ગુરુવાર, 21 જાન્યુઆરી, 2021

ગુરુવારે કરો બગદાણા બાપા સીતારામ નો અષ્ટક નો પાઠ ગુજરાતી લખાણ સાથે

 ગુરુવારે કરો બગદાણા બાપા સીતારામ નો અષ્ટક નો પાઠ ગુજરાતી લખાણ સાથે

 

બગદાણા બાપા સીતારામ અષ્ટક

રુવે શંખનાદ નગારાને ઝાલર 
રુવે આજ દીવડા રુવે આજ દેવળ 
રુવે આરતીના આજે અજવાળા 
મુકી સૌને રડતા ગયા બંડીવાળા

ધ્રુસકા ભરે આજ ધુણો તમારો ને હીબકા ભરે છે બગડનો કિનારો રુવે છે 
તમારી મઢુલીને માળા  મુકી સૌને રડતા ગયા બંડીવાળા

પીધો જ્યાં તમે બાપા ભક્તિ નો પ્યાલો જુવે વાટ દેવળની 
બધીયે દીવાલો રુઠયા રામ સૌના રુઠયા રખવાળા મુકી સૌને રડતા ગયા બંડીવાળા

સરગમા પડી ખોટ સત્સંગની જ્યારે તેડાવી લીધા દેવે બાપાને 
ત્યારે ને વૈકુંઠથી આવ્યા પાષૅદ પગપાળા મુકી સૌને રડતા ગયા બંડીવાળા

ટાળી સૌની આધિ વ્યાધિ ઉપાધિ સીતારામ કહીને લીધી છે 
સમાધિ ભયૉ ભૂમિ પરથી બાપા ઉચાળા મુકી સૌને રડતા ગયા બંડીવાળા
 

લુછે કોણ આંસુ કહોને અમારા રુવે જ્યાં આ આભલિયે 
નવલખ તારા રુવે ચાંદ સૂરજ તણા અજવાળા મુકી સૌને રડતા ગયા બંડીવાળા

હવે કોણ વરસાવે હેત કેરી હેલી ગયો ગોહિલવાડેથી ગરીબોનો 
બેલી રુવે આજ ભક્તિ તણી ગંગાધારા મુકી સૌને રડતા ગયા બંડીવાળા

ધર્મના ધુણા પર સુરતાયુ સાધી બુઝાવી શકે ના કળજુગની 
આંધી ગામે ગામ શોભે મઢુલીના માળા મુકી સૌને રડતા ગયા બંડીવાળા

આ અંતરથી અષ્ટક રસિકથી રચાયું ને રુદિયાના રાગે 
રધુવીરે ગાયું ભાંગી ભ્રમણાયુ તુટ્યા ભવના તાળા મુકી સૌને રડતા ગયા બંડીવાળા

બોલીયે શ્રી બગદાણા બાપા સીતારામ ની જય કોમેન્ટ માં બાપા સીતારામ લખજો.

 

 

 

ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે 👇👇👇

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો