રવિવાર, 5 જૂન, 2022

નિત્ય સવારે એક વખત પાઠ કરો """ પરબ્રહ્મની પ્રાર્થના "" | Par Bharma Ni Prathna | Gujarati Prathna | Okhaharan

 નિત્ય સવારે એક વખત પાઠ કરો """ પરબ્રહ્મની પ્રાર્થના ""  |  Par Bharma Ni Prathna | Gujarati Prathna | Okhaharan

par-bharma-ni-prathna-gujarati-prathna-Lyrics
par-bharma-ni-prathna-gujarati-prathna-Lyrics

 

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું પરબ્રહ્મની પ્રાર્થના નિત્ય સવારે એક વખત પાઠ કરો.

રવિવારે સૂયૅ દેવ નો આ પાઠ કરવાથી મનુષ્ય ની ગરીબી દૂર થઈ ધનવાન બને છે   

પરબ્રહ્મની પ્રાર્થના
પ્રાતઃ સ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વ,

સચ્ચિસુખં પરમહંસગતિ તુરીયમ્ ।

યત્સ્વપ્નજાગરસુષુપ્તિમવૈતિ  નિત્યં તદ્
 બહ્મ નિષ્કલમહં ન ચ ભૂતસંઘઃ ||૧||


પ્રાતભૅજામિ મનસા વચસામગમ્યં

વાચો વિભાન્તિ નિખિલા યદનુગ્રહેણ |

યન્નેતિનેતિવચનૈર્નિંગમા અવોચ

સ્તં દેવદેવમજમચ્યુતમાહુરણ્યમ્ ॥૨॥




પ્રાતર્નમામિ તમસઃ” પરમર્કવર્ણ

પૂર્ણ સનાતનપદં પુરુષોત્તમાષ્યમ્ ।

યસ્મિનિંદ જગદશેષમશેષ મૂતૌ

રજ્જવાં ભુજઙ્ગમ ઇવ પ્રતિભાસિતં વૈ ।

શ્લોકત્રય મિદં પુણ્ય લોકત્રયવિભૂષણમ્ |
પ્રાતઃકાલે પઠેદ્યસ્તુ સ ગચ્છેત્પરમં પદમ્ ॥૪॥ 


 સૂર્યદય સમયે કરો આ સૂયૅ દેવના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 


ઈતિ શ્રીમદ્ શંકરભગવતઃ કૃતો પરબ્રહ્મણઃ પ્રાતઃ સ્મરણ સ્તોત્રં સંપૂર્ણમ્ ।


પ્રાતઃ કાલે હૃદયમાં સંસ્ફૂરિત આત્મતત્ત્વનું સ્મરણ કરતાં પરમ બ્રહ્મ સ્વરૂપ દેવદેવેશ્વર પૂર્ણ પુરુષોત્તમને નમસ્કાર કરું છું.

 

હું આશા રાખું આપને ખબર પડી ગઈ હશે.


 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય    

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 4 જૂન, 2022

વટ સાવિત્રી વ્રત ક્યારે છે? કેટલા દિવસ નો ઉપવાસ કરવો? આને કેવી રીતે કરવું? | Vat Savitri Vrat 2025 Gujarati | Okhaharan

વટ સાવિત્રી વ્રત ક્યારે છે? કેટલા દિવસ નો ઉપવાસ કરવો? આને કેવી રીતે કરવું? | Vat Savitri Vrat 2025 Gujarati | Okhaharan

vat-savitri-vrat-2025-Gujarati
vat-savitri-vrat-2025-Gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વટ સાવિત્રી વ્રત ક્યારે છે? કેટલા દિવસ નો ઉપવાસ કરવો? આને કેવી રીતે કરવું? 



આખા વષૅ સ્ત્રીઓ માતા માટે ઉત્તમ બે વ્રત હોય એક સામા પાચમ અને બીજી વટસાવિત્રી નું વ્રત હોય છે. સામાપાચમ વ્રત સ્ત્રી પોતાના માટે કરે છે જ્યારે વટસાવિત્રી નું વ્રત પોતાના પતિ ના દીધૅ આયુષ્ય માટે કરે છે.
આપણે વટસાવિત્રી વ્રત ની વધુ માહિતી જાણીયે 

 

વટસાવિત્રી વ્રત નું ઉજવણું કેવી રીતે કરવું? | જો સ્ત્રી માસિક ધર્મ હોય તો શું કરવું ? | ગભૅવતી સ્ત્રીએ કેવી રીતે કરવું?


 હિન્દુ  ધર્મમાં વટ સાવિત્રીનો વ્રત ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સુહાગિન સ્ત્રીઓ આ ઉપવાસ તેમના પતિ અને બાળકોના લાંબા જીવન માટે રાખે છે. આ વ્રત દર વર્ષે જયેષ્ઠ માસમાં સુદ તેરશ થી શરૂ કરવામાં આવે છે. આ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિને શાશ્વત સૌભાગ્ય મળે છે. 



વટ સાવિત્રી વ્રતનું મહત્વ


આ દિવસે ઉપવાસ કરવાથી અખંડ સૌભાગ્ય મળે છે.


આ ઉપવાસ બાળકો મેળવવા માટે પણ કરવામાં આવે છે.


આ શુભ દિવસે વટ વૃક્ષની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.


આ દિવસે પુજન કરવાથી યમદેવતા પ્રસન્ન થાય છે.

 

વટ સાવિત્રી વ્રત ના દિવસે પતિના દિધૅઆયુ માટે કરો આ મંત્ર જાપ


વટ સાવિત્રીનો ઉપવાસ ક્યારે રાખશે


આ વ્રત દરવષૅ જેઠ સુદ તેરસ થી લઈને જેઠ પુર્ણિમા એ પુર્ણાહુતી થાય છે.આ વ્રતમાં પ્રથમ બે દિવસ ફલાહાર કરવાનું તથા પુર્ણિમા ના દિવસે નકોરડો કરવાનો હોય છે. પુણૉહુતી એટલે કે પુર્ણિમા માં ના દિવસે સવારે વહેલા ઉઠી નિત્યક્રમ પરવારી સ્વચ્છ કપડાં પહેરીને આ દિવસે વડ નું અબીલ ગૂલાલ , દૂધ ,જળ કંકુ ચોખા અને ફુલથી પુજન કરવામાં આવે છે. વડને જળ ચડાવ્યા પછી કાચા સુતર વડે 108 પ્રદક્ષિણા કરવી. 



આ વષૅ 2025 વટસાવિત્રી વ્રત
8 જુન 2025  શરૂઆત થાય
10 જુન 2025 પુર્ણિમા દિવસે સમાપ્ત થાય છે.

અને ઘણાં લોકો એક દિવસ એટલે  પુર્ણિમા ના દિવસે વ્રત કરે છે એટલે 10 જુન 2025 રોજ.

અખંડ સૌભાગ્ય આપનાર વટ સાવિત્રી વ્રત કથા ગુજરાતીમાં


મિત્રો આપને વટસાવિત્રી વ્રત લઈને કોઈ પણ પ્રશ્ર્ન હોય તો કોમેન્ટ માં લખો અમે એનો જવાબ અચુક આપીશું.


મિત્રો આ વટસાવિત્રી વ્રત ની માહિતી હું આશા રાખું આપને ખબર પડી ગઈ હશે.

 

 

શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

 શ્રી શનિદેવ આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 

 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 3 જૂન, 2022

વિનાયક ચતુર્થી તિથિ, પૂજાન સમય | શ્રી ગણેશ 21 નામ | આ દિવસે ખાસ શું કરવું ? | Vinayak Chaturthi March 2025 | Okhaharan

 વિનાયક ચતુર્થી  તિથિ, પૂજાન સમય | શ્રી ગણેશ 21 નામ  | આ દિવસે ખાસ શું કરવું ? | Vinayak Chaturthi March 2025 | Okhaharan


Vinayak-charurthi-2025-gujarati
Vinayak-charurthi-2025-gujarati



શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું જેઠ શુક્લ ચતુર્થીના વિનાયક ચતુર્થીનો તિથિ, પૂજાન સમય અને શ્રી ગણેશ 21 નામ , આ દિવસે ખાસ શું કરવું ?

 

પુત્રની પ્રાપ્તિ માટે શ્રી ગણેશજી નો "" સંતાન ગણપતિ સ્તોત્રમ્ "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 જેઠ શુક્લ ચતુર્થી તિથિ ને વિનાયક ચતુર્થી કહેવાય અને આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવશે. આ ચતુર્થી જેઠ માસની વિનાયક ચતુર્થી એ જુન મહિનાની પ્રથમ ચતુર્થી છે. ચોથના દિવસે ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. શ્રી ગણેશને પ્રભાવથી તમામ મુશ્કેલીઓ દૂર થાય અને વિઘ્નો દૂર થાય છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા વિઘિવિઘાન થી કરવાથી ભક્તોની તમામ પ્રકારની મુશ્કેલીઓથી રક્ષા થાય છે.

"" શ્રી ગણેશ ચાલીસા """  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


શ્રી ગણેશ વ્રત ના દિવસે સૂયૅદયૅ પહેલા ઊઠી નિત્યક્રમ પરવારી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરીને પુજન કરવું. ભગવાન ગણેશનો શુદ્ર જળ અને દુઘ વડે અભિષેક કરો. ગણેશજીને પ્રિય એવી વસ્તુઓ  સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ગોળ, ઘંઉ, ફળ, મોદક પ્રસાદ, વસ્ત્ર વગેરે શુભ વસ્તુઓ ચઢાવો. દીવો પ્રગટાવીને આરતી કરો.



 વિનાયક ચતુર્થી 2025

 તિથિ શરૂઆત  2 માચૅ રવિવાર 2025 રાત્રે 9:01 વાગ્યે શરૂ

તિથિ સમાપ્તિ 3 માચૅ સોમવાર 2025 સાંજે  6:01 વાગ્યે થાય.

વિનાયક ચતુર્થી વ્રત 3 માચૅ સોમવાર 2025 ના રોજ રાખવામાં આવશે.

ગણેશજીની પૂજાન સમય  9:43 થી  11:11 સુધીનો છે.

ભગવાન શ્રી ગણેશની પૂજા બપોર સુધીમાં કરવી જોઈએ. રાત્રે ચંદ્ર ન જોવો જોઈએ.

 ""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 
 વિનાયક ચતુર્થી સર્વાર્થ સિદ્ધિ યોગમાં છે. આ યોગમાં કરેલ કાર્ય સફળતા અપાવનાર છે. સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 05:23 થી સાંજના 07:05 સુધી ચાલશે. 


શ્રી ગણેશ 21


ૐ ગણાધિપાય નમઃ 

 

ૐ ઉમાપુત્રાય નમઃ

ૐ અભયપ્રદાય નમઃ

ૐ એકદંતાય નમ:

ૐ ઈભવકત્રાય નમઃ

ૐ મૂષકવાહનાય નમઃ:

ૐ વિનાયકાય નમઃ

ૐ ઈષ્ટપુત્રાય નમઃ

ૐ સર્વસિધ્ધપ્રદાયકાય નમઃ

ૐ લંબોદરાય નમઃ

ૐ વક્રતુન્ડાય નમઃ

ૐ અધનાશાય નમઃ

ૐ વિઘ્નસંહત્રે  નમઃ

ૐ વિશ્વવધાય નમઃ

ૐ અમરેશ્ર્વરાય નમઃ

ૐ ગજવક્ત્રાય નમઃ:

ૐ નાગયજ્ઞોપવીતિને નમઃ

ૐ ભાલચંદ્રાય નમઃ

ૐ પરશુધારિણે નમઃ


ૐ વિધ્નાધિપાય નમઃ

ૐ સર્વવિદ્યાપ્રદાયકાય નમઃ

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 


વિનાયક ચતુર્થી પર ભગવાન ગણેશની પૂજા કરવાથી ઇચ્છિત પરિણામ મળે છે.

વિનાયક ચતુર્થીના રોજ વ્રત રાખવાથી અવરોધો દૂર થાય છે.  


આ વખતે વિનાયક ચતુર્થી શુક્રવારે હોવાથી માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુ , તથા શુક્રદેવનું પુજન કરવાથી શુભાનું શુભ ફળ મળે છે. 


શ્રી સિદ્ધિ વિનાયક સ્ત્રોત્રમ્



શ્રી ગણેશજી ના "" 12 નામ જાપ ""  દરેક કાર્ય ના વિધ્ન દૂર થશેગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

ગુરુવાર, 2 જૂન, 2022

આજના શુભ દિવસે પાઠ કરો શ્રી દત્તાત્રેય ગુરૂનો આ પાઠ કરવાથી સવૅ કાયૅ સિદ્ર થઈ મંગળ મંગળ થાય | Shree Dattatreya sidha magla Stotram gujarati lyrics | Okhaharan

 આજના શુભ દિવસે પાઠ કરો શ્રી દત્તાત્રેય ગુરૂનો આ પાઠ કરવાથી સવૅ કાયૅ સિદ્ર થઈ મંગળ મંગળ થાય | Shree Dattatreya sidha magla Stotram gujarati lyrics | Okhaharan

Shree-Dattatreya-sidha-magla-Stotram-gujarati-lyrics
Shree-Dattatreya-sidha-magla-Stotram-gujarati-lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  દત્તાત્રેય સિદ્ધ મંગળ સ્તોત્રમ્ જેના પઠન શ્રવણ માત્રથી સવૅ કાયૅ મંગળ થઈ સિદ્ધ થાય. 

આજના શુભ દિવસે પાઠ કરો દત્તાત્રેય ભગવાન સ્તુતિ કરી લેજો ત્રિદેવ સવૅ મનોકામના પૂર્ણ કરશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


દત્તાત્રેય ભગવાન એ દૈવી ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અવતાર માનવામાં આવે છે. દત્ત ગુજરાતીમાં અર્થ છે "આપેલું" તથા દત્ત એટલા માટે કહેવામાં આવે છે કારણ કે, આ દૈવી ત્રિમૂર્તિને ઋષિ દંપત્તિ અત્રિ અને અનસૂયાના પુત્ર સ્વરૂપે ખુદને આપ્યા છે. તેઓ અત્રિના પુત્ર હોઈ, તેમનું નામ "અત્રેય" પણ છે. તથા અનસૂયા પુત્ર પણ કહેવામાં આવે છે.

આજના શુભ દિવસે પાઠ કરો શ્રી દત્તાત્રેય ભગવાન આ અષ્ટક નો પાઠ કરવાથી જીવનમાં પ્રગતિ થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

દત્તાત્રેય સિદ્ધ મંગળ સ્તોત્રમ્ 

 

શ્રીમદનંત શ્રીવિભૂષિત અપ્પલલક્ષ્મી નરસિંહરાજા

જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભાવ ॥ 1 ॥

 

 શ્રી દત્તાત્રેય ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

શ્રીવિદ્યાધરિ રાધ સુરેખા શ્રીરાખીધર શ્રીપાદા

જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભાવ ॥ 2 ॥


માતા સુમતી વાત્સલ્યામૃત પરિપોષિત જય શ્રીપાદા

જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભાવ ॥ 3 ॥

સત્ય ઋષીશ્વર દુહિતાનંદન બાપનાર્યનુત શ્રીચરણા

 

ગુરૂવારે એકવાર શ્રી ગાયત્રી ચાલીસા પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભાવ ॥ 4 ॥

સવિતૃકાઠકચયન પુણ્યફલ ભરદ્વાજ ઋષિ ગોત્ર સંભવા

જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભાવ ॥ 5 ॥


દોચૌપાતી દેવ્ લક્ષ્મી ઘન સંખ્યા બોધિત શ્રીચરણા

જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભાવ ॥ 6 ॥

પુણ્યરૂપિણી રાજમાંબસુત ગર્ભપુણ્યફલ સંજાતા

જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભાવ ॥ 7 ॥

 
 આજે જાણો ગાયત્રી માં મહિમા અને ગાયત્રી મંત્ર નો અથૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

સુમતી નંદન નરહરિ નંદન દત્તદેવ પ્રભુ શ્રીપાદા

જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભાવ ॥ 8 ॥

 

આજના શુભ દિવસે પાઠ કરો શ્રી દત્તાત્રેય ભગવાનના 24 ગુરૂઓ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

પીઠિકાપુર નિત્ય વિહારા મધુમતિ દત્તા મંગળરૂપા

જય વિજયીભવ દિગ્વિજયીભવ શ્રીમદખંડ શ્રીવિજયીભાવ ॥ 9 ॥

હું આશા રાખુ છું દત્તાત્રેય ભગવાન સ્ત્રોતનું પઠન કરીને ઘન્યતા અનુભવી હશે. 

 

 

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી. 

સોમવાર, 30 મે, 2022

સોમવતી અમાવાસ્યા કથા | Somvati Amavasya Vrat Katha Gujarati | Okhaharan

સોમવતી અમાવાસ્યા કથા | Somvati Amavasya Vrat Katha Gujarati | Okhaharan

Somvati-Amavasya-Vrat-Katha-Gujarati
Somvati-Amavasya-Vrat-Katha-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી સોમવતી અમાવસ્યા વ્રતરાજ ગુજરાતી લખાણ સાથે.

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


શ્રી સોમવતી અમાવસ્યા વ્રતરાજ


| શ્રી ગણેશાય નમઃ ।


મંગલાચરણ


શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશ,

વિશ્વાધારં ગગનસદૅશ મેઘવર્ણ શુભાગમ્ |

લક્ષ્મીકાન્તં કમલનયનં યોગિભિધ્યૉનગમ્યં ,

વન્દે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથમ્

॥ ૐૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ


અમાવાસ્યા તુ સોમેન સપ્તમી ભાનુના સહ |

ચતુર્થી ભૂમિપુત્રણ સોમપુત્રણ ચાષ્ટમી ॥૧॥

ચતસ્ત્રસ્તિથયસ્ત્વેતા સૂર્યગ્રહણ સન્નિભાઃ ।

 સ્નાનં દાન તથા શ્રાદ્ધં સર્વ તત્રાક્ષયં ભવેત્ ॥૨॥


સોમવારયુક્ત અમાસ, રવિવારયુક્ત સાતમ, મંગળવારયુક્ત ચોથ અને બુધવારયુક્ત આઠમ - આ ચારે તિથિઓ સૂર્યગ્રહણ સમાન ગણાય છે. તેથી તે ચારેય તિથિઓમાં કરેલું તીર્થસ્નાન, દાન, શ્રાદ્ધ અક્ષય ફળ આપનાર થાય છે.

 "" શ્રી શનિદેવ રક્ષા સ્ત્રોતમ્  "" ક્રુર પ્રભાવ સામે રક્ષણ મળે  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 


ધર્મરાજ યુધિષ્ઠિરે મહાભારતના યુદ્ધ પછી શરશય્યા પર સૂતેલા પિતામહ શ્રી ભીષ્મજીનાં ચરણોમાં પ્રણામ કરી અત્યંત શ્રદ્ધાપૂર્વક પૂછ્યું : “મહારાજ ! હું ઘણો જ દુઃખી છું. મારું ચિત્ત અશાંત રહે છે. અમારા વંશમાં ગણ્યા-ગાંઠ્યા અમે પાંચ પાંડવો જ બચ્યા છીએ, સર્વત્ર સ્મશાનવત્ શાન્તિ છે. ઉત્તરાના ગર્ભથી વંશ રક્ષા થવાની આશા હતી, તે પણ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ચાલી ગઈ છે. તો હે પિતામહ ! મારે શું કરવું ? તે આપ બતાવો.’’ ત્યારે શ્રી ભીષ્મજીએ દ્રૌપદી, સુભદ્રા


અને ઉત્તરાને સોમવતી અમવસ્યાનું વ્રત કરવાનું કહ્યું હતું. તે વ્રતથી ઉત્તરાના ગર્ભની રક્ષા થઈ અને વંશવેલો વધ્યો હતો. વંશવેલો વધારવા અને પતિ તથા પુત્રનું આયુષ્ય વધારવા આ વ્રત કરવું જોઈએ.


અમાસોમસમાયોગી યત્રયત્ર હિ લભ્યતે

 તીથૅ કપિલધારં ચ ગંગા ચ પુષ્કર તથા |

દિવ્યાન્તરિક્ષભૌમાનિ યાનિ તીર્થાનિ સર્વશઃ

તાનિ તંત્ર વસિષ્યન્તિ દર્શે સોમદિનાન્વિતે


અમાસ અને સોમવારનો યોગ જ્યારે જ્યારે મળી જાય, ત્યારે તે શ્રેષ્ઠ યોગ હોય છે. ત્યારે હરકોઈ જળાશયમાં કપિલધારા, ગંગા તથા પુષ્કર તીર્થ વસે છે, તેમજ સ્વર્ગનાં અંતરિક્ષનાં તથા પૃથ્વીનાં જે જે તીર્થો છે, તે બધાં સોમવાર યુક્ત અમાસના દિવસે હરકોઈ જળાશયમાં વસે છે. આ દિવસે કરેલું તીર્થસ્નાન, દાન, શ્રાદ્ધ અક્ષયફળ આપનાર થાય છે. આ પુણ્યકાળ દેવતાઓને પણ દુર્લભ છે. આ સોમવતી અમાવસ્યાનું વ્રત સ્ત્રીઓએ અવશ્ય કરવું.


વ્રતવિધિ આ પ્રમાણે છે

 વ્રત કરનારે પ્રાતઃ કાળમાં વહેલા ઊઠીને શ્રી ભગવાનનું સ્મરણ કરવું. મૌન રાખી જળાશયમાં સ્નાન કરવું. પછી પીપળાના વૃક્ષ પાસે જઈને શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી. શ્રી વિષ્ણુ ભગવાનની પૂજાનો મંત્ર નીચે મુજબ છે :

શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


વક્તાવ્યક્ત સ્વરૂપાય સૃષ્ટિસ્થિત્યન્તકારિણે ।

આદિમધ્યાન્તહીનાય વિષ્ટરશ્રવસે નમઃ ॥


વ્યક્ત અને અવ્યક્ત રૂપવાળા, સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર કરનાર આદિ મધ્ય અને અંતથી રહિત વિષ્ટરશ્રવાને મારા નમસ્કાર છે.


પીળું વસ્ત્ર, અક્ષત, ફળ, ધૂપ, દીપ, અનેક પ્રકારનાં સુગંધિત પુષ્પ અને નૈવેદ્યથી શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી. પછી પીપળા પૂજા કરવી. પીપળાની પૂજાનો મંત્ર નીચે મુજબ છે.


અશ્વત્થ હુતભુગ્વાસ ગોવિન્દસ્ય સદાશ્રય ।

અશેષં હર મે પાપં વૃક્ષરાજ નમોડસ્તુતે ॥


હે અશ્વત્થ ! આપની અંદર અગ્નિનો વાસ છે. ભગવાન વિષ્ણુના પણ તમે સદા આશ્રય (પ્રતીક) છો. હે વૃક્ષરાજ, મારાં સમસ્ત પાપનો આપ નાશ કરો. આપને મારા પ્રણામ છે. પૂજન વખતે હાથમાં જળ લઈ નીચે મુજબ સંકલ્પ કરવો :


સંકલ્પ : આજે આ સોમવતી અમાવસ્યાના યોગમાં સમગ્ર પાપનો નાશ કરવા માટે તેમજ પુત્ર-પૌત્રાદિની પૂર્ણવૃદ્ધિ થાય, તે માટે અને જન્મોજન્મ મને વિધવાપણું પ્રાપ્ત ન થાય, તેમજ મને પોતાને પણ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય, મારાં સંતાનોને લાંબુ આયુષ્ય મળે એમ ઇચ્છીને હું આ પીપળાના મૂળમાં શ્રી લક્ષ્મીજી સહિત શ્રી વિષ્ણુ ભગવાનનો વાસ છે, એમ સમજી આ અશ્વત્થ-પીપળાનું પૂજન કરું છું.

 શનિ જંયતિ 12 રાશિ મુજબ મંત્રો ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.


શ્રદ્ધા - ભક્તિપૂર્ણ પૂજન કરીને પોતાની શક્તિ અનુસાર મૂકતા, સોનું, ચાંદી, નાણું, મણિ વગેરે કાંસાના અથવા તાંબાના વાસણમાં ભરવું તથા બીજા વાસણમાં ભોજન-પદાર્થો ભરવા. પછી નીચે લખેલા મંત્રથી પીપળાની ૧૦૮ પ્રદક્ષિણા પૂરી કરવી. પ્રદક્ષિણાનો મંત્ર નીચે મુજબ છે :


મૂલતો બ્રહ્મરૂપાય મધ્યતો વિષ્ણુરૂપિણે

અગ્રતઃ શિવરૂપાય, અશ્વત્થાય નમો નમઃ ।।


 પીપળાનું મૂળ બ્રહ્મરૂપ છે, મધ્યભાગ વિષ્ણુરૂપ છે અને ઉપરનો ભાગ શિવરૂપ છે. એ ત્રિમૂર્તિરૂપ અશ્વત્થને મારા વારંવાર પ્રણામ છે.


પૂજામાં આણેલું દ્રવ્ય, વસ્ત્ર, ફળ વગેરે ગુરુ-પુરોહિતને અર્પણ કરવું. ખાદ્ય પદાર્થોનો પ્રસાદ કરી વહેંચી દેવો, વળી અમાસને સંતોષ પમાડવા સૌભાગ્યવતી સ્ત્રીઓની પૂજા કરવી. ત્યાર પછી મૌન રાખી સૌભાગ્યવતી સ્ત્રીઓ સાથે ભોજન કરવું, વ્રત કરનારે આ વ્રતની એક લોકવાર્તા છે, તે વાંચવી અગર સાંભળવી. દરેક વ્રતરાજમાં આ વાર્તા હોય છે.


"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 ફલશ્રુતિ : આ સોમવતી અમાસના વ્રતથી મૃત્યુયોગ, વૈધવ્યયોગ મટી જાય છે. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પતિ અને પુત્ર દીધૅજીવી બને છે. આ વ્રત કરનારે વ્રતના દિવસે રૂ અને મૂળાનો સ્પર્શ કરવો નહીં. ઉપવાસથી અગર એકટાણાથી આ વ્રત કરી શકાય છે. અમુક વ્રતો થયાં પછી ઉદ્યાપન કરવું.


 

શનિ જંયતિ 12 રાશિ મુજબ ઉપાય ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.    

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 "" શ્રી શનિદેવ 108 નામવલી"  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.