રવિવાર, 14 નવેમ્બર, 2021

દેવઉઠી પ્રબોઘીની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ. | Devuthi Ekadashi 2023 | Prabodhini Ekadashi 2023 | Okhaharan

દેવઉઠી પ્રબોઘીની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ. | Devuthi Ekadashi 2023| Prabodhini Ekadashi 2023 | Okhaharan

Devuthi-Ekadashi-2022-Gujarati
Devuthi-Ekadashi-2021-Gujarati


શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું કારતક માસના શુક્લ પક્ષની એકાદશી દેવઉઠી – પ્રબોઘીની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ.આ એકાદશી નું મહત્વ શું કરવું અને શું ના કરવું? તમે ઉપવાસ કરો કે ના કરો આ વાતનું ધ્યાન રાખવું? તે બઘું લેખમાં જાણીશું.

શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં  



જય શ્રી કૃષ્ણ કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ ને દેવોત્થાની , દેવઉઠી – પ્રબોઘીની એકાદશી કહેવાય છે. આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાના યોગ નિદ્રા માથી જાગે છે, ત્યાર પછી દરેક શુભ કાર્ય શરૂ થાય છે ખાસ કરીને લગ્ન. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં અનેરો મહિમાં છે. અષાઢ શુક્લ દેવપોઠી એકાદશી થી કારતક માસની શુક્લ પક્ષની એકાદશી સુઘી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે. અને પછી ભગવાનની જાગૃતિ અવસ્થામાં આવે છે તેને કારણે તેને દેવોત્થાની , દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાનું વિશેષ મહત્વ છે. ચાલો આપણે જાણીયે તેની તિથિ વિશે.



આ વષે 2023 ની  એકાદશી ની શરૂઆત
 
22 નવેમ્બર 2023 બુઘવાર રાત્રે 11:03 મિનિટે શરૂ થાય
એકાદશી તિથિ સમાપ્ત 23 નવેમ્બર 2023 ગુરૂવાર રાત્રે 9:01 મિનિટે પતે છે .
હિન્દુ માન્યતા અનુસાર ઉપવાસ સૂયૅદયથી શરૂ થતો કરવો માટે એકાદશી નો ઉપવાસ 23 નવેમ્બર 2023 ગુરૂવાર કરવો.


 પુજન નો શુભ સમય સવારે 6:47 થી 8:08 સુધી છે



પારણા નો સમય 24 નવેમ્બર 2023 સવારે 6:51 થી 7:58 સુધી નો છે.
 
કારતક માસની સુદ પક્ષની દેવઉઠી – પ્રબોઘીની એકાદશી નું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી અંતમા સ્વગૅ લોકની પ્રાપ્તિ થાય છે. 


એકાદશીના દિવસે પુજન વિઘિ મારા પાછલા લેખમાં આપેલ છે વાચવાં અહી ક્લિક કરો 


  કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 


તુલસી વિવાહ નો પવિત્ર દિવસ ની વિશેષ પુજન વિઘિ -

આ એકાદશી ના દિવસે તુલસી વિવાહ નો અનેરો મહિમા માટે વિષ્ણુ ભગવાનની પુજન વિઘિ સાથે સાથે બીજી પુજન વિઘિ કરવાથી પુણ્ય ફળ મલે છે. એક મંડપ ચાર શેરડીનો નો બનાવો પછી મધ્યમાં ચોરસ બનાવો. તે ચોરસની મધ્યમાં ભગવાન વિષ્ણુનું ચિત્ર અથવા મૂર્તિ રાખી અથવા તેમના પગલા બનાવી શકાય છે. જે ઢંકાયેલા છે. આ પછી ભગવાનને ઘુપ, દીપ ,પુજાપો , શેરડી, પાણીની છાલ અને ફળ-મીઠાઈ, ભોગ તામસી ભોજન વગર તુલસી પત્ર સાથે અર્પણ કરો. જે ઘીનો દીવો કરીયો છે જે આખી રાત અખંડ રહે એ રીતે રાખવો. સવારે ભગવાનના ચરણોની વિધિવત પૂજા કરવામાં આવે છે. પછી ચરણ સ્પર્શ કરીને તેઓ જાગૃત થાય છે. આ સમયે શંખ-ઘંટા ભક્તિ સંગીત ગીત ભજન ના નાદ કરવામાં આવે છે. આ પછી આ એકાદશીની કથા વાચવી કે સાંભળવામાં આવે છે. ત્યારપછી તમામ શુભ કાર્ય વિધિવત શરૂ કરી શકાય છે. 


હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. તેનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તુલસીમાં બઘા ઔષધીય ગુણો છે. તુલસી માતાને દેવી લક્ષ્મીનું એક સ્વરૂપ માનવામાં આવે છે, પુરાણો જેમના લગ્ન ભગવાન શાલિગ્રામ સાથે કરવામાં આવ્યા હતાં . શાલિગ્રામ એ વાસ્તવમાં ભગવાન વિષ્ણુના આઠમો અવતાર શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસીજીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે, ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી દેવુથની અથવા દેવોત્થાન એકાદશીના દિવસે જ જાગે છે. તેથી જ્યારે ભગવાન જાગે છે, ત્યારે હરિવલ્લભ તુલસીની પ્રાર્થના સાંભળે છે. કારતક માસની સુદ એકાદશીના દિવસે તુલસીજીના લગ્ન શાલિગ્રામ સાથે થાય છે. જો કોઈ વ્યક્તિનેપોતાની દિકરી ના હોય અને તે જીવનમાં કન્યાનું દાન કરવાની ઈચ્છા હોય તો તે તુલસી વિવાહ કરી શકે છે.

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   



એકાદશી જો કોઈ બીમાર વ્યક્તિ કોઈ રોગથી પીડાતો હોય , ઉમંરલાયક વ્યક્તિ વૃદ્ધાવસ્થા, નાના બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ એટલે મજુરી વઘારે શ્રમ કરતા હોય તો એક જ વેળાનું વ્રત કરવું જોઈએ તેમાં ફળો ખાવા જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો આ દિવસે ચોખા અને મીઠું ન ખાવા જોઈએ. ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરો. 



એકાદશી કેટલાક નિમ્લિખિત કામ ના કરવા જોઈએ વાચવાં અહી ક્લિક કરો. 



વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 

શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો. 

 

શ્રી સૂર્ય નારાયણ દેવ ના ચાલીસ ગુણ નો પાઠ અહી ક્લિક કરો.    

રામ રક્ષા સ્ત્રોત અહી ક્લિક કરો.   

 શ્રી વિષ્ણુ ભગવાન ના ચાલીસા ગુણ નો પાઠ અહી ક્લિક કરો.   

 

હનુમાનજી વડવાનલ સ્ત્રોત અહી ક્લિક કરો.    

 

શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

શ્રી વિષ્ણ્વષ્ટકમ્  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો