ગુરુવાર, 26 જૂન, 2025

જગન્નાથ ભગવાનની રથયાત્રા મહિમા , અષાઢી બીજનું શું મહત્વ છે , આ દિવસે જગન્નાથજીની યાત્રા શા માટે નીકળે છે | Jagannath Rathyatra 2025 | Okhaharan

જગન્નાથ ભગવાનની રથયાત્રા મહિમા , અષાઢી બીજનું શું મહત્વ છે , આ દિવસે જગન્નાથજીની યાત્રા શા માટે નીકળે છે | Jagannath Rathyatra 2025 | Okhaharan 


jagannath-rathyatra-2025
jagannath-rathyatra-2025

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ તારીખ 27 જૂન 2025 અષાઢ મહિની સુદપક્ષની બીજ એટલે અષાઢી બીજ પવૅ નો સૌથી ઉત્તમ દિવસ રથયાત્રા જેમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે આ લેખ આપણે તેનો  મહિમા , અષાઢી બીજનું શું મહત્વ છે , આ દિવસે જગન્નાથજીની યાત્રા શા માટે નીકળે છે , તે વિશે જાણીશું 


ભક્તજનોના કલ્યાણ અર્થે ભક્તજનો ઉપર કૃપા રહે એ માટે ભક્ત વત્સલ ભગવાન પોતાની લીલા દ્વારા આ યાત્રા દરમિયાન ભક્તોના સર્વે કષ્ટ હરે છે . બોલો જગતના ના નાથ જગતના આધાર ભગવાન જગન્નાથની જય વીરા બલરામ ની જય બહેન સુભદ્રાજી દેવીની ની જય 

છેલ્લા લગતગ 700 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની પરંપરા છે જગન્નાથપુરીમાં વિશ્વપ્રસિદ્ધ રથયાત્રાની ઉજવણી અષાઢ સુદ બીજના દિવસે ઉજવવામાં આવે છે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની શરૂઆત ભગવાન જગન્નાથના રથ સાથે સોનાની સાવરણીથી રસ્તો સાફ કરીને યાત્રા શરૂ થાય છે મંત્રોચ્ચારથી સ્તોત્ર દ્વારા રથયાત્રાનો આરંભ થાય છે ઘણી પરંપરા સાધનોના અવાજમાં રથને જાડા જાડા દોરડાથી વિશાળ રથને ખેંચવામાં આવે છે ભક્તો દ્વારા સૌપ્રથમ બલરામજી ના રથને તાલ ધ્વજમાં શરૂ કરે છે અને બહેન સુભદ્રાજી દેવી નો રથ શરૂ થાય છે અને અંતે ભગવાન જગન્નાથજીનો રથ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભક્તો આ રથને ખેંચે છે માનવામાં આવે છે કે જેઓ રથ સાથે સહકાર કરે છે રથને દોરડાથી ખેંચે છે અથવા રથના દર્શન પણ કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે આપણા ઋષિમુનિઓએ આપણા આ શરીરને દેહને રથ કહ્યો છે અને આ રથને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સંચાલિત કરવામાં આવે છે.


ભગવાન શ્રીકૃષ્ણ ની ભક્તિ દ્વારા આપણા આ શરીરનો ઉદ્ધાર કરવામાં આવે છે એવું માની શકીએ છીએ ભગવાનની ભક્તિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ પણ સમજી શકાય છે. જગન્નાથજીની રથયાત્રા ગુંડેચા મંદિર પહોંચીને પૂરી થાય છે આ મંદિર છે જ્યાં વિશ્વકર્માજીએ ત્રણ દેવીય મૂર્તિ એટલે કે ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલભદ્રજીની મૂર્તિ બનાવી છે જેને ગુંદેચા વાડી પણ કહેવાય છે અહીં ભગવાન માસીના ઘરમાં સ્વાદિષ્ટ પકવાનના ભોગ આરોગ્ય છે અને ત્યાં ભગવાન જગન્નાથજી બીમાર પડે છે ત્યારે પથ્યનો ભોગ આયુર્વેદિક કાઢાનો ભોગ લગાવવામાં આવે છે જેનાથી જલ્દી પ્રભુ સાજા થઈ જાય છે રથયાત્રાના ત્રીજા દિવસે લક્ષ્મીજી પણ અહીં આવે છે આમ વિવિધ કથા પ્રચલિત છે.


ભગવાન જગન્નાથજીનું અડધું સ્વરૂપ શા માટે હોય છે 
વિવિધ કથા પ્રચલિત છે અને આ જગન્નાથજીની યાત્રા વર્ષોથી કાઢીને ઉત્સવ મનાવવામાં આવે છે જેમાં દેશ વિદેશથી ભક્તો આવે છે અને આ રથયાત્રામાં જોડાય છે જે ભક્તો રથયાત્રાના દર્શન કરી શકતા નથી તેઓ ઘરે પણ આ રથયાત્રાની ઉજવણી કરે છે અને અથવા તો મનમાં પણ ભગવાનનું સ્મરણ કરીને આ અષાઢી બીજનો ઉત્સવ મનાવે છે દસમી સદીમાં ગુજરાતના મૂળ રાજના સમકાલીન ગણાતા કચ્છ પ્રદેશના પ્રજાવત્સલ અને સૌંદર્ય ઉપાસક રાજવી લાખા ફુલાણીએ આ અસાઢી બીજથી કચ્છી નવા વર્ષની શુભ શરૂઆત કરેલી ત્યારથી કચ્છી માંડુએ આ દિવસને નૂતન વર્ષ તરીકે ઉજવે છે રથયાત્રા સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે જેને કારણે આ મહોત્સવ નું આયોજન થાય છે તે પણ આપણે જાણીએ અમુક લોકોનું માનવું છે કે શ્રીકૃષ્ણના બહેન સુભદ્રાજી પિયર આવે છે અને તેમના ભાઈઓ સમક્ષ નગર ભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ પોતાના મોટા ભાઈ બલરામ સાથે બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને નગરચર્યા નીકળે છે ત્યારબાદ જ રથયાત્રાનો પર્વ શરૂ થયો તેના સિવાય એવું પણ કહેવાય છે કે ગુડીચા મંદિર માં સ્થિત દેવી ભગવાન શ્રીકૃષ્ણના માસી છે જે ત્રણેય ભાઈ બહેનને પોતાને ઘેરે આવવાનું આમંત્રણ આપે છે એટલે ભગવાન શ્રીકૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે માસીના ઘેરે દસ દિવસ રહેવા જાય છે અને ઘણી જગ્યાએ એવી પણ કથા છે કે શ્રીકૃષ્ણના મામા કંસ તેમને મથુરા બોલાવે છે તેના માટે કંસ ગોકુળમાં સારથી સાથે રથ મોકલાવે છે અક્રૂરજી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને લેવા તેડવા માટે બોલાવવામાં આવે છે ભગવાન તેમના ભાઈ બહેન સાથે રથમાં બેસીને મથુરા જાય છે એટલે ત્યારબાદ જ રથયાત્રાનું શરૂઆત થઈ છે અમુક લોકો એવું પણ માને છે કે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણ કંસનો વધ કરીને ભાઈ બહેન સાથે મથુરામાં પ્રજાને દર્શન આપવા નીકળે છે માટે રથયાત્રાનો પ્રારંભ ત્યાંથી થયો છે.


હવે આમાં ભગવાન શ્રીકૃષ્ણના પત્ની રૂકમણીજી કે રાધાજીનો ક્યાંય ઉલ્લેખ થતો નથી તેનું શું કારણ છે પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ પોતાના મહેલમાં સૂતા હતા ત્યારે અચાનક જ ભગવાન શ્રીકૃષ્ણએ રાધા નામનું ઉચ્ચારણ કર્યું રૂકમણીજી પણ ત્યાં જ કક્ષમાં જ હતા ત્યારે રૂકમણીજીએ રાધાજીનું નામ સાંભળીને ઘણું આશ્ચર્ય થયું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની બધી રાણીઓએ માતા રોહિણીજી પાસે જઈને ફરિયાદ કરી કે હે માતા અમે પ્રભુની આટલી સેવા કરીએ છીએ છતાં પ્રભુ તે રાધાજીને શા માટે યાદ કરે છે ત્યારે રોહિણીજીએ રાધાજીના સુંદર કથા લીલાનું વર્ણન કરવા માટે કથા સંભળાવવાનું શરૂ કર્યું પરંતુ શર્ત મૂકી કે જ્યાં સુધી હું કથા ન પૂર્ણ કરું ત્યાં સુધી કોઈ અંદર આવે નહીં ત્યારે રાણીઓએ આ શર્ત માની અને દરવાજા પર શ્રીકૃષ્ણના બહેન સુભદ્રાજીને ઊભા રાખી દીધા માતા રોહિણીએ રૂકમણીજી સહિત અન્ય રાણીઓને શ્રીકૃષ્ણ અને રાધાજીની લીલા કથા સંભળાવવાનું શરૂ કર્યું ત્યારે સુભદ્રાજીએ જોયું કે બલરામજી અને શ્રીકૃષ્ણ માતાના આ રૂમ સુધી ચાલીને આવી રહ્યા છે ત્યારે સુભદ્રાજીએ આ બંને ભાઈઓને ત્યાં જ રોક્યા અને ત્યાં જ ઊભા રહેવાની આજ્ઞા પણ આપી ત્યારે અંદર રૂમમાંથી મહેલમાંથી માતા રોહિણીજી નો સ્વર સંભળાતો હતો શ્રીકૃષ્ણ અને રાધાજીના લીલા પ્રસંગ સંભળાતો હતો આ પ્રસંગને સાંભળીને ત્રણેય ભાઈ બહેન સુભદ્રાજી બલભદ્રજી અને શ્રીકૃષ્ણ એટલા ભાવવિભોર થઈ ગયા રાસલીલાનો પ્રસંગ સાંભળીને જ્યારે શ્રીકૃષ્ણ બલરામજી અને સુભદ્રાજીના શરીર ઓગળવા લાગ્યા એ જ સમયે દેવર્ષી નારદજી પણ ત્યાંથી પસાર થતા હતા ત્યારે નારદજીએ ભગવાનના આ સ્વરૂપના દર્શન કરીને અભિભૂત થયા નારદજીએ ત્રણેયને પ્રાર્થના કરી કે જેમ મને આપના આ દર્શન થયા તેમ કલિયુગના ભક્તોને પણ આપના દર્શન થાય એ માટે હે પ્રભુ આપ ફરી આપના આ સ્વરૂપમાં દર્શન આપો ત્યારે ભગવાને નારદજીની વાત માની લીધી આજ કારણે ભગવાન જગન્નાથજીને જ શ્રીકૃષ્ણ અને રાધાજીનું સ્વરૂપ માનવામાં આવે છે ભાઈ બલભદ્રજી અને સુભદ્રાની અધૂરી લાકડાની જે મૂર્તિ છે પ્રતિમા છે તેની સાથે રથયાત્રા ની પરંપરા શરૂ થઈ છે.


આ ઉપરાંત એક બીજી કથા પણ છે શા માટે ભગવાન જગન્નાથજીની મૂર્તિ અધૂરી છે કહેવાય છે કે માધવ દેશના રાજા ઇન્દ્રધુમ્ન ન હતા ભગવાન જગન્નાથના પરમ ભક્ત હતા એક દિવસ રાજા જ્યારે નીલાંચલ પર્વત પર ગયા ત્યારે દેવ પ્રતિમાના દર્શન ન થયા ત્યારે આકાશવાણી થઈ શીઘ્ર જ ભગવાન જગન્નાથજીની મૂર્તિનું રૂપ ધરતી પર પ્રગટ થશે આકાશવાણી સાંભળીને રાજાને પ્રસન્નતા થઈ થોડા દિવસો પછી રાજા જગન્નાથપુરીના સમુદ્ર તટ પર ફરવા નીકળ્યા ત્યારે લાકડાના બે વિશાળ ટુકડા તરતા તરતા કિનારા પર આવ્યા રાજાએ તે લાકડાને બહાર કઢાવી અને વિચાર્યું કે આ લાકડામાંથી ભગવાનની મૂર્તિ બનાવવામાં આવે ભગવાનની આજ્ઞા સમજીને દેવતા એ પણ શિલ્પી વિશ્વકર્માને રાજા પાસે મોકલ્યા ત્યારે આ લાકડામાંથી ભગવાનની મૂર્તિ બનાવવા માટે રાજાએ આગ્રહ કર્યો રાજાની વાત સાંભળીને વિશ્વકર્માએ પણ હા કીધી પરંતુ એક શર્ત રાખી કે જ્યાં સુધી મૂર્તિનું નિર્માણ ન થાય ત્યાં સુધી પોતે એકાંતમાં જ રહેશે ઓરડામાં કોઈ આવે નહીં નહીંતર કામને અધૂરું છોડીને મૂર્તિને અધૂરી છોડીને પોતે ચાલ્યા જશે રાજાએ શર્ત માની વિશ્વકર્માએ ગુડીચા નામક સ્થાન પર મૂર્તિ બનાવવાનું આરંભ કર્યું ભગવાનની મૂર્તિ બનાવતા બનાવતા જ્યારે વિશ્વકર્માને ઘણો સમય લાગ્યો ત્યારે ઉત્સુકતા વસ રાજા ઇન્દ્રધૂમે વિશ્વકર્માને મળવાનું વિચાર્યું અને રાજાએ ઓરડો ખોલ્યો જ્યારે વિશ્વકર્માએ જોયું કે રાજા શર્તને ભૂલ્યા છે ત્યારે તુરંત જ વિશ્વકર્મા ત્યાંથી અંતરધ્યાન થઈ ગયા ભગવાન જગન્નાથ બલભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિ એટલા માટે જ અધૂરી રહી ગઈ આ જોઈને રાજાને ઘણું દુઃખ થયું પરંતુ ત્યારે જ આકાશવાણી થઈ ભગવાન આ જ રૂપમાં સ્થાપિત થશે જ્યારે રાજા ઇન્દ્રધૂમની વિશાલ મંદિર બનાવીને આ ત્રણેય મૂર્તિને ત્યાં જ સ્થાપિત કરી દીધી કથા અનુસાર ભગવાન જગન્નાથજી વારંવાર રાજા ઇન્દ્રધ્રુમને દર્શન આપીને દર વર્ષે એકવાર જન્મભૂમિ એટલે કે ઉડીચા અવશ્ય જશે એવી આજ્ઞા આપી સ્કંદપુરાણ અનુસાર રાજા ઇન્દ્રધૂમે અષાઢ શુક્લ પક્ષની દ્વિતીયાના દિવસે પ્રભુને તેમની જન્મભૂમિ જવા માટે વ્યવસ્થા કરી ત્યારથી જ પરંપરા થઈ છે.


રથયાત્રાની એક અન્ય મત અનુસાર સુભદ્રાજીને દ્વારિકા દર્શનની ઈચ્છા હતી ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી પણ અલગ અલગ રથમાં બેઠા સુભદ્રાજી નગર યાત્રાની સ્મૃતિમાં પણ આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આમ આ રથયાત્રાનો ઘણો મહિમા છે એટલે કે શરીર રૂપી રથમાં જો પ્રભુને બિરાજમાન કરાવવામાં આવે તો મુક્તિના દ્વાર અવશ્ય ખુલે છે તેવા ભક્તો માટે એમાં કોઈ સંદેહ નથી અષાઢી બીજના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરીને ભગવાન શ્રી નારાયણની આરાધના કરે છે અસાઢી બીજના વ્રતનો પણ ઘણો મહિમા છે અસાઢી બીજનું જે ભક્તો વ્રત કરે છે ઉપવાસ કરે છે તે અક્રોધી અને વૈરાગ્યવાન થાય છે તમામ વેરી એટલે કે શત્રુ બાધા નષ્ટ થાય છે પુત્ર પરિવાર સાથે ભગવત ભક્તિ પ્રાપ્ત થાય છે. આ ત્રણેય રથ ભગવાન જગન્નાથજીનો રથ ગરુડ ધ્વજ નંદી ઘોષ અને કપિધ્વજના નામે ઓળખવામાં આવે છે આ જ રથમાં સારથીનું નામ હોય છે દારૂક ભગવાન જગન્નાથજીના રથના ઘોડાનું નામ છે બલાહક શંખ શ્વેત અને હરિદાસ ભગવાનનો રથ સફેદ હોય છે રથના રક્ષક પક્ષીરાજ ગરુડ છે આ રથ પર હનુમાનજી અને નૃષિ ભગવાનનું ચિન્હ જોવા મળે છે સુદર્શન સ્તંભ હોય છે આ રથની રક્ષાનું પ્રતીક છે ભગવાન જગન્નાથજીના રથનો રંગ લાલ અથવા પીળો હોય છે તે અન્ય રથોના આકારમાં થોડો મોટો હોય છે રથને જે દોરડાથી ખેંચવામાં આવે છે તેનું નામ શંખચૂળ હોય છે બલરામજીના રથમાં લાલ ધ્વજ હોય છે મહાદેવનું ચિન્હ હોય છે રથના રક્ષક વાસુદેવ સ્વયં સારથીનું નામ મતાલી છે સુભદ્રાજીનો રથનું નામ દેવદલન છે અને એમના રથ પર દેવી દુર્ગા દેવીનું ચિન્હ છે રથના રક્ષક જયદુર્ગા અને સારથી અર્જુન હોય છે આ ત્રણેય રથમાં ખીલી કે કાંટાનો ઉપયોગ થતો નથી ત્યાં સુધી કે કોઈ ધાતુનો ઉપયોગ પણ થતો નથી સ્કંદપુરાણ અનુસાર જે વ્યક્તિ રથયાત્રામાં સામેલ થાય છે તેના સર્વે કષ્ટો મટે છે.


મિત્રો ભગવાન જગન્નાથજીની રથયાત્રાના મહિમા વિશે તથા ભગવાન જગન્નાથજીના આ ઉત્સવની માહિતી પણ જાણી જગન્નાથપુરીનું મંદિર અષ્ટરેખાકોણમાં આવેલું છે જગન્નાથજીના શિખર ઉપર જે અષ્ટધાતુથી બનાવવામાં આવેલું ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સુદર્શન ચક્ર સ્થાપિત છે આ સુદર્શન ચક્રની ખાસ વાત એ છે કે આ પુરીના જે ધામમાંથી ગમે ત્યાંથી તમે મંદિરના શિખર ઉપર દર્શન કરો તો એ ચક્ર તમારી સામે જ હોય એવી જ રીતે દર્શન થાય છે જે ખૂબ જ સુંદર છે અને ચમત્કારિક પણ છે કોઈપણ દિશામાંથી આ ચક્રના દર્શન કરીએ ત્યારે આ ચક્ર આખું જ દર્શન થાય છે અષ્ટ ધાતુથી નિર્મિત આ ચક્રને નીલ ચક્ર પણ કહેવાય છે આ ચક્રને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ ચક્રના દર્શન પણ શુભ માનવામાં આવે છે જગન્નાથપુરીના મંદિરમાં એક બીજું પણ આશ્ચર્ય છે જગન્નાથપુરી નું મુખ્ય મંદિરની જે ધજા પતાકા લહેરાય છે તે પવનની ઉલટી દિશામાં જ લહેરાય છે આ આશ્ચર્યની વાત છે જે દિશામાંથી પવન ફૂંકાય છે તેની સામે જ ધજા લહેરાય છે આવું શા માટે થાય છે આ એક રહસ્ય છે આ મંદિરની અદભુત વાત બીજી એ છે કે મંદિરની ધજા પતાકા બદલવા માટે એક પુજારી 45 શિખર ચડીને એ પાછું ઉલટા ચડીને અને આ ધજાને નિત્ય બદલે છે.
 જગન્નાથપુરીનું બીજું આશ્ચર્ય એ છે કે જગન્નાથપુરીનું જે મંદિરનું શિખર છે તે દિવસે તેનો પડછાયો પણ ક્યાંય દેખાતો નથી આ વિજ્ઞાનને એક ચુનોતી આ મંદિરની શિખર દઈ રહી છે આમ જોઈ તો મંદિરના શિખર ઉપર પક્ષીઓ બેઠા જ હોય છે અથવા તો પક્ષી ઉડતા પણ હોય છે પરંતુ જગન્નાથપુરીનું મંદિર આ બાબતમાં કંઈક અનન્ય જ છે જગન્નાથપુરીના મંદિર ઉપર કોઈ પક્ષી બેસતા પણ નથી અને જગન્નાથપુરીના આ મંદિરના શિખર ઉપરથી કોઈ પક્ષી ઉડીને જતા પણ નથી જગન્નાથપુરીમાં જે રસોઈ થાય છે તે કહેવાય છે કે ભગવાનનો આ મહાપ્રસાદ બને છે જગન્નાથપુરીમાં પ્રસાદ પકાવવા માટે સાત બરતન એક ઉપર એક એક ઉપર એક એવી રીતે હાંડી રાખવામાં આવે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે જે ચુલા નજીક અગ્નિથી જે બરતન સટેલું હોય છે તેના કરતાં પણ સૌથી ઉપરનું એટલે કે સાતમું બરતન હોય છે ત્યાં પ્રસાદ વહેલો પાકી જાય છે


 જગન્નાથપુરીમાં માટીના બરતનમાં જ રસોઈ બનાવવામાં આવે છે પ્રસાદ બનાવવામાં આવે છે આશ્ચર્યની વાત તો એ છે કે જે ભગવાનનો પ્રસાદ બને છે તે ક્યારેય આ મંદિરમાં જેટલા પણ ભક્તો પ્રસાદ લે ક્યારેય ઓછો નથી થતો કે ઘટતો પણ નથી.

ભગવાન જગન્નાથની મૂર્તિ લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે જ્યારે પણ અષાઢ માસમાં અધિક માસ આવે છે ત્યારે પ્રભુની પ્રતિમા બદલવામાં આવે છે અને નવી પ્રતિમાનું નિર્માણ કરાવવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ બલભદ્રજી અને સુભદ્રા જીનું આ પ્રતિમાઓને જે બદલવામાં આવે છે તેને નવ કલેવર પણ કહેવામાં આવે છે પ્રતિમાઓ બનાવતી વખતે પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે જેમ કે ભગવાન શ્રીકૃષ્ણનું શ્યામ સ્વરૂપ છે માટે એવા જ લીમડાના વૃક્ષનું ચુનાવ થાય છે લીમડાનું વૃક્ષ કાપતી પહેલાં પણ નાનો એવો હવન કરવામાં આવે છે ત્યારબાદ જ વૃક્ષને કાપવામાં આવે છે અને એમાંથી ભગવાનની પ્રતિમા બનાવવામાં આવે છે પૂરી વિધિવિધાનથી આ કાર્ય કાર્ય થાય છે 
જગન્નાથપુરીમાં ભગવાનના રથ બનાવવા માટે રથનું નિર્માણ વસંત પંચમીથી થાય છે લાકડાનો ચુનાવ પણ ત્યારથી થાય છે અને રથનું નિર્માણનો પ્રારંભ અક્ષય તૃતીયાથી થાય છે આ ત્રણેય રથ લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે વિશ્વકર્મા સમુદાયના લોકો ઘણી પેઢીઓથી આ રથનું નિર્માણ કરતા આવ્યા છે બીજના દિવસે ઢોલ નગારા શંખ ધ્વનિ સાથે આ રથયાત્રા નીકળે છે અને ખૂબ જ ઉત્સાહથી આ રથયાત્રા મનાવવામાં આ ઉત્સવ મનાવવામાં આવે છે અને ભક્તો ખૂબ જ આનંદથી ભગવાનના રથને હંકારે છે અને ભવોભવના દુઃખો કષ્ટો મટી જાય છે ભગવાન શ્રીકૃષ્ણ જગન્નાથ ભગવાન સૌ ભક્તો ઉપર કૃપા દર્શાવે છે કૃપા પ્રાપ્તિ કરાવે છે એ આ શુભ દિવસ છે અસાઢી બીજનો દિવસ જગન્નાથપુરીમાં આ રથયાત્રાના દિવસે ઘરમાં પણ સળગાવવામાં આવતા નથી કહેવાય છે કે આખા જગન્નાથપુરીમાં ભગવાનની રથયાત્રા જ્યારે નીકળે છે ત્યારે ભક્તો આ રથયાત્રાના દર્શન કરવા માટે ઘરની બહાર નીકળી જાય છે .


"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 

અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો