મંગળવાર, 19 ઑક્ટોબર, 2021

શરદ પૂર્ણિમા 2021 ના દિવસે કરો આ સરળ ઉપાય ક્યારેય ઘનની તંગી નહી રહે | Sharad Punima Upay gujarati | Okhaharan

 શરદ પૂર્ણિમા 2021 ના દિવસે કરો આ સરળ ઉપાય ક્યારેય ઘનની તંગી નહી રહે | Sharad Punima Upay gujarati | Okhaharan

Sharad-Punima-Upay-gujarati
Sharad-Punima-Upay-gujarati

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શરદ પૂર્ણિમા ના દિવસે કરો આ સરળ ઉપાય ક્યારેય ઘનની તંગી નહી રહે 


Sharad-Purnima-Mantra-Gujarati

હિન્દું ગ્રંથો પ્રમાણે શરદ પૂર્ણિમા ની તિથિ ના દિવસે દેવી લક્ષ્મીનો જન્મદિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવ અને દાનવ મંથન કરીને અમૃત કાઠતા પહેલાં 14 રત્નો નિકળે છે જેમાં ઐરાવત, ઝેર , અમૃત, ચંદ્ર, દેવી લક્ષ્મી વગેરે બીજા રત્નો ક્ષીર સાગરથી પ્રગટ થઈ હતી. દેવી લક્ષ્મીના વિશેષ કૃપા , ભક્તિ કરવા એક શરદ પૂર્ણિમા પણ માનવામાં આવે છે શરદ પૂર્ણિમાની પવિત્ર તિથિ એ દેવી લક્ષ્મી અને નારાયણ  પોતાના વાહન પર સવાર થઈને પૃથ્વી પર ભ્રમણ કરે છે કહે કે કોણ જાગે છે. કોણજાગે છે. તેથી આ તિથિ કોજાગરી રાત પણ કહે છે. આ વર્ષે પંચાંગનો ભેદ એટલે અડઘી અડઘી તિથિના કારણે કેટલીક જગ્યાએ 19 અને 20 ઓક્ટોબરે શરદ પૂર્ણિમા મનાવવામાં આવશે. આ દિવસે ખાસ કરીને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે કેટલાક ઉપાય કરવાથી નસીબ બદલાય છે આ ઉપાયો કરવાથી ધનની અછત રહેતી નથી.


એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમા પર દેવી લક્ષ્મીને તેમની મનપસંદ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. દરેક સફેદ વસ્તુઓ જેમકે મખાના, સિઘોડા, પાન પાદડાં , કમળનું ફૂલ,લાલ ફુલ,સોપારી,પતાસા, રૂ, ચાંદી  એલચી અને સફેદ ગૌરીનો સમાવેશ થવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે, શરદ પૂર્ણિમાની રાત્રે સફેદ કોઠીયો, રમવું જોઈએ.


નાગરવેલના પાન માતાને ખૂબ જ પ્રિય છે. તેથી, તેમની પૂજામાં પાનનો જરૂર લેવા. શરદ પૂર્ણિમા પર દેવી લક્ષ્મીને અર્પણ કરાયેલ પાન પ્રસાદ સ્વરૂપે ઘરનાં તમામ લોકોએ લેવો નાના બાળકોને આપી શકાય. એવું કહેવાય છે કે આ પાન ઉપયોગ કરવાથી બરકત ઘરમાં પ્રવેશ કરે છે.


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics 

 એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રદેવ આકાશમાંથી અમૃતનો વરસાદ કરે છે. માટે કેસરની ખીર અથવા સફેદ દુઘ પૌવા થોડા સમય સુધી ચંદ્રના સીઘા પ્રકાશમાં રાખવી જોઈએ. તેને રાત્રે ઉપાડીને દેવી લક્ષ્મીને અર્પણ, ગાય અને ઘરના સવૅ સભ્યોએ પ્રસાદ તરીકે લેવો. 


શરદ પૂર્ણિમા પર શ્રી લક્ષ્મીના આઠ સ્વરૂપ એટલે અષ્ટ લક્ષ્મીની પૂજા અતિ શુભ મનાય છે. આ દિવસે સોપારીને લવિગ સાથે લપેટીને અષ્ટ લક્ષ્મીને અર્પણ કરવી જોઈએ. આ પછી તેને તમારા ઘન જગ્યાએ અથવા તિજોરીમાં રાખવી જોઈએ. આ દિવસે આ કાયૅ કરવાથી માતા લક્ષ્મી હંમેશા ઘરમાં રહે છે.


જેમને શ્વસન રોગો અથવા શરીર રોગ હોય રાત્રી સમયે સીઘા ચંદ્ર પ્રકાશમાં બેસવું.


શરદ પૂણિમાંના  દિવસે શિવપુત્ર ભગવાન કાર્તિકેયની પૂજા કરવાથી અપરિણીત છોકરીઓને મનઇચ્છિત અને યોગ્ય વર મળવામાં મદદ થાય છે.

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

  

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો