ગુરુવાર, 9 સપ્ટેમ્બર, 2021

સામા પાચંમ વ્રત કયારે છે? કેમ કરવું? શુ કરવુ? ઉપવાસ માં શું જમવું ? શુ ના કરવુ? કોની પૂજા કરવી? | Sama Pancham Vrat Mahiti Gujarati | Okhaharan

સામા પાચંમ વ્રત કયારે છે?  કેમ કરવું? શુ કરવુ? ઉપવાસ માં શું જમવું ?  શુ ના કરવુ? કોની પૂજા કરવી?  | Sama Pancham Vrat Mahiti Gujarati | Okhaharan

sama-pancham-food-sama-pancham-2021
sama-pancham-food-sama-pancham- 2021

 

સામા પાચંમ વ્રત કયારે છે?  

સામા પાચંમ ઋષિપંચમી પણ ઓળખાય છે. ભાદરવા સુદ પાંચમ તિથિને સામા પાચંમ કહેવાય છે માટે આ વષૅ 20 સપ્ટેમ્બર 2023 બુઘવારના રોજ છે.

  સામા પાચંમ ઋષિ પાંચમ વ્રત કથા વ્રત માહીતી ગુજરાતીમાં લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 કેવડા ત્રીજનો મહિમા અને સંપૂર્ણ વિધિ અને વ્રત કથા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો


સામા પાચંમ વ્રત કેમ કરવું?

આ વ્રતને કરવાથી જો રજસ્વલા દોષ હોય તો એ પણ મટી જાય છે. માસિકધર્મ પૂરા થતા ઋષિ પંચમી વ્રતનો ઉદ્યાપન કરાય છે. હિંદું ધર્મમાં કોઈ સ્ત્રીને રજસ્વલા (માહવારી કે માસિકધર્મ, પીરિયડ)થતાં રસોડામાં જવાનું, રસોઈ કરવી, પાણી ભરવું અને ધાર્મિક કાર્યમાં શામેલ થવું અને તેનાથી સંબંધિત વસ્તુઓને અડવું વર્જિત ગણાય છે. જો ભૂલથી આ અવસ્થામાં એવું થઈ જાય તો તેનાથી રજસ્વલા દોષ લાગે છે આ રજસ્વલા દોષને દૂર કરવા માટે ઋષિ પંચમીનું વ્રત કરાય છે.


સામા પાચંમ વ્રત ના દિવસે શુ કરવુ?

સામા પાચંમ વ્રત ના દિવસે સવારે વહેલા અધેડાનું દાતણ કરવું. સ્નાન કરતા સમયે શરીરે માટી ચોપડવી. માથામાં અંબળાની ભુકી નાખાને માથું ઘોવું. સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા ત્યાર પછી ઘરમાં જ કોઇ પવિત્ર જગ્યાએ સાત ઋષિઓની સ્થાપના કરવી.ત્યાર પછી સાતેય ઋષિઓનું ચોખા ચંદન સુગઘીગ પુષ્પ વડે પુજન કરવું અને નૈવેધ અર્પણ કરવું.ત્યાર પછી સામા પાંચમની વ્રત કથા વાચવી કે સાભળવી. આરતી અને પ્રસાદ વિતરણ કરવો.દિવસ દરમ્યાન માત્ર સામો અને ફળાહાર ગ્રહણ કરવો. આ પ્રમાણે પાંચ વર્ષ વ્રત કરીને તેની પૂર્ણાહુતિ કરવી. છેલ્લે બ્રાહ્મણને ભોજન કરાવી,દક્ષિણા આપીને વિદાય કરવાં. ગુરૂ તો ખાસ એમની સેવા જરૂર કરવી. 


સામા પાચંમ વ્રત માં કોની પૂજા કરવી?

હિંદુ ધર્મનાં સાત ઋષિઓ જેવાકે, કશ્યપ, અત્રિ, ગૌતમ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, જમદગ્નિ અને વસિષ્ઠની પુજા કરે છે.તેમાં પણ વિશેષ અરુંઘતી પુજન મનમાં રટણ જરૂર કરવું. મહિલાઓ આ દિવસે સાત ઋષિઓની પૂજા કરે છે. આ દિવસે બહેનો સ્ત્રીદોષોથી થતા રોગોની મુક્તિ માટે વ્રત કરે છે. જેમાં સામા નામનું ઋષિધાન્ય ખાઈને ફળાહાર કરીને નદીએ જઈને સ્નાન કરે છે. મહિલાઓ આ દિવસે સાત ઋષિઓની પૂજા કરે છે. અને વ્રત ના પ્રભાવે રજસ્વલા દોષ નાશ થાય અને શ્રેષ્ઠ ફળદાયી ગણાય છે.

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

સામા પાચંમ વ્રત ઉપવાસ માં શું જમવું ?  

આ વ્રત દરમિયાન માત્ર સામો અને ફળાહાર ગ્રહણ કરવો. ઋષિ પંચમીના દિવાસે કંદમૂળને બદલે વાડાના શાક ખાવામાં આવે છે. સામો ઉપરાંત વાડાના તમામ શાક પણ પાંચમના પર્વે ખવાય છે. વાડા જેમાં દુધી,તૂરીયા, ચીભડુ, ગલકા વગરેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તમામ પ્રકારના ફળ પણ ખાઇ શકાય છે. આ પર્વે કંદમૂળના ભોજનનો નિષેધ હોવાથી સૂરણ કે બટાકાનો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ નહીં.


સામા પાચંમ વ્રત શુ ના કરવુ?

આ વ્રત કરતી વખતે બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે. જુઠું બોલવું નહી. વડિલોનું અપમાન ન કરવું.

 

 સામા પાચંમ ઋષિ પાંચમ વ્રત કથા વ્રત માહીતી ગુજરાતીમાં લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો