બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

મહાશિવરાત્રી શુભ પૂજા મુહૂર્ત મહિમા | Mahashivratri 2026 Vrat Date Time India | Mahashivratri 2026 | Shivratri 2026 | Okhaharan

મહાશિવરાત્રી શુભ પૂજા મુહૂર્ત મહિમા | Mahashivratri 2026 Vrat Date Time India | Mahashivratri 2026 | Shivratri 2026 | Okhaharan 


mahashivratri-2026-vrat-date-time-india
mahashivratri-2026-vrat-date-time-india

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું 2026 મહાશિવરાત્રી ક્યારે છે? મહા શિવરાત્રિના રાત્રિના સમયે તે શિવલિંગની પૂજાનું શું મહત્વ છે? આ શિવરાત્રીમાં નિષિદ્ધકાલના પૂજાનું મુહૂરત તથા ચાર પ્રહરની પૂજાના મુહૂરત સમય કયાં છે? તે વિશે જાણીશું. મહાશિવરાત્રી જે દિવસ મહાદેવનું પ્રાગટ્ય થયું લિંગના રૂપમાં મહાતેજોમય અગ્નિસ્વરૂપ સ્તંભના રૂપમાં જેનો આદિ કે અંત ન હતો તેવા શિવલિંગની ઉત્પત્તિ આજે થઈ હતી 


ૐ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રુકમ બબંધનાન મૃત્યોર મોક્ષયમામૃતાત બોલો શ્રી ઉમાપતિ ભગવાન મહાદેવની જય મિત્રો આમ તો દર માસ શિવરાત્રી હોય છે પણ મહા માસ ની શિવરાત્રી હોવથી અનેક ગણું મહત્વ વઘી જાય છે. જે મહા વદ ચૌદસની તિથિએ ભગવાન મહાદેવનો શિવરાત્રીના રૂપમાં રાત્રિના સમયે ઉત્સવ મનાવાય છે એટલા માટે આ ઉત્સવને શિવરાત્રી કહેવાય છે જેમાં ભગવાન મહાદેવજી શિવજી શિવરાત્રિના આ દિવસે પ્રગટ થયા હતા લિંગ ના રૂપમાં અને અમુકમાન્યતા એવી પણ છે કે શિવ પાર્વતી નો વિવાહ પણ થયો હતો તો જો કે અલગ અલગ માન્યતાથી ઘેરાયેલો આ ઉત્સવમાં ખાસ કરીને શિવજીની પૂજાનું ખાસ મહત્વ દર્શાવાય છે અને રાત્રિના સમયે વર્ષની ચાર એ અઘોર રાત્રી કે મહારાત્રી કહેવાય છે જેમાં દિવાળીની રાત્રી શિવરાત્રી હોળીની રાત્રી અને જન્માષ્ટમી આ રાત્રી એવી છે કે જો રાત્રિના સમયે આપણે પૂજા ઉપાસના કરીએ મંત્ર જાપ કરીએ ઈષ્ટદેવની આરાધના કરીએ તો ફલીભૂત અવશ્ય જ થાય છે મનોકામ ના પૂર્ણ થાય છે આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે અને એમાંય ખાસ કરીને જ્યારે મહાદેવનો ઉત્સવ હોય જે દેવોના દેવ મહાદેવ છે આ પવિત્ર રાત્રીએ જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ દિવસે ઉપવાસ રાખે છે મહાદેવની પૂજા ઉપાસના કરે છે તેની સર્વે ઈચ્છા પૂર્ણ થાય છે.
સૌપ્રથમ જાણી લઈએ કે મહાશિવરાત્રી ક્યારે આરંભ થાય છે તેથી આપણા હિન્દુ પંચાંગ અનુસાર મહામાસના ના વદની ચૌદસની તિથિ પ્રારંભ થાય છે. 

શરૂઆત 14 ફેબ્રુઆરી 2026  શનિવાર બપોરે 4:01 મિનિટ
સમાપ્તી 15 ફેબ્રુઆરી 2026 રવિવાર સાંજે 5:04 મિનિટ

પ્રથમ પ્રહરની પૂજા: 15 ફેબ્રુઆરી 2026 સાંજે 6:11 થી 9:23 સુધી
મહાશિવરાત્રી 2જી પ્રહર પૂજા: 15 ફેબ્રુઆરી 2026 રાત્રે 9:23 થી 12:35 સુધી
મહાશિવરાત્રીના ત્રીજા પ્રહરની પૂજાઃ 15 ફેબ્રુઆરી 2026  રાત્રે 12:35 થી 3:47 સુધી
મહાશિવરાત્રી 4થી પ્રહર પૂજા: 16 ફેબ્રુઆરી 2026  સવારે 3:457થી 6:59 સુધી
ઉપવાસનું પરણ: 16 ફેબ્રુઆરી 2026 સવારે 7:02 કલાકે

આ દિવસે રાત્રે એટલે કે 15 ફેબ્રુઆરી 2026  રાત્રે 0:09 થી 1:00 સુધી સમય ને નિષેધ કાળ કહેવાય છે આ સમય બસ મહાદેવ ને શક્ય એક લોટો જળ ચડાવો અને ૐ નમઃ શિવાય ની બંને એટલી માળા જરૂર કરો જેમાં પૂજા ઉપાસના કરવાથી મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે.


શાસ્ત્ર અનુસાર ભગવાન શિવજી સૌપ્રથમ મહાશિવરાત્રીના દિવસે પ્રગટ થયા હતા વિશાળ અગ્નિસ્તંભના રૂપમાં અને મહાશિવરાત્રીની રાત્રિએ કુંડલીની જાગૃત અને ધ્યાન માટેનો શ્રેષ્ઠ સમય છે જે સાધકોને પરમ જ્ઞાન તરફ દોરી જાય છે હિન્દુ ધર્મમાં પ્રત્યેક તિથિ અને વારનું ખાસ મહત્વ છે એમાંય ખાસ કરીને આ મહામાસની શિવરાત્રી તો ઉત્તમમાં ઉત્તમ છે મહામાસની શિવરાત્રિના દિવસે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરીને ભક્તો આધિ વ્યાધિ ઉપાધિમાંથી રોગ ઋણ કર્જમાંથી પણ મુક્તિ માટે ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે આજે ભગવાન મહાદેવના શિવ પરિવારની પૂજા ઉપાસના થાય છે જેમાં શ્રી ગણેશ સહિત કાર્તિકેય સ્વામી શિવજીના ગણો છે શિવજીના વાહન છે અને શિવજીએ જે આયુધો ધારણ કર્યા છે શિવજીએ જે પોતાના શરીર ઉપર સર્પ છે ચંદ્રમા છે તેની પણ પૂજા ઉપાસના થઈ જાય છે આપો આપ જ કહેવાય છે કે આજે મહાદેવ દેવી પાર્વતીજીની પૂજા ઉપાસના કરવાથી સર્વે ગ્રહ બાધા દૂર થાય છે શાંત થાય છે એમાંય ખાસ કરીને જ્યારે મહાદેવના 12 જ્યોતિસ્વરૂપ જ્યોતિર્લિંગ છે જે બિરાજિત જ્યાં જ્યાં પણ છે ત્યાં ત્યાં પણ ભક્તો દર્શન કરવા ઉમટશે અને આજે એવું પણ કહેવાય છે કે આપણા ગામ શહેરમાં જે જે નાના નાના શિવાલય છે મંદિરો છે ત્યાં પણ સાક્ષાત મહાદેવ જ્યોતિ સ્વરૂપે બિરાજમાન રહેશે એટલા માટે જો આપણે જ્યોતિર્લિંગના દર્શન ન કરી શકીએ તો આપણે શિવાલયમાં જઈને પણ મહાદેવની પૂજા ઉપાસના કરી શકીએ છીએ.
આજે એવું પણ કહેવાય છે કે જો આપણે ઘરમાં પણ નાનકડું શિવલિંગ રાખ્યું હોય પૂજામાં તો તેની પણ પૂજા કરી શકાય છે ઘર બેઠા તેમાં પણ સાક્ષાત મહાદેવ બિરાજમાન રહેશે પોતાના પરિવાર સાથે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરશે ઘરમાં સુખાકારી રહેશે આનંદ મંગલ રહેશે ભગવાન મહાદેવ એવા દેવ છે કે જેઓ એ આ જગતને વિષમાંથી મુક્ત કર્યું કર્યું હતું એટલા માટે જ આજે મહાદેવની જે પૂજા ઉપાસના કરે છે તેના રોગ કષ્ટ તો મટે છે સાથે જ જો વિષયો કુંડળીમાં હોય અંગારક યોગ હોય કે કોઈપણ કાલસર્પ દોષ હોય અથવા તો કોઈપણ ગ્રહ બાધા નળતર હોય માનસિક તણાવ હોય તો પણ આજે મહાદેવની પૂજા ઉપાસના કરવાથી નામસ્મરણ કરવા માત્રથી જ મહાદેવની કૃપા પ્રાપ્ત થઈ જાય છે.


આ મહાશિવરાત્રીનો ઉત્સવ છે દિવસ છે રાત્રિ છે આખો દિવસ અને રાત્રી શિવમય થઈ જાશે તે છે આ મહાશિવરાત્રિનો ભવ્ય ઉત્સવ આજે મહાદેવની પૂજા ઉપાસના કરીને ભક્તો ભાવ વિભોર થાશે સાક્ષાત જાણે કે મહાદેવ દેવી પાર્વતીજી સહિત જે જગતના માતા પિતા છે તે ધરતી લોક ઉપર બિરાજમાન ભક્તોની સામે જ રહેશે એવો અહેસાસ થાશે શિવલિંગના જ્યારે પણ આપણે દર્શન કરીશું મહાદેવના શિવલિંગની પૂજા ઉપાસના આજે કંઈક વિશેષ જ થશે જે કોઈ આપણા અંદર ભાવ હોય પ્રભુ પ્રત્યે પ્રેમ હોય તેનાથી પણ મનથી પણ પૂજા થઈ જાય છે આજે શિવરાત્રી હોય મહાદેવને પ્રિય એવી આ રાત્રિની તિથિમાં ખાસ કરીને મહાદેવની વિશેષ પૂજા થાય છે મહાદેવની પૂજા દરમિયાન ધ્યાન આસન પાધ્ય અર્ધ્ય આચમન સ્નાન દૂધ દહીં ઘી મધ સાકર પંચામૃત ગંધોદક ગંગાજલ વસ્ત્ર યજ્ોપવિત ઉપવસ્ત્ર ચંદન ભસ્મ અક્ષત ઈત્ર પુષ્પ પુષ્પમાલા દુર્વા સમીપત્ર અર્ક ધતુરો બિલ્વપત્ર ધૂપ દીપ નૈવેદ્ય તાંબુલ અને અંતે દક્ષિણા સહિત પૂજન થાય છે આ ઉપરાંત મહાદેવની સાદી સરળ પૂજા પણ થાય છે જેમાં એક લોટો જલ માત્ર અને એક બિલ્વપત્ર ભગવાન પ્રસન્ન થઈ જાય છે શિવલિંગ ઉપર જલાભિષેક કરવા માત્રથી જ ભગવાન તો ભોળાનાથ છે ભોળાનાથ માત્ર ભક્તિથી રીજે છે હૃદયના ભાવથી રીજી જાય છે.
મહાદેવ શક્તિપતિ છે જો આપણે જીવનમાં શક્તિ અર્જિત કરવી હોય ચાહે ધનની તનની મનની તો પણ મહાદેવની પૂજા ઉપાસના થાય છે કારણ કે મહાદેવ છે શક્તિપતિ આ ઉપરાંત મહાદેવ છે તંત્ર મંત્રના દેવતા ગુરુ માટે પણ સાધનામાં સિદ્ધિ પ્રાપ્તિ માટે પણ મહાદેવની પૂજા ઉપાસના થાય છે તંત્ર મંત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પણ મહાદેવની પૂજા ઉપાસના થાય છે અને મહાદેવ જ્ઞાનના દેવતા છે વિદ્યાના દેવતા છે માટે પણ મહાદેવની પૂજા કરવાથી સર્વે દેવતાઓની પૂજા આવી જાય છે કુંડળી માં રહેલા સર્વે દોષ તો દૂર થાય છે ઘરમાં સુખાકારી રહે છે. 

આજે મહાદેવના દ્વાદશ જ્યોતિર્લિંગનું સ્મરણ કરવા માત્રથી જ સર્વે મનોકામના પૂર્ણ થાય છે પાપ નષ્ટ થાય છે.  તે દ્વાદશ જ્યોતિર્લિંગનું પણ આપણે સ્મરણ કરી લઈએ.


દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમ્
સૌરાષ્ટ્રે સોમનાધંચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ ।
ઉજ્જયિન્યાં મહાકાલં ઓંકારેત્વમામલેશ્વરમ્ ॥
પર્લ્યાં વૈદ્યનાધંચ ઢાકિન્યાં ભીમ શંકરમ્ ।
સેતુબંધેતુ રામેશં નાગેશં દારુકાવને ॥
વારણાશ્યાંતુ વિશ્વેશં ત્રયંબકં ગૌતમીતટે ।
હિમાલયેતુ કેદારં ઘૃષ્ણેશંતુ વિશાલકે ॥
એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાતઃ પઠેન્નરઃ ।
સપ્ત જન્મ કૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ ॥

જે સવાર બોપર સાંજે સ્મરણ કરવા માત્રથી સાત જન્મોના પાપ નષ્ટ થાય છે એવો મહિમા છે આ ઉપરાંત આજે મહાદેવના શિવાલયમાં આપણે જઈએ ત્યારે નંદીશ્વર અને કચ્છપ ભગવાનની પહેલા પૂજા થાય છે ત્યારબાદ શિવજીના દર્શન થાય છે નંદીશ્વર છે શક્તિનું પ્રતીક અને કચ્છપ ભગવાન છે ઇન્દ્રિયોનું પ્રતીક જે આપણી અંદર શક્તિ અને ઇન્દ્રિયો છે ઇન્દ્રિયો કે જે આપણને શાંતિ લેવા દેતી નથી કંઈકને કંઈક ઈચ્છા આકાંક્ષા રહે છે ત્યારે આપણે જ્યારે ઈશ્વર જે પરમપિતા પરમાત્મા મહાદેવ છે તેમના દર્શન કરવા જઈએ ત્યારે સૌપ્રથમ આપણી શક્તિના અભિમાનને બહાર મૂકવું પડે ત્યારબાદ જેમ જેમ કાચબો પોતાના અંગોને સંકોરી લે છે એ જ રીતે આપણી ઇન્દ્રિયોની આપણી ઈચ્છાઓની આકાંક્ષાઓને સંકોરી લેવાની છે અને એકદમ સ્વસ્થ મને ભગવાન મહાદેવના દર્શન કરવાના છે જેથી પ્રભુ પ્રસન્ન થાય છે અને આપો આપ જ મનોકામના પૂર્ણ થઈ જાય છે ભુક્તિ અને
અંતમાં મુક્તિ પ્રદાન થાય છે કારણ કે મુક્તિના દાતા મહાદેવ છે અંત સમયે આપણે આપણે સૌ જીવોએ સૌએ આ પ્રકૃતિમાં જેટલા પણ જન્મ લે છે તે બધાએ મહાદેવના શરણમાં જવાનું છે રાખ બનવાનું છે અને મહાદેવ તેનો સ્વીકાર કરી લે છે તેવા દેવોના દેવ મહાદેવને પ્રિય એવી આ રાત્રિ છે મહાશિવરાત્રી.


ૐમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર 
સમય હોય તો કોમેન્ટમાં લખી દેજો

Mahashivratri-Vrat-Katha-Gujarati




શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 


અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો