વન ને બધા લોકો દેવતાઓ નું ક્રિડાંગણ માનતા હતા .આ જંગલ માં પીપળા ના વૃક્ષ નીચે આ મહાપાપી લુંમ્પક રહેતો હતો .
એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો
થોડા દિવસ પછી માગશર માસ ની કૃષ્ણ પક્ષ ની દસમ ના દિવસે તે વસ્ત્રહીન હોવાના લીધે ઠંડી ના કારણે મૂર્છિત થઇ ગયો .તે રાત્રી માં ઉંઘી ના શક્યો અને ઠંડી ના કારણે હાથ પગ જકડાઈ ગયા .તેની તે રાત્રી ખુબ મુશ્કેલી થી વીતી .સૂર્યોદય થવા છતાં તેની મૂર્છા દૂર ન થઇ .સફલા એકાદશી ના મધ્યાહ્ન સુધી તે દુરાચારી મૂર્છિત જ પડ્યો રહ્યો .જયારે સૂર્ય ની ગરમી થી કૈક ગરમી મળી ત્યારે તેને હોશ આવ્યા અને પોતાના સ્થાન થી ઉઠી ને અથડાતા કુટાતા વન માં ભોજન ની શોધ મા ચાલ્યો ગયો .એ દિવસે તે જીવો ને મારવા માં અસમર્થ હતો ,તેથી જમીન પર પડેલા ફળો લઇને પીપળા પાસે આવ્યો ત્યાં સુધી માં સૂર્ય નારાયણ અસ્તાચળ તરફ પ્રસ્થાન કરી ગયા.એણે એ ફળો પીપળા ની પાસે રાખી કહ્યું હે ભગવાન ! આ ફળો થી તમે જ તૃપ્ત થાવ .”આમ કહી તે રોવા લાગ્યો અને રાતે તેને ઊંઘ જ ના આવી .
એ મહાપાપી ના વ્રત તથા જાગરણ થી ભગવાન અત્યંત પ્રસન્ન થયા .એના સમસ્ત પાપ નષ્ટ થઇ ગયા .પ્રાતઃકાલ થતા જ એક દિવ્ય રથ અનેક સુંદર વસ્તુઓ થી શણગારેલો આવ્યો અને તેની સામે ઉભો રહ્યો .એ સમયે આકાશવાણી થઇ કે” હે રાજ પુત્ર !ભગવાન નારાયણ ના પ્રભાવ થી તારા સમસ્ત પાપ નષ્ટ થઇ ગયા છે .હવે તું તારા પિતા ની પાસે જઈ ને રાજ્ય પ્રાપ્ત કર .” લુંમ્પકે આવી આકાશવાણી સાંભળી નેઅત્યંત પ્રસન્ન થયો અને’ હે ભગવાન !તમારી જય હો ‘ એમ કહી ને સુંદર વસ્ત્રો ધારણ કરવા લાગ્યો અને પોતાના પિતા પાસે ગયો .
જયારે તેણે પિતા પાસે જઈ સંપૂર્ણ કથા સંભળાવી .તેથી પિતા પોતાનો રાજ્યભાર તેને સોંપીને વન માં ગયા .
હવે લુંમ્પક શાસ્ત્ર અનુસાર રાજ્ય કરવા લાગ્યો .તેની સ્ત્રી ,પુત્ર આદિ પણ નારાયણ ના પરમ ભક્ત બની ગયા .વૃદ્ધાવસ્થા આવવાથી તે પોતાના પુત્ર ને ગાદી સોંપી ભગવાન નું ભજન કરવા માટે વન માં ચાલ્યો ગયો અને અંત માં પરમ પદ ને પ્રાપ્ત થયો .
સર્વે ને અમારા જય શ્રી કૃષ્ણ .
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો