સોમવાર, 17 એપ્રિલ, 2023

2023 નું છેલ્લું સૂર્યગ્રહણ ક્યારે છે ? શું સૂતકકાળ નો સમય છે ? શું કરવું ? શું ના કરવું ? | Surya Garahan 2023 | Okhaharan

2023 નું છેલ્લું સૂર્યગ્રહણ ક્યારે છે ?  શું સૂતકકાળ નો સમય છે ?  શું કરવું ? શું ના કરવું ? | Surya Garahan 2023 | Okhaharan


Surya-Grahan-2023
Surya-Grahan-2023


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 2023 નું પહેલું સૂર્યગ્રહણ ક્યારે છે ?  શું સૂતકકાળ નો સમય છે ?  શું કરવું ? શું ના કરવું ? 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""


સૌપ્રથમ આપણે એ જાણીયે કે શું છે આ સૂર્યગ્રહણ ની ઘટના એક પૌરાણિક કથા તથા ખગોડીય ધટના છે પૌરાણિક કથા અનુસાર રાહુ કેતુ સૂર્ય અને ચંદ્ર ને ગ્રહણ કરે છે અને ખગોડીય ધટના અનુસાર જ્યારે અમાસ હોય ત્યારે ચંદ્ર શૂન્ય કળા હોય છતાં તેનો આભાસ થાય તે સૂયૅ અને પૃથ્વીની વચ્ચે આવે છે. હવે આપણે જાણીયે અમાસ તિથિ વિશે.


ભાદરવા અમાવસ્યા 2023 

 

શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો. 

 

તિથિ ની શરૂઆત 13  ઓક્ટોબર 2023 શુકવાર રાત્રે  9:50 મિનિટ

તિથિ ની સમાપ્તિ 14  ઓક્ટોબર  2023 શનિવાર રાત્રે 11:24 મિનિટ


આમ અમાવસ્યા પિતૃ શનિવાર અને સ્નાન મહિમા હવે આપણે સૂયૅગ્રહણ વધુ માહિતી જાણીએ પહેલાં


ૐ ધૃણિ: સૂયૉય નમઃ


સૂયૅગ્રહણ 2023 : આ વષૅ 2023 નું  સૂર્ય ગ્રહણ છે . સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ તેની અસર દેશ દુનિયા તથા મનુષ્ય પર રાશિ મુજબ રહેશે. આ સૂયૅગ્રહણ 3 પ્રકારે થશે આંશિક, કુલ અને વલય આકારમાં જે અનોખી ખગોડીય ધટના માનવામાં આવે છે.  આ સમય અંદર કેટલીક ખાસ બાબત નું ધ્યાન રાખવાનું હોય છે જે આપણે આગળ વિડિયો માં જાણીશું.

શિવમહિમ્નઃ સ્તોત્રમ અહી ક્લિક કરો.    


આ સૂર્ય ગ્રહણ 14  ઓક્ટોબર ના રોજ  દક્ષિણ પેસિફિક મહાસાગરના દેશો જેવા કે ચીન, અમેરિકા, માઇક્રોનેશિયા,  મલેશિયા, ફિજી,જાપાન, સમોઆ, સોલોમન,  બ્રુનેઇ, સિંગાપોર, થાઇલેન્ડ, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, વિયેતનામ, તાઇવાન, વગેરે  દક્ષિણ હિંદ મહાસાગરમાં દેખાશે.  આ સૂર્યગ્રહણ અશ્વિની નક્ષત્રમાં થશે, જે કેતુનું નક્ષત્ર છે. જે ભારત ના સમય મુજબ  

સૂર્ય ગ્રહણ 2023 નો સમય

સૂર્ય ગ્રહણ પ્રારંભઃ 14  ઓક્ટોબર 2023 , રાત્રે  9:50 કલાકે

સૂર્ય ગ્રહણની સમાપ્તિઃ15  ઓક્ટોબર 2023,  સવારે 2:29 કલાકે

 

 આ સૂર્યગ્રહણ સમય દરમિયાન ખાવા-પીવા પર  પ્રતિબંધ હોય છે કારણકે ધાર્મિક ગ્રંથો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ છે કે સૂર્યગ્રહણ દરમિયાન ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. એવું કહેવામાં પણ આવે છે કે આ સમયે રાંધેલ કે કરેલ ભોજન તમામ પુણ્ય અને સારા કમૅને નાશ કરે છે

 શ્રી સૂર્ય નારાયણ દેવ ના ચાલીસ ગુણ નો પાઠ

હવે આપણે જાણીએ શું કરવું અને શું ના કરવું?


સૂર્યગ્રહણ દરમિયાન શું ન કરવું


સૂર્ય ગ્રહણ સમય કાળ દરમિયાન કોઈ પણ નિર્જન સ્થાન હોય એટલે કે સ્મશાન માં એકલા ન જવું જોઈએ. આ સમય દરમિયાન વાસ્તવમાં નકારાત્મક શક્તિઓ પ્રભુત્વ ધરાવે હોય છે તે આપણી આસપાસ હોય તો આપણા એ નકારાત્મક ઉર્જા નો સંચય થાય છે.


જ્યોતિષશાસ્ત્રો મુજબ જોઈએ તો આ ગ્રહણ સમયકાળ દરમિયાન કોઈ પણ વ્યક્તિએ સૂવું ન જોઈએ

"" શ્રી શિવ એકાદશ નામ મંત્ર  "" અહી ક્લિક કરો.    

 

આ ગ્રહણ સમયકાળ દરમિયાન કોઈ પણ સ્થળ મુસાફરી કરવાનું પણ ટાળવું જોઈએ અને કોઈ પણ રીતે કે કોઈ પણ શારીરિક સંબંધો ના કરવા જોઈએ.


આ ગ્રહણ સમયકાળ દરમિયાન ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓ તેમની આસપાસ કોઈ પણ ધારદાર વસ્તુઓને ના હોવી જોઈએ તથા તેનો ઉપયોગ આ સમય દરમિયાન ના કરવો જોઈએ


આ ગ્રહણ સમયકાળ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓ ધરની બહાર ના નીકળવું તથા ધરના મંદિર સ્નાન પાસે બેસી ને સતત ઈષ્ટદેવ અથવા હનુમાન ચાલીસા ના પાઠ કરવા.


સૂર્યગ્રહણ દરમિયાન શું કરવું


આ ગ્રહણ સમયકાળ દરમિયાન સતત ભગવાનના મંત્ર , ચાલીસા, સ્ત્રોત , બાવની વગેરે પઠન કર્યા કરવું કેમ કે આ સમય દરમિયાન કરેલ એક પઠન એક હજાર ગણું ફળ આપે છે.


સૂર્યગ્રહણ પછી ગંગા જળથી સ્નાન કરો. આખા ઘરને ગંગાજળ અથવા પવિત્ર જળ વડે શુદ્ધ કરો તથા મંદિર ને ફરીથી સ્વચ્છ કરો.

રામ રક્ષા સ્ત્રોત અહી ક્લિક કરો.   


આ ગ્રહણ સમય દરમિયાન સીધા સૂર્યદેવ તરફ જોવાનું ટાળો.

આ ગ્રહણ સમય દરમિયાન બહાર જવાનું ટાળો.

આ ગ્રહણ સમય દરમિયાન કોઈ પણ પ્રકારનું ખોટું કામ ન કરો

આ ગ્રહણ સમયકાળ પછી એક વખત જરૂર  હનુમાનજીની પૂજા કરો.કારણે આ સમયે થયેલા પુજન રાહુ ની ખરાબ અસર દૂર થાય છે.


હવે વાત કરીયે સૂતક કાળ ની

 

પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી આ ગ્રહણનો સુતક કાળ નો સમય ભારતમાં સમય માનવામાં આવશે નહીં. પરંતુ આ સૂર્યગ્રહણ તમામ રાશિઓને અસર કરશે. તેની માહિતી અમે અમારા નવા વિડિયો માં 12 રાશિ મુજબ સૂર્ય ગ્રહણ શું કરવું જેથી પુણ્ય ફળ પ્રાપ્તિ થાય 


હનુમાનજી વડવાનલ સ્ત્રોત અહી ક્લિક કરો.   


શ્રી વિષ્ણ્વષ્ટકમ્  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો