મકરસંક્રાંતિ ના દિવસે દાન આપવાનો સમય , દાન માહાત્મ્ય અને 12 રાશિ મુજબ શું દાન કરવું | makar sankranti 12 rashi dan Uttrayan 2026 | Okhaharan
 |
| makar-sankranti-12-rashi-dan-uttrayan-2026 |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું 2026 મકરસંક્રાંતિ ના દિવસે દાન આપવાનો સમય , દાન માહાત્મ્ય અને 12 રાશિ મુજબ શું દાન કરવું તે બઘી માહિતી જાણીશું
આ વષૅ 2026 માં સૂયૅ ઉત્તર દિશા તરફ જાય અને મકર રાશિમાં પ્રવેશ કરે એટલે મકરસંક્રાતિ કહેવાય જે આ વષૅ 14 જાન્યુઆરી 2026 બપોરે 3:15 મિનિટે જાય છે આ સમય પછિ દાનનો પુણ્યકાળ સમય શરૂ થાય. મહાપુણ્યકાળ નો સમય સાંજે 4:39 થી 5:15 સુધી નો છે. 15 જાન્યુઆરી 2026 સવારે સ્નાન નો મહિમાં રહેશે. મહાપુણ્યકાળ અને પુણ્યકાળ સમયમાં તપ,જપ તથા દાન અને ગુપ્તદાન માટે ઉત્તમ છે.
દાન આપવાથી મનુષ્યને સમૃદ્રિની પ્રાપ્તિ સાથે મનુષ્યના કુડંળી માં રહેલા કમૅ સ્થાન પ્રબળ થાય છે. અને કમૅ સ્થાન સુઘરી જાય એટલે પછી રહ્યું શું ભાગ્ય સુઘરતા વાર નથી લાગતી.
દાન એ મનુષ્યના દૈહિક, માનસિક અને આત્મિક તાપ તો મટે સાથે બધા પ્રકારના દોષ પણ મટી જાય છે અને જો આ દાન મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવે તો તેનુ માહાત્મ્ય અનેક વધી જાય છે. મકર સંક્રાંતિના દિવસે ખાસ કરીને તલ, ખિચડી, ગોળ અને ધાબળા વગેરેનુ દાન કરવાનુ મહત્વ છે, આવો જાણીએ કઈ રાશિના લોકોને મકર સંક્રાંતિ દિવસે 12 રાશિ મુજબ શું દાન કરવુ વધુ લાભકારી રહેશે.
મેષ રાશિ- અ, લ, ઈ,
રાશિ સ્વામી- મંગળ
શુભ રંગ - લાલ
આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે લાલ વસ્ત્ર , તાંબા નું વાસણ , ગોળ મસૂર દાન કરવું
વષૃભ રાશિ :- બ,વ,ઉ
રાશિ સ્વામી :- શુક્ર
શુભ રંગ :- સફેદ
આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે સફેદ વસ્ત્ર ,સફેદ વસ્તુ , સફેદ તલ , ચાંદી નું દાન દાન કરવું
મિથુન રાશિ :- ક,છ,ધ
રાશિ સ્વામી :- બુધ
શુભ રંગ : લીલો
આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે લીલું વસ્ત્ર , મગ , ખીચડી કાંસા નું દાન કરવું
કકૅ રાશિ : ડ,હ
રાશિ સ્વામી :- ચંદ્ર
શુભ રંગ :- દુધીયો
આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે સફેદ વસ્ત્ર , દૂધ , દહીં , તાલ નું દાન કરવું
સિંહ : મ, ટ
રાશિ સ્વામી : સૂર્ય
શુભ રંગ : નારંગી
આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે પીળું વસ્ત્ર , પીળી ધાતુ , ઘંઉ નું દાન કરવું
કન્યા : પ,ઠ,ણ
રાશિ સ્વામી :- બુધ
શુભ રંગ : લીલો
આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે લીલા ચણા , મગ , લીલું વસ્ત્ર , મિક્સ ધાતુ ના વાસણ નું દાન કરવું
તુલા : ર,ત
રાશિ સ્વામી :- શુક્ર
શુભ રંગ :- સફેદ
આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે સફેદ વસ્ત્ર ,સફેદ વસ્તુ , સફેદ તલ , ચાંદી નું દાન કરવું
વૃશ્વિક :- ન,ય
રાશિ સ્વામી :- મંગળ
શુભ રંગ : લાલ
આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે લાલ વસ્ત્ર , ગોળ અથવા ગોળ માંથી બનાવેલ વાનગી , તાંબા નું વાસણ કરવું
ધનુ :- ભ, ધ, ફ, ઢ
રાશિ સ્વામી :- ગુરુ
શુભ રંગ :- પીળો
આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે કેસરી વસ્ત્ર નું દાન , સોના અથવા ચાંદી નું દાન , ફળ ફલાદિ નું દાન કરવું
મકર :- ખ,જ
રાશિ સ્વામી :- શનિ
શુભ રંગ :- કાળો
આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે કાળું વસ્ત્ર , કાળા અડદ , કાળા તલ કે તલ નું તેલ કરવું
કુંભ :- ગ,શ
રાશિ સ્વામી :- શનિ
શુભ રંગ :- કાળો
આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે કાળા તલ, કાળા ગરમ વસ્ત્ર , ખીચડી , સરસો નું તેલ કરવું
મીન :- દ, ચ,ઝ, થ
રાશિ સ્વામી :- ગુરુ
શુભ રંગ :- પીળો
આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે પીળા કે કેસરી વસ્ત્ર , પીળા રંગ ના ફળ ફૂલ , ઘી , સફેદ તેલ સોનુ ચાંદી નું દાન કરવું
Tag of Page
મકરસંક્રાંતિ 2026,
Makar Sankranti 2026,
Makar Sankranti date 2026,
uttrayan 2026 mahima,
makar sankranti 2026,
uttrayan 2026 ,
uttrayan 2026 date,
ઉત્તરાયણ 2026, મકરસંક્રાંતિ 2026,
Makar Sankranti Rashi daan upay,
uttrayan Rashi daan upay,
Makar Sankranti 12 Rashi daan upay,
uttrayan 12 Rashi daan upay,
Makar Sankranti Rashi pramane shu dan karvu?,
uttrayan Rashi pramane shu dan karvu?,
Okhaharan,
DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes.
અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો