શુક્રવાર, 25 ડિસેમ્બર, 2020

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૨૫ , ૨૬ , ૨૭ આવો થાય છે અનુવાદ જાણો

 વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૨૫ , ૨૬ , ૨૭ નો આવો થાય છે અનુવાદ જાણો

આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો અને પ્રસન્ન કરવાનો ઉત્તમ પાઠ છે. આનંદ ના ગરબા ની રચના ભાઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી એવું કહેવાય છે કે માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. 
 
 
 
 
 
આવો આપણે જાણીએ આ ગરબા અગલ અલગ છંદ ના અથૅ શું થાય છે.
 
 
 
 

અજ રજ ગુણ અવતાર, આકારે આણી મા

નિર્મિત હત નર્નાર, નખ શિખ નારાયણી મા || ૨૫ ||

 

જય શ્રી બહુચર માં  માડી જગતની સૃષ્ટિ ફળદાયક શક્તિઓ ગુણ સમૂહ સ્વરૂપે જીવન આકારે નિમૉણ કરેલો છે. પગથી માથા સુધી શ્રોતા અને ભોક્તા શરીર તરીકે આપ જ નારાયણી વસેલાં છો.... || ૨૫ ||

 


 

પન્નંગ ને પશુ પંખી, પૃથક પૃથક પ્રાણી મા

જુગ જુગ માહેં ઝંખી, રૂપે રૂદ્રાણી મા || ૨૬ ||

 

જય શ્રી બહુચર માં  માડી દરેક યુગમાં નાગ, પશુ , અને પક્ષી વગેરે જુદાજુદા પ્રાણીઓની અંદર જીવરૂપે આપ રૂદ્રાણી સ્વરૂપે બિરાજમાન છો... || ૨૬ ||


 
 
 
 
 

ચક્ષુ મધ્ય ચૈતન્ય, વચન આસન ટીકી મા

જણાવવા જન મન્ય, મધ્યમાત કીકી મા || ૨૭ ||

 

જય શ્રી બહુચર માં  માડી  માં આંખની વચ્ચે દેખાતી કાળી કીકી જો ન હોય તો જડ જેવી બની કાયૅ કરીએ શકતી નથી. ચેતન સ્વરૂપે કીકી હોવાથી આંખમાં. ચપળતા રહેલી છે. આથીજ જગતનું સારા નરસાનુ ભાન કરવા છે. તેમ માણસનાં જાનમાં ચેતન સ્વરૂપે માજી માગૅદશૅન હોય તોજ માનવ હ્રદય જોઈ શકે છે. તેના પ્રતાપે જ વિચાર શક્તિ સરસ , નરસ પારખી શકે છે. પંચભૂત શરીરની અંદર જ્ઞાનરૂપી શક્તિ તમારો નિવાસ છે... || ૨૭ ||

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો